અમારા છેલ્લા બે વર્ષના અભ્યાસ દ્વારા અમને શીખવા મળ્યું કે લોકો સુધી નીતિ પહોંચાડવા માટે લોકો દ્વારા ચૂંટાયેલા વોર્ડ કાઉન્સિલર શ્રી/શ્રીમતીઓ એક અગત્યનો સંપર્ક બિંદુ છે. અને માટે જ તેઓ લોકતંત્ર ના કામકાજ નો એક અભિન્ન અંશ છે. અમે આ સમય દરમિયાન અંદાજિત 50 કાઉન્સિલર શ્રી/શ્રીમતીઓ સાથે મુલાકાત કરી ચુક્યા છીએ. આ ચર્ચા-મસલતથી અમને જાણવા મળ્યું કે કોર્પોરેશનની કાર્યપ્રણાલી અને કાઉન્સીલરશ્રી પાસેથી અપેક્ષિત કામો વિષે જાણકારી મેળવવામાં/ સમજ કેળવવામાં તેમનો ઘણો સમય વિતી જતો હોય છે. આ વિષે સીમિત જાણકારી હોવાને કારણે કાઉન્સીલર શ્રી/શ્રીમતીઓના કાર્યની અસર દેખાતા/ થતા ઘણો સમય લાગી જતો હોય છે.
તેથી (i) હેન્ડબુક જેમાં મુખ્ય નિયામક દસ્તાવેજોનું સરલીકરણ હોય, જે બીજા દસ્તાવેજોને પૂરક થઇ શકે, બજેટ બનાવવાની સમયરેખા અને પ્રક્રિયા, ફરિયાદો/પ્રશ્નો ઉભા કરવા માટેનાં સાધનો (ડિવાઈસિસ) હોય , અને (ii) વોર્ડ પ્રોફાઈલ જેમાં વોર્ડની સુવિધાઓની ઉપલબ્ધી/ અનુપલબ્ધીના નકશાઓ (મૅપ્સ) આપેલા હોય તે કાઉન્સિલર શ્રી/શ્રીમતીઓના રોજિંદા કામકાજમાં મદદરૂપ બની શકે છે. આ બુકલેટમાં હેન્ડબુક અને વોર્ડ પ્રોફાઈલની સંક્ષીપ્ત રૂપરેખા આપેલ છે અને અમદાવાદને 'ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી' બનાવવાના પ્રયાસમાં તેને કેવી રીતે વધારે અસરકારક રીતે વાપરી શકાશે તે ઉદાહરણ સાથે સમજાવેલ છે. ઉપર ઉલ્લેખ કરેલ હેન્ડબુક અને વોર્ડ પ્રોફાઈલ ટૂંક સમયમાં આપ સુધી પહોંચાડવામાં આવશે.