જન્માક્ષર અને ભવિષ્ય કથન

શું જન્માક્ષરના આધારે માણસનું ભવિષ્યકથન થઇ શકે ?

શું ગ્રહોની અસર માણસના જીવનની ઘટનાઓને પ્રભાવિત કરી શકે ?

આવા અનેક પ્રશ્નો તથાકથિત રેશનાલીષ્ટો કરતા હોય છે. બીજા પક્ષે સાવ નબળી મેધા ધરાવતા માણસો જ્યોતિષી બની બેઠા છે જેઓ પાસે આવા પ્રશ્નો નો ઉત્તર આપવાનું કૌવત હોતું નથી કે નથી હોતી જ્યોતિષ શાસ્ત્રની મર્યાદાઓ સ્વીકારવા જેટલી ખેલદિલી.

જ્યોતિષ અને આંકડાશાસ્ત્ર આ બંને વિષયો જે સારી રીતે જાણતો હોય, કર્મ, પ્રારબ્ધ અને સ્વતતંત્ર ઇચ્છાશક્તિ વિષે જેના ફંડા સાફ હોય(મોટા ભાગનાના હોતા નથી); જેઓએ પોતાના ઈશ્વરની વ્યાખ્યા બરાબર કરી હોય અને પોતાના શોખના વિષયને પણ critically analyze કરી શકે તેવા માણસો જ જ્યોતિષ સંબંધી આવા પ્રશ્નો નો જવાબ આપી શકે.

જન્માક્ષરના ગ્રહો તો કારના સ્પીડોમીટર માં દેખાતા આંકડા જેવા છે. મીટરની સોય ૮૦ બતાવતી હોય તો એ કારની સ્પીડ માટે સોય જવાબદાર નથી - મીટરને કાચ ન હોય અને તમે હાથથી પકડી સોયને ૮૦ ઉપર થી ફેરવી ૬૦ ઉપર ખસેડો તો તેથી કાઈ કારની સ્પીડ ઓછી થવાની નથી.

ખરેખર તો જન્માક્ષર જે તે વ્યક્તિ ના પૂર્વ જન્મનું બેલેન્સશીટ છે. તે પાછલા કર્મફળ નો સંભવિત ભોગવટો બતાવે છે. હવે તમે જો ચાલીસ વર્ષે જ્યોતિષ બતાવવા જાઓ ત્યારે તમે આ જીવન માં જે નવા કર્મો ઉભા કરેલ છે તેની નોધ આ બેલેન્સશીટમાં કરવાની કોઈ વિધિ જ્યોતિષ માં નથી. જ્યોતિષી તો બિચારો તમારા જન્માક્ષરના આધારે કથન કરે છે અને ખોટો પડે તેમાં કઈ નવાઈ ન હોવી જોઈએ. આમ જ્યોતિષ પૂર્વકર્મ પર આધારિત પ્રારબ્ધ દર્શાવે છે પણ તમે કેટલે અંશે તમારી સ્વતંત્ર બુદ્ધિ વાપરી આ જુના પ્રારબ્ધને Modified કરી ચુક્યાછો કે કરી શકો તેમ છો તે બાબત જન્માક્ષર કે જે જન્મ સમય આધારિત static document હોવાથી દર્શાવતો નથી.

જ્યોતિષ વિજ્ઞાન નથી, હજી સુધી તો નથી તેમ છતાં વિજ્ઞાનીક સાધનોનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ ગ્રહોની અસર નોધી શકે તેવા સાધનો ન જ બની શકે તેમ દાવો કરી શકાય નહિ.

જેમ જ્યોતિષ શાસ્ત્રનિ તેની મર્યાદાઓ છે તેમ કહેવાની guts જ્યોતીશીમાં હોવી જોઈએ તેવી જ રીતે જ્યોતિષની બાબતો ચકાસવા વિષે વૈજ્ઞાનિક સાધનો ની અસમર્થતા સ્વીકારવાની ર્તૈયારી વિજ્ઞાનવાલાઓ રાખે તે આવકાર્ય છે.

બિચારા બધા જ્યોતિષીઓ બદમાશ હોતા નથી પણ તેમનામાં જે તે વિષય ની મૂળભૂત માન્યતાઓને પડકારવાની મૌલિક સુઝ હોતી નથી.

જોકે બધા સુખ-દુખ નો આધાર વ્યક્તિ ની માન્યતાઓ અને તેના સમાજની રૂઢીઓ પર આધારિત હોય છે. એક સામાન્ય અમદાવાદી એકાદવાર બીયર પીવે તો પણ ગુનો કર્યો હોય તેમ આત્મવન્ચના થી પીડાય જ્યારે અમેરીકન પોતાના મહેમાનને શરાબ પીરસી ખુશ થાય...! હવે જો દુખ છેવટે માનસિક હોય તો પછી જ્યોતિષી કોઈ ઉપાય કરે અને તેનાથી વ્યક્તિ ના મનમાં આશાવાદી વાતાવરણ ઉભું થતું હોય તો તેનામાટે દુખને સહી લેવામાં મોટો ટેકો થયો સમજવામાં કાઈ ખોટું નથી. ડોક્ટરો પણ pain-killer ક્યા નથી આપતા ? રેશનાલીસ્તો ને સામાન્ય માણસનો દુઃખનો ઉપાય ઝૂંટવી લેવાનો કોઈ અધિકાર હોઈ શકે નહિ...!

આપ શું વિચારો છો ?