શનિ ની સાડા સાતી

જાતકના જન્મ સમયે ચંદ્ર જે રાશીનો હોય તે રાશિથી ગોચર શનિ જ્યારે બારમી રાશિમાં, ચંદ્ર્નીજ રાશિમાં તથા ચંદ્ર ની રાશિથી બીજી રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે જે તે જાતકને શનિની સાડાસાતી લાગુ પડી કહેવાય છે

શનિને એક રાશી પસાર કરવામાટે અઢી વર્ષ લાગે છે તેથી ત્રણ રાશી પસાર કરતા તેને સાડા સાત વર્ષ લાગેછે. આ સમય ગાળા ને શનિની સાડાસાતી કહે છે.

જાતકના જન્મ સમયે ચંદ્ર જે રાશીનો હોય તે રાશિથી ગોચર શનિ જ્યારે બારમી રાશિમાં, ચંદ્ર્નીજ રાશિમાં તથા ચંદ્ર ની રાશિથી બીજી રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે જે તે જાતકને શનિની સાડાસાતી લાગુ પડી કહેવાય છે.દા .ત. જો તમારા જન્મ સમયે ચંદ્ર મેષ રાશિમાં હોય તો જયારે જયારે ચંદ્ર મીન, મેષ અને વૃષભ રાશિમાંથી પસાર થાય ત્યારે ત્યારે તમે શનિની સાડાસાતી નીચે છો તેમ કહેવાશે.

શનિને એક રાશી પસાર કરવામાટે અઢી વર્ષ લાગે છે તેથી ત્રણ રાશી પસાર કરતા તેને સાડા સાત વર્ષ લાગેછે. આ સમય ગાળા ને શનિની સાડાસાતી કહે છે.

સાડાસાતી નું નામ પડતાજ ભલભલા ચમરબન્દીઓનાં ગાત્રો ઢીલા પડી જાય છે.

શનિની પનોતીથી તમારે જરાય ગભરાઈ જવાની જરૂર નથી. આ માટે આપને શનિનું કર્તવ્ય તથા તેની કાર્ય પદ્ધતિ સમજી લેવી જરૂરી છે.શનિ કાઈ તમને કષ્ટ આપી પીડા પહોંચાડનાર દુશ્મન નથી. શનિ તો આપના અસ્તિત્વને નિખાર આપવા આવે છે.

જે લોકો ની કુંડળી માં જન્મથી જ શનિનો પ્રભાવ વધુ હોય તેમનો સ્વભાવ અન્યની સરખામણી માં મૃદુ હોય છે, સ્વાભિમાન ની ભાવના તેમનામાં બહુ પ્રબળ હોતી નથી તથા તેઓને જે કાઈ પ્રાપ્તિ થાયછે તેનો શ્રેય તેઓ ઈશ્વરની કૃપાને ગણતા હોય છે. આનો અર્થ એ કરી શકાય કે તેઓએ તેમના પૂર્વજન્મોમાં એવા અનુભવો કરીલીધા છે જેથી તેમનામાં અહંકાર ની માત્રા ઓછી છે. આવા જાતકોને શનિએ વધુ કાઈ શીખવવાનું હોતું નથી તેથી તેમને શનિ ની પનોતી દરમિયાન વધુ કપરી કસોટી આપવાની રહેતી નથી.


શનિ ની પનોતી દરમિયાન કયા વિષયની તકલીફ પડશે તે સમજવું હોય તો એ શોધી કાઢવું પડે કે જાતકને કઈ બાબતનું ગૌરવ વધુ છે. જાતક જેને સામાન્ય રીતે પોતાનું ગૌરવ માનતો હોયછે તેને અન્ય લોકો અહંમભાવ તરીકે જોઈ શકે છે. જે બાબત જાતક ને ગર્વ હશે તે બાબતને શનિદેવ ચોટ પહોંચાડે છે

શનિ ની પનોતી દરમિયાન કયા વિષયની તકલીફ પડશે તે સમજવું હોય તો એ શોધી કાઢવું પડે કે જાતકને કઈ બાબતનું ગૌરવ વધુ છે. જાતક જેને સામાન્ય રીતે પોતાનું ગૌરવ માનતો હોયછે તેને અન્ય લોકો અહંમભાવ તરીકે જોઈ શકે છે. જે બાબત જાતક ને ગર્વ હશે તે બાબતને શનિદેવ ચોટ પહોંચાડે છે. જેમકે કોઈ પોતાના શરીર સૌષ્ટવ પર મુસ્તાક હોય તો પનોતી દરમિયાન તે શારીરક રીતે દુર્બળ બને તેવું બને. કોઈ પોતાના દેખાવ વિષે પોતાને બીજાઓથી 'જરા હટકે ' સમજતું હોય તો પનોતી દરમિયાન તેમની પર્સનાલીટી બગડે તેમ બની શકે. જેઓ વધુ સ્વમાની હોય તેવાઓને એવા સંજોગો નો સામનો કરવો પડેછે જ્યાં તેમને બીજાઓની મદદ મેળવવા હાથ લાંબો કરવો પડે. જેઓ પોતાની બુદ્ધિ, નિર્ણયશક્તિ, કાબેલિયતથી લોકો ને આફરીન કરાવતા હોય તેઓ પનોતી દરમિયાન નિર્ણય કરવામાં અભૂતપૂર્વ લોચા મારે અને સમાજ માં હાસ્યાસ્પદ બની શકે.. ધનિકો ના ધનની અને સત્તાધીશોની સત્તાની આણ ઓસરી જાય.. પોતાના ચરિત્ર કે શીલ માટે વેંત ઉંચા ચલાનારના દામન પર ડાઘા પડે છે.

મનુષ્ય ની મનો-ચેતના ને ઉચ્ચ સોપાન પર લઇ જવા તેનામાં પ્રવેશેલ મદ,મત્સર અહંકાર ને સમયાંતરે સાફ કરવાનું કામ શનિદેવ કરેછે. જે શનિદેવ થી આપને ડરીએ છીએ અને પનોતીનું નામ પડતા ગભરાઈ જઈએ છીએ - ખરે ખરતો આપણે તેમનુ સ્વાગત કરવું જોઈએ. પનોતી એતો સુવર્ણ ની અગ્નિ પરીક્ષાનું પર્વ છે.

જાતકની કુંડળી માં શનિ જે સ્થાનમાં હોય તે સ્થાન બાબતે નુકશાન ઓછું પરંતુ શનિથી ત્રીજા, સાતમા અને દસમા સ્થાન પર જ્યાં શનિ દ્રષ્ટિ કરે છે તે સ્થાન ની બાબતો વિષે વધુ અસુવિધા ઉભી થાય છે.


જેમની જન્મ કુંડળી માં શનિ તુલા રાશીનો હોય તેઓ મૂળભૂત રીતે આધ્યાત્મિક વિચાર-વર્તન વાળા હોયછે અને તેથી તેમના માટે પનોતી દરમિયાન વધુ કઠોર પાઠ શીખવાના હોતા નથી. જેમનો શનિ સારો હોય તેમના માટે જેમ પરીક્ષા પહેલા વીદ્યાર્થી માત્ર રિવિઝન કરેછે તેવા અલ્પ અનુભવોથી પનોતી દરમીયાન તેમના સ્વભાવ પુન: શુદ્ધ થઇ જાય છે.

મકર અને કુંભ રાશિ શનિની પોતાની રાશિ છે તેથી ના જાતકો શનિ સાથે જન્મથી જ સંબંધ ધરાવે છે. વૃષભ અને તુલા રાશિઓના જાતકો માટે શનિ યોગ કારક બનતો હોવાથી શુભ રહે છે. તેજ રીતે જેમની જન્મ કુંડળી માં શનિ તુલા રાશીનો હોય તેઓ મૂળભૂત રીતે આધ્યાત્મિક વિચાર-વર્તન વાળા હોયછે અને તેથી તેમના માટે પનોતી દરમિયાન વધુ કઠોર પાઠ શીખવાના હોતા નથી. જેમનો શનિ સારો હોય તેમના માટે જેમ પરીક્ષા પહેલા વીદ્યાર્થી માત્ર રિવિઝન કરેછે તેવા અલ્પ અનુભવોથી પનોતી દરમીયાન તેમના સ્વભાવ પુન: શુદ્ધ થઇ જાય છે.

શનિ ગોચરમાં જે જે ગ્રહો ઉપરથી પસાર થાય તે તે ગ્રહોની કારકત્વ ઉપર અડચણો ઉ\ભી થાય છે. જેમ કે ગુરુ ઉપરથી પસાર થતો શનિ સંતાન, વિદ્યાપ્રાપ્તિમાં, જીવન ની બધી સુખાકારીમાં મુશ્કેલીઓ ઉભી થાયછે. મંગળની ઉપરથી પસાર થાય ત્યારે ધન, જમીન, સુરક્ષા વ્યવસ્થામાં તકલીફ થાય છે. સુર્ય ઉપરથી પસાર થાય ત્યારે પદ સત્તા માં મુશ્કેલી આવે છે. શુક્ર ઉપરથી પસાર થતો શનિ દામ્પત્ય જીવન માં ઉણપ ઉભી થાયછે.

શનિ ની પનોતી દરમિયાન જાતકને લાગેછે કે તેને તેનીમહેનતનું વળતર મળતું નથી. પરંતુ આ કાઈ નુકસાન નથી. આતો ખેતરમાં ખેડ કરવા જેવી સ્થિતિ છે. પનોતી દરમિયાન મહેનતનું ફળ મુલતવી રહે છે - જ્યારે પનોતી પૂરી થાય ત્યારે બધું વળતર વ્યાજ સાથે મળે છે.

શનિ ની પનોતી દરમિયાન જાતકને લાગેછે કે તેને તેનીમહેનતનું વળતર મળતું નથી. પરંતુ આ કાઈ નુકસાન નથી. આતો ખેતરમાં ખેડ કરવા જેવી સ્થિતિ છે. પનોતી દરમિયાન મહેનતનું ફળ મુલતવી રહે છે - જ્યારે પનોતી પૂરી થાય ત્યારે બધું વળતર વ્યાજ સાથે મળે છે.

પનોતી માં કઈ બાબતે દુ:ખ ઉભું થાય તે આપણે જોયું. હવે આ દુખ નો અનુભવ કેટલો તીવ્ર હશે અને સમય ગાળો કેટલો લાંબો હશે તે જોઈએ.

શનિ નો ઉદ્દેશ્ય આપણી અહમ વૃત્તિ ને સુધારવાનો છે તેથી જેવા આપણે સત્ય સમજી લઈએ છીએ કે તુરત શનિ દ્વારા ઉભી થયેલ કસોટી પૂરી થઇ જાય છે. જે બાબત તમે ગર્વિષ્ટ હો તે બાબતે નમ્ર બનો - અભિમાન છોડો અને શનિદેવ તમને છોડી દેશે. તેઓ તમારા માનસિક સ્તર ઉપર કામ કરેછે તેથી તેમને તમે છેતરી શકો નહિ - ખરે ખર દિલથી સાલસ થવાનું છે. જો તમે શનિદેવ નો ઈશારો સમજશો નહિ અને જીદ કે અહં છોડશો નહિ તો પનોતી દરમિયાન પડતી મુશ્કેલીઓ વધુ ને વધુ કપરી થતી જશે.

જેમને શારીરિક ઈજા - સર્જરી થાય - પગમાં ફ્રેક્ચર થાય - ચાલવા માં ખોડ ઉભી થાય તેમનો અભ્યાસક્રમ વધુ કઠીન છે તેમ સમજી તેઓ એ પોતાનું અંતરમન સાફ કરી અહમ ને સદંતર દુર કરવામાં લાગી જવાની જરૂર છે.

જેમને શારીરિક ઈજા - સર્જરી થાય - પગમાં ફ્રેક્ચર થાય - ચાલવા માં ખોડ ઉભી થાય તેમનો અભ્યાસક્રમ વધુ કઠીન છે તેમ સમજી તેઓ એ પોતાનું અંતરમન સાફ કરી અહમ ને સદંતર દુર કરવામાં લાગી જવાની જરૂર છે.

શનિની સાડાસાતીમાં રાહત માટે કરવામાં આવતા ઉપાયો ને સમજી ને કરવામાં આવે તો વધુ સુંદર પરિણામ મળે છે.

નીલમ રત્ન શનિનું ગણાયછે પરંતુ તેનું વજન અને શુદ્ધિ પારખવામાં ભૂલ થાય તો ગંભીર રીએક્શન થતા જોવા મળેછે તેથી આવા ઉપાય કરવા ને બદલે શનિદેવના મંત્ર કે સ્તુતિના જાપ કરવા વધુ હિતાવહ છે. મંત્ર કે સ્તુતિ માં ઉલટો પ્રભાવ થવાનું જોખમ હોતું નથી.

જેમને ઘુટણમાં કે ઢીંચણમાં દુખાવો ચાલુ થયો હોય તેમણે અડદની દાળ, કઠોળ વગેરે નો ઉપયોગ ઓછો કરવો. તેનું દાન કરવું. કારણ કે આ વસ્તુઓ વાયુજન્ય છે અને શનિ ની પ્રકૃતિ પણ વાયુ છે. જયારે પનોતી ચાલતી હોય ત્યારે વાયુ નો ગુણ ઓછો કરવો ફાયદાકારક બનશે. અગર આવી ચીજો ખાવી પડે તો તેમાં કાચું તેલ ઉપરથી નાખી ખાવી. કાચા તેલ થી વાયુ નું શમન થાયછે. આ જ રીતે વાયુ નું શમન કરવા હિન્દુઓ શનિવારના દિવસે હનુમાનજીની મૂર્તિના ડાબા પગ નીચે રહેલ પનોતીના પથ્થર ઉપર તેલ ચઢાવે છે. હનુમાનજી ની મૂર્તિ ઉપર લગાડવામાં આવતું સિંદુર મર્ક્યુરી એટલેકે બુધ છે જે શનિ નો મિત્ર હોવાથી પનોતીમાં રાહત મેળવવામાં સહાયક બનેછે.

ઘરડા અને અપંગ દરીદ્રોમાં શનિનું પ્રતીનીધીત્વ હોવાથી તેઓની સેવા કરવાથી શનિદેવ ની અનુકંપા મેળવી શકાય છે.

લોખંડની ચીજો શનિ નિર્દેશિત હોવાથી તેનો ઉપયોગ કરવાને બદલે તેનું દાન કરવાનું વધુ હિતાવહ છે. કેટલાક જ્યોતિષી મિત્રો લોખંડ ના પાત્રમાં ભોજન કરવાનું કહે છે જે ઠીક નથી શનિનો પ્રભાવ આરીતે ખોરાક સાથે ભેળવવો હિતાવહ નથી વળી તેમ કરવા માં ફૂડ પોઈઝન થવાનો ડર પણ રહે છે.

નીલમ રત્ન શનિનું ગણાયછે પરંતુ તેનું વજન અને શુદ્ધિ પારખવામાં ભૂલ થાય તો ગંભીર રીએક્શન થતા જોવા મળેછે તેથી આવા ઉપાય કરવા ને બદલે શનિદેવના મંત્ર કે સ્તુતિના જાપ કરવા વધુ હિતાવહ છે. મંત્ર કે સ્તુતિ માં ઉલટો પ્રભાવ થવાનું જોખમ હોતું નથી.