Chance to occur mental disorder like depression, anxiety, OCD, psychosis depends on brain genetic/ epigenetic changes during developmental period and brain's capacity to cope up with trigger/ trauma when exposed.
તમને જાણીને આશ્ચર્ય થશે કે બાળક જન્મે એ પહેલા તેને ભવિષ્યમાં માનસિક રોગો થશે કે નહી એનું અમુક પ્રમાણ નક્કી હોય છે.
૧) માતાના પેટમાં રહેલ બાળકનું Genetic બંધારણ માતા તથા પિતાના Genetic બંધારણનું મિશ્રણ છે. આથી માતા અથવા પિતામાથી કોઈને પણ માનસિક રોગ હોય તો આવનાર બાળકને માનસિક રોગ હોવાની શક્યતા વધી જાય છે.
૨) જો માતાને ડાયાબિટીસ, હાયપરટેન્શન, ડિપ્રેશન, પાગલપન જેવી બીમારી હોય તો તેની અસર ગર્ભાવસ્થા દરમ્યાન માતાના પેટમાં વિકાસ પામતા ગર્ભ પર થાય છે અને વિકાસ પામતા બાળક પર Epigenetic changes થવાને કારણે ભવિષ્યમાં માનસિક રોગો થવાની વધારે શક્યતા સાથે જન્મે છે.
Genetic અને Epigenetic નબળાઈ સાથે જન્મેલ બાળક તેની આસપાસના વાતાવરણના ફેરફારને સહન કરવા સામાન્ય મનુષ્ય જેટલું સક્ષમ હોતું નથી. આથી આવું બાળક ભવિષ્યમાં જયારે પણ જીવનમાં સ્ટ્રૅસ, કુપોષણ, ચેપ કે ગેરવર્તનનો શિકાર બને ત્યારે તેનું મગજ વધારાનું દબાણ સહન કરવા સક્ષમ હોતું નથી અને ક્ષિણ થવા લાગે છે અને માનસિક બીમારીઓ ઉદ્ભભવે છે. કોવિડની મહામારી દરમિયાનની અરાજકતા મગજની સહન કરવાની શક્તિ કરતા વધી જતા ડિપ્રેશન અને એન્ઝાઈટી જેવી બીમારીની ચાંપ દબાવી. કોવિડની મહામારીએ માનસિક બિમારી કેવી રીતે ટ્રીગર થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું.