AA ( ડબલ એ ) ફાર્મ
AA ( ડબલ એ ) ફાર્મ
ડબલ એ ફાર્મ બુકિંગ જોવા માટેનું કેલેન્ડ છે વહેલા તે પહેલાના ધોરણે બુક કરાવો
🔴 કેટરીંગ વાળા અને ભટિયારના નંબર છે પાર્ટી એ જાતે ફોન કરીને પોતાની જરૂરીયાત પ્રમાણે પહેલાથી ઓર્ડર આપી શકે છે.
1. જુબેરભાઇ - મહેમદાવાદ - 9104897238 (ફાર્મથી 6 km)
2. ખલીલભાઇ ( રતનપુર ગામ ) 6351843463 , 9909183026 રતનપુરગામ ખેડા કેમ્પ પાસે છે, (ફાર્મ થી 8 km)
3. સરફરાજભાઇ ખેડામાં છે - 9638102635 (ફાર્મ થી 8 km)
સુવિધાઓઃ
સૌથી ઓછા રૂપિયામાં તમારા પ્રિયજનો/કુટુંબીજનો સાથે આનંદમય સમય પસાર કરો, એ પણ અમદાવાદથી નજીકના અંતરે.
ફાર્મ વપરાશનો સમય 24 કલાક માટે સાંજે 7 થી બીજા દિવસે સાંજે 7 વાગ્યા સુધી રહેશે , ફાર્મ વપરાશનો 12 કલાક માટેનો સમય સવારે 7 થી સાંજે 7 વાગ્યાનો રહેશે.
20*12નો હોલ, રુટીંગ ગદેલા આપવામા આવશે. જો રાત્રી રોકાણ માટે વધારાના ગાંદલા લેવા હોય તો તેનો અલગથી ચાર્જ લેવામાં આવશે.
સ્વિમીંગપુલમાં અમે કોઇપણ પ્રકારનું કેમિકલ નાંખતા નથી, સ્વિમીંગપુલનું પાણી સવારે બદલી કરી દેવામાં આવે છે.
ફીઝ આપવામા આવે છે.
ઓપન કિચન છે તેની સાથે અમે થાળ, વાટકા, ચમચા, ગેસની સગડી, 7 જમવાની પ્લેટ,ચા બનાવવા માટે બે તપેલી, ગરણી, ડોઇ , ચા રાખવા માટે કેટલી અમે આપીશું ગેસનો બાટલો પાર્ટીએ લાવવાનો રહેશે. વપરાયેલા વાસણો બરાબર ધોઇને સાફ કરીને મુકવાના રહેશે.
અમે ફોટોમા બતાવેલ વાસણો આપવામા આવશે તેના સિવાય વાસણોની જરૂર હોય તો પાર્ટીએ પોતાના ઘરેથી વાસણો લઇને આવવા.
25*25 નો સેડ જેની સામે જ સ્વિમીંગ પુલ પણ છે
બે બાથરુમ, બે ટોઇલેટ છે જેમા ઇંગ્લીશ ટોઇલેટનો પણ સમાવેશ થાય છે.
બાળકો માટે અલગથી સ્વિમીંગ પુલ
સ્વિમીંગ માટે હાઇકૉવ્લેટીની ટયુબ આપવામાં આવે છે.
સ્વિમીંગપુલમાં બે સીડી છે. ઉંમરવાળા લોકો પણ સ્વિમીંગપુલમાં ઉતરી શકે તેના માટે પગથિયા બનાવેલા છે અને સાથે દિવાલમાં પકડવા માટે પાઇપ પણ લગાવેલ છે.
બાળકો માટે લપસણી અને હિચકા છે.
એક મોટો ઝૂલો પણ રાખવામા આવ્યો છે.
ગામમાં દુકાનો છે ત્યા પાન-મસાલા, ઠંડાપીણા,આઇસ્કીમ,છાંસ અને બાળકો માટે નાસ્તાના પડીકા મળે છે.
દૂધની ડેરી છે ત્યા ચોખ્ખું દૂધ મળશે.
અમે પાંચ પાણીના કુલર આપીએ છીએ પાર્ટીએ પોતાના વાહનમાં ફાર્મના કેર ટેકર રમેશભાઇ સાથે જઇને પાણીના કુલર લાવવાના રહેશે.
સમસપુર ચાર રસ્તા પર પાન-મસાલ, ઠંડાપીણા, નાસ્તો, ગેરેજ અને પંચરની દુકાન પણ છે.
સમસપુર ચાર રસ્તા પર એક દવાખાનું પણ છે.
આપની સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી પણ લગાડેલા છે
રમેશભાઇ ફાર્મના કેર ટેકર છે.- 9714692483.
ફાર્મ વપરાશના નિયમોઃ
ફાર્મ પર કોઇપણ જાતની ગેરકાનૂની પ્રવૃતિ કરવી નહીં. જો કોઇ ગેરકાનૂની પ્રવૃતિ જણાશે તો તે જ સમયે ફાર્મ ખાલી કરાવી દેવામાં આવશે.
ફાર્મ પર કે તેની આસપાસમાં નશીલા પ્રદાર્થનું સેવન કરી શકાશે નહીં, જુગાર રમી શકાશે નહીં. કોઇ પણ પ્રકારની ગેરકાનૂની પ્રવતિ કરી શકાશે નહીં.
ફાર્મ પર કોઇપણ પ્રકારનું નુકશાન કરવું નહીં, નુકશાન કરનાર પાસેથી દંડ લેવામા આવશે.
કચરો ગમે ત્યા નાંખવો નહીં. કચરો કચરા પેટીમાંજ નાંખવું
વજુખાનામાં વાસણો ધોવા નહીં.
પુલમાં નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું.
ફાર્મ પર કોઇ અકસ્માત (ઘટના ) બને તો તેની જવાબદારી અમારી રહેશે નહીં.
સ્વીમિંગપુલમાં નાના બાળકોને હગીઝ પહેરાવેલી હાલતમા ઉતારવા નહીં
સ્વીમિંગપુલમાં એક પાર્ટી માટે એક વખત પાણી બદલી કરવામા આવે છે બીજી વખત પાણી બદલી કરવામા આવશે નહીં
ફાર્મની આસપાસના ખેતરોમાં નુકશાન કરવું નહીં કે જવું નહીં.
રાત્રીના સમયે મોટા અવાજે મ્યુઝિક વગાડવું નહીં.
આપની સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી પણ લગાડેલા છે
ફાર્મ પર કામ માટે રમેશભાઇનો સંર્પક કરવો. 9714692483.
એડવાઇઝરી
1. જરૂરી દવાઓ સાથે લઇને આવવું.
2. ગરમીમાં છાશ પીવી ,લીબું શરબત પીવું ,દહીં ખાવવું , કાચી કેરી ખાવી જેથી લૂ ના લાગે.
3. સ્વિમીંગપુલ કે બહાર એવી મસ્તી ના કરવી કે જેનાથી તમને કે અન્યને ઇજા પહોંચે.
4. કિંમતી માલસામાન લઇને આવવું નહીં.( સોના-ચાંદી - ડાયમંડના ઘરેણા પહેરીને આવવું નહીં )
5. તમારા કિંંમતી સામાનની તમારે કાળજી રાખવાની રહેશે.
6.ફાર્મ પર અપશબ્દો બોલવા નહીં કે અંદરો અંદર પણ લડાઇ ઝઘડા કરવા નહીં.
7. નાના બાળકોનું ખુબજ ધ્યાન રાખવું. ખાસ કરીનેે સ્વિમીંગપુલની પાસે બહુંજ ધ્યાન રાખવું. ..
🚗 નારોલ સર્કલ થી ખેડા ફાર્મ પર જવાનો રસ્તો (40 કિલોમીટર)
1.નારોલ સર્કલ થી ખેડા સર્કલ જવું (ધોળકા બ્રિજની નીચે ડાભી બાજુ ) ખેડા સર્કલ આવશે.
2.ખેડા સર્કલથી ખેડા કેમ્પ જવુ વચ્ચે હજરત ગેબન શહીદની દરગાહ આવે છે.
3.ખેડા કેમ્પ થી જમણી તરફ ખુમારવાડ તરફ જવું ત્યાથીં સીધા રોડ પર આગળ વધવુ.
4.ખુમારવાડ થી સીધા જ જવું નવી ગોઠાજ ગામ તરફનો બોર્ડ આવશે.
5.મગનપુરા પાટીયા - નવી ગોઠાજનો બોર્ડ આવશે બાજુમાં વડનું ઝાડ છે અને એક કરિયાણાની દુકાન છે ત્યાંથી જમણા હાથ પર દુકાન વાળા રસ્તે નવી ગોઠાજ ગામ તરફ જવુ સામે જ ફાર્મ દેખાશે.
6.નારોલ સર્કલ પર આવીને મેપ માટે કિંલક કરો 👇 મેપ https://maps.app.goo.gl/XeiCiWSB9XvtwQBGA
ફાર્મની બુકીંગ અને ખાલીની તારીખ
1_2 May - 1 તારીખ સાંજે 6 વાગ્યા થી 2 તારીખ સાંજે 6 વાગ્યા સુધી ઇમરાન ખાનનું બુકીંગ............
2_3 May - 2 તારીખ સાંજે 6 વાગ્યા થી 2 તારીખ સાંજે 6 વાગ્યા સુધી મિસ્બાહ નાઝનું બુકીંગ...........
2_3 May - 2 તારીખ સાંજે 6 વાગ્યા થી 2 તારીખ સાંજે 6 વાગ્યા સુધી ઇમરાનખાનનું બુકીંગ.............