જીવનમાં જ્યારે ખાસ્સા લાંબા સમય સુધી વ્યાજબી ન કહી શકાય તેવી ઘટનાઓનો સામનો કરવાનો થાય ત્યારે જીવન ની વિષમતાઓ અને અનિશ્ચિતતાઓ વિષે જુગુપ્સ્તા થતી હોય છે. કેટલાક પ્રશ્નો આપણી સામે અવાર-નવાર ઉભા થતા રહે છે. જેમ કે :-

  • એક પ્રમાણિક રહી પુરુષાર્થ કરે તોય દુખી હોય અને બીજો ભ્રષ્ટાચારમાં સતત લિપ્ત રહેતો હોય તોય સમૃદ્ધિમાં આળોટતો હોય - એવું કેમ બને છે?

  • કોઈની સાથે સાવ સરળ રહીએ તોય કેમ મિત્રતા થતી નથી અને કોઈની ઉપર વગર કારણે હેત કેમ થઇ આવે છે?

  • દેખીતિ રીતે કાઈ ખોટું કર્યું હોય નહિ અને છતાં કેમ જાત જાતની આધી, વ્યાધી, ઉપાધિઓ આપણો છેડો છોડતી નથી?

વળી કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે

  • મૃત્યુ પછીના જીવન વિષે જાણવાની જીજ્ઞાસા થાય છે.

આવા પ્રશ્નો ના ઉત્તર શોધવા ની ગડમથલ માં આપણે અલપઝલપ રીતે આધ્યાત્મ ને ખંખોળીએ છીએ અને છેવટે મોટે ભાગે ગૂંચાઈ જઈએ છીએ. અંગત અનુભવ મુજબ કંઈક આવા નિષ્કર્ષ નીકળતા જોવા મળે છે :

  • જીવન એટલે દૂખો ની ઘટમાળ

  • બધું પ્રારબ્ધ ને આધીન છે

  • દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા.. જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા..

  • સંસાર માયા છે..

પરિણામે પ્રશ્નો ના ઉત્તર શોધવા નીકળેલ વ્યક્તિ પહેલા હતો એના કરતાં પણ વધુ ગૂંચાઈ જાય છે..નાસીપાસ અને હતાશ થઇ જાય છે..

કેટલાક વળી ગૂઢ આદ્યાત્મિક કે ધાર્મિક ક્રિયાકાંડોમાં પડી જાય તેવું પણ બને છે. એક સ્વસ્થ વ્યક્તિ જે ઉમંગથી જીંદગી જીવતો હોય તેની સરખામણીમાં આ વ્યક્તિ કોઈ બહેતર જિંદગી જીવતા હોય તેવું જરાય જણાતું નથી.

હું પણ આવા જ પ્રશ્નોના ઉત્તર શોધતો શોધતો આધ્યાત્મિક ક્ષેત્રમાં પહોંચી ગયો ..આ પથ પર મેં વિવિધ શાસ્ત્ર અને ફિલોસોફી નો અભ્યાસ કર્યો..કઈ કેટલાક ગુરુ મહંતોને મળ્યો .. આશ્રમોના ઉંબરા ઘસ્યા. આ બધી પળોજણમાંથી કેટલીક બાબતો હું તારવી શક્યો :

મને છેવટે મહેસુસ થયું કે આદ્યાત્મ ને નામે ધર્મ, સંપ્રદાય,આશ્રમોએ તો જે અન્યથા સાવ સરળ અને સુગમ બાબતો હોવી ઘટે તેને માત્ર અટપટી જ નહીં પરંતુ લગભગ અસમ્ભાવી બનાવી દીધી છે.

જેવી વ્યર્થ રજળપાટ મારે કરવી પડી તેવી બીજા જિજ્ઞાસુઓને કરવી પડે નહીં તેવા આશય થી આ વેબસાઈટ બનાવી છે.

આદ્યાત્મ ને ગૂઢ ને બદલે સરળ અને જે સામાન્ય વ્યક્તિના જીવનને ઉન્નત બનાવે તેવા રૂપમાં રજુ કરવાનો પ્રયાસ છે.

વેબ સાઈટ પર જવા નીચે ચિત્ર ઉપર ક્લિક કરો

આ સાઈટ પર : ગીતાધ્વનિ, પુ. વિનોબા ભાવેના ગીતા પ્રવચનો, કર્મ નો સિદ્ધાંત, વિવેક ચુડામણી, તત્વ બોધ,પદ્મ -પુરાણ વગરે ઉમદા સંદર્ભ સામગ્રી ઉપલબ્ધ છે.