શ્રીકલ્પતરુ પ્રાસાદ (મુખ્ય મંદિર) - સંસ્થાનું મુખ્ય કાર્યાલય - શ્રીવરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય (સંસ્કૃત પાઠશાળા) -
શ્રીવેદ પાઠશાળા - શ્રીભાગવત વિદ્યાપીઠ શિક્ષાશાસ્ત્રી (બી.એડ્.) કોલેજ - શ્રીલક્ષ્મીનારાયણ ગૌ શાળા -
શ્રીત્રિલિંગેશ્વર મહાદેવ મંદિર - શ્રીવલ્લભાચાર્ય મંદિર - શ્રીનિરામય તીર્થ (આયુર્વેદ હોસ્પિટલ) -
શ્રીકર્દમઋષિ ગુરુકુલ (છાત્રાલય) - શ્રીઅન્નપૂર્ણા નિકેતન (ભોજનાલય) - યજ્ઞશાળા – આંગણવાડી -
શ્રીભાગવત પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5) - શ્રીડી. એમ. વિદ્યાલય (ધોરણ 6 થી 10) - શ્રીઅશોક આઈ ટી. આઈ. -
શ્રીવડીલ નિવાસ (વૃદ્ધાશ્રમ) - શ્રીસરસ્વતી વિહાર (ગ્રંથાલય) - શ્રીસંત નિકેતન - શ્રીઅતિથી નિકેતન (ગેસ્ટ હાઉસ)
શ્રીવરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય સનાતન જ્ઞાન પરંપરા, ગુરુકુલ પદ્ધતિથી કાર્યરત સંસ્કૃત પાઠશાળા છે. જેમાં પ્રથમા (ધો.9,10) મધ્યમા (ધો.11,12), શાસ્ત્રી (B.A.) અને આચાર્ય (M.A.) સુધી સળંગ એકમમાં સંસ્કૃત ભાષામાં રેગ્યુલર અભ્યાસ થાય છે.
સાહિત્ય, વ્યાકરણ, જ્યોતિષ, પુરાણ વગેરે શાસ્ત્રોનું વિદ્વાન ગુરુજનો દ્વારા અધ્યાપન કાર્ય થઇ રહ્યું છે. આ ઉપરાંત ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કમ્પ્યુટર, યોગ વગેરે વિષયોનો પણ અભ્યાસ થાય છે. મહાવિદ્યાલય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા શ્રી સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટી સાથે સંલગ્ન છે.
300 ઋષિકુમારો(વિદ્યાર્થીઓ) ગુરુકુળ (છાત્રાલય)માં નિવાસ કરીને શિક્ષણ સાથે સનાતન સંસ્કૃતિ આધારિત સંસ્કારગત મૂલ્યો કેળવે છે અને સમાજને ધર્મક્ષેત્રે, આધ્યાત્મિકક્ષેત્રે માર્ગદર્શન આપવા માટે સજજ છે.
આ ઉપરાંત મહાવિદ્યાલયના નિયમિત સમય સિવાયના સમયમાં વિવિધ વિષયોમાં ડીપ્લોમા અભ્યાસ થાય છે. જેમાં ડીપ્લોમા ઇન યોગ, ડીપ્લોમા ઇન જ્યોતિષ, ડીપ્લોમા ઇન વાસ્તુ, ડીપ્લોમા ઇન કર્મકાંડ, ડીપ્લોમા ઇન સંસ્કૃત ટીચિંગ, ડીપ્લોમા ઇન મંદિરવ્યવસ્થાપન (ટેમ્પલ મેનેજમેન્ટ) અને ડીપ્લોમા ઇન વૈદિક ગણિતનો સમાવેશ થાય છે.