હવે વોટ્સએપ ચેટ દ્વારા JioMart માંથી ગ્રોસરી ઓર્ડર કરી શકાશે


  • હવે વોટ્સએપ ચેટ દ્વારા JioMartમાંથી ગ્રોસરી ઓર્ડર કરી શકાશે

  • આ વર્ષે દિવાળી સુધી Jio 5G સર્વિસને પેશ કરવામાં આવશે

  • માત્ર મેટ્રો સિટીમાં જ આ વર્ષે 5G સર્વિસ ઉપલબ્ધ થશે


હવે વોટ્સએપ ચેટ દ્વારા JioMart માંથી ગ્રોસરી ઓર્ડર કરી શકાશે

AGM 2022 માં Relianceએ Jio 5G સર્વિસ, Jio Phone 5G અને બીજી વસ્તુઓની પણ ઘોષણા કરી છે. કંપની આમાં WhatsApp પર પહેલા એન્ડ ટૂ એન્ડ શોપિંગ એક્સપિરિયન્સની પણ ઘોષણા કરી હતી, આનાથી કન્ઝ્યુમર્સ WhatsApp ચેટનાં માધ્યમથી સીધા JioMartથી ખરીદી કરી શકશે.


આ સર્વિસથી યૂઝર્સ JioMart પર સીધા ગ્રોસરી કેટેલોગને બ્રાઉઝ કરી શકશે, આ ઉપરાંત, તેઓ કાર્ટમાંઆ આઈટમ પણ એડ કરી શકશે. આટલું જ નહીં, યૂઝર્સ બધી ખરીદી માટે પેમેન્ટ પણ પૂરું કરી શકશે. આ માટે તેમણે વોટ્સએપ ચેટને બંધ કરવાની જરૂર નહીં પડે.


hi લખીને આપવો પડશે વોટ્સએપ મેસેજ

આ સર્વિસને યૂઝ કરવા માટે યૂઝર્સ માટે hi લખીને JioMart નંબર પર મેસેજ મોકલી શકશે. ત્યાર બાદ તમને ઘણા ઓપ્શન્સ જોવા મળશે, જેમાંથી તમે તમારી કેટેગરીને સિલેકટ કરીને આગળ વધી શકશો.

આ માટે કંપનીએ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સાથે પાર્ટનરશિપ કરી છે. આ અવસર પર મેટાનાં ફાઉન્ડર અને સીઇઓ Mark Zuckerbergએ કહ્યું કકે ભારતમાં JioMart સાથે પાર્ટનરશિપ કરીને તેઓ પ્રોડક્ટ લોન્ચ કરવા માટે ઘણા ઉત્સુક છે.

​​​​​​​

તેમણે જણાવ્યું કે પહેલા એન્ડ ટૂ એન્ડ શોપિંગ એક્સપિરિયન્સ વોટ્સએપ પર થશે. લોકો JioMart થી ગ્રોસરી આઇટમ્સને સીધી ચેટથી ખરીદી શકશે. હવે બિઝનેસ મેસેજિંગનો સમય આવી ગયો છે. આમાં રિયલ ચેટ બેસ્ડ એક્સપિરિયન્સ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે.


આ વર્ષે દિવાળી સુધી Jio 5G સર્વિસને પેશ કરવામાં આવશે

જણાવી દઈએ કે આ ઇવેન્ટમાં Jio 5Gને પણ પેશ કરવામાં આવ્યું છે. કકંપની કહ્યું કે આ વર્ષે દિવાળી સુધી Jio 5G સર્વિસને પેશ કરવામાં આવશે. જોકે હવે માત્ર મેટ્રો સિટીમાં જ તેને લોન્ચ કરવામાં આવશે. ત્યાર બાદ બાકી શહેરોમાં આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાંઆ જાહેર કરવામાં આવશે.