Ganpat University -Lincoln University(USA)

Offer Collaborative Program on

B.Sc Biomedical Science/BS Diagnostic Imaging

Seminar By Expert of Lincoln University, Date: 01/07/2019 , Time: 9:00 AM

Venue: Ganpat University Central Office, Ganpat Vidyanagar,Mehsana



ગુજરાતમાં સૌપ્રથમવાર

અમેરિકાની લિંકન યુનિવર્સિટીના સહયોગમાં

ગણપત યુનિવર્સિટી દ્વારા બાયોમેડિકલ સાયન્સ ના કોર્સનો પ્રારંભ

---------------------------------------------------------------------------------------------------------------------------------------

બી.એસ. સી. ની ડીગ્રી માટેના આ અભ્યાસક્રમમાં મેડિસિન, મેડિકલ ઇમેજિંગ અને ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ ઉપરાંત હેલ્થકેર સંબંધિત સંશોધનની પ્રવિણતા કેળવવા તેનું શિક્ષણ આપીને વિદ્યાર્થીને વૈશ્વિક કક્ષાની કારકિર્દી માટે સજ્જ કરાશે.

---------------------------------------------------------------------------------------------------------------------------------------

આજની મોડર્ન હોસ્પિટલ માત્ર હોસ્પિટલ નહીં પરંતુ આધુનિક સાધનોથી સજ્જ હેલ્થકેર સિસ્ટમ છે. આજના જમાનામાં સ્વસ્થ સમાજ નિર્માણના પાયામાં સ્વાસ્થ્ય કેન્દ્રો (હોસ્પિટલો) નો બહુ મોટો ફાળો રહ્યો છે. ૨૧ મી સદી ની હોસ્પિટલ બાયો મેડિકલ વિભાગ વિનાની કલ્પી નથી શકાતી, અને એટલે જ સમયની જરૂરિયાતને પારખીને ગણપત યુનિવર્સિટી દ્વારા આ નવા અને કારકિર્દીથી ભરપૂર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તકો ધરાવતા કોર્સનો પ્રારંભ કરવામાં આવે છે

કોણ મેળવી શકશે બી.એસ.સી. બાયોમેડિકલ કોર્સમાં એડમિશન?

ધોરણ 12 સાયન્સ (બી ગ્રુપ) બાયોલોજી સાથે પાસ કરનાર વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે. પ્રવેશ માટે વિદ્યાર્થી ગણપત યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે.

બી.એસ.સી. બાયોમેડિકલનો આ કોર્સ કોણે ડિઝાઇન કર્યો અને તેની વિશેષતા શું છે?

આ કોર્સની રચના ગણપત યુનિવર્સિટી અને અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત લિંકન યુનિવર્સિટીની વિદ્વાન અને અનુભવી પ્રોફેસરોના સંયુક્ત પરામર્શ દ્વારા કરવામાં આવી છે.

આજે પુરા વિશ્વમાં શ્રેષ્ઠ હેલ્થ કેર સર્વિસ અને નિષ્ણાત ડોક્ટર્સની ભારે માંગ ઊભી થઈ છે. લોકોની સુખાકારી વધી છે તો સામે લાઇફ-સ્ટાઇલમાં આવેલા પરિવર્તનોને કારણે સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોમાં પણ ઉમેરો થયો છે. ભારતમાં હેલ્થ ટૂરિઝમ વિકસી રહ્યું છે જેના કારણે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી બાયોમેડિકલ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથરેટ પ્રતિવર્ષ વધતો રહે છે, પરિણામે બાયોમેડિકલ કોર્સ કરીને નિષ્ણાત પ્રોફેશનલ તરીકે સજ્જ થતા વિદ્યાર્થીઓ માટે દેશમાં અને વિદેશમાં નોકરીની વિશાળ તકોનું સર્જન થયું છે.

અમેરિકાની લિંકન યુનિવર્સિટી સાથેના ગણપત યુનિવર્સિટીના સહયોગથી વિદ્યાર્થીઓને વિશેષ શું લાભ મળી શકે છે?

આ કોર્સ બી.એસ.સી. બાયોમેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ ગણપત યુનિવર્સિટીમાં પ્રથમ અથવા દ્વિતીય વર્ષ પૂર્ણ કરી પછી અમેરિકાની લિંકન યુનિવર્સિટીના બી.એસ- ડાયગ્નોસ્ટિક ઇમેજિંગના ચાર વર્ષના કોર્સમાં પ્રવેશ મેળવી શકશે અને ગણપત યુનિવર્સિટીના બી.એસ.સી. બાયોમેડિકલના જે એક કે બે વર્ષ પુરા કર્યા હોય એટલા વર્ષ લિંકન યુનિવર્સિટીના ચાર વર્ષમાંથી ઓછા ભણવા ના રહેશે અને લિંકન યુનિવર્સિટીની ડિગ્રી પ્રદાન કરવામાં આવશે.

બી.એસ.સી. બાયોમેડિકલ કે લિંકન યુનિવર્સિટીની બી.એસ. ડાયગ્નોસ્ટિક ઇમેજિંગની ડીગ્રી મેળવ્યા પછી કારકિર્દી - નોકરીની કેવી તકો સુલભ બની શકે છે?

બી.એસ. ડાયગ્નોસ્ટિક ઇમેજિંગની લિંકન યુનિવર્સિટીની ડિગ્રી પછી વિદ્યાર્થીઓને અમેરિકામાં ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ પ્રેક્ટિશનર તરીકે ઉચ્ચ પગારે કારકિર્દી બનાવવાની વિશેષ તકો રહેલી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને અમેરિકામાં મેડિકલ ક્ષેત્રે પણ વધુ અભ્યાસ કરી તબીબી શાખાની ‘ડોક્ટર’ જેવી ડીગ્રી મેળવવાની પણ તકો પ્રાપ્ત થઈ શકે છે.

બી.એસ.સી. બાયોમેડિકલ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભારતમાં પણ હેલ્થકેર ક્ષેત્રે, મેડિકલ અને બાયોમેડિકલ રિસર્ચ, ક્લિનિકલ રિસર્ચ, ફાર્મા અને બાયોટેકનોલોજી રિસર્ચ, ડાયગ્નોસ્ટિક લેબોરેટરી ક્ષેત્રે વિપુલ તકો સુલભ છે!

બી.એસ. ડાયગ્નોસ્ટિક ઇમેજિંગની ડિગ્રી મેળવ્યા પછી વિદ્યાર્થી અમેરિકા ખાતે કોલેજમાં પ્રોફેસર, રિસર્ચર, મેનેજર તરીકે કામ કરી શકવા ઉપરાંત જનરલ તથા સર્જીકલ હોસ્પિટલમાં સોનોગ્રાફર તરીકે પોતાનો પ્રાઇવેટ બિઝનેસ પણ કરી શકે છે.

યુ.એસ બ્યૂરો ઓફ લેબર સ્ટેટેસ્ટિકના મત પ્રમાણે સોનોગ્રાફરનો એવરેજ વાર્ષિક પગાર 76,550 ડોલર અથવા 36.80 ડોલર પ્રતિ કલાક થાય છે. ગત વર્ષ સુધીમાં 35,300 પ્રોફેશનલ ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ એક્સપર્ટની જરૂરિયાત ઉભી થઈ હતી જે એના આગલા વર્ષ કરતા 22% વધારે હતી. ઇંગ્લેન્ડની એક માનવ સંસાધન ક્ષેત્રેની નિષ્ણાત સંસ્થાના અંદાજ પ્રમાણે આગામી વર્ષમાં આ વ્યવસાયનો વિકાસ દર લગભગ 17 % જેવો રહેવા પામશે.

Aerial Walkthrough of Ganpat University Campus

Watch this video of 300 acres, lush green, high-tech and modern campus of Ganpat University

A Collaboration Agreement between Lincoln university,USA and Ganpat University, India

Vikram Neil Sports Academy

Watch this video of Ultra-modern Sports Academy and Sporting Facilities at Ganpat University

Life Philosophy of President Shri Ganpatbhai Patel

Watch this film of the life philosophy and contribution of Shri Ganpatbhai Patel (Padma Shri awardee)