ગુજરાતી બૌદ્ધ સાહિત્યની રચના અને પ્રકાશન કરવા જેમાં લેખો, પુસ્તકો, કાવ્યો-ગીતો, બાળવાર્તાઓ, સંશોધનો વગેરેનો સમાવેશ થશે.
ગુજરાતમાં ગુજરાતી બૌદ્ધ સાહિત્યકારો અને રચનાકારોની કૃતિઓને પ્રકાશન માટે પ્રોત્સાહક પ્લેટફોર્મ પૂરું પાડવું.
પાલી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં જગતમાં લખાયેલ અમૂલ્ય બૌદ્ધ સાહિત્યના ગુજરાતી ભાષામાં વાચકો માટે અનુવાદ પ્રકાશિત કરવા.
મહિલા અને યુવાન સાહિત્યકારોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે.
ગુજરાતી બૌદ્ધ સાહિત્યકારો અને રચનાકારોને સાહિત્ય સર્જન માટે પ્રોત્સાહક ફૅલોશીપ અને આર્થિક મદદ પ્રદાન કરવી.
સાહિત્ય સર્જન માટે સંશોધનની જરૂરી સગવડો અને સંશોધન કેન્દ્ર નિર્માણ કરવા.
અમૂલ્ય બૌદ્ધ સાહિત્યને ગુજરાતી ભાષામાં સંપૂર્ણ શક્તિ વડે ગુજરાતના સામાન્ય જનને તેની જરૂરિયાત મુજબ લાભદાયી નીવડે તેમ પીરસવા.