જયશ્રી ચૌધરીનો વાર્તાકાર તરીકેનો પરિચય <ગુજરાતી ટૂંકી વાર્તાનો ઈતિહાસ : વહેણો અને વળાંકો : આશા જગવતી વાર્તાઓ જયશ્રી ચૌધરી - દીપક રાવલ
નીચે દર્શાવેલ લિંક પરથી વાંચી શકાશે.
જયશ્રી ચૌધરી
પરિચય
નામ : પ્રો. ડો. જયશ્રી ચૌધરી
અભ્યાસ : M.A.,Ph.D., SLET
વ્યવસાય :એસોસિએટ પ્રોફેસર (ગુજરાતી વિષય) શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ અને કોમર્સ કોલેજ,અંકલેશ્વર (Since 2nd February 1995..)
મૂળ વતન : નળધરા તાલુકો મહુવા જીલ્લો સુરત ગુજરાત
જન્મ સ્થળ : ડુંગરી તાલુકો મહુવા જીલ્લો સુરત ગુજરાત
જન્મ તારીખ : 1 st MAY
માતાનું નામ : સીતાબેન ચૌધરી
પિતાનું નામ : જયસિંગભાઈ શંભુભાઈ ચૌધરી.
વિશિષ્ટ ઉપલબ્ધિઓ :
(April 1994) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત M.A. કક્ષાએ ગુજરાતી વિષયમાં સર્વાધિક ગુણ માટે Prof. Mohanlal Parvatishankar મેડલ પ્રાપ્ત થયું હતું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત M.A. કક્ષાએ સર્વાધિક ગુણ પ્રાપ્તિ માટે(April 1994) Shree Ranchhodji Bhagwanji Naik & Smt.Maniben Ranchhodji Naik (Sarav) Prize securing the first rank amongst the candidates who passed the M.A.Degree Examination પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
(January 2002) SLET EXAM PASS કરી હતી.
(March 2002) Ph.D. Degree ( વિષય : ચુનીલાલ મડીયાની નવલકથાઓનો વિવેચનાત્મક અભ્યાસ)
(20 th March 2009)1st Position in State level Essay Writing Compitition on Swarnim Gujrat( lecturer's Catagory) Topic : ‘ સ્વર્ણિમ ગુજરાત તરફ પ્રગતિની ગાથા ‘ અધ્યાપકોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું હતું.
5 -1-2017 ના રોજ ક્ષિપ્રા ગણેશ મંદિર અંકલેશ્વર તરફથી ‘ પથદર્શક ગૌરવ ‘ સન્માન (દસ વર્ષના શિક્ષણ, સાહિત્ય સર્જન અને સામાજિક યોગદાન માટે આપવામાં આવ્યું હતું.
(18-3-2019) અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા આયોજિત ગુજરાતી લઘુનવલ સ્પર્ધામાં "છિલુગરી" નવલકથાને પ્રશંસા પુરસ્કાર મળ્યો હતો.
પ્રકાશિત પુસ્તકો
1. "આશા " (વાર્તા સંગ્રહ) 2015
2. Gandhian Thoughts on Chaudhary Region (Research) 2013
3.વ્યારા પ્રદેશની ચૌધરી જનજાતિ (સંશોધન) 2014
4. ભારતીય આદિમ સંગીત- ચૌધરી સમાજના ગીતો (સંશોધન ) 2015
5.ચૌધરી સમાજની લોકકંઠ્ય કથાઓ અને ઉખાણા (સંશોધન) 2015
6. ચૌધરી સમાજના લોકગીત CD 2012
7. શબ્દવિશેષ ભાગ -૨ (સહસંપાદન ) 2015
8. કુસુમાકર (સહસંપાદન) 2015
9. "છિલુગરી" નવલકથા (આગામી)
' નવનીત સમર્પણ ', 'ઉદ્દેશ', 'એતદ' , 'તથાપિ' , ' અખંડ આનંદ' , ' તાદર્થ્ય ', ' આદિલોક' , ' લખારા' 'જલારામદીપ' વગેરે સામયિકોમાં વાર્તા-અભ્યાસ લેખો પ્રકાશિત થયા છે.
તેમની વાર્તાઓ હિન્દી અને તેલુગુ ભાષામાં અનુવાદિત થઈ છે.
શિક્ષણ
પ્રાથમિક શિક્ષણ સામગહાનમાંથી, માધ્યમિક શિક્ષણ ઋતુંભરા વિશ્વવિદ્યાલય સાપુતારા,ઉચ્ચ શિક્ષણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આહવાથી પ્રાપ્ત કર્યું છે, બી.એ. સરકારી વિનિયન કોલેજ આહવામાંથી પૂર્ણ કર્યુ. શ્રી જે. પી. શ્રોફ આર્ટસ કોલેજ વલસાડમાંથી એમ.એ અને પીએચ.ડી. પૂર્ણ કર્યું છે.
સંક્ષિપ્ત પરિચય
નામ : જયશ્રી ચૌધરી
જન્મ તારીખ અને સ્થળ : ૦૧-૦૫-૧૯૭૧
મુ.પો. નળધરા -ડુંગરી, તા.મહુવા જિ.સુરત ગુજરાત.
પ્રકાશિત પુસ્તકો : 1. "આશા " (વાર્તા સંગ્રહ) 2015
2. Gandhian Thoughts on Chaudhary Region (Research) 2013
3.વ્યારા પ્રદેશની ચૌધરી જનજાતિ (સંશોધન) 2014
4. ભારતીય આદિમ સંગીત- ચૌધરી સમાજના ગીતો (સંશોધન ) 2015
5.ચૌધરી સમાજની લોકકંઠ્ય કથાઓ અને ઉખાણા (સંશોધન) 2015
6. ચૌધરી સમાજના લોકગીત CD 2012
7. શબ્દવિશેષ ભાગ -૨ (સહસંપાદન ) 2015
8. કુસુમાકર (સહસંપાદન) 2015
9. "છિલુગરી" નવલકથા (આગામી)
website :
https://sites.google.com/view/jayshree-bhasha-kosh/home
જયશ્રી ચૌધરી ગુજરાતી લેખિકા,જનજાતીય સંશોધક, એસોસિયેટ પ્રોફેસર અને ઉદ્ઘોષક
જયશ્રી ચૌધરી (1લી મે, 1971, ઉપનામ આશા) એ ગુજરાતી ભાષાના વાર્તાકાર, નવલકથાકાર અને જનજાતીય સંશોધક છે.
ઉપનામ આશા વ્યવસાય લેખક, સંશોધક ભાષા ગુજરાતી રાષ્ટ્રીયતા ભારતીય શિક્ષણ એમ.એ. પીએચ.ડી. જીવનસાથી પ્રો.જિતેન્દ્ર ચૌધરી સંતાનો પુત્રી-ડૉ.પ્રતિભા ચૌધરી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા શોધ નિબંધ ચુનીલાલ મડિયાની નવલકથાઓનો આલોચનાત્મક અભ્યાસ માર્ગદર્શક ડૉ.એલ.બી.પટેલ
જીવન જયશ્રી ચૌધરીનો જન્મ 1લી મે, 1971ના રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામમાં થયો હતો. તેઓ નળધરા ( સરકાર ફળિયુ)તા. મહુવા, જિ. સુરત, અંધારવાડીદૂર(બારી ફળિયુ) તા. ડોલવણ જિ.તાપીના વતની છે. તેમની માતાનું નામ સીતાબહેન અને પિતાનું નામ જયસીંગભાઈ ચૌધરી છે.
અભ્યાસ તેમના પિતા પી.ડબલ્યુ.ડી.ના કર્મચારી હતા.પિતાની નોકરી સાપુતારા, આહવા અને સુબીર ખાતે હતી. આથી તેમણે પ્રાથમિક શિક્ષણ સાપુતારા, સામગહાન ખાતેથી લીધું. માધ્યમિક શિક્ષણ ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ સાપુતારા ખાતેથી પ્રાપ્ત કર્યું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વડોદરા અને આહવાથી પ્રાપ્ત કર્યું. સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ખાતેથી 1992માં ગુજરાતી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી અને 1994માં જે.પી.શ્રોફ આર્ટસ કૉલેજ, વલસાડ ખાતેથી મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે અનુસ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી. 2001માં તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ.લલ્લુભાઈ બી.પટેલના માર્ગદર્શન હેઠળ જે.પી.શ્રોફ કોલેજ, વલસાડથી તેમણે "ચુનીલાલ મડિયાની નવલકથાઓનો વિવેચનાત્મક અભ્યાસ " વિષય પર પીએચ.ડીની પદવી મેળવી. 2002માં SLET અને એપ્રિલ -2021 CCC+ની પરીક્ષા ઉત્તીર્ણ કરી.Minor Reaserch Project (2009 to 2012 )અંતર્ગત વ્યારા પ્રદેશની ચૌધરી જનજાતિ અંગે સંશોધનકાર્ય કર્યું.
વ્યવસાય જયશ્રી ચૌધરી 1995 થી શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ‘શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર (ગુજરાત)’માં ઍસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તા.23 નવેમ્બર 2013 થી 29 જાન્યુઆરી 2014 સુધી કાર્યકારી આચાર્ય તરીકે કામગીરી સંભાળી હતી. તા.એપ્રિલ 2010 થી 2013 અને એપ્રિલ 2017 થી 2024 સુધી NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે સરાહનીય કામગીરી કરી હતી. .તેમણે આકાશવાણી આહવામાં કેજ્યુઅલ એનાઉન્સર (1994) તથા નર્મદા ચેનલ-ભરુચ ન્યુઝ રીડર ( 1998) તરીકે કામ કર્યું હતું.
તેમના પતિ જિતેન્દ્રભાઈ બાલુભાઈ ચૌધરી 1997થી શ્રી જે.ઝેડ.શાહ આર્ટ્સ અને એચ.પી.કૉમર્સ કૉલેજ,અમરોલી ખાતે અર્થશાસ્ત્ર વિષયના એસોસિયેટ પ્રોફેસર છે.સુપુત્રી-પ્રતિભા જિતેન્દ્રભાઈ ચૌધરી અને સુપુત્ર(જમાઈપુત્ર)નીલ કિરીટભાઈ ચૌધરી તબીબ છે
સન્માન
જયશ્રી ચૌધરીને એમ.એ. ગુજરાતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત 1994માં સર્વપ્રથમ આવવા બદલ પ્રો.એમ.પી.દવે મેડલ તથા એમ.એ.-વિનયન શાખામાં સર્વપ્રથમ-1994માં શ્રી આર. બી. નાયક અને શ્રીમતી એમ. આર. નાયક ( સરાવ ) પ્રાઈઝ મળ્યું હતું. માર્ચ 2009માં "સ્વર્ણિમ ગુજરાત તરફ પ્રગતિની ગાથા " વિષય પર આયોજિત ગુજરાત રાજ્ય સ્તરની નિબંધ સ્પર્ધામાં વ્યાખ્યાતા શ્રેણીમાં પ્રથમ આવ્યા હતા. 2017માં લેખન, શિક્ષણ , સંશોધન અને સમાજસેવાના ઉત્કૃષ્ટ પ્રદાન માટે રામકુંડ તીર્થ ક્ષિપ્રા ગણેશ મંદિર સમિતિ દ્વારા "પથદર્શક ગૌરવ" સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
સાહિત્યિક કાર્ય
તેમણે સર્જક કેફિયત આપતાં જણાવ્યું હતું કે, "મારું મોસાળ અને જન્મસ્થળ ડુંગરી ( તા. મહુવા , જિ. સુરત ) મૂળ વતન નળધરા અને અંધારવાડીદૂર ( તા. ડોલવણ , જિ. તાપી ) તથા બારડોલી . પપ્પા પીડબલ્યુડીમાં સરકારી કર્મચારી હતા , નોકરી અર્થે મહારાષ્ટ્રની સરહદે સાપુતારા , સુબીર અને આહવા રહેવાનું થયું . પરિણામે હિન્દી અને મરાઠી ભાષા તથા ચૌધરી અને ડાંગી બોલી સહજ સાધ્ય . આમ , વિવિધ સ્થળોનું નિરીક્ષણ સર્જનમાં ઉપયોગી બન્યું છે. માણસ માત્રમાં મને બાળપણથી રસ રહ્યો છે ; આજે પણ વતન જવાનું થાય તો મારા આગમનના સમાચાર મળતાં જ આબાલવૃદ્ધ મુલાકાતે આવી ચઢે . સુખદુઃખની વાતો માંડે . એમને સાંભળવું તથા શક્ય હોય તો મદદરૂપ થવું એ મારો સ્વભાવ છે . લાગણીશીલ સ્વભાવ એવો છે કે , કોઈકનું દુ:ખ જોયા પછી આંસુ વહે ત્યારે ગત જન્મના પાપપુણ્યના લેખાજોખાં કે પરિણામની વાતો વડીલો કરે કે , " આપણે કેટલાને મદદ કરીએ ? બધાં પોતપોતાના કર્મ ભોગવે ...એમાં આપણે શું કરી શકીએ ? ..." છતાં આર્થિક રીતે સદ્ધર થયા પછી યથોચિત અને યથાવકાશ અનુકૂળતા હોય ત્યાં મદદ કરું જ ...પરંતુ આ બધી જ વાતો સર્જનમાં આવે દિવસો સુધી ઘૂંટાયા કરે. હું જે કંઈ આસપાસ જોઉં તેમાંથી ક્યારેક લાંબા સમય પછી વાર્તાના બીજરૂપે , પ્રસંગ કે પાત્ર રૂપે આવી બીજનું સ્વરૂપ ધારણ કરે છે...એ બધાં વાસ્તવ માણસો મેટામોર્ફોઝ્ડ ( Metamorphosed) થઈને મારા ભાવવિશ્વને આંદોલિત કરે; અને એ બધાં જુદાં જુદાં પાત્રો કે ઘટના બનીને મારી સર્જકતાને પ્રગટાવે; મારી ભીતર ઘણું બધું થવા માંડે. સમાજમાંથી કે બહારથી કોઈ કૃતિનું બીજ જન્મે તો મને ખ્યાલ નથી હોતો. શક્ય સ્વરૂપને વિચારી શકું , મૂંઝારો અનુભવાયા કરે અને સ્વરૂપ આવે તો આવે . સર્જકતા કંઈ મિકેનીઝમ નથી . સર્જકતામાં અણધાર્યું ઘણું બધું હોય છે , એ અચાનક આવી પ્રગટે છે ત્યારે હું ચકિત થઈ જાઉં છું. સ્થાન , કાળ પાત્રવિશેષ છે. જુદા જુદા સ્થળ , ઘટના અને પાત્રો બનીને મારી સર્જકતાને સમૃદ્ધ કરે છે. તેની અભિવ્યક્તિ છે આ વાર્તાઓ...
એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન મેં એક વાર્તા લખી હતી જેનૂં આકાશવાણી આહવામાં કેજયુઅલ એનાઉન્સર તરીકે મેં એ વાર્તાનું પઠન કર્યું હતું . જે રેડિયો દ્વારા પ્રસારિત થઈ હતી . તેનું શીર્ષક હતું : " 13 કે 31 ? " એ જ વાર્તા અમારી કોલેજના દશાબ્દી સ્મૃતિગ્રંથ " કુસુમાકર" માં ૧૯૯૮માં " વિસ્ફોટ " શીર્ષક નામે છપાઈ હતી . આમ તો મારી સર્જનાત્મકતાનો આરંભ હું જ્યારે ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠમાં ધોરણ-૮માં અભ્યાસ કરતી ત્યારે સ્વરચિત વર્ષાગીત લેખન દ્વારા થઈ ચૂક્યો હતો . એ સમયે પણ લેખનમાં મૌલિકતા હોય એનો મેં પૂરતો ખ્યાલ રાખ્યો હતો. એમ કહી શકાય કે મારા સર્જનનો રીતસર આરંભ થયો 24 ડીસેમ્બર ૨૦૦૬થી. કારણ કે ભરૂચ જિલ્લાનું અખબાર " આપ અને અમે " માં અઠવાડિક વાર્તાલેખન " સૂકું ઝાડ " થી મેં પદ્ધતિસર વાર્તા લખવાનું શરૂ કર્યું . " ", ગુજરાત મિત્ર " ની ' સન્નારી ' પૂર્તિમાં શનિવાર 12 મે, 2007 ના રોજ મારી " માઁ " વાર્તા છપાઈ હતી ત્યારે જે રોમાંચ થયો હતો એ અવિસ્મરણીય હતો. જુલાઈ 2007માં " ઉદ્દેશ " માં ' સજા ' અને નવનીત સમર્પણમાં ' આશા ' વાર્તા છપાઈ . એ પછી " એતદ ", " ઉદેશ ", " અખંડાનંદ " , ' નવનીત સમર્પણ " , " મમતા ", " તથાપિ " , “ તાદર્થ્ય " , " સંવેદન " , " , ..જેવા જાણીતા સામયિકોમાં એક પછી એક વાર્તાઓ છપાતી રહી છે. આમાંથી કેટલીક વાર્તાઓ તેલુગુ અને અંગ્રેજીમાં પણ અનુવાદિત થઈ અને સરાહના પામી . આમ, વાર્તા લેખન ક્ષેત્રમાં મારો વિધિવત પ્રવેશ થયો. આમાંથી મોટાભાગની વાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રકાશિત થઈ છે. મારી વધતી પરિપકવતા મુજબ થોડા ફેરફાર સાથે આ વાર્તાઓ "સેવનટ્રીઝ "વાર્તાસંગ્રહમાં લીધી છે. હું દક્ષિણ ગુજરાત ચૌધરી જનજાતિ છું ; આદિવાસી છું; એ મારી ધરોહર છે. મારા પૂર્વજોએ પાણીપતના યુદ્ધમાં ભાગ લીધો હતો . શ્રીમાન ગાયકવાડે 1751માં એમની શુરવીરતાને ધ્યાનમાં લઈને જમીનની સનદ આપી હતી ; તે નળધરાના દામજી જાગીરદારની હું વંશજ છું . હું પૈસાપાત્ર બનું , સર્જક થઈ જાઉં પણ .. ગમે તેટલી પાંખ ફેલાવું પણ મૂળ સાથે જોડાયેલી છું. હું આદિવાસી છું એમ કહેતાં હું ગર્વની લાગણી અનુભવું છું. એ મારુ રૂટ-Root છે. અને હું પાંખો ફેલાવીને ગમે તેટલું ઊડું , ગમે તેટલી પ્રસિદ્ધિ હાંસલ કરું છું પણ રૂટ-Root સાથેનો મારો સંબંધ અપરિવર્તિત રહેશે. મારી સર્જકતા “ Root & Wings “ રૂપકથી સમજી શકાય છે. એ રૂટ-Root ને વાગોળી-વાગોળીને સર્જકતા આકારિત થાય છે.મારો આદિવાસી સમાજ જરા જુદી રીતે સર્જનમાં પ્રગટી આવે છે . મારી આસપાસ જીવાતું હોય તે ઉત્કટતાથી આલેખાતું હોય છે . કલ્પન , શૈલી, પ્રતીકાત્મકતા ...બધું સ્વાભાવિક રીતે આવી જાય છે . હું મારા લેખનને ડિઝાઇન નથી કરતી ; જે સહજ સ્ફૂર્ત હોય છે તેને પ્રગટવા દઉં છું .
સર્જન
સંશોધન ચૌધરી સમાજના લોકગીત સી.ડી. (2012) Gandhian Thoughts on Chaudhary Region (2013 ) વ્યારા પ્રદેશની ચૌધરી જનજાતિ (2014 ) ભારતીય આદિમ સંગીત , ચૌધરી સમાજના ગીતો ( 2015 ) ચૌધરી સમાજની લોકકંઠ્ય કથાઓ (2015 )
નવલિકા આશા (2015) સેવનટ્રીઝ (2023)
નવલકથા છિલુગરી(2025)
સંપાદન કુસુમાકર (1914 ) શબ્દવિશેષ ભાગ-2 (2014 )
તેમની વાર્તાઓ ઓડિયા, તેલુગુ, હિંદી અને અંગ્રેજીમાં અનુદિત થઈ છે. ઓડિયા ભાષામાં તેમની વાર્તાઓનો વાર્તાસંગ્રહ ‘એક વાત’ પ્રશાંતકુમાર મોહંતીએ પ્રગટ કર્યો છે.