10-07-2020
All Students are hereby informed that Please find attached TIME TABLE FOR EXTERNAL PRACTICAL EXAM/ VIVA JULY-2020( 5TH & 6TH SEM REMEDIAL STUDENTS).
17-06-2019
આથી ત્રીજા અને પાંચમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓનું સત્ર નિયમિત રીતે શરૂ થઈ ગયેલ હોય તમામ વિદ્યાર્થીઓએ થીયરી તેમજ પ્રેક્ટિકલના તાસોમાં ફરજીયાત રીતે હાજરી આપવી. જો નિયમોનુસાર કરતાં હાજરી ઓછી હશે તો તેવા વિદ્યાર્થીઓને મિડસેમ પરીક્ષામાં બેસતા અટકાવી શકાશે જેની વિદ્યાર્થીઓએ ગંભીર નોંધ લેવી.
ચાલુ સત્રથી દરેક વિદ્યાર્થીએ પ્રાયોગિક કાર્ય માટે લોગબુક પણ ફરજીયાત રીતે નિભાવવાની રહેશે જેની પણ નોંધ લેવા દરેક વિદ્યાર્થીને જણાવવામાં આવે છે.
DATE: 17-06-2019
વિદ્યાર્થીઓને અગત્યની સુચનાઓ
1. વિદ્યાર્થીઓ થીયરી અને પ્રાયોગીક સત્રકામમાં GTUના નિયમો મુજબ ડીટેઈન થવા પાત્ર છે.
2. સત્રકામ માટે વિદ્યાર્થીએ નીચેની સુચનાઓ અચુક ધ્યાને લેવી.
a. વિષયનો સીલેબસ, ઈન્ડેક્સ, ટેસ્ટ પેપર, એસાઈનમેન્ટ તથા બેચ ટીચરની સુચનાનુસાર તમામ ડોક્યુમેન્ટસ સત્રની શરૂઆતથી જ તાસો દરમ્યાન લાવવાના રહેશે.
b. વિદ્યાર્થીએ જણાવેલ વિષયો માટે લોગબુક રાખી જાળવવાની રહેશે. લોગબુક ખાતાની સાઈટ પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ આવવાનુ રહેશે.
c સતત મુલ્યાંકનના ભાગરૂપે મીડસેમ પહેલા સુચીત પ્રાયોગીક કાર્ય પૂર્ણ કરી મુલ્યાંકન કરાવવાનુ રહેશે.
d. સત્રકામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનુ રહેશે અને નિયત પત્રકમાં મુલ્યાંકન તેમજ સબમીશનની વિગતો નિયમીત રીતે ભરવાની અને સહી કરવાની રહેશે.
e. સત્રકામના સર્ટીફીકેટમાં બેચટીચરની સહી બાદ ખાતાના વડાશ્રીની સહી લેવી ફરજીયાત રહેશે. બેચટીચર તેમજ ખાતાના વડાશ્રીની સહી વગરનુ સત્રકામ અપૂર્ણ ગણાશે. ખાતાના વડાશ્રીની સહી બાદ વિદ્યાર્થીએ સંબંધીત બેચ ટીચર પાસે રહેલ મુલ્યાંકનપત્રકમાં બાકીની વિગતો ભરી સહી કરવાની રહેશે.
f. પ્રાયોગીક કાર્યની નિર્ધારિત ESEમાં વિદ્યાર્થીએ સત્રકામ સાથે હાજર રહેવુ ફરજીયાત છે. આ સીવાય વિદ્યાર્થીને ESEમાં બેસવા દેવામાં નહીં આવે.
g. જે તે સત્રમાં સત્રકામ સબમીટ થયેDAલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ તે પછીના તુરતના સત્રમાં Reregistration form ત્રણ નકલમાં ભરી નિયત અધીકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. Reregistration form ખાતાની સાઈટ પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ નિયત અધીકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે અને Reregistration formમાં નિયત અધીકારીશ્રી દ્વારા અપાયેલ સુચનાનો અમલ કરવાનો રહેશે તેમજ ઉપરની તેમજ અન્ય સત્રકામને લગતી તમામ સુચનાઓનો અમલ કરવાનો રહેશે.h. તમામ વિષયોમાં ડીટેઈન થયેલ હોય અને સંપૂર્ણ સેમેસ્ટર ફરી ભણવાનુ હોય તેવા વિદ્યાર્થીઓએ પણ લાગુ પડતા સેમેસ્ટરમાં Reregistration form ખાતાની સાઈટ પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ નિયત અધીકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે અને Reregistration formમાં નિયત અધીકારીશ્રી દ્વારા અપાયેલ સુચનાનો અમલ કરવાનો રહેશે તેમજ ઉપરની તેમજ અન્ય સત્રકામને લગતી તમામ સુચનાઓનો અમલ કરવાનો રહેશે.
3. RMST/Assignments માટે વિદ્યાર્થીએ પ્રોગ્રામ મુજબ સંસ્થામાં હાજર રહી એટેન્ડ કરવાનુ રહેશે. જો ગેરહાજર રહેશે અથવા ફેઇલ થશે તો RMSTમા ફેઇલ ગણવામાં આવશે.