માંગલિક દોષ



મારી ઉંમર ૨૭ વર્ષ થઇ ગઈ હોવા છતાં મારું લગ્ન હજી નક્કી થયું નથી. બે ત્રણ વર્ષ પહેલા થોડા પ્રપોસલ્સ આવેલ પરંતુ દર વખતે કુંડળી મેળવવા આપીએ પછી વાત અટકી જાય છે. મેં એવું સાંભળ્યું છે કે મારી કુંડળીમાં મંગલ દોષ થયેલ છે તેને કારણે મારું લગ્ન થાય તેમ નથી. તેઓ કહે છે કે આ મંગલ દોષ ને કારણે દામ્પત્ય જીવન ના અનેક પ્રશ્નો ઉભા થાય છે.

તો આ માંગલિક દોષ શું છે અને તેના કોઈ ઉપાય હોય તો અવશ્ય બતાવશો.

કુંડલી મેળાપક વખતે મંગળદોષ જોવામાં આવે છે. મંગળને ભૂમિ, સૈનિક, ઉર્જા, હિંમત, શક્તિ, સ્વાભિમાન, આખાબોલાપણું, જુસ્સો વગેરે સાથે સાંકળવામાં આવેછે. જ્યારે આપણે જુના જમાનાના સમાજ જીવનને તપાસીએ ત્યારે જોવા મળે છે કે એ સમય માં લડાઈઓ ઘણી થતી અને તેમાં લડવામાં જુસ્સા વાળા અને લડાયક વૃત્તિ વાળા લોકો (માંગલિક) વધુ જતા. લડાઈ માં માણસો મોટી સંખ્યા માં શહીદ થતા. તેથી જેમનો મંગલ વધુ અસરકારક હોય તેવા વ્યક્તિને લગ્ન માટે સારા ઉમેદવાર ગણવામાં આવતા ન હતા તે જે તે જમાના માટે બરાબર હતું પરંતુ આજે તે બરાબર નથી. હવે સલામતી અને રોગ સામે રક્ષણ આપતી દવાઓ અને બહેતર સુઘડતા અને જીવન ધોરણ ને કારણે સરેરાશ આયુષ લાંબુ થયું છે. તેથી અકાળ અવસાન ની શક્યતાઓ ઘટતા યુવાન વયે વૈધવ્ય નું પ્રમાણ પણ ઘટ્યું છે. બીજી તરફ પુન:લગ્ન માટે સમાજ માં કુણું વલણ સ્થાપિત થઇ રહ્યુંછે.

વળી ખેતીપ્રધાન સમાજના પુરુષ નો અહં મંગલના ઉપર જણાવેલ ગુણો વાળી પત્ની ને કારણે ઘવાય તે સ્વાભાવિક હતું. પરંતુ હવે જમાનો બદલાયો છે એન્જીન્યરીંગ અને ટેકનોલોજી જેવા ઉચ્ચ અભ્યાસક્રમ સશક્ત મંગલ વગરની છોકરીઓ કરીશકે તે શક્ય નથી. બીજી તરફ પુરુષો હવે રસોઈ માં પણ પત્નીને મદદ કરતા થયા છે. હવેની છોકરીઓ દરેક ક્ષેત્રમાં છોકરાઓને ટક્કર આપેછે ત્યારે માંગલિક દોષ જોવાની વાતને ફેરવિચારણા કરવાની જરૂરત છે.

આ સર્વ બાબતો ની સમીક્ષા કરતા હવે બદલાયેલ જમાના પ્રમાણે મેળાપકમાં મંગળદોષ જેવી બાબતો નવેસરથી વિચાર કરવાની ખાસ જરૂર છે તેમ ની:સંદેહ કહી શકાય.

માંગલિક દોષ વિષે વધુ વાંચો