Responsibilities

(અ) સેનેટ સભાની કામગીરી

- સેનેટ સભાની કામગીરીમાં સેનેટ સભાની તારીખ નક્કી કરવા માટે ગવર્નરશ્રીને પત્ર લખવો.

- સેનેટ સભાની કામગીરીનો કાર્યક્રમ તૈયાર કરવો.

- સેનેટ સભાની નોટીસ સભ્યશ્રીઓને મોકલવી.

- એજન્ડા સભ્યશ્રીઓને તૈયાર કરી મોકલવો.

- પ્રશ્નોતરી કમિટિની મીટીંગ બોલાવવી.

- પ્રશ્નોતરીના જવાબો તૈયાર કરી સુધારા સાથેની યાદી સભ્યશ્રીઓને મોકલવી.

- સેનેટ સભા પૂર્ણ થયે સેનેટ સભાની મીનીટ્સ તૈયાર કરવાની કામગીરી.

- મીટીંગ સમયે જરૂર પડ્યે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવાની કામગીરી.

(બ) સિન્ડિકેટ સભાની કામગીરી

- સિન્ડિકેટ સભાની તારીખ અને સમય નક્કી કરવા માટે નોંધ મુકવી.

- સિન્ડિકેટ સભાની નોટીસ તૈયાર કરી સભ્યશ્રીઓને મોકલવી.

- સિન્ડિકેટ સભ્યશ્રીઓ એજન્ડા તૈયાર કરી મોકલવો.

- સિન્ડિકેટ સભાની વ્યવસ્થા માટે રિલેટેડ વિભાગને પત્ર લખવો.

- સિન્ડિકેટ સભા પૂર્ણ થયે સિન્ડિકેટ સભાની મીનીટ્સ તૈયાર કરવાની કામગીરી.

- મીનીટ્સ તૈયાર કરી સભ્યશ્રીઓને તથા દરેક વિભાગને ઈ-મેઈલ મારફત મોકલવાની કામગીરી.

- ઠરાવના અનુસંધાને કોમ્પ્લાઈન્સ રીપોર્ટ માટે વિભાગોને પત્રો લખવા.

- મીટીંગ સમયે જરૂર પડ્યે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવાની કામગીરી.

(ક) અન્ય કામગીરી

- સેનેટ સભ્યશ્રીઓના જાહેરનામાની (સેનેટ પડે જાહેર/બંધ કરવાની) કામગીરી.

- સિન્ડિકેટ વિભાગનો વાર્ષિક અહેવાલ તૈયાર કરવાની કામગીરી.

- વર્ષ દરમ્યાન મળેલ સિન્ડિકેટ અને સેનેટ સભાની મીનીટ્સનું છાપકામ કરાવડાવી, બંચ બનાવી દરેક વિભાગોને મોકલવાની કામગીરી.

- સિન્ડિકેટ વિભાગમાં આવતી આર.ટી.આઈ.ની કામગીરી.

- ઠરાવના અનુસંધાને કોમ્પ્લાઈન્સ રીપોર્ટનાં આવેલ જવાબો એકત્રિત કરી કોમ્પ્લાઈન્સ રીપોર્ટ તૈયાર કરી આગામી સિન્ડિકેટ સમક્ષ રજૂ કરવા.