આદ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિ ની દડમજલ માં મેં જીવન ના ઉદ્દેશ્ય વિષે જાણવા કોશિશ કરી અને જે કાઈ જાણવા મળ્યું તે ખાસ ઉત્સાહવર્ધક જણાયું નહિ. આપણા દેશમાં હાલમાં આદ્યાત્મિક જ્ઞાન નું આખું ક્ષેત્ર જ એવા મહાનુભાવોથી છલકાય છે જેમને સામાન્ય બુદ્ધિ થી વેર હોય અને માત્ર દંભ સિવાય બીજી કોઈ કળા તેમની પાસેથી શીખી શકાય તેમ હોય નહિ. આદ્યાત્મનો ઈજારો મોટા ભાગે ધાર્મિક નેતાઓ પાસે હોવાથી તેઓ પોતાના મત થી ભિન્ન અભિપ્રાય ને સાંખી શકતા નથી. જીવન ના ઉદ્દેશ્ય વિષે આપણી પ્રચલિત માન્યતાઓ અને સિદ્ધાંતો બાબત કેવી રીતે પુન:વિચાર કરવાની આવશ્યકતા લાગે છે તે બાબત સમજવાનો અહી એક પ્રયાસ છે.

સાથે સાથે જીવન ના લક્ષ્ય બાબત નૂતન અભિગમ કેવીરીતે વધુ આવકારદાયક છે તે સમજીશું.