જડીબુટ્ટી દ્વારા ગ્રહદોષ નિવારણ

ગ્રહદોષ ની તકલીફ માંથી બચાવ માટે જે ઉપાયો સૂચવવામાં આવેછે તેમાં મુખ્યત્વે ગ્રહને લગતા રત્ન ધારણ કરવાનું મુખ્ય છે.

જોકે આ રસ્તે ઉપાય કરવા માં બે બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એક એ કે સાચું શુદ્ધ અને જરૂરી રતી નું રત્ન મેળવવાનું મુશ્કેલ હોયછે અને બીજું કે તેની કિંમત પણ પોસાય તેમ હોવી જોઈએ. જ્યારે જાતક કપરા સંજોગો માંથી પસાર થતો હોય ત્યારે રત્ન નો ખર્ચ કરવો એક વધુ મુશ્કેલીરૂપ બની શકે.

બીજો ઉપાય જે તે ગ્રહને સંબંધી મંત્ર જાપ કરવાનો હોયછે. અહીં પણ સાચો ઉચ્ચાર થાય અને તે માટે જરૂરી સમય અને શ્રદ્ધા કેટલીકવાર કસોટી રૂપ બને છે.

આ સંજોગોમાં ઓછો સમય લે, જેની ખરાઈ પારખવી મુશ્કેલ ન હોય અને જે અતિ ખર્ચાળ પણ ન હોય તેવા ઉપાય ઇચ્છનીય બને છે. આ રીતે જોતા રંગ અને જડીબુટ્ટી દ્વારા ગ્રહદોષ નિવારણ ના ઉપાય વધુ સારા કહી શકાય.

જડીબુટ્ટી (હર્બલ) નો પ્રયોગ ગ્રહદોષ નિવારણ માં જુદી જુદી રીતે કરી શકાય. જડીબુટ્ટીની માળા કે માદળિયું બનાવી શરીરને સ્પર્શ કરે તે રીતે ધારણ કરવું, જડીબુટ્ટી નો ઉકાળો બનાવી દવાની જેમ માલીશ કરવી, સ્નાન નાં પાણીમાં જડીબુટ્ટીનો રસ ભેળવવો, જડીબુટ્ટી ને હોમિયોપેથીની ગોળીઓ સાથે રાખી તેની અસર વાળી ગોળીઓ ગળવી વગેરે.

જેઓની કુંડળી માં ગુરુ નબળો હોય તેઓ ઉપાય માટે પોન્ખરાજ નું નંગ સોનાની વીંટી માં બનાવવા જાય તો ઘણું મોંઘુ પડે છે વળી નંગ અસલી હોવા વિષે શંકા તો રહે જ. હવે તો નંગ ને બદલે આવા જાતક બદામ, કાજુ, અખરોટ જેવા સુકા મેવા નો ઉપયોગ કરે તો અસલી નકલી ની ઝંઝટ નહીં રહે.

જો થોડો સસ્તો ઉપાય કરવો હોય તો સુકી હળદળ નો ગાંઠીઓ નાડાછડી ના દોરમાં બાંધી ગાળા માં પહેરવો. દર ૨૦ દિવસે ગાંઠીઓ બદલવો.

કુંડળી માં શુક્ર નબળો હોવાના ઉપાય તરીકે સૂચવેલ હીરા (Dimond) ની વીંટી બનાવી હોય અને પછી તેના રિએક્શન્ માં પ્રેમ વગેરે લફરામાં ફસાઈ જાય કે દારુ વગેરે નશાની લત પડે અને છેવટે વીંટી વાપરવાની બંધ કરવી પડે.. જુનો હીરો કોઈ ખરીદે પણ નહીં એવા અનેક કિસ્સા જોવા મળશે.

હવે આ મોંઘા ઉપાય ને બદલે જાતક જો શતાવરી અને સફેદ મુસળી નો ઉપયોગ કરે તો આડ અસરનો ડર નિવારી શકાય. વરીયાળી સાથે સાકરના ટુકડા વાળો મુખવાસ વાપરવાથી પણ સારો ફાયદો થાય છે. દાડમ ના મૂળ ને અથવા ઉમરા ના લાકડાના ટુકડાને સફેદ દોરમાં બાંધી ગાળામાં માળા ની માફક પહેરવા થી પણ આડ અસર વિના સારો ફાયદો થશે.

કુંડળી માં શનિ નબળો હોવાના ઉપાય તરીકે નિલમ વાપરવાનું ઘણા ને કષ્ટદાયક સાબિત થાય છે. નિલમ ના નંગમાં થોડી પણ અશુદ્ધિ હોય તો ગંભીર આડ અસર થતી જોવા મળે છે.

તો નંગ ને બદલે જો શમી અથવા ખીજરી ના લાકડાના ટુકડાને ભૂરા રંગના દોરમાં બાંધી ગાળામાં માળા ની માફક પહેરવા થી પણ આડ અસર વિના સારો ફાયદો થશે.

જેઓની કુંડળી માં સૂર્ય નબળો હોય તેઓ પોતાના ઘરમાં સવાર સાંજ કપૂર નો ધૂપ કરે તો ફાયદો થશે. આ સિવાય આંખમાં ન જાય તે સાવચેતી રાખી સ્નાન કરવાના પાણીમાં પણ કપૂર ભેળવી શકાય.

મોંઘુ માણેક નું રત્ન ખરીદવા કરતાં આ ઉપાય સુલભ અને સસ્તો છે. આકડા નું મૂળ સફેદ દોરમાં બાંધી જમણા હાથ પર લોકીટ ની માફક પહેરવું. પારિજાતક કે મંદાર વૃક્ષ ની લાકડી નો પણ ઉપયોગ આજ રીતે માદળિયાં ની જેમ કરી શકાય.

જેઓની કુંડળી માં મંગળ નબળો હોય તેઓ માટે ઉપરછલ્લી રીતે જોઈને જ્યોતિષી ભાઈઓ મોટે ભાગે મૂંગા નું લાલ નંગ પહેરવાની ભલામણ કરતા હોય છે પરંતુ આ નંગ ની આડ અસર રૂપે જો ગુસ્સો આવવાનું વધી જાય તો વાપરવાનું બંધ કરવું હિતાવહ છે. તેને બદલે કપડાના નાના પાઉચમાં તજ ના લાકડાના નાના ટુકડા રાખવા. આ ઉપાય થી કોઈ આડ અસર થવાની સંભાવના રહેતી નથી.

જેઓની કુંડળી માં બુધ નબળો હોય તેઓ પન્ના નું નંગ ખરીદે તેના કરતાં તેઓ ફુદીનાની ચટણી, ચા માં તુલસી નો ઉપયોગ કરે. ભૃંગરાજ નું હેર ઓઈલ વાપરવાથી ફાયદો થશે. પાલક, મેથી અને તાન્દળજાની ભાજી શાક માં વધુ ઉપયોગ કરવો.

જેઓની કુંડળી માં ચંદ્ર નબળો હોય તેઓ શતાવરી અને સફેલ મૂસળી વાપરી શકે છે. સુખડ ના તેલ ની માલીશ કે અત્તર તરીકે ઉપયોગ કરી શકાય.જોકે આ ઔષધ પણ મોંઘું છે તેની સરખામણી માં ચંદન નું તિલક કપાળ માં બે આઈ બ્રો ની વચ્ચે કરવું પણ ફાયદા કારક થશે. ફણસ ના લાકડાનો નાનો ટુકડો સફેદ દોરમાં પરોવી હાથ ઉપર પહેરવો પણ એક અસરકારક ઉપાય છે.

જેઓની કુંડળી માં રાહુ નબળો હોય તેઓ એ ગોમેદ નું રત્ન ધારણ કરવા કરતા સુખડના લાકડાનો નાનો ટુકડો સફેદ દોરમાં બાંધી જમણા હાથ પર બાંધી થોડા દિવસ અખતરો કરવો. જો અનાયાસ ચિંતા વગેરે વધી જાય તો કાઢી નાંખવું. મીઠાના પાણી માં પગ ધોવા વગેરે ઉપાય અજમાવવા જેવા છે.

જેઓની કુંડળી માં કેતુ નબળો હોય તેમણે Cat's Eye કે લસણીયો નંગ વાપરવા કરતા અશ્વગંધા નું મૂળ કળા દોરમાં બાંધી ગળામાં માળા ની જેમ પહેરવું વધુ સરળ અને સસ્તું પડશે.