અમારી સંસ્થા વિશે :
શિક્ષણ ક્ષેત્રમાં સારો અનુભવ ધરાવતા વ્યક્તિઓ શ્રી હર્ષિલભાઈ પંચાલ તથા શ્રી રવિભાઈ રાજાવત આ સંસ્થાના સંચાલકો છે. ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલું ગેલેક્ષી સ્ટડી પોઈન્ટ એવી સંસ્થા છે કે જ્યાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. યોગ્ય દિશામાં સારું અને સફળ શિક્ષણ આપી બાળકોનું જીવન સફળ બનાવવું એવો અમારી સંસ્થાનો હેતુ રહેલો છે. અહી સંચાલકો પોતે મુખ્ય વિષયો ભણાવે છે અને વિદ્યાર્થીઓ પર યોગ્ય ધ્યાન આપે છે. આ સંસ્થામાં અનુભવી તથા નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. નબળા વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. બાળકોને જરૂરી દરેક ભૌતિક સુવિધાઓ જેવી કે અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ, લાઇટ-પંખા , ભણવા માટે પર્સનલ ખુરશી , પીવાનું ઠંડુ પાણી , ટોઇલેટ તથા સાયકલ પાર્કિંગ માટેની જગ્યા અહી મળી રહે છે. બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર , શિસ્ત તથા જીવનપયોગી મોટીવેશન પણ આપવામાં આવે છે જેથી બાળક ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરી શકે.