FEBRUARY-2017
INDUSTRIAL VISIT માં જતા વિદ્યાર્થીઓને ખાસ સૂચનાઓ
1. નિયત સમય કરતા ૩૦ મિનીટ પહેલા વિઝીટના સ્થળે અગાઉથી પહોંચવું.
2. દરેક વિદ્યાર્થી I-CARD પહેરીને જ હાજર રહે.
3. INDUSTRIAL VISIT દરમિયાન SHOES પહેરવા ફરજીયાત છે.
4. INDUSTRIAL VISIT દરમિયાન દરેક વિદ્યાર્થી શિસ્તમાં રહે અને સલામતીના નિયમોનું ચુસ્ત પાલન કરે તેમજ industry દ્વારા તેમજ સાથે રહેલ Faculty દ્વારા અપાયેલ સૂચનાઓનું પણ ચુસ્ત પાલન કરે.
5. INDUSTRIAL VISIT દરમિયાન પૂર્વ મંજૂરી વગર કોઈ પણ મશીન/સાધનને અડકવું નહિ તેમજ પોતાની જગ્યા છોડવી નહિ.
6. INDUSTRIAL VISIT દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને અકસ્માત થાય/ઈજા થાય તો તેની જવાબદારી વિદ્યાર્થીની સ્વયમ રહેશે અને તે અંગેનું વાલીનું બાહેંધરીપત્રક આપવાનું રહેશે.
7. INDUSTRIAL VISIT પ્રાયોગિક કાર્યના ભાગ રૂપે ફરજીયાત હોય INDUSTRIAL VISITમાં જવું ફરજીયાત છે.ગેરહાજર રહેનાર વિદ્યાર્થીના પ્રાયોગિક કાર્યના મુલ્યાન્કનમાં ગેરહાજરીની બાબત ધ્યાને લેવામાં આવશે
8. INDUSTRIAL VISIT દરમિયાન ધ્યાને લગતી બાબતો નોધવા LOG BOOK દરેક વિદ્યાર્થી સાથે રાખે અને INDUSTRIAL VISIT રીપોર્ટ જે બનાવવાનો છે તેનાં મુદ્દાઓ પણ ધ્યાને રાખી નોંધ કરે.
9. INDUSTRIAL VISIT માં જતા તમામ વિદ્યાર્થીઓએ પોતાના. INDUSTRIAL VISIT રીપોર્ટ નિયત પત્રકમાં (નિયત પત્રક ખાતાની SITE પર થી DOWNLOAD કરી મેળવી લેવું અને INDUSTRIAL VISIT દરમિયાન સાથે રાખવું) બનાવવો અને સત્રકામ સાથે જોડવો ફરજીયાત છે.