કોઈ જીવનભર સાથ આપે છે કોઈ છૂટા પડી જાય છે..

જીવન માં કોઈ આવી મળે અને તેની સાથે ભવો-ભવ નો સંબંધ તાજો થઈ જાય.. કોઈ ની સાથે પ્રેમ થાય ને પછી લાખ પ્રયાસ કર્યે પણ સાથે રહી શકાય નહીં.. સંબંધ સાચવી શકાય નહીં .. એક વાર જેમાંથી આનંદની વર્ષા થતી હોય તેવા સંબંધ માત્ર ને માત્ર અસહ્ય પીડા આપતા કેમ બની જાય છે ? તો શું અહી બધુ અંધેર ચાલે છે ? એવો પ્રશ્ન જરૂર થાય ..

આપણને જોઈતું અને ભાવતું આપણાથી દૂર થઇ જાય ત્યારે થોડો સમય આવું જ લાગે - પણ દીર્ઘ દ્રષ્ટિએ જોઈએ ત્યારે સમજાય છે કે 'જે બન્યું તે જ ન્યાય.." જે થશે તે પણ કલ્યાણકારી જ હશે. અન્યથા જો બધું આપની ઈચ્છા મુજબ બનતું જાય તો તો ધરતી રસાતાળ જાય...

આ જગતમાં જીવન એક મહા-યોજના મુજબ ચાલે છે. તેમાં કર્મનો સિદ્ધાંત અને સમગ્ર માનવ જાત ના વિકાસ નો સિદ્ધાંત સાથે મળી કામ કરે છે

જીવન ને સમગ્ર રીતે જોઈએ છીએ ત્યારે જણાય છે કે પૂર્વ-જન્મ ના પરસ્પર વ્યવહાર માંથી ઉભા થતા લેણ-દેણ ના હિસાબે વ્યક્તિઓ વચ્ચે જુદા-જુદા સ્વરૂપના સંબંધ સ્થપાય છે.

ઘણા ઘનિષ્ઠ અને દીર્ઘ-કાલીન ઋણાનુબંધ સિવાય 'પતિ-પત્ની' બની શકાય જ નહિ. થોડા અલપ-ઝલપ કક્ષાના લેણ-દેણથી મિત્રતા 'લવ' વિગેરે સંબંધો ઉભા થાય અને ઋણ પૂરું થયે છૂટા પડવાનું થાય તેમ બની શકે - હવે તમારી પત્ની કે પતિ બની ને જીવવા જેટલા ઘેરા લેણ-દેણ વાળી વ્યક્તિ સુધી તમે જીવનમાં પહોંચી ન જાઓ ત્યાં સુધી ખોટા દરવાજે દસ્તક દેવા પડે અને ત્યાંથી નિરાશ થઇ પાછા વળવાનું પણ થાય...આ માટે કોઈ સગા, કોઈ મિત્ર, કોઈ વડીલ, કોઈ પડોશી કે કોઈ જ્યોતિષીએ નિમિત્ત બનવું પડે છે.

મનમાં પુરો વિશ્વાસ રાખો કે જો એજ વ્યક્તિ તમારી પત્ની કે પતિ બનવા સર્જાઈ હશે - તમારી સાથે મળી સંસારમાં બીજા જીવો ને જીવન બક્ષવા નું ઋણાનુંબંધ લઈને જો તે જન્મી હશે તો જગતની કોઈ શક્તિ તમને બન્ને ને એક થતા રોકી શકશે નહિ - કારણ કે તમારા ભાવી સંતાનોની પેઢીને જીન્સમાં જે ગુણ જોઈએ તે માટે તમારું દેહિક-મિલન એક ખાસ વ્યક્તિ સાથે થાય તે અનિવાર્ય બની જાય છે.

તેનાથી વિપરીત - જો તેનું લેણ-દેણ માત્ર પ્રેમી બનવા સુધી જ માર્યાદિત હશે તો ..તે લેણ-દેણ પૂરી થયે કોઈ ઉપાયે પણ તે તમારી સાથે રહી શકે નહિ...

તેથી મારી તમને સલાહ છે કે જેમના મનમાં શંકા ઉભી થઇ છે તેમને સમજાવવાનો ભરપુર - બને તેટલો પુરો પ્રયત્ન કર્યા પછી છેવટે ઉપરવાળા ઉપર છોડવાનું મન બનાવવું રહ્યું. તેનાથી તમે સમતામાં જીવી શકશો અને જીવનના બીજા ક્ષેત્રમાં તમારી જે ફરજો છે તે ચુકી જવામાંથી બચી જશો.

આજે એ વ્યક્તિ સિવાય જીવવા વિષે તમારી જે વેદના છે તમારો જે આક્રોશ અને ઉદ્વેગ છે તેને એક કાગળમાં લખી રાખો અને તેને ૪-૫ વર્ષ પછી વાંચજો - તમને જરૂર તમારી જાત ઉપર હસવું આવશે ..