ઉપસ્થિતિ- અનુપસ્થિતિ
નિહાળતો રાહિયો,આ માણસ જેમા
માણસની ઉપસ્થિતિમા માણસાઈની અનુપસ્થિતિ.
કાયા છે બનેલી એની પંચભૂત ની પણ
પંચભૂતની ઉપસ્થિતિમા આત્માની અનુપસ્થિતિ.
કેમ માણસ, ભગવાન પણ જોયા,
મૂતિની ઉપસ્થિતિમા ભગવાનની અનુપસ્થિતિ.
દેખાવ છુ, હું બધાને પણ,
મારી ઉપસ્થિતિમા, મારી અનુપસ્થિતિ.
કામ ની શુ આ વાતો બધી વીર,
જેમા શબ્દની ઉપસ્થિતિમા અથૅની અનુપસ્થિતિ.
વિરજી....
કંઇક તો છે આ એકાત મા..
મળે છે, જેને જોતુ નથી એને
જોયે છીએ, એને મળતુ નથી,
કંઇક તો છે આ એકાત મા..
ફુલ ને મળ્યું રણ ના,આ
મળતું નથી, જંગલ ના ઝાડ ને,
કંઇક તો છે આ એકાત મા..
ટોળામાં મળે છે કોઇ ને,
કોઇને એકલતા મા નથી મળતું
કંઇક તો છે આ એકાત મા..
છે શબ્દ ની અનુપસ્થિતિ આ
કે ઉપસ્થિતિ આ મૌન ની,
કંઇક તો છે આ એકાત મા..
વીર છે શુ, આ એકાંત માં,
સમજીને પણ, નથી સમજાતુ,
કંઇક તો છે આ એકાત મા..