આ સંસ્થા ના સ્કોલરશીપ માટે અરજી કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માહિતી

Post date: Sep 20, 2017 9:6:57 AM

કોઈ પણ પ્રકાર ની સ્કોલરશીપ માટે અરજી કરતી વખતે નીચે પ્રમાણે ની પ્રક્રિયા કરવી.

સ્ટેપ:1 : સંસ્થા ની વેબસાઈટ www.vgecg.ac.in ઓપન કરી તેમાં Student નામના ડ્રોપ ડાઉન મેનુ માં Student Section  ક્લીક કરવું. ત્યારબાદ STS.VGEC નામની  વેબ સાઈટ ઓપન થશે. (https://sites.google.com/a/vgecg.ac.in/sts-vgecg-ac-in/ ) ત્યારબાદ આ પેજ પર ડાબી બાજુ SCHOLARSHIP  એવું ટેબ ક્લિક કરવા થી સંસ્થા ખાતે મળવાપાત્ર તમામ સ્કોલરશીપ નું પેજ ઓપન થશે . (https://sites.google.com/a/vgecg.ac.in/sts-vgecg-ac-in/scholarship )

સ્ટેપ:૨ :આ પેજ પર Mandatory Form to be filled for ALL type of Scholarship for 2017-18 ( કોઈ પણ પ્રકાર ની સ્કોલરશીપ માટે ભરવાનું થતું ફરજીયાત ફોર્મ)  એવું ફોર્મ તે પેજ પર લખેલ સૂચનાઓ મુજબ ખુબ જ કાળજીપૂર્વક ભરવું.( જે જે વિગત ભરતા જ્યાં  આધાર પુરાવા ઓ માંગ્યા હોય તેની નોંધ કરી અને એની નકલ કઢાવવી)

સ્ટેપ :૩: આ ફોર્મ ભર્યા બાદ આપના ઈ-મેઈલ એડ્રેસ પર ફોર્મ ભર્યા નો રિસ્પોન્સ આવસે જેની પ્રિન્ટ કઢાવવી.

સ્ટેપ:૪ : જે કોઈ પણ પ્રકાર ની સ્કોલરશીપ માટે અરજી કરેલ હોય તેનું ફોર્મ ની SCHOLARSHIP પેજ પર થી FORMS અથવા NOTICES નામના ફોલ્ડર કે પછી લાગુ પડતી સ્કોલરશીપ જેમકે SEBC કે SC ફોલ્ડર પર થી સોફ્ટ કોપી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી ,સુવાચ્ય અક્ષરે ભરી તેની કુલ બે નકલ બનાવવી.

સ્ટેપ:૫ : SCHOLARSHIP પેજ પર જ વિવિધ અરજી સાથે બીડવાના થતા પુરાવાઓનું લીસ્ટ અપલોડ કરેલ છે તેનો અભ્યાસ કરી અરજી ના પુરાવા સહિત બે સેટ બનાવવા.

સ્ટેપ:૬  ઉપર સ્ટેપ:૨ મુજબ પ્રિન્ટ કરેલ Mandatory Form અને સ્ટેપ:૫ મુજબ બનાવેલ અરજી ની હાર્ડ  કોપી માં બે નકલ લઇ A-Block મા આવેલ STUDENT SECTION માં  શ્રી છાયાભાઈ  ને આપવું.

સ્ટેપ:૭: જ્યાં સંસ્થા નાં વડા ની સહી ની જરૂર હોય અને ફોર્મ રૂબરૂ માં વિદ્યાર્થી ને જોઈતું હોય તેઓએ  બે થી ત્રણ દિવસ માં સાંજ નાં સમયે સહી કરેલ ફોર્મ પરત લઇ જવું ( એક નકલ સંસ્થા પાસે રહેશે)