“જીવી લઈએ”
પળની છે જિંદગી બસ જીવી લઈએ.
આજ છે તો કાલ નથી બસ જીવી લઈએ.
કાલની ક્યાં કોઈને ખબર છે???
બસ આજની પળને શ્વાસમાં ભરી લઈએ.
દુઃખનાં ઓસડ છે જ ક્યાં?
બસ, આજના સુખ્ને સ્વપ્ન માં ભરી લઈએ.
અહંકારના વમળમાં દુઃખી છે આ જગ,
સુખ- દુઃખના આ સંસારમાં સાચું શું તે જાણી લઈએ.
મૃત્યુના આગમનની ક્યાં કોઈને ખબર છે.
આજની જિંદગી ને ખુશીથી જીવી લઈએ.
“સમય”
વીતી ગઈ વાતને રહી ગયો સમય,
કહેવું હતું ધણું પણ વહી ગયો સમય,
રુદનના સહારે વહાવીએ દુઃખ અમારું,
પણ, જુલમી સમય માનતો નથી અમારું,
મારી કે તમારી ક્યાં રાહ જૂએ છે આ સમય,
છતાં, નિષ્ફળતાનો દોષ સહન કરે છે આ સમય,
ભૂતને ભૂલાવે ને વર્તમાનને વહાવે,
એવા દુઃખનો ઓસડ છે સમય,
સફળતા સમય સામે ઝૂકતની નથી,
આ સફળતાનેય ભાન ભૂલાવે છે સમય.