Registration Number: E/17323/Ahmedabad.
https://drjayendrasinhjadeja.weebly.com/ You can visit the website of Dr. Jayendrasinh Jadeja for additional informatipon.
Dr. Jayendrasinh Jadeja was selected as the Eminent Medical Person of the Year by Gujarat University in 2016. He was selected as the star of the month a
photo of Jam shri Digvijaysinhji with children and laides of poland ( whome he gave assylum) during second world war.
Welcome to the biggest Rajput Organisation of the world
"Akhil Gujarat Rajput Yuva Sangh".
The most prestigious Rajput organization in the world
1) coming date: 23 January 2026
karnavati veeranajli samaroh
place; Adalaj vav ( maharani ruda de vav ) Adalaj, dist: gandhinagar.
time: 2.00 pm onwards
date: 23 january 2026.
guests: presided by by: resp. Kesaridevsinhji of wankaner, member of parliament
chief guests: Shri Sanjay sinh Mahida, MInister of revenue ,
Srimati Rivaba Jadeja, Minister of education
most welcome
અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહારાજા કર્ણદેવ મેમોરીયલ ટ્રસ્ટ આયોજીત… … …..
“કર્ણાવતી વિરાંજલી સમારોહ”
ભાવભીનું આમંત્રણ:
તા. ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ શુક્રવાર
સ્થળઃ અડાલજ ની વાવ માં આગળ આવેલ અંબાજીના મંદિરના ચોગાનમાં, અડાલજ.
સમય: બપોરે ૨.૦૦ વાગેથી
આ ભાવનાશીલ કાર્યક્રમ માં જરુર પધારવા અને વીર-વીરાંગનાઓને વિરાંજલી આપવા વિનંતિ છે.
આ કાર્યક્રમ માં:
આયોજક સમિતિ:
કાર્યક્રમ સ્ટેટ convenorશ્રી: શ્રી રુદ્રદતસિંહ વાઘેલા.
સહ-convenorશ્રીઓ: શ્રી વિસુભા ઝાલા, શ્રી દીપકસિંહ ઝાલા, શ્રી દિગ્વિજયસિંહ ઝાલા
આયોજક સમીતિ ના સદસ્યો: એડવો. મહેન્દ્રસિંહ વાઘેલા,એડવો. લાલસિંહ વાઘેલા, ડૉ જયેન્દ્રસિંહ જાડેજા, શ્રી ઇન્દ્રસિંહ રાણા, શ્રી દિલીપસિંહ ઝાલા, નટુભા પી.જાડેજા, શ્રી ઇન્દ્રસિંહ ચુડાસમા, બાશ્રી શારદાબા જાડેજા.
આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મહાનુભાવો :
અધ્યક્ષ સ્થાન:
-માન રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઓફ વાંકાનેર , સંસદ સદસ્ય શ્રી
:મુખ્ય મહેમાનો:
- માન શ્રી સંજય સિંહ મહિડા,
રાજય મહેસુલ મંત્રીશ્રી
-માન. બાશ્રી રીવાબા આર. જાડેજા
રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી
-માન શ્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી શ્રી
-માન. શ્રી કીર્તિ સિંહ વાઘેલા, પૂર્વ મંત્રીશ્રી
-માન. શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, ધારાસભ્યશ્રી , અબડાસા.
ઠા. સા.શ્રી રઘુવીરસિંહજી વાઘેલા ઓફ ગાંગળ,
ઠા.સા. ધ્રુવસિંહજી ઓફ સાણંદ.
મહાન નગરી કર્ણાવતી નગરનો ૯૫૫ મો સ્થાપના દિવસ અને અડાલજની વાવ: “મહારાણી રૂદાદે વાવ” નો ૫૨૮ મો સ્થાપના દિવસ નિમિતે; આ મહનગર ની સ્થાપના કરીને. તેને સમ્રુદ્ધ કરવામાં જે જે વીર પુરુષો અને વીરાંગનાઑ એ મહત્વનો ભાગ ભજવ્યો,તેઓને યાદ કરીને વિરાંજલી આપવા આ “કર્ણાવતી વિરાંજલી સમારોહ” નું આયોજન કરવામાં આવ્યુ છે.
વિગતવાર આ કાર્યક્રમ નીચે મુજબ છે.
૧) કર્ણાવતી મહાનગર ની સ્થાપના કરનાર મહારાજા સમ્રાટ કર્ણદેવ સોલંકી અને તે સમયના વીર પૂરુષોને વિરાંજલી આપવામાં આવશે.
૨) ઐતિહાસિક ધરોહર “અડાલજ ની વાવ “ જેનું સાચું નામ “મહારાણી રૂદા દે વાવ” છે, તેના નિર્માણ નો ઇતિહાસ યાદ કરીને વીરગતિ પામનાર શહીદ વીરસિંહ વાઘેલા- બીજા અને વિરપુરુષો, વીરાંગનાઓ ને યાદ કરીને વિરાંજલી આપવામાં આવશે.
૩) ગુજરાત ના સુલતાન અહમદ શાહ નું વિધર્મી શાસન ગુજરાતમાં સ્થિર ન થાય એટલા માટે તેમજ ગુજરાતની સ્વતંત્રતા ટકાવી રાખવા ૨૪ વર્ષો સુધી સતત સંઘર્ષ કરીને, ૧૨ વખત ભયંકર લડાઇઓ કરીને , સંઘર્ષ કરનાર વીર પુરુષો , વિરાંગનાઓ ને યાદ કરીને વિરાંજલી આપવામાં આવશે. જેમાં ઝાલાવાડ ના વિચક્ષણ રાજા રાજ છત્રશાલજી, ઇડરના મહારાવ શ્રી રણમલજી રાઠોડ, એમના પુત્ર રાવ પૂંજાજી રઠોડ, પાવાગઢના રાજા ત્ર્યંબકદાસજી ચૌહાણ, નાંદોદ (રાજપીપળા) ના ગોહિલ રાજાઓ, જુનાગઢ ના ચુડાસમા રાજા રા’ માંડલિક અને તેઓના લડવૈયાઓ, વિગેરે ને યાદ કરીને વીરાંજલી આપવામાં આવશે.
૪) સાંસ્કૃતિક મંત્રી શ્રી તરીકે શ્રી મુળુભાઈ બેરા એ ભારત ની એકતા માં નિમિત બનનાર ભારત ના ૫૬૫ રાજવડાઓ એ ભારત માતાને અર્પણ કરેલ હતા એ હકીકત ને ધ્યાન માં લઈને માનનીય વડા પ્રધાન શ્રી એ statue of unity ખાતે રજવાડા મ્યુજિયમ ની જાહેરાત કરી હતી, તે પ્રોજેક્ટ ને સકાર કરવામાં સાંસ્કૃતિક મંત્રીશ્રી તરીકે મહત્વ નો ભાગ ભજવનાર પૂર્વ મંત્રીશ્રી મુળુભાઈ બેરા નું સન્માન કરવામાં આવશે. સાથે સાથે આ નિર્ણય માં મહત્વ ભાગ ભજવનાર માન. મુખ્ય મંત્રીશ્રી અને જે તે સમયે રાજય કક્ષ ના સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવી ના સન્માન પત્ર પણ તેઓશ્રી ને એનયાત કરવામાં આવશે.
૫) તાજેતરમાં મંત્રીમંડળ માં પ્રથમવાર સ્થાન મેદવાનાર માન મંત્રીશ્રી સંજયસિંહ મહિડા અને માન મંત્રીશ્રી બાશ્રી રીવાબા આર. જાડેજા નું સન્માન કરવામાં આવશે.
૬) જીવન ભર લોક ઉપયોગી કર્યો કરીને તાજેતરમાં નિવૃત થનાર અ સંસ્થાના સંનિષ્ઠ કાર્યકર પૂર્વ મમલતદારશ્રી ગુમાનસિંહ જાડેજા નું નિવૃતિ સન્માન કરવામાં આવશે.
ભુલાઈ ગયેલા ભવ્ય સંઘર્ષ નો ઇતિહાસ: લે: ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા
૧) વી.સં. ૧૧૨૮ માં ગુજરાત ના સોલંકી સમ્રાટ કર્ણદેવ સોલંકી પાટણની રાજગાદી ઉપર બેઠા અને તુરંત ગુજરાત પ્રદેશના વટેમાર્ગુ અને પ્રજા ને લાંબા સમયથી લૂંટી લેનાર ટોળકીઓ, જે સાબરમતીને કિનારે આવેલી ઊંડી ઊંડી કોતરો અને ગાઢ જંગલોનો લાભ લઇને છુપાઈ જતી હતી, તેઓને તમામને હરાવીને, કેદ કરીને તેઓને બાંધકામના સારા કામ માં લગાડ્યા હતા. ત્યાંનું જંગલ કપાવીને, વિશાળ કોતરો પૂરીને ત્યાં નવું નગર “કર્ણાવતી” નગરની સ્થાપના કરી હતી.ત્યાં કોચરબ માતાજી નું મંદિર બંધાવ્યું. તેમજ ત્યાં પોતાના ઈસ્ટદેવ મહાદેવ નું “કર્ણમુક્તેશ્વર મહાદેવ” મંદિર બંધાવ્યું (જે આજે પણ વિદ્યામાન છે.) અને જયંતિ દેવી નું મંદિર બંધાવ્યું હતું. અને કરણ સાગર નામનું તળાવ પણ બંધાવ્યું હતું. (સંદર્ભ: ઐતિહાસિક ગ્રંથ:: પ્રબોધ ચિંતામણી)
તમામ ઐતિહાસિક પુરાવાઓ અને ખૂબ જુના, આધારભૂત પુસ્તકો માં સ્પષ્ટ ઉલ્લેખ છતાં ગદ્દાર ખાસ કરીને અંગ્રેજી અખબારો અને કેટલાક મીડિયામાં અહમદ શાહ ને અમદાવાદ નો સ્થાપક દર્શાવીને; ખોટી વાહ વાહી કરે છે! અહમદ શાહે તો માત્ર શહેર નું નામ બદલ્યું હતુ! અને પોતાનાં ઉપયોગ માટે અમુક ઇમારતો બંધાવી હતી.
પણ આ મહાનગર ના સાચા નિર્વિવાદ સ્થાપક કર્ણ દેવ સોલંકી હતા.. વી.સં.૧૧૨૮ માં. સ્થાપના કરી હતી.
ખાસ હકીકત એ હતી કે મહારાજા કર્ણદેવ સોલંકીના સમયમાં એકપણ પરદેશી આક્રમણ નહોતું આવ્યુ. તેથી પોતાના રાજ્યમાં પૂરતું ઘ્યાન આપીને તમામ સ્થાનિક બળવાખોરો અને લુંટારાઓ ને તાબે કરીને, તેઓને રચનાત્મક કાર્યો જેવા કે બાંધકામ ની મજૂરીમાં વાળ્યા હતા અને પ્રજાને શાંતિ, સુખ અને સમૃદ્ધિ નો અહેસાસ કરાવ્યો હતો.
આવા મહાન શાસક ને યાદ કરીને વિરાંજલી આપવાની આપણી સૌની ફરજ છે.ઍટલે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
૨) મહાન શહીદ વિરસોજી વાઘેલા ઉર્ફે વીરસિંહ બીજા અને મહારાણી રૂદાદે ની યાદ અપાવતી બેનમૂન નમૂનારૂપ વાવ રૂદાદે વાવ (રૂદાબાઈ વાવ) ની સ્થાપના નિમિતે વિરાંજલી…..
અડાલજ ની વાવ નો સ્થાપના દિવસ:
મહા સુદ પંચમી….
અમદાવાદથી ૧૨ માઈલના અંતરે ઉત્તરમાં અડાલજ ગામમાં અડાલજની વાવ આવેલી છે. ગુજરાતમાં રહેલી તમામ વાવોમાં આ વાવ ઐતિહાસીક અને સૌથી સુંદર છે.
આ અલંકારમાં અને સુંદરતા માં, બાંધણીમાં સૌથી ચડીયાતી વાવ છે, એમા જવાના ત્રણ દ્વાર છે. તેમાં અંદર પેસતાં ૨૨ ફીટનો ચોરસ મંડપ આવે છે. એની ઉપર સાધારણ રીત પ્રમાણે અષ્ટકોણ કરીને ઘુમ્મટ કર્યો હશે, જે હાલમાં નથી. મંડપના થાંભલા હજુ પણ સારા છે, ત્યાથી વાવમાં ઉતરતાં જે થાંભલા આવે તે તો ઉત્તમ કારીગરી વાળા છે. મંડપની ચારે બાજુ પાણીયારી માટેની ઓરડીઓ છે. એના સુંદર ઝરૂખા મંડપની શોભામાં ઘણો વધારો કરે છે. આ ઝરૂખાની નીચે હાથી વિગેરે આકૃતિઓના કંદોરા કરેલા છે, એવા કંદોરા વાવમાં પણ છે. વાવના ગોખ, વિગેરે શણગારેલા છે.
નવીન વસ્તુઓ ઘણી છે, એક ગોખમાં એક હિંદુ દેવીની મુર્તિ છે. એકમાં સાધારણ ગુજરાતી આકારની નવ ગાગર ત્રણ લાઈન છે. વાવમાં વાઘેસ્વરી માતાજીનું મૂર્તિ હોવાનું જાણકારો નું કહેવું છે, જે વાઘેલા રાજપુતોના કુળદેવી છે. ઘણી મૂર્તિઓ હારમાં કોતરેલી છે. બીજા માળના અષ્ટકોણ કુવાની ભીતમાં નવગ્રહોની મુર્તિઓ છે. પાલીની ઉપરના માળના એક પાટડામાં જુદી જુદી ઘરગથ્થુ વસ્તુઓ કોતરી છે. એમા એક પલંગ, પાલીની શીરોઈ વિગેરે શયનખંડની સામગ્રી છે. આ પાટડો પાણી નીચું હોય તો જ દેખાય છે. એટલે કોતરણીની બાબતમાં આ વાવમાં ઘણી જ અદ્ભુત કલા-કારીગરી છે’ વાવની કુલ લંબાઈ ૨૫૧ મીટરની છે અષ્ટકોણ કુવાની આસપાસ ગોળ નીસરણી છે. એના દ્વાર અષ્ટકોણ કુવાના છજામાં દરેક માળે પડે છે. એની કોતરણી હિંદુ છે, તથા ગુજરાતમાં સર્વોત્તમ છે.
આ વાવમાં એક લેખ છે. તેમાં સંસ્કૃતમાં લખેલ છે. વિ.સ.૧૫૫૫ માં ઉતરાયણના સુર્ય હતા તે વખતે, માધ માસના શુકલ પક્ષની પંચમીએ ઉત્તરા નક્ષત્ર હતું અને બવકરણ તથા સિધ્ધીયોગ હતો ત્યારે આ વાવ બંધાવી છે.
સુલતાન મહમંદના રાજમાં દંડાહીના વાઘેલા સંસ્કૃત લેખમાં આગળ જણાવેલ છે કે રાજા મોકલસિંહના પૂત્ર કર્ણના પૂત્ર મૂળરાજના પૂત્ર મહીપ ને વીરસિંહ બીજા અને જૈત્રસિંહ નામના બે પુત્રો હતા. જેમાં વીરસિંહને રૂંદાદે નામે રાણી હતા. એ રૂદાદે એ ગંગાજળ સરખી આ વાવ પોતાના પતિના પૂણ્યાર્થે બંધાવી. બંધાવાનું ખર્ચ ૫૦૦૧૧ . ટકા થયા એમ લખ્યુ છે. 5 લાખ ટકા
કલોલ સ્ટેટ ના સીધા વારસ એવા
રજવાડું લીંબોદરા સ્ટેટ નો ઇતિહાસ:
લીંબોદરા સ્વસ્થાન શ્રીમંત ગાયકવાડ સરકારની હકુમત નીચે તેમના કલોલ મહાલમાં છે. તેના તાબામાં લીંબોદરા તથા આગજી આ બે ગામ તેમજ કલોલમાં ચોથા ભાગનો વાંટો, દેંગુચા, છત્રાલ, બલીઆપરા તથા ધાનેટ અને અડાળજ આ ગામમાં વાંટા છે. કુલ ક્ષેત્રફળ આશરે વિધાં ૭૬૦૦) છે. વસ્તી શુમારે ૨૬૬૩ માસની છે. ઉપજ રૂ. ૨૦, થી રૂ. ૨૨, હજાર સુધીની છે. જમીન સપાટ અને ગોરાડુ છે. નીપજમાં બાજરી, કઠોળ, કપાસ, એરંડા વગેરે છે.
ગુજરાતના ક્ષત્રીય વંશના છેલ્લા રાજા કરણ વાઘેલાના બે કુમારો વીરસિંહ અને સારંગજી હતા. જેમાંના વીરસિંહ પાટવીએ સરધારમાં ગાદી કરીને સારંગજીએ ભીલડીગઢમાં ગાદી કરી. વીરસિંહના વંશના સરધારા વાઘેલા કહેવાય છે. વિરસિંહની ગાદીએ અનુક્રમે વિશળદેવ, નોંધણજી, વીજપાળજી, સુરશંગજી, અજબશંગજી, દેવકરણજી, પરતાપસંગજી ને માંડણજી નામે ઠાકોર થયા. માંડણજીના ભાઈ લુણકરણજીએ સરધારથી ઉતરી કરછમાં જઈ કેટલાક તાલુકા મેળવ્યા; ને તેમના કુમાર હમીરજીના નામથી હમીરાણા કહેવાય છે; ને તેમાં ગેડી, પળાંસવા, બેલા, ઝાટાવાડા વગેરે જગાએ હજુ કાયમ છે.
માંડણજીના કુમાર ધમલકરણજી થયા. તેમણે પોતાના પિતાનો પ્યાર નાના કુમાર ઉપર હોવાથી પોતે પાટવી હોવા છતાં તેમની મરજીને તાબે થઈ પિતૃભક્તિથી સરધારનું રાજ્ય પોતાના નાના ભાઈને આપી પોતે ગુજરાતમાં આવ્યા; ને કલોલ તથા સાણંદનાં પરગણાં ત્યાંના રાજકર્તાા પાસેથી જીતી લઈને ત્યાં રાજગાદી કરી ને સારી રીતે રાજ કર્યું. તેમના કુમાર વિરસિંહ તથા જૈતસિંહ થયા. જેમને ભાટ લોકોએ પોતાની રસીલી વાતોમાં "વરહો અને જેતો” એ ઉપનામથી ઓળખાવ્યા છે. આ બે શુરા રાજપુતો પાસેથી કલોલ અને સાણંદનું રાજ્ય અહમદશાહ બાદશાહે લઇ લીધું હતું. જેથી તેમણે પોતાના ૫૦૦) પાંચસો સવારો સાથે બાદશાહ સામે બહારવટાં કરવા માડયાં; ને ઘણી લાંબી મુદત સુધી બાહારવટાં ચાલુ રાખ્યાં.
વર્ષો પછી બાદશાહ સાથે સમાધાન થતાં તેઓ બંનેને કાલોલ, સાણંદ સહિત નો ગામ ૫૦૦) નો તાલુકો સોંપી દીધો; ને તેની વહેંચણ શી રીતે કરશો? એમ પુછ્યું. એના જવાબમાં વડીલે કહ્યું કે અમારા ક્ષત્રિયની રીત મુજબ મોટા (પાટવી કુમાર) ને વધારે ને નાના ફૂટાયાને થોડાંક જ ગામો મળશે. આ વહેંચણી બાદશાહને ઠીક લાગી નહિ. તેના સમજવામાં સારી પેઠે હતું કે બંન્ને ભાઈઓએ રારખી રીતે કષ્ટ સહન કર્યું છે. જેથી બન્ને ભાઇઓને અર્ધોઅર્ધ ગામ બહેંચી લેવા. સમજુત કરી ને વડીલપણાના દાવામાં મોટાએ સારો ભાગ લેવો એમ ફરમાવ્યુ. . તેથી પાટવી વીરસિંહએ પોતાની પસંદગીનો સારો ભાગ જોઈ કલોલ તાલુકો ૨૫૦) ગામ સાથે જે તે વખતે મીઠો પાટ ગણાતો તે લીધો; ને જેતસિંહને સાણંદ ગામ સાથે ૨૫૦) ગામનો તાલુકો કે જે તે વખતે ખારથી ભરપૂર હોવાથી “ખારાપાટ ” ની છાપથી ઓળખાતો તે મળ્યો.
પાટવી કુમાર વીરિસહે કલોલમાં ગાદી કરી.બાદમાં વીરસિંહની ગાદી ઉપર તેમના કુમાર ચુંડોજી બેઠા. .
તેમના નાના કુમાર લૂણકરણજી યાત્રા સારૂ રેવાજી પોતાના રસાલા સાથે જતા હતા, ત્યાં મહી નદીના કાંઠા ઉપર અણઘડ નામે ભીલનું ગામ હતું ને ત્યાંનો ભીલ પોતાના ગોરની દીકરી જે મોટી ઉંમરની થઈ હતી તેને પરણવાનું માગું કરતો હતો. તેને બ્રાહ્મણની વનંતીથી ત્યાં લડાઈ કરી લડાઈ કરીને માર્યો. ત્યાં રાજગાદી કરી જે અત્યારે ભાદરવા ઠાકોર નામથી પ્રસિદ્ધ છે.
ચુડાજીના કુમાર અનરદેવજી (આણંદદેવજી) થયા તેમના કુમાર સબળશંગજી થયા. તેમણે પોતાના નાના ભાઈ સામતસિંહજીને ૪૨ ગામ સાથે રૂપાલનો તાલુકો આપ્યો. સંબળસંગજી પછી અનુક્રમે લૂણકદેવજી, શંગજી ને લક્ષ્મણશંગજી ઠાકોર થયા. તેમણે પોતાના ભાઈ રાજશંગજીને વીડજ અને ગોયાજીને સીરસૈયાં ને ઉગરેજ ગામ આપ્યાં. તેમના કુમાર મોકલશંગજી થયા, તેમણે પોતાના ભાઈ મેરુજી, રાયશંગજી ને જેતશંગજીને સહીજ ગામ આપ્યું. મોકલશંગજીના કુમાર કરણશંગજી થયા. તેમણે પોતાના ફૂટાયા ભાઈ ખાનાજી તથા ગોરખસંગજીને ગકુંડ ગામ આપ્યું. કરણશંગજીના પાટવી કુંવર મુળરાજ થયા. તેમણે પોતાના ભાઈઓ પૈકી વાઘજીને શેરથા, આનાજીને ભોયણ, વેરજીને વડાલ, મંગળદેવજીને ચાનછેડા, જશવતશંગજીને ઓગાણજ, શેશમાલજીને ઠીંગુંચા, સારંગજીને વરસડ અને સંગજીને વાયજ આપ્યાં. મુળરાજ પછી તેના કુંવર મહીપ ઠાકોર થયા.
મહીપને વિરસિંગ બીજા અને જેતસિંગ આ બે કુંવર થયા. તેમને મુસલમાનો સાથે લડાઈમાં ઉતરવું પડયું, તેમાં મોટા વીરશંગ લઢાઈમાં પૂર્ણ પરા-ક્રમ કરી સ્વર્ગ ગયા. વીરગતિ પામ્યા. તેમનાં પતિવ્રતા રાણી રૂદાબાઈએ પતિ ઉપરના પોતાના અખંડ પ્રેમથી તેમના કલ્યાણ અર્થ અડાલજ ગામ જે અમદાવાદથી અંબાજી માતા તરફ જવાના રાજમાર્ગ ઉપર ઘણું જ મોટું ગામ છે, ત્યાં પાંચ લાખ ટંકા ખર્ચથી એક ભવ્ય અને સુશોભીત વાવ સંવત ૧૪૫૫ ના મહાસુદી ૫ ને બુધવારે બંધાવી, જે આખા દેશમાં પ્રસિદ્ધ છે. તેમાં જે શીલાલેખ છે તેનો ટૂંકો અર્થ ઉપર મુજબ છે.:
અડાળજ ગામની વાવનો શીલાલેખ.
संवत १५५५ वर्षे.. ( ઇસ ૧૪૯૮ ) માં મહા શુદ પાંચમી ના રોજ આ વાવ બંધાવેલી છે. તે સમય ના ૫ લાખ ટકા ના ખર્ચે.. એવુ સ્પષ્ટ લખેલ છે.
શિલાલેખ એ ઇતિહાસ નું ૧૦૦ ટકા સાબિતી છે. વાવ નું નામ જ રૂદાબાઈ વાવ official સરકારી બોર્ડ માં લખેલું છે.
સૌથી મહત્વની વાત એ છે કે મુસ્લીમો સામે જે લડાઈ થઇ તેમાં કલોલના રાજા વિરસિંહ બીજા(જે ઠાકોર સાહેબ મહિપ વાઘેલાના પાટવી કુમાર હતા.) ઊર્ફે વીરસોજી શહીદ થયા હતા. પોતાના પતિની યાદ કાયમી રહે એ માટે અને પ્રજા કલ્યાણ માટે વાવ પુરી કર્યા બાદ રૂદા દે સતી થયા હતા.
ઠા. વિરસિંહ બીજા અને મહારાણી રૂદાબાઈ ને કોઈ સંતાન ન હતું.
આ વીરસિંહ બીજાએ કલોલ ના બીજા રાજા વીરસિંહ પહેલા થી ૧૨ મી પેઢીએ થતાં હતા. (કલોલ,સાણંદ બંને પરગણા ના સ્થાપક રાજા ધમલકરણજી હતા).
તેથી કલોલ ની રાજગાદી પર નાના ભાઈ જેત્તસિંહ બીજા બિરાજ્યા હતા.(આ જેતસિંહ,સાણંદ ના બીજા રાજા જેતસિંહ થી અલગ હતા).
જેતસિંહ બીજાના બે દીકરા હતા. મોટા કરશનસિંહ અને નાના મંગળદેવજી. ઠા. કરશનસિંહ કલોલ ની ગાદી એ બેઠા અને મંગળદેવજી ને ૧૨ ગામ સાથે ગોધાવી નો ગરાસ મળ્યો. જે તેઓના વંશજો આજ પર્યંત ભોગવે છે.
આપણાં બધાં ગરાસ અને જમીનો આ વીરસિંહ બીજા ની શહીદી અને મહારાણી રૂદા દે ના સમર્પણ ને આભારી છે.
કલોલ ના ૧૫ માં રાજા કરશનસિંહ હતા. પછી કલોલ ના ૨૨ માં રાજા સુરસિંહ ને અમદાવાદ ના બાદશાહ સાથે યુદ્ધ થયું અને બાદશાહે કલોલ ખાલસા કર્યું. ત્યારે જીવનભર બહારવટું કરીને છેલ્લે શહીદ થયા હતા. ૨૩ માં રાજા જગતસિંહએ બાદશાહ સાથે સમાધાન કર્યું અને ચોથા ભાગનું કલોલ અને બીજા ગામો ગરાસ માં મળ્યા હતા. . તેઓના પુત્ર ૨૪મા રાજા ભગતસિંહ એ યુદ્ધ કરીને લીંબોદ્વા જીતી લીધું. અને પોતાની રાજધાની લિંબોદ્રા માં સ્થાપી. વિ સં. ૧૭૯૯ માં તેઓના પુત્ર અનોપસિંહ લિંબોદ્વા ની ગાદી પર ૨૫માં ઠાકોર તરીકે બેઠા.
અડાલજ ગામ લિંબોદ્વા ની જાગીર નું ગામ હતું.
ત્યાર બાદ ૨૬ માં ઠાકોર તરીકે દોલત સિંહ, ૨૭ માં ઠાકોર તરીકે સબળ સિંહ, ૨૮ માં નથુંભાઇ (નાના ભાઈ), ૨૯ માં જાલમ સિંહ, ૩૦ માં મૂળસિંહ, ૩૧માં દલેલસિંહ (નાના ભાઈ), ૩૨ માં કુબેરસિંહ, ૩૩ માં દોલતસિંહ બીજા, ૩૪ માં માનસિંહજી (નાના ભાઈ), ૩૫માં જગતસિંહ વિગેરે લીંબોદ્વા ના ઠાકોર રહ્યાં હતા.
અત્રે એ યાદ આપવું જરુરી છે કે આ ઉપરાંત પેથાપુર સ્ટેટ, પોશીના સ્ટેટ, ભાદરવા સ્ટેટ, પોઇચા સ્ટેટ, અને વિશાળ એવું થરાદ સ્ટેટ પણ કલોલ ની શાખા માંથી નીકળેલ સરધારીયા વાઘેલા વંશના છે.
કલોલ સ્ટેટમાંથી નીકળેલા ગરાસના ગામો માં લિંબોદ્વા, પીપળજ, પેથાપુર અને તેના ભાયાતો, ગોધાવી, ગરોડિયા, પોશીના સ્ટેટ અને ભાયાતો, ભાદરવા સ્ટેટ અને તેના તમામ ભાયાતો, પોઇચા, થરાદ સ્ટેટ અને તેના તમામ ભાયાતો, જેમાં ભોરડુ, મોરવાડા, પલાસવા, ગેડી,બેલા, નો સમાવેશ થાય છે. ધમલકરણજી એ સ્થાપના કર્યા બાદ અહમદ શાહે કાલોલ ઝુંટવી લીધા બાદ; વીરસિંહ પહેલા અને જેતસિંહ પહેલા (જેઓ બંનેએ વર્ષો સુધી અહમદ શાહ સામે બહારવટુ કરીને ૫૦૦ ગામો મેળવેલ હતા. ૨૫૦ ગામો કલોલ ના અને ૨૫૦ ગામો સાણંદ ના અને લોકસાહિત્ય કારો જેઓને બહારવટિયા વિરહો અને જેતો તરીકે બિરદાવે છે) ના સંઘર્ષ ના પ્રતાપે આ વિશાળ ગરાસ કમાયા હતા. તે જેતસિંહ પહેલાંના સાણંદના વંશમાં સાણંદ ના ભાયાતોના નીચેના મુળ ગામોનો સમાવેશ થાય છે. કુંવાર, લેખંબા, ધીંગળા, શિમજ, મોટી બોરું, ઉતેલિયા, લોલ્લા (હાલનુ લોલિયા હોઇ શકે), ગાણોલ, વાસણા, રડુ, રાશમ, વારતી, (રૂપાવટી), આમલિયારા, ઝાંપ, ગાંગડ, મખીયાળ, છબાસર, વૌઠા, કુંડળ, કેસરંડી, વારસંગ, બરોડા અને લોદરિયાલ, બકરાના અને ગોવિંદા, ઇયાવા, દુમાલી, વિંછીયા અને કોદરિયા, ભાત, નાનોદર, ખોડા, ધનાળા, ઝાખડા, કણોતર, રેથળ, પીંપણ, દદુકા, કાણેટી, કાવિઠા, બોલિયા, કોલેટા, ભૂરખીયા, વિગેરે.
ભિલડિયા વાઘેલા ના ગામો નીચે મુજબ હતા:
દિયોદર સ્ટેટ, ફોરણા, પાલડી, કૂવાના, ધ્રણસોલ, બંધિયા ( જે ગોંડલ તાબે હતું.), રામસેંણ, વાતમ, જાલોઢા, ધનકવાડા, ડુઆ વિગેરે.
નોંધ: ઉપરોક્ત ગામો નું લીસ્ટ વાઘેલા રાજપૂતો ના original પુસ્તક “ વાઘેલા વૃતાંત ના લેખક : શ્રી કૃષ્ણરામ ગણપતરામ ભટ્ટ ના અભિપ્રાય અને અભ્યાસ મુજબ છે. જે પુસ્તક: ઇ સં. ૧૯૧૪ માં પ્રકાશિત થયું હતું. ત્યાર બાદ જે જે ગરાસ અપાયા હોય તે ગામો નું લીસ્ટ એમાં ન હોય એવું બની શકે છે.:તેમજ બધા ગામોની માહિતી શ્રી કૃષ્ણ રામ ભટ્ટ પાસે ન હોય એ પણ બની શકે. સંદર્ભ: વાઘેલા વૃતાંત : લે: કૃષણ રામ ગણપત રામ ભટ્ટ ઇ. સં. ૧૯૧૪ માં પ્રકાશિત.
અહમદશાહ સામે ભયંકર સંઘર્ષ નો ઇતિહાસ: લે: ડૉ જયેન્દ્રસિંહ જાડેજા
ગુમનામ મહાન લડવૈયાઑ ને ભાવભીની વીરાંજલી .
મુસ્લિમ શાસન સામે ગૂજરાતના હિન્દુ રાજાઓનો 24 વર્ષો સુધી ભયંકર, સતત સંઘર્ષ. એ તમામ સંઘર્ષોના વીરો ને વીરાંજલી..
હજારો મંદિરો તોડનાર અહમદ શાહ સામે સમગ્ર ગુજરાત ના હિન્દુ રજાઓ સતત 24 વર્ષો સુધી લડ્યા હતા. તે વખત ના ઝાલાવાડ ના પાટનગર માંડલગઢના રાજા ; ભારે કુનેહબાજ,રાજ છત્રશાલજી.અને ગુજરાત ના હિન્દુ રાજાઓ ઇડર મહારાજા રાવ રણમલજી રાઠોડ અને મહારાજા રાવ પૂંજાજી રાઠોડ,પાવગઢ ના રાજા ત્ર્યંબકદાસજી ચૌહાણ, જુનાગઢ ના રાજા રા’ માંડલિક અને નાંદોદ (રાજપીપળા ) ના ગોહિલ રાજાઑ હતા , જેઓની આગેવાની માં ક્ષત્રિયોએ હજારો બલિદાનો આપ્યા હતા. જેની ટૂંકી વિગતો નીચે મુજબ છે.
રાજ છત્રસાલજી.
ઇ. સં. 1407 થી 1431. માંડલગઢ, ઝાલાવાડ નું પાટનગર.
ગૂજરાત ના સંઘર્ષ શીલ રાજવી જેઓએ અમદાવાદ ના સુલતાન અને હજારો હિન્દુ મંદિરો તોડનાર અહમદશાહ સામે 24 વર્ષો સુધી અવિરત સંઘર્ષ કર્યો.
ઝાલાવાડ ના એ સૌથી મહાન લડવૈયા રાજવી, જેઓએ અમદાવાદ ના કહેવાતા સ્થાપક સુલતાન અહમદશાહ સામે 1૨ લડાઈઓ કરી.! છતાં આપણે કોઈ લોકો ઓળખતા નથી!
ગૂજરાત ના સુલતાન અહમદશાહની સામે બળવા થયા તેનાં કારણો…..
લડાઈઓ અને બળવાનાં કારણો આમ ચારે બાજુ બળવા અને લડાઈઓ થવાનાં કારણો તવારીખકારેએ સ્પષ્ટ રીતે આપેલાં નથી, પરંતુ બધી તવારીખનાં ઝીણાં વર્ણનો ની તપાસતા એમ લાગે છે કે, અહમદશાહની સામે એના પિતરાઈઓએ જે બળવા કર્યા તેનાં કારણે તે સમયના બધી રાજગાદીઓ માટેના ઝઘડા જેવાંજ છે. એમાં પણ અહમદશાહને પૌત્ર હોવા છતાં મુઝફફરશાહ ૧લા એ પોતે ભલે ગાદી આપી; પરંતુ અહમદશાહનો બાપ તાતરખાન, મુઝફફરશાહના જીવતા જ ગુજરી ગયો હતો, મુઝકૂફરશાહને બીજા ઘણા પુત્રો હતા તેમને મૂકીને પૌત્રને ગાદી મળે એ વાત સ્વાભાવિક રીતે બીજા પુત્રો,એ જમાનામાં સહન કરે નહિ." તેમાં પણ મુઝફફરશાહ અને તાતરખાન વચ્ચે છેવટના ભાગમાં સારો સંબંધ રહ્યો નહોતો એ વાત ખાસ નોંધવા જેવી છે.
ઉપરાંત મહત્ત્વ નું કારણ એ હતું કે અહમદ શાહ પણ મુઝાફરશાહ પહેલા ની માફક દર્માંધ હતો અને ઘણાં મંદિરો તોડીને હિન્દુ ધર્મ ની ભાવના ને ઠેશ પહોંચાડતો હતો, તેથી આજુબાજુના મોટાં હિન્દુ રાજાઓએ તેની સામેના બળવાઓમાં ખુબ જ મહત્ત્વ નો ભાગ ભજવેલ છૅ. જેમાં ઇડર ના રાજા રણમલ રાઠોડ, ચાંપાનેર ના રાજા ત્રમ્બકદાસ ચૌહાણ, નાંદોદ ના ગોહિલ રાજાઓ અને ખુબ મહત્ત્વ નો ભાગ માંડલગઢના, ઝાલાવાડ ના રાજા છત્રસાલજી મુખ્ય હતા. માંડલના રાજાને “કાન્હો રાજા છત્રસાલ “ એ નામે મુસ્લીમ પુસ્તકો માં સંબોધેલ છૅ.
આ બળવાખોરોમાં તેમજ બીજી લડાઈઓમાં તથા માળવાના સુલતાનને વારે વારે સમજાવીને ગૂજરાત સામે લડાવવામાં હિંદુ રાજાઓએ પણ ઘણા ભાગ લીધો હતો; અને ઈડર, ઝાલાવાડ, નાંદોદ, તથા ચાંપાનેરના રાજાઓની સામે અહમદશાહને એના રાજ્યકાળ દરમ્યાન એક કરતાં વધારે વાર લડવું પડયું છે. આનું કારણ પણ અંતિહાસિક દ્રષ્ટિએ ખાસ મહત્ત્વનું છે.. તવારીખકારો કહે છે તેમ દરેક વખતે મુસલમાનોને વિજય જ મળ્યો છે એવું પણ નથી.પરંતુ અહમદ શાહ સામે ઉપરોક્ત તમામ હિન્દુ રાજાઓએ મોટે ભાગે સંપીને, એકી સાથે લડાઈ કરી છૅ; એ ખુબ જ નોંધવા લાયક ઘટનાઓ છૅ. પરંતુ એ સૌ હિન્દુ રાજાઓએ જે મુસ્લીમ સાથીઓ પસંદ કર્યા તેઓ એ કાંતો એટલી મજબૂતાઇ થી સાથ ન દીધો અથવા તો છેલ્લી ઘડીએ લડાઇ પડતી મૂકી એવુ પણ બન્યું છે. ક્ષત્રિયો લડાઈ માં ચડયા પછી યુધ્ધમાં થી પાછા ન આવે એવી પ્રણાલિકા હતી પરંતુ મુસ્લિમો માં એવી પ્રણાલિકા ન હોવાથી બહારના મુસ્લિમ સતાધીશો, અંત સમયે ભાગી જવાની ઘટનાઓ બની હતી.
અહમદ શાહ ની હિન્દુ મંદિરો તોડવાની પ્રવૃતિઓને કારણે આ હિન્દુ રાજાઓ નારાજ હતા.
નવા પરદેશીઓના રાજ્યઅમલને કેટલાંક વર્ષ જૂના દેશી રાજાઓ સાથે લડ્યા વગર સત્તાની જમાવટ કરવી અશક્ય હતી.
પરંતુ આ હિન્દુ રાજાઓ લાંબો સમય , વારે વારે લડાઇ કર્યા વગર, કે સંઘર્ષ કર્યાં વગર વશ નથી થયા, એ આ લડાઈઓનો ઇતિહાસ સિદ્ધ કરે છે. હિંમત હાર્યા વગર વારે વારે લડાઈ કરી હતી.
ખાસ કરીને અહમદશાહ સામે વર્ષો વારંવાર લડાઈઓ, સંઘર્ષ કરનાર હિન્દુ રાજાઓમાં ઇડર ના રાજા રાવ રણમલ, એમનો દિકરો રાજા પૂંજાજી, ઝાલાવાડ ના મુત્સદી રાજા છત્રસાલ (જેઓને મુસ્લિમ લેખકો “ ઝાલાવાડ માંડલ ના કાન્હા રાજા છત્રસાલ તરીકે સંબોધતા હતા) , ચાંપાનેર પાવાગઢ ના રાજા ત્રંબક દાસ અને નાંદોદ ( હાલ : રાજપીપળા) ના ગોહિલ રાજાઓ, તેમજ સોરઠ ના રાજા રા’ માંડલિક મુખ્ય હતા.
1)પ્રથમ લડાઇ: ઇ. સ. 1411 માં અહમદશાહ કર્ણાવતી નું નામ અમદાવાદ કરીને ગાદીએ બેઠો એ પહેલાં તેના નજીક ના સગાઓ, જેમાં મુઝફ્ફર શાહના તાતરખાન સિવાયના ચાર ભાઇઓ, પિતરાઈ ભાઈઓ જેમાં ફિરોઝખાન, હૈબત ખાન, સઆદત ખાન, શેરખાન વીગેરે મુખ્ય હતા . તેઓને સાથે થઈ ને છત્રસાલજી, અહમદશાહ સામે ના આ ક્રાંતિકારી યુદ્ધ માં અગ્રેસર રહ્યા. જેમાં બે હિન્દુ સરદારો જીવણ દાસ ખત્રી અને પ્રયાગ દાસ પણ ભળ્યા, કારણકે અહમદ શાહે હિન્દુ મંદિરો તોડ્યા હતા. એમાં ફિરોઝ ખાન મુખ્ય હતો. ફિરોઝ ખાને જીવણ દાસ ને દીવાન પદે નિમણૂક આપી હતી.
આ બધા નડિયાદ આગળ ભેગા થયા. જીવણ દાસ ખત્રી નો વિચાર પ્રથમ પાટણ ઊપર ચડાઈ કરવાનો હતો, સીધા અહમદ શાહ ઊપર હુમલો નહિ. જેમાં અમીરો વચ્ચે અંદરો અંદર ની લડાઈ થઈ અને જીવણ દાસ માર્યો ગયો.
.જેથી બળવાખોરો માં ભાગલાં પડ્યા. એ દરમ્યાન બધા બળવાખોરો ને અહમદ શાહે પત્ર લખીને સાથે આવવા આમંત્રણ આપ્યું જેથી કેટલાક બળવાખોરો શરણે થઈ ગયા..
જેથી આ મોટો બળવો સફળ ન થયો.
ઇ સં. 1411 માં આ બળવો શાંત કર્યા પછી અહમદ શાહ કર્ણાવતી આવ્યો. ત્યાંનું હવા પાણી તેને પસંદ આવ્યું. ઊંડા ઊંડા કોતરો ને બુરી ને વિશાળ સાબર મતી ને કિનારે કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી વસાવેલ હતું, તે શહેર તેને પસંદ આવી ગયુ.
આ જ કર્ણાવતીને ઉતરે એક નવો કિલ્લો માત્ર બનાવીને તે શહેર ને પોતાના નામ ઉપરથી “અહમદાબાદ “ એવું નવું નામ આપ્યું.
2) ફરી બળવો:
આ વખતે ફરીથી ફિરોઝ ખાન અને હૈબતખાન ની આગેવાની માં બળવો કરવા એકઠા થયા. તેમાં રાજ છાત્રસાલ ના કહેવાથી ફિરોઝ ખાન અને હૈબતખાન ઇડર ના રાજા રાવ રણમલને ઇડર જઇને મળ્યા. અહમદ શાહ ને આ સમાચાર મળવાથી એણે લશ્કર તૈયાર કર્યુ અને પ્રાંતિજ આવ્યો. ફિરોઝ ખાન, હૈબતખાન, રાવ રણમલ અને રાજ છત્રસાલજી બધા મોડાસા થી પાંચ ગાઉં દૂર રંગપુર ગામે લશ્કર સાથે મળ્યા.
બાદમાં થયેલ લડાઈમાં અહમદશાહ નો વિજય થયો અને રાઓ રણમલ અને છત્રસાલ ઇડરના કિલ્લામાં જતા રહ્યા.
3) ત્રીજી લડાઈ: ઇ સં. 1413 માં મલિક અહમદ સરખેજી, મલિક શાહ મલિક, શેર મલિક નો પુત્ર મલિક અહમદ, ભીખન અહમદ ખાન અફઘાની, અને મલિક ઈશા સલાર ભેગા મળીને હિન્દુ રાજાઓ, જમીનદારો ને મળ્યા અને પોતાની સાથે લીધા. જેમાં માંડલ ના રાજા છત્રસાલ અને નાંદોદ( રાજપીપળા) ના રાજાઓ મુખ્ય હતા. છત્રસાલ અને નાંદોદ ના રાજાઓ એ માળવાના બાદશાહ હોસંગશાહ ને સંદેશ લખીને મોકલ્યો કે તમો જૉ સાથ આપશો તો અમદાવાદ ની ગાદી એ તમોને બેસાડીશું. તેથી હોસંગ શાહ પણ તૈયાર થઈ ગયો. અને મોટું લશ્કર લઇને અમદાવાદ અહમદ શાહ ઉપર હુમલો કરવા કૂચ કરી.
અહમદ શાહ ને આ બધી વાતની માહીતી મળતાં જ પોતાના ભાઈ લતીફખાન અને નાયબ વઝીર નીઝમમુલક ને લશ્કર આપીને શાહ મલિક ને સજા કરવા મોકલ્યો. રાજા કાન્હો છત્રસાલ જે શાહ મલિક સાથે મળેલ હતો તેને પણ પકડી ને લાવવા પણ હુકમ કર્યો. આ લશ્કર ને પાટણ બાજુ મોકલીને પોતે વિશાળ લશ્કર સાથે હોશંગ શાહ સામે મોરચો માંડવા કૂચ કરી. ચાંપાનેર થી દશ કોશ ઊપર સાવલી પરગણા ના પાડું ગામ નજીક પડાવ નાખ્યો. અને પોતાના ગુલામ ઇમાદુમુલ્ક સમર કંદીને લશ્કર સાથે સુલતાન હોશંગ શાહ સામે લડવા મોકલ્યો! આ મુત્સદી ભર્યા પગલાં થી હોશંગ શાહ વિચારવા લાગ્યો કે જો પોતે ઇમાદુમુલ્ક ને હરાવે તો એમ કહેવાય કે હોશંગ શાહ એ અહમદ શાહના ગુલામ ને હરાવ્યો! અને જૉ પોતે હારે તો “ ઍક ગુલામે હોશંગ શાહ ને હરાવ્યો “ એમ કહેવાય!
આવા વિચારો થી હોશંગ શાહ લડ્યા વગર જ પાછો વળી ગયો!
બીજી બાજુ શાહ મલિક, રાજા છત્ર સાલ, અને બીજા હિન્દુ રાજાઓ એ લતીફ ખાન ના લશ્કર ઉપર હુમલો કર્યો, પરંતુ હોશંગ શાહ લડ્યા વગર જ ચાલ્યો ગયો એ સમાચાર મળતાંજ નાસીને જૂનાગઢ ના રાજા રા માંડલિક ના મૂલક માં તેને શરણે ગયા. આ વિજય પછી અહમદ શાહ અમદાવાદ પાછો આવ્યો.
4) ઇ. સં. 1414 માં જૂનાગઢ ના રાજા રા માંડલિક એ બળવાખોરો ને આશરો આપ્યો હતો એટલે તેને સજા કરવા, અહમદ શાહ સોરઠ ઉપર ચડાઈ લઈ ગયો.
રા માંડલિક અને અહમદ શાહ વચ્ચે લડાઈ થઈ અને છેલ્લે જૂનાગઢ ના કિલ્લા માં જવું પડ્યું. ઘણી મેહનત છતાં કિલ્લો તૂટ્યો નહિ. છેવટે રાં માંડલિક એ ખંડણી કબૂલ કરતાં અહમદશાહ પાછો અમદાવાદ ચાલ્યો ગયો.
5) ઇ સં. 1416-17 માં ચારે બાજુ એકી સાથે બળવાઓ ની તૈયારીઓ કરી.
લડાઈ:
હિંદુ રાજાઓએ ફરી ભેગા થઈ માળવાના સુલતાનને બોલાવ્યો અને ચારે બાજુથી એકસાથે બળવાની તૈયારીઓ કરી
ખાનદેશ અને નંદરબાર અને સુલતાનપુરનો ભાગ આટલા જૂના સમયમાં પણ ગૂજરાતને તાબે હતો.
ઇ. સ. ૧૪૧૬-૧૭ માં અસીર બુરહાનપુરના સુલતાન આદીલખાનના પુત્ર નસીરે પોતાના બળના ગર્વમાં અને હિન્દુ રાજાઓ ખાસ કરીને મુત્સદી રાજા છત્રસાલજીના કહેવાથી નંદરબાર તરફ ચડાઈ કરી. એ જ સમયે માળવા ના સુલતાન હોશંગશાહ ને પણ ફરીથી લડવા તૈયાર કર્યો.
આ સમાચાર મળતાં અહમદશાહે નંદરબાર તરફ કુચ કરી અને બાગલાણુની પાસે આવેલો તંબોલનો કિલ્લો લેવા આગળ લશ્કર મોકલ્યું. એક બાજુ તંબોલનો કિલ્લો સર થયો અને બીજી બાજુ સુલતાન નંદરબાર પહોંચ્યાના સમાચાર મળ્યા એટલે નસીર' આસીરગઢ નાસી ગયો. આ સમયે ચોમાસાની મોસમ હોવાથી ગૂજરાતના લશ્કરને પણ સરંજામની હિલચાલમાં તકલીફ પડી. તે કારણથી લડાઈ આગળ લંબાવાને બદલે અહમદશાહે અમદાવાદ પાછા જવાનો વિચાર કર્યો, પણ એ જ વખતે ગુજરાતથી નવ દિવસમાં તાકીદના સમાચાર સાંઢણી સવાર મારફતે આવ્યા કે સુલતાન હોશંગ ફરી પાછો ગુજરાત જીતી લેવા માટે મોડાસા નજીક આવી પહોંચ્યો છે આ સમાચાર શમ્સખાન દદાણીના પુત્ર ફિરોઝખાન તરફથી પણ આવ્યા, ફિરોઝખાનને હોશંગશાહે પત્ર લખ્યો હતો કે જે તમે આ વખતે મદદ કરશો તો પાટણની આસપાસનો મુલક તમને આપવામાં આવશે. વળી સુલતાન હૈઃશંગને આ ચડાઈ લાવવામાં ગૂજરાતના હિંદુ રાજાઓએ પણ એકસંપ કર્યો હતો. ઇડરનો રાવ પુંજો, ચાંપાનેરને રાજા ત્ર્યંબકદાસ, ઝાલાવાડના રાજા છત્રસાલ, અને નાંદોદનો રાજા( રાજ પીપળા) એટલા આ બળવામાં મુખ્ય હતા.
ફિરોઝખાને આ વખતે પોતે બળે ન કરતાં અહમદશાહ તરફ વફાદારી બતાવી હતી એ એક આશ્ચર્યની વાત હતી. ઉલટાનું આવો બળવો થવાનો છે, ઍવી માહીતી અહમદ શાહ ને આપી દીધી.
આજ સુધી પિતાના નજીકના સગા અહમદશાહ સામે-બળવામાં ભાગ લઈ નાગોરના ફિરોઝખાને છેવટે આ વખતે વફાદારી બતાવી. અને એને કારણે બળવાખોરો માં થોડી નિરાશા વ્યાપી એટલે
અહમદશાહ આવતાં જ બળવાખોરોનું વિખેરાઈ ગયા હતાં.
સુલતાન અહમદશાહ આ સમાચાર સાંભળતા તુરત જ સખત વરસાદ ૫ડતો હતો તેની દરકાર કર્યા વગર ઝડપી કૂચ કરીને ગુજરાત તરફ ઊપડયો . અને નર્મદા નદી ઓળંગીને મહી નદીને કિનારે પડાવ નાંખ્યો અને ત્યાંથી સાત જ દિવસમાં મેોડાસાની નજીક આવી પહોંચ્યો. આ સમાચાર પોતાના ગુપ્તચરોની પાસેથી સાંભળીને સુલતાન હૈશંગ માથું ખંજવાળવા લાગ્યો. અને જે રાજાઓએ એને બેલાવેલ તેમને કહેવા લાગ્યો કે “અહમદ- શાહ આવે તે પહેલાં તે અમદાવાદ પહેચી જવા તમે કહેતા હતા, પણ અહમદશાહ તે અહીં પાંચ કોશ દૂર જ આવી લાગ્યો છે તેની તમે મને ખબર પણ આપી નથી, માટે આ વાતમાં કાંઈ કપટ હોય એમ લાગે છે” અને તમે ખરા મિત્રો હો એમ લાગતું નથી, આ સાંભળીને અને અહમદશાહ એકાએક આવી ચડવાથી સુલતાન હોશંગ માળવા પાછો ચાલ્યો ગયો. અને ફરીથી બળવો નિષ્ફળ ગયો.
રાજાઓ વિખેરાઈ ગયા. આ બનાવ હિ. સ. ૮૧૯ ના રજબ માસની ૧૬ મી તારીખે બન્યો
(ઇ.સ. 1416-17.)
પરંતુ આ વખતનો બળવો સામાન્ય નહોતો. બહુ મોટો અને ચારે બાજુથી, એકી સાથે થયેલ બળવો હતો. એણે મોટું અને ગંભીર સ્વરૂપ ન પકડયું તેનું કારણ સુલતાન અહમદશાહની ઝડપી કૂચ અને તાત્કાલિક નિર્ણય હતો.
6) મોડાસા આગળ બળવાખોરો વિખેરાયા એટલામાં તો સોરઠથી ખબર આવી કે આ બધી અવ્યવસ્થાને લાભ લઈને ત્યાંના રાજાએ ખંડણી આપવી બંધ કરી છે અને બળવો ઉઠાવ્યો છે. એ જ વખતે બીજી બાજુથી સમાચાર આવ્યા કે આદીલખાનના પુત્ર નસીરે સુલતાન હોશંગના પુત્ર ગઝની ખાનની મદદથી તાલનેરના કિલ્લા ઉપર હુમલો કર્યો છે અને તે કિલ્લો લઈ લીધો છે અને નાંદોદના રાજાની સલાહથી સુલતાનપુર નંદરબાર-ખાનદેશના ગુજરાત તાબેના ભાગ-ઉપર ચડાઈ કરી છે. નસીરખાનના ભાઈ ઈફતીખાર ઉન્મુલ્કની ખટપટથી તાલનેરનો કિલ્લે ૫ડયો છે. અને આસપાસના પ્રદેશમાં લૂંટફાટ શરૂ કરી છે.
આ બધા સમાચાર સાંભળીને સુલતાન અહમદે ખાનઆઝમ મહમૂદખાનને મોટું લશ્કર આપીને સોરઠ ઉપર મોકલ્યો, અને લાંબી લડાઇ પછી રા માંડલિકે ખંડણી આપી.
બીજી બાજુ તુરત જ સુલતાને મલીક મહમૂદ બરકી અને મુખલીસ ઉમ્મુલ્કને બીજું લશ્કર આપીને નસીરની સામે ખાન- દેશ તરફ મોકલ્યા. આ લોકોએ રસ્તામાં પહેલો નાંદોદના હિન્દુ રાજાના મુલકને તારાજ કર્યો, કારણ કે એ રાજાએ નસીરને આ તરફ આવવા ઉશ્કેર્યો હતો. આખરે નાંદોદના રાજા એ તાબે થઈ ખંડણી આપવાની કબૂલાત કરી.
7) લડાઇ ને અંતે ખાનદેશ સાથે સમાધાન.
આ બાજુ મહમૂદ બરકી અને મુખલીસ ઉદમુક ખાનદેશ તરફ આગળ વધ્યા એટલે ગઝનીખાન નાસી ગયો અને નસીર તાલનેરના કિલ્લામાં ભરાઈને લડવા તૈયાર થયો. આ ઘેરો લાંબો ચાલવાથી આખરે નસીર કંટાળ્યો અને મલીક મહમૂદ બરકીની સિફારશથી છેવટે અહમદ- શાહે એની સાથે સલાહ કરી, અને ઊલટે એને નસીરખાનનો ઈલકાબ આપ્યો. ખાનદેશનો રાજા આ રીતે ગૂજરાતને તાબેદાર થયો.
8)
'આ એકસંપી 'બળવાનું પરિણામ
અહમદશાહની જિંદગીમાં આખો વખત જે લડાઈઓ થયા કરી છે તેમાં આ વર્ણન કરી એ લડાઈઓ સૌથી મહત્ત્વની હતી. તવારીખકારોએ એનું વર્ણન બરાબર વિગતથી કર્યું હોય એમ લાગતું નથી. ગૂજરાતના રાજાઓએ એકસંપ કરીને સુલતાન હોશંગને ગુજરાત ઉપર ચડાઈ કરવા બોલાવ્યો, સોરઠમાં બળવો જાગવો અને નાંદોદના રાજાએ નસીરને બોલાવવો, આ બધુ આ એક જ મુખ્ય બળવાનું પહેલાંથી વિચારપૂર્વક ગોઠવાયેલું અને યોજાયેલું કાર્ય હતું. આ યેજનામાં આ બધી બાજુના બળવા એક સાથે થાય એવી પણ યોજના હોય એમ જણાય છે, અને તે બધા લગ-ભગ એક સાથે જ થયા છે. આમાં સુલતાન અહમદશાહને ઉખાડી નાંખવા માટે એકસંપથી મોટો પ્રયત્ન કોઈ મોટા અક્કલવાળાએ યોજેલો છે. ખાસ કરીને માંડલ ગઢ ના ઝાલાવાડ ના રાજા છત્ર સાલ નો આ આયોજન માં ખૂબ મહત્વ નો ભાગ હતો..
સુલતાન અહમદનો આ ભારે આફતમાંથી વિજય થાય છે એનાં માત્ર બેજ કારણો જણાય છે એક તો એનાં સગાંઓએ બળવામાં પહેલાની પેઠે ભાગ લેવાને બદલે એને મદદ કરી (બળવાખોરો સાથે દગો કર્યો) ; બીજું એણે ઝડપી નિર્ણયો કરી જરા- ૫ણ વિલંબ કર્યા વગર ચારે બાજુએ લશ્કરો મોકલી હોશિયારીથી બળવા દબાવી દીધા સુલતાન હોશંગ અસ્થિર મનનો, બીકણ અને દર્ગાખોર હોવાથી જ આટલી મદદ મળવા છતાં જીતી શકયો નહિ. આ બળવામાં ગૂજરાતના લગભગ બધા મોટા હિંદુ રાજાઓએ પણ સંપથી ભાગ લીધો એ નોંધવા જેવી વાત છે, અને સમયસૂચકતાથી બધા પાછા તાબે થયા હતાં. ( માંડલ ગઢ ના રાજા છત્ર સાલ સિવાય)
આ બળવો શાંત થવાથી ગૂજરાતની હદનો અંદર અહમદશાહને ખાસ મોટા દુશ્મનો રહ્યા નહિ, અને ગૂજરાતના ઘણા હિંદુ રાજાઓ ને પણ સમજાયું કે ગૂજરાત માં હવે મુસ્લીમ રાજ્ય સ્થિર થઈ ગયું છે. અને એમનો પ્રયત્ન વ્યર્થ ગયો છે.
મોટા ભાગના ગૂજરાત ના હિન્દુ રાજાઓને પણ આ બળવાથી છેવટનું સમજાયું કે ગૂજરાતમાં હવે મુસલ-માન મહારાજ્ય સ્થિર થયું છે અને એમને પોતાનો પ્રયત્ન વ્યર્થ ગયો છે. ( માંડલ ગઢ ના રાજા સીવાય)
9) માળવાને તાબે કરવાનો નિશ્ચય
બળવાઓના ઝંઝાવાતમાંથી મુક્ત થઈ શાંતિમાં થાક ખાવાને બદલે સુલતાન અહમદે આ બધા બળવાઓમાં હમેશ તૈયાર થઈ તોફાન મચાવનાર મુખ્ય પુરુષ માળવાના સુલતાન હોશંગશાહને બરાબર શિક્ષા કરીને ઠેકાણે લાવવાને નિશ્ચય કર્યો અને હિ સ. ૮૨૦ ( ઇ સં. 1417) ના સફર માસમાં માળવા તરફ ઉપડવાની તૈયારી કરી. આ વખતે પહેલાંના બળેવો 'ઉડાવનારા હિંદુ રાજાઓ, ઈડરના રણમલને પુત્ર રાવ પૂંજો, ચાંપાનેરના ત્ર્યંબકદાસ, અને નાંદોદ ના રાજાએ સુલતાનને પોતાની વફાદારી બતાવવા પોતાના વકીલોને મોકલ્યા અને ખંડણી આપી.
સુલતાન અહમદશાહે પણ વખત વિચારીને, જરૂરિયાત સમજીને રાજનીતિને અનુસરીને, આ લોકોની વાત કબૂલ રાખી.
માત્ર માંડલ-ઝાલાવાડ-ના રાજાએ આ વખતે પણ સુલતાનને વફાદારી બતાવી નહિ.
(નોંધ:
માંડલના રાજાની આ વાત મુસ્લીમ સુલતાનો ના પુસ્તક “તબકાતે અકબરી” માં લખેલ છે)
અહમદશાહે વઝીર નિઝામુલ્મુકને પાટનગર અમદા-વાદમાં કુલ સત્તા સાથે મૂકયો અને ઝાલાવાડના રાજાને સજા કરવાનું કામ એને સોંપી પોતે માળવા તરફ ઊપડયો.
માળવા સાથે લડાઈ
સુલતાન અહમદનું લશ્કર કૂચ કરીને માળવામાં ઉજ્જૈનના પ્રદેશમાં કાલિયાદેહ નદીને કિનારે આવી પહોંચ્યું. ત્યાં સુલતાન હોશંગ ખાડા ટેકરાવાળી જમીનમાં પોતાના લશ્કરની આસપાસ ઊંડી ખાઈ ખોદીને પડ્યો હતો અને મોટાં મોટાં ઝાડ કાપીને તેના થડનો કોટ પણ કર્યો હતે. સુલતાન અહમદની વ્યૂહરચનામાં અમીર મહમૂદ બરકી જમણી પાંખ સાચવતો હતો અને ઇમાદુલ્મુલકના પુત્ર ફરીદને ડાબી પાંખની નેતાગીરી સેંપી હતી. લશ્કરને વચલે ભાગ નસીરુદ્દીન અદુદ્દૌલાના હાથમાં હતેા. સુલતાને આ વ્યૂહરચનાનુ નિરીક્ષણ કર્યું ત્યારે ફરીદ ડાબી પાંખ તરફ પોતાની જગ્યાએ જણાયો નહિ! તેથી સુલતાને તેને તેડું મોકલ્યું અને તેના બાપનો ઇમાદુલ્મુલ્કને ઈલ્કાબ લેવા અને તેનો પોશાક ધારણુ કરવા તુરત બેલાવ્યો. ફરીદ આ વખતે તેલમર્દન કરાવતો હતો તેથી એણે થોડી વાર રહીને આવવા જણાવ્યું. સુલતાનને આથી ખોટું તો લાગ્યું, પણ વખત વિચારી એણે ફરીદ વગર જ બાકીના લશ્કરને માળવાના લશ્કર ઉપર હુમલો કરવાનો હુકમ આપ્યો. આ લડાઈમાં બંન્ને દેશના બાદશાહો ઉતર્યા હતા. અને લડાઇ જોરમાં ચાલતી હતી. એવામાં ગુજરાતી લશ્કર નો એક હાથી મળવાના લશ્કર ઊપર ધસ્યો અને માળવા નાલશ્કર માં નાસભાગ મચી ગઇ! આ વખતે હોશંગ શાહ ના પુત્ર ગનીખાને બહાદુરી બતાવીને આ ગુજરાતી લશ્કર ના હાથી ને મારી નાખ્યો. એટલે ફરીથી મળવાનું લશ્કર ભેગુ થઈને અહમદ શાહ ના લશ્કર ઉપર તૂટી પડ્યું. અને ભારે ખુવારી થઈ.
આ કટો કટી વખતે જે મોડો આવેલ તે ફરીદ પોતાની ટુકડી લઇને માળવા ના લશ્કર ની પાછળ થી કઈ રીતે ઘેરવું એનો રસ્તો શોધતો હતો અને આખરે એ રસ્તો મળતા, ફરીદે પાછળથી એકાએક હુમલો કરતાં, મળવાનું લશ્કર ગભરાઈ ગયું અને નાસભાગ મચી ગઇ! આ રીતે ફરિદે એકાએક બાજી પલટી નાખી અને આખરે અહમદ શાહ નો વિજય થયો.
હવે વર્ષા ઋતુ નજીક આવવાથી સુલતાન અહમદશાહ એ લડાઇ વધારે નહિ લંબાવતા ગૂજરાત પાછા જવાનું નક્કી કર્યું.
પાછા ફરતી વખતે રસ્તા માં ચાંપાનેર અને નાંદોદ ના રાજાઓ ના મૂલક ને પણ તારાજ કરતા ગયા, લૂંટફાટ મચાવી. અમદાવાદ તરફ પાછા ફરતાં રસ્તા માં આવતાં મૂર્તિઓ ના મંદિરો તોડતાં તોડતાં અમદાવાદ આવી પહોંચ્યો.આ વિજય પછી અહમદશાહે અમદાવાદમાં ભારે ખુશાલીથી પ્રવેશ કર્યો, આ વિજય માળવાના સૈન્ય ઉપર મેળવેલો, માત્ર તાત્કાલિક વિજવ હતો, માળવા દેશ, ઉપરનો સંપુર્ણ વિજય નહોતો.
10). ચાંપાનેર ઊપર ચડાઈ:
ઇ. સં. 1418માં અહમદ શાહે ચાંપાનેર પાવાગઢ ઊપર હુમલો કર્યો હતો. પરંતું ભવિષ્ય માં માળવા ઊપર હુમલો કરવો પડે તો ચાંપાનેર સાથે સંબંધ સારા રાખવા જરુરી છે, એમ કારભારીઓ એ સમજાવતાં, ખંડણી ની કબૂલાત લઇને પાછો ફર્યો હતો.
11) માળવા સામે મોટી લડાઇ ની તૈયારીઓ.
ઇ. સં. 1422 માં
પૂરો વિજય નહીં અહમદ માળવાની મોટી લડાઈની શરૂઆત
આવ્યા આ વખતે માળવાથી એવા સમાચાર આ કે સુલતાન હોશંગ રાજધાનીમાં કે દેશમાં નથી, અને એ કર્યાં ગયો છે તેની પણ કોઈને ખબર નથી. આમ માળવા નધણિયાતુ છે એવા સમાચારથી લલચાઈને સુલતાન અહમદે માળવા ઉપર ચડાઈ કરવાને સારો સમય છે, , એમ જાણીને તેમજ માંડલ ગઢ ના રાજા પણ માળવામાં છે, તેવા સમાચાર મળતા, હિ. સ ૮૨૫ ના રબી ઉલ અવલ માસમાં (ઈ.સ. ૧૪૨૨) કૂચ કરીને ચોળ મહેશ્વર પાસે આવીને પડાવ નાંખ્યો અને એ કિલ્લાને ઘેરો ઘાલ્યો. આ કિલો માળવાની રાજધાની માંડુગઢ જવાના રસ્તામાં આવતો હતો એટલે એને વહેલે લેવા નિશ્ચય કર્યો
. આ કિલ્લાનો થાણદાર રક્ષણ કરી શકે તેમ ન હેાવાથી એણે અહમદશાહને શરણે જઈને કિલ્લાની ચાવી સોંપી દીધી. . અહમદશાહે કિલ્લાના રક્ષણ માટે થોડું લશ્કર રાખીને આખર માસની ૧૨ મી તારીખે માંઢુગઢની તળેટીમાં પડાવ નાંખ્યો, અને લશ્કરની ટુકડીઓ ચારે તરફ મોકલીને દેશને તારાજ કરવા માંડ્યો અને કેટલોક ભાગ કબજે પણ કર્યો. વર્ષાઋતુ આવી પહોંચતાં મળવાના મોટા મથક ઉજજન તરફ જઈને અહમદશાહે એ તરફનો ભાગ પણ કબજે કર્યો. અહમદશાહે દીપાલપુરનો વિભાગ મલીક મુખલીસ ઉલ્કને, કાંશ તરફનો ભાગ મલીક ઇમાદુલ્મુલ્ક ફરીદને, અને મહીદપુર જેનું બીજું નામ મુહમ્મદપુર હતું તે વિભાગ મલીક ઈફતીખાર ઉલ્લમુલ્કને, એમ માળવાના વિભાગો પોતાના મીરોઅમીરો ને વહેચી આપ્યા.” ખરીફ પાકનુ મહેસૂલ પણુ વસૂલ કર્યું. માંડુગઢને ઘેરો ચાલુ હતો તે એક મહિનો અને અઢાર દિવસ ચાલ્યો.
સુલતાન હોશંગની ગેરહાજરી
આ બધો વખત સુલતાન હૈશંગ માળવામાં હાજર નહોતોનહોતો, એ ઓઑ રીસામાં -જાજનગરમાં-હાથી પકડવા માટે ગયો હતો. એને ખાતરી હતી કે માંડુ-ગઢનો કિલ્લો કેાઈથી, હુમલૉ કરનારથી લેવાય એવો નથી.
સુલતાન હોશંગ જાજનગરથી હાથીઓ લઈને એકાએક આવ્યો અને તારાપુર દરવાજેથી માંડુગઢમાં પેસી સી પણ ગયો. સુલતાન અહમદશાહ તે વખતે દિલ્હી દરવાજાની સામે હતો. . આમ અહમદ શાહ ના અમદાવાદ નું લશ્કરનો દ્વારા રો ઘેરવા છતાં પણ હોશંગ શાહ શાહ પોપોંતાના કિલ્લામાં પેસી ગયો. એટલું તે નક્કી છે કે અહમદશાહથી માંડુંનો કિલ્લો ફરીથી નો લઈ શકાયો નહિ; જેનો એને જીવનભર અફસોસ રહ્યો હતો. એણે અમદાવાદ મલીક અહમદ અયાયાઝ ઉપર ફરમાન મેકલઈને નાણું અને ગ્રી સમાન લઈ આવવા કહેવડાધ્યું.
. આ બધી પ્રવૃત છતાં માંડુનો કિલો લઈ શકાયો નહિ અને અહમદશાહે સારંગપુર કે જે માળવાની મધ્યમાં હતું, ત્યાં જઈ પડાવ નાખી લડાઈ કરવાને વિચાર કર્યો.
. આ વખતે માળવાનો ઘણો ઘાનો ભાગ અહમદશાહના અમીરો ના અમીરો હાયમાં હતો જ. એટલે સુવતાન હોશંગને પણ લાગ્યુ કે કીકિલ્લામાં ભરાઈ રહેવા કરતાં લડાઈ કરવી એ જ ઠીક છે, તેથી એ ૫ણ સારંગપુર આગળ લશ્કર લઈને બીજે રસ્તે આવ્યો. .
હોશંગની અને છત્રસાલજીની કુનેહ હોશંગ અને રાજ છત્રસાલજી ની કુનેહ અને રાતની લડાઈ…..
હવે હોંશંગે પોતાનીઅને છત્રસાલજીએ પોતાની જાળ પાથરવા માડી એણે અહમદશાહ પાસે એલચીઓ મોકલીને નમ્રતાથી સંદેશા મોકલ્યા, અને તાબે બે થઈ ખંડણી આપવા પણ કબૂલ કબૂલકર્યું
. અહમદશાહના સલાહકારો રો પણ આથી છેતરાયાં અને હોશંગને માફી આપવા સલાહ આપી. . આથી છેતરાઈને અહમદશાહે પાછા જવાના ઇરાદાથી પોતાના લશ્કરના રક્ષણ માટે ખાઈઓ વગેરે કાંઈ ગોઠવણ કરી નહિઅને પોતાના . લશ્કરને ગૂજરાંત' પાછા ફરવાનો હુકમ કર્યો.
પરંતુ આ સુલેહ થઈ તેતેજ રાત્રે 'હોશંગશાહે અહમદશાહઅહમદના લશ્કર ઉપર હુમલો કર્યો. અહમદનું અહમદ નું લશ્કર ગાફેલ હતું. રાત્રે ભયંકર કતલ ચાલી. ગુજરાતના સૈન્યમાં હાહાકાર થઈ રહ્યો. ગાંડો હાથી છૂટયો છે એમ પણ કેટલાકે ધાર્યું.
સુલતાન અહમદ ઊંધમાંથી ગ્યો ત્યારે એના તંબૂમાં કોઈ કોમાણસ નહોતાં, માત્ર બે ઘોડા બહાર બાંધેલા હતા. એણે પિતાના રિકાબદાર (પેગડા ઝાલનાર) મલીક જુના-ને એક ઘોડો ઘોડોઆપી પોતે બીજા ઉપર સવાર થયો. મલીક મુકર્રબ અહમદ અયાઝ અને મલીક ફરીદની તપાસ કરવાનો એનો ઈરાદો હતો, પણુ એટલામાં એ બંન્ને અમીર પોપોંતાની ટુકડીઓ સાથે સજ્જ થઈને આવતા દેખાયા. અહમદે પુરાં ક૫ડાં ૫ણુ પહેર્યા નહોતાં. મલીક મુકરબે પોતાનાં બખતર વગેરે આપી. સુલતાનને સજજ કર્યો, હવે થોડા રહેલા પણ વીર સૈનિકો લડવાને તૈયાર થઈ રહ્યા, આ બનાવ તા. ૧૨મી મોહરમ ૮૨૬. ૨૬ ડિસેંબર ૧૪૨૨ ને રોજ બન્યો.
અહમદશાહનો …અર્ધો વિજય
હવે પ્રરોઢ થવાને થોડી જ વાર હતી તેથી સુલતાને થોડ સમય રાહ જોવા કહ્યું અને મલીક જુનાને હૈશંગની તપાસ કરવા મોકલ્યો. એની તપાસમાં એવી ખબર આવી કે હોશંગ અહમદશાહના તંબૂ નજીક આવ્યો છે અને હાથીઓ તથા ઘોડા સાથે તૈયાર થયેલો છે. એનું લશ્કર અહમદશાહની છાવણી લૂંટવામાં મશગૂલ બનેલું છે. આ સમાચાર સાંભળીને અહમદશાહે માળવાના સુલતાન ઉપર હુમલો કરવાનો હુકમ આપ્યો.
આમતો પ્રતીકાત્મક રીતે આ લડાઇ માં પણ જીત થઈ હતી, પરંત ભારે ખુવારી થઈ હતી.
ઇ. સં. 1423 માં હી. સં. 826 ની રબી ઉલ અખર ની 24 તારીખે અહમદ શાહ અને લશ્કર અમદાવાદ પાછું આવ્યું.
અને યુદ્ધનું પરિણામ ટૂંક વખત માટે જ હતું. અહમદશાહના લશ્કરની ખુવારી પણ આ યુદ્ધમાં ભારે થઈ હતી. અમદાવાદ આવ્યા પછી બાદશાહે ઘણુ વર્ષ સુધી બીજી લડાઈ કરી નહિ
12) ફરી ઈડર સાથે યુદ્ધ અને અહમદનગર વસાવ્યું. (હાલ: હિંમતનગર) ર (હીમતનગર ) વસાવવું.
અહમદશાહે ત્રણ વર્ષ પોંતાના લશ્કરને આરામ આપ્યો, પણ લાંબો વખત શાંતિમાં રહેવાનું એના નસીબમાં હતું નહિ. . ઈડરના રાવ રણમલના પુત્ર રાવ પૂજાએ ખંડણી ભરવામાં ઢીલ કરી હતી, અને સુલતાન માળવા સાથે યુદ્ધમાં હતો ત્યારે હોશંગ સાથે એણે છૂપી સમજૂતી પણ કરી હતી એવું એના જાણવામાં આવ્યું હતું. એટલે ઈડર ઉપર એક વાર આખરનું યુદ્ધ કરી હમેશની સમસ્યા અને ઉપાધિનો અંત લાવવા અહમદશાહે આ વખત નિશ્ચય કર્યો.
હિ. સ. ૮૨૯ (૧૪૨૬) માં સુલતાને ઈડર તરફ સુસજ્જ લશ્કર મોકલ્યુ. અને લશ્કરે ઈડરની આસપાસ મુલક તારાજ કરવા માંડયો. રાવ પૂંજાજી પણ પોતાના પિતા રાવ રણમલજી ની અમદાવાદના સુલતાન સાથેની લડાઈઓ અને કેટલીક વાર મળેતા વિજયો ભૂલી ગયો નહોતો, એટલે પિતાના મુલકને તારાજ થતો જોઈ શકે તેમ નહોતું. ઈડરના લશ્કરે અમદાવાદના લશ્કરનો સારી રીતે સામનો કર્યો, અને લડાઈ જરા ધારવા કરતાં લાંબી ચાલી એટલે અહમદશાહે પોતે ઇડર તરફ પ્રયાણ કર્યું. પણ ઇડર નો કિલ્લો જીતવામાં એને સફળતા મળી નહીં. અહમદ શાહ ના જીવન ની એ સાઉઠગી મોટી નિષ્ફળતા હતી.
ઈડર તરફથી અહમદશાહને અને એના પિતામહ મુજકુફરશાહને ઘણી વાર તકલીફ નડી હતી, એટલે એ દિશાએથી અમદાવાદ શહેરનું રક્ષણ કરવા અને ઇડરના રાજાને હમેશ દબાયેલો રાખવા હાથમતી નદીને કિનાર અહમદશાહે પોતાના નામ ઉપસ્થી અહમદનગર ગામ વસાવ્યું. (જે હાલમાં હીમતનગર છે, કારણકે પછીથી ઇડર ના રાજાએ , એને જીતી લીધું હતું.) ત્યાં મજબૂત પથ્થરનો કિલ્લો બાંધવો શરૂ કર્યો. ગૂજરાતમાં લશ્કરી મહત્ત્વનાં સ્થળે કિલ્લાઓ બાંધવાની અહમદશાહની નીતિ જાણીતી અને અહમદનગરને કિલ્લો પણ તે નીતિનો જ એક ભાગ હતો. હિ. સ. ૮૩૦ માં ( ઇ.સં. 1427) આ કિલ્લાનો પાયો નંખાયો, અને સુલતાને પોતે ત્યાં નિવાસ કરીને બાંધકામ ઝડપથી પૂરું કરવા ખાસ ધ્યાન રાખ્યું. અહમદનગરમાં નિવાસ કરી સુલતાને ઈડર તરફ ટુકડીઓ મોકલીને આસ-પાસનાં ગામો અને ખેતરના પાકનો નાશ કરવા માંડયો.
રાવ પૂજાજી એ પણ આ બધો ત્રાસ જોઈને લડાઈ જોરમાં ચાલુ જ રાખી અને ઘાસ વગેરે લેવા આવનારી સુલતાનની ટુકડીઓ ઉપર ઓચિંતો તૂટી પડી બદલો વાળવો પણ ચાલુ રાખ્યો.
રાવ પૂંજાજી નું મરણ
આમ લડાઈ લંબાવાથી કંટાળીને ઈડરના રાજાએ મોટી ખંડણી આપવાની કબૂલ કરીને સુલેહ કરવા કહેવડાવ્યું, પરંતુ ઈડર તરફથી આવી રીતે ઘણી વાર સુલેહ થયા છતાં સુલેહનો ભંગ થવાથી અહમદશાહને વિશ્વાસ પડયો નહિ અને એણે છેવટ સુધી લડીને ઈડરને તાબે કરવાને નિશ્ચય કર્યો. એક વખત સુલતાન પોતે ઈડરગઢ ઉપર ચડાઈ લઈ ગયો અને આસપાસના ત્રણ કિલ્લા લીધા. ઈડરનો રાજા આ વખતે નજીકના ટેકરાઓમાં સંતાઈ જઈને લડાઈ ચાલુ રાખી. . સુલતાન ઈડર શહેર લૂંટીને અહમદનગર પાછણ આવ્યો. આ વખતે હિ. સ. ૮૩૦ માં અહમદનગરના કિલ્લાનું બાંધકામ સંપૂર્ણ થયું. સુલતાને હજી ઇડરના મુલકને હેરાન કરવાનું ચાલુ જ રાખ્યુ હતું.
એટેલ રાવ પૂંજાજી એ પહાડીઓ, ટેકરાઓ , નદીઓ ,જંગલો વિગેરે ખૂંદી ખૂંદી ને વર્ષો સુધી લડાઈ ચાલુ રાખી હતી.
. એક વખત ટેકરાઓમાં સુલતાનની એક ટુકડી ઘાસ લેવા ગઈ હતી તેની સાથે પૂંજાને અથડામણ થઈ ગઈ. પૂજાજી એ બહાદુરીથી સામને કર્યો. અહમદશાહ ની એક ટુકડીનો એક હાથી છૂટો પડેલે તેને પૂજાજી એ ઘાયલ કર્યો અને ભગાડયો. . આ વખતે પૂંજાની પાછળ અહમદશાહના સિપાઈઓ પણ પડેલા હતા.પૂંજાજી નાસતાં નાસતાં એક કરાડ ઉપર આવી ચડયા તે જ વખતે એનો ઘોડો હાથીને જોઈને ભડકયો અને કરાડ ઉપરથી બાજુની ઊંડી ખીણમાં પડી ગયો, આમ થવાથી પૂજાજી નું તત્કાળ મરણ થયું. અહમદશાહના સિપાઈઓએ હાથીને પકડી લીધો, પણ પૂજાજીની બાબતમાં કાંઈ ખબર તેમને પડી નહિ. છેવટે એક કઠિયારાને પૂજાજીનું શરીર હાથ લાગતાં તેનું માથું કાપી લઈને સુલતાનની પાસે જઈને ધર્યું. સુલતાને તેની ઓળખાણ માંગી ત્યારે પૂંજાજીના લશ્કરમાંથી સુલતાનના લશ્કરમાં જોડાયેલો એક માણસ આવ્યો અને એ માથું 'રાવજી'નું છે એવી ઓળખાણ આપી રાવ પૂજાજીને આ માનવાચક શબ્દ લગાડવાથી કેટલાક અમીરો ગુસ્સે થયા, પણ એ માણસ પ્રથમ ઈડરનો સેવક હતો તેથી એનું કાર્ય યોગ્ય હતું,એવું અહમદશાહ ને લાગ્યું. એમ કહીને અમદશાહે એની પ્રશંસા કરી.
ઉપરોક્ત હકીકત જે મુસ્લિમ લેખકોએ પણ લખી છે, (ગુજરાત ના આધારભૂત ઇતિહાસ ના પુસ્તકો માં ).
આ તમામ હકીકતો ઉપરથી નીચેની ઐતિહાસિક હકીકતો ઉડીને આંખે વળગે છે.
આ રીતે ઇડરના વીર રાજા પૂંજાજી ને અહમદશાહ વશ કરી શક્યો નહિ, પણ એનુ અકાળ મૃત્યુ થયુ અને માત્ર ઈડરના મુલકને હેરાન કર્યો. અહમદશાહના લશ્કરે આ વખતે ઈડર થોડા વખત માટે તાબે કર્યું હતું રાવ પૂજાજી ના પુત્ર રાવ હરરાયે છેવટે ફરીથી જીતી લીધુંઅને ખંડણી કબૂલ રાખી.
દક્ષિણના બહ્મની રાજ્ય સામે લડાઈ અને ઝાલાવાડના રાજાનું દક્ષિણમાં જવુ
હિ. સ ૮૩૩. (ઈ. ગ. ૧૪૩૦ ), ઝાવાવાડના રાજા કાન્હા છત્રસાલજી ને લાગ્યુ કે હવે ઈડરની લડાઈ પત્યા પછી એનો પોતાનો વારો આવશે અને અહમદશાહ વેર લીધા વગર રહેશે નહિ આ ઉપરથી એ રાજા દક્ષિણ
તરફ ગયા અને અહમદશાહ સામે કઈક ગોઠવણ હજુ પણ કરવા સક્રિય ભૂમિકા ભજવવા લાગ્યા..અહમદશાહે એની પાછળ લશ્કર મોકલ્યું એટલે એ આસીરના સુલતાન નસીરખાન પાસે ગયો. નસીરખાનને કાન્હા રાજાએ બે હાથીઓ ભેટ આપેલા એટલા ખાતર અહમદશાહનો સંબંધ એ ભૂલી ગયો અને રાજાને આવકાર આપ્યો. . આસીરગઢમાં થોડો વખત રહીને રાજા ગુલબર્ગ જઈને સુલતાન અહમદ બહમની પાસેથી પોતાને મદદ કરવાને લશ્કર મેળવ્યું અને ખાનદેશનો નંદરબાર પાસેનો મુલક લૂંટવા માંડ્યો. આ સમાચાર અહમદશાહને મળ્યા ત્યારે એણે પોતાના શાહજાદા મુહમ્મદખાનને, સૈયદ અબુલખૈર,સૈયદ આલમનો પુત્ર સૈયદ કાસીમ, મલીક મુકર્રબ અહમદ અયાઝ, અને મલીક ઈફતીખાર-ઉન્મુલ્ક વગેરે મોટા અમીરોને પણ શાહજાદાની સાથે મોકલ્યા. આ લશ્કરે બહમની લશ્કર સાથે લડાઈ ચાલુ કરી.
જ્યારે આ સમાચાર બહમના સુલતાનને મળ્યા ત્યારે એણે પોતાના વડા શાહજાદા સુલતાન અલાઉદ્દોન અને બીજા શાહજાદા ખાનજહાનને કાદરખાન નામના મોટા દક્ષિણી અમીર સાથે ગૂજરાતના શાહજાદાની સામે લડવા મોકલ્યા, અને એ બધા દોલતાબાદ આવી પહોંચ્યા. ત્યાં આસીરને નસીરખાન અને ઝાલાવાડનો કાન્હો રાજા પણ એ લોકોને આવીને મળ્યા. ગૂજરાતનો શાહજાદો મુહમ્મદખાન પોતાના લશ્કરને લઈ દોલતાબાદ તરફ ગયો અને મોટી લડાઈ શરૂ થઈ. તેમાં ગૂજરાતને સેનાપતિ મલીક મુકકુબ અહમદ અયાઝ અને કાદરખાન વચ્ચે હાથોહાયની ઝપાઝપી થઈ અને કાદરખાન માર્યો ગયો, અને ઇફતીખાર-ઉલ્મુલ્કના હાથમાં પણ દુશ્મનના હાથી વગેરે આવ્યા. આમ થવાથી સુલતાન અલાઉદ્દીન નાસી ગયો અને દોલતાબાદના કિલ્લામાં ભરાયો.
આ રીતે ઇ.સં. 1407 થી 1431 સૂધી સતત 24 વર્ષો સુઘી ગૂજરાત ના ધર્માંધ મુસ્લિમ શાસન સામે સતત સંઘર્ષ હિન્દુ રાજપૂત રજાઓ એ કર્યો છે!
આપણા જ દેશદ્રોહી ઈતિહાસ ના લેખકો વારંવાર લખે છે કે “ રાજપુતો માં એકતા નહોતી, એના કારણે મુસ્લિમો એ દેશ ઉપર રાજ કર્યુ”! તો ઉપરોક્ત ઐતિહાસિક હકીકતો સાબિત કરે છે કે ઝાલાવાડ ના રાજા છત્રસાલજી, ઇડરના રાજા રાવ રણમલજી, તેઓના પુત્ર રાવ પુંજાજી, ચાંપાનેર ના રાજા ત્રમ્બક દાસ જી, નાંદોદ ના રાજાઓ ( ઇડર) અને ઠેઠ સોરઠ ના રાજા રા માંડલિક વીગેરે એ અહમદ શાહ સામે વારંવાર 12 વખત લડાઈઓ કરી છે. બહારના સુલતાનો નો સાથ લઈને અમદાવાદ માં મુસ્લિમ શાસન ને ઉખેડી નેખવાના અનેક પ્રયત્નો કર્યાં હતા. જેમાં હજારો ક્ષત્રિયો અને અમુક બીજા લોકો પણ શહીદ થયા હતા.
બીજી બાજુ જેઓની રક્ષા માટે સતત લડી રહ્યા હતા તે પ્રજા જ ગદ્દાર હતી! ઊપર દૃષ્ટાંત જોયું તે મુજબ ઇડર ના મહાન શૂરવીર રાજા રાવ પૂંજાજી નું પહાડીઓ માં , લડાઇ દરમ્યાન, ઘોડા સાથે પડી જવાથી શહીદ થયા, તો તેવા સમયે પૈસા કમાવા માટે એક કઠિયારો, રાવજી ના શબ માંથી માથું એહમદ શાહ પાસે લઈ ગયો. અને એ સમયે રાવ જી ના લશ્કર માંથી પક્ષ પલટો કરીને અહમદ શાહ ના લશ્કર માં એક સિપાઈ આવ્યો હતો, તેણે આ માથું ઓળખી બતાવ્યું. તે સાબીત કરે છે, જે લોકો આવો દેશદ્રોહી ઈતિહાસ લખે છે તેના જ વડવાઓ ત્યારે પણ દેશદ્રોહી હતા! સુફિયાણી સલાહ આપે છે! ત્યારની પ્રજામાંથી અમુક જ લોકો ગદ્દાર હતા, તેનાથી જ નુકસાન થયું હતું. અત્યારે પણ એવા લોકો છે જ , જેનાથી સાવધાન રહેવાની જરૂર છે. અને લોકોએ સાચો ઇતિહાસ જાણવો જોઈએ.
લે: ડૉ જયેન્દ્રસિંહ જાડેજા
સંદર્ભ:
૧. “ગુજરાત નો સાંસકૃતિક ઇતિહાસ” લે: રત્નમણીરાવ ભીમરાવ, ઇ. સ. ૧૯૫૪ માં પ્રકાશિત,
૨. “રાસમાલા” લે : એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બેસ, ઇ. સ. ૧૮૫૬ માં પ્રથમ વાર પ્રકાશિત
૩. વાઘેલા વૃતાંત : લે: કૃષ્ણરાવ ગણપતરાવ ભટ્ટ, ઇ. સ. ૧૯૧૪ માં પ્રકાશિત
૪: રાજપૂત કેલેન્ડર ઇ. સ. ૨૦૦૩ થી ૨૦૨૫ સુધીના પ્રકાશીત: લે: ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા
૫ પ્રાચીન ગ્રંથ : પ્રબોધ ચિંતામણી: લે: જૈન મુનિ : મેરુતુંગ એ વી. સં. ૧૩૬૧ માં લખેલ હતું.
૬. દ્રવ્યા શ્રય : હેમચંદ્ર સૂરિ જી. જૈન મુનિ :
:
Annual prize distribution at Jamnagar organised by AGRYS jamnagr branch and rajput sports and study circle. one of the most marvellous program in the state.
At Bela sati Mandir, Delhi. Gen (retd) V. K. singh came for Darshan. accompanying Dr. jayendrasinh Jadeja, Kartarsingh Chjauhan CA.
Ba shri Nayanaba Mahendrasinh Jadeja IAS/IPS study centre, Ambavadi, Ahmedabad,
At Mahakumbh , Prayagraj: for medical services at Prakhar Hospital. Oujy Prakharji maharaj
Rajput calenders : A mirror of rajput sanshkruti
Geof Wein British High commissioner visited ba shri Nayanaba Mahendrasinh Jadeja IAS/IPS study cemtre, Ambavadi, ahmedabad.
All India Kshatriya Federation general board meeting ASt Surendranagar along with Inauguaration of Ba shri Nayanaba Rajput Kanya CHHATRALAY, at SURENDRANAGAR.