સરકારી વિનયન કોલેજ, બાયડ ખાતે B.A. SEM-1 માં ADMISSION માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://forms.gle/HjF1VLuGeXTkqoKr8
(૨). તમામ વિદ્યાર્થીઓને ઇ-મેઇલ એડ્રેસ પર અથવા ટેક્ષ્ટ એસ.એમ.એસ દ્વારા ફી અંગેની સુચના તથા લિંક મોકલી આપવામાં આવશે.
(૩). મુજબ દરેક વિદ્યાર્થીએ આપેલ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન ફી ભરી પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનો રહેશે. નિયત સમય મર્યાદામાં ફી નહિં ભરનાર વિદ્યાર્થી પ્રવેશ મેળવવા માંગતા નથી અને પોતાનો પ્રવેશ હક જતો કરે છે તેમ માની અન્ય વિદ્યાર્થીને તે સીટ પર પ્રવેશ આપવામાં આવશે.
વધુ વિગત માટે આ website ની મુલાકાત લેતા રહેવી.
૧. સંસ્કૃત
૨. ગુજરાતી
૩. હિન્દી
૪. ઇતિહાસ
૫. અર્થશાસ્ત્ર
૬. સમાજશાસ્ત્ર
૭. આંકડાશાસ્ત્ર (ગૌણ)
આ વિષયો સાથે આપે નીચે મુજબના વિષય ગ્રુપમાંથી આંકડાશસ્ત્ર સિવાય કોઇ એક મુખ્ય વિષય પસંદ કરવાનો રહેશે. પણ કોલેજે નીચે મુજબના વિષય ગ્રુપ નિર્ધારીત કર્યા હોવાથી વિદ્યાર્થીઓએ તે મુજબ જ ગ્રૂપ પસંદગી કરવાની રહેશે. યુનિવર્સિટી દ્વારા કુલ ૫ (પાંચ) ડિવિઝનને મંજૂરી આપવામાં આવેલ છે. જે અનુસાર સરકારશ્રીના પ્રવેશના નિયમો જાળવી દરેક મુખ્ય વિષયમાં ૧૧૦ જગ્યાઓ ભરવામાં આવશે. જો કોઇ વિષયમાં જગ્યાઓ ખાલી રહેશે કુલ મંજૂર જગ્યાઓ ૬૫૦ કરતાં વધે નહી તે રીતે વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં લઇ અન્ય વિષયમાં ફાળવવામાં આવશે. જેનો નિર્ણય કોલેજ પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવશે.
-------------------------------------------------------------------------------------
===========================================================================
1. ચાલુ વર્ષે 2021-2022 દરમિયાન કોરોના મહામારીના સમયમાં સોશિયલ ડિંસ્ટન્સીંગ જળવાય તે હેતુસર કોલેજમાં B.A. SEM.-1ના એડમિશન ઓનલાઇન પદ્ધતિથી કરવાના હોવાથી વિદ્યાર્થીઓને તે LINK આપની સ્કૂલના આચાર્યશ્રી અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યાંથી આપને આસાનીથી મળી શકશે.
2. આ એડમિશન ફોર્મમાં વિગતો વિદ્યાર્થીઓએ ચોકસાઇપૂર્વક વિગતો ભરવાની રહેશે.
3. ફોર્મ ભરતા પહેલા આપની પાસે આપનો પોતાનો E-MAIL હોવો જરૂરી છે. જો ના હોય તો પ્રથમ E-MAIL બનાવો અને પછી જ ફોર્મ ભરવું. આપને એડમિશનને લગતી update આપના પર E-MAIL પર મળતી રહેશે.
4. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ પોતાની અટક, ત્યારબાદ નામ, ત્યાર બાદ પિતાનું નામ અંગ્રેજી કેપિટલ અક્ષરમાં જ ભરવાનું રહેશે. પોતાના E-mail અને મોબાઇલ નંબર આપના હવે પછીના સંપર્ક અને વ્યવહાર માટે ઉપયોગમાં લેવાના હોવાથી ચોકસાઇપૂર્વક ભરવા. આપનું નામ H.S.Cની માર્કશીટ મુજબ જ લખવાનું રહેશે.
5. આ એડમિશન ફોર્મમાં આપને કોલેજમાં ચાલતા વિષય જૂથ DROP MENU માં આપવામાં આવ્યા છે. દા.ત. જે આપને ફોર્મમાં GUJARATI/ HINDI/ECONOMICS. રીતે દેખાશે. આ રીતે આપને આવા કુલ ૧૨ (બાર) ગ્રુપ દેખાશે. જેમાં પ્રથમ GUJARATI એ મુખ્ય વિષય રહેશે., HINDI એ પ્રથમ ગૌણ વિષય અને ECONOMICS એ દ્વિતીય ગૌણ વિષય ગણાય. બધા જ ગ્રુપમાં વિષય આ ક્રમે રહેશે. આપે જે વિષયજુથ રાખવું હોય તેની સામે ટીક કરવાનું રહેશે. એ જ રીતે બીજી વિષયજુથ પસંદગી અને ત્રીજી વિષયજુથ પસંદગી આપવાની રહેશે. પ્રથમ વિષયજુથ પસંદગીમાં મંજૂર જગ્યાઓ ભરાઇ જશે તો આપને બીજી વિષયજુથ પસંદગી અને ત્રીજી વિષયજુથ પસંદગી એમ ક્રમશ: વિષયજુથ ફાળવવામાં આવશે. પસંદગીનો વિષયજુથ મેળવવા સત્વરે ફોર્મ ભરી ફી જમા કરવી તે જરૂરી છે. ફી ભર્યા બાદ જ આપનું એડમિશન માન્ય ગણાશે. ALLOTMENT LETTER મળ્યા બાદ નિયત સમયમાં ફી ભરી તેની જાણ કોલેજમાં કરવાની રહેશે. અન્યથા આપનો પ્રવેશનો હક રહેશે નહીં.
6. આપની સ્કૂલને લગતી માહિતી આપે આપની H.S.Cની માર્કશીટમાંથી ભરવાની રહેશે. જેમ કે સ્કૂલનું નામ, SCHOOL INDEX NUMBER વગેરે. TOTAL MARKSમાં કુલ માર્ક્સ અને OBTAIN MARKS, માં આપે મેળવેલ ગુણ દર્શાવવાના રહેશે.
7. ફોર્મમાં સ્કોલરશીપ માટે ઉપયોગમાં લેવા માટે આપના બેંક ખાતાની વિગતો પુછવામાં આવી છે. જેમાં પ્રથમ બેંકનું નામ પસંદ કરવું. ત્યાર પછી તે બેંકની બ્રાંચ જે સ્થળે આવેલી હોય તેનું નામ જ લખવાનું છે. દા.ત. BAYAD, GABAT, CHOILA, UBHARAN એમ લખવાનું રહેશે. આપનો બેંક ખાતા નંબર અને બેંકનો IFSC CODE આપની બેંક પાસબુકના કે ચેક બુકના આધારે લખવો.
8. ફોર્મના અંતે આપે બે ફાઇલ અપલોડ કરવાની રહેશે જેથી દરેક વિદ્યાર્થીએ પોતાના જરૂરી ડૉક્યુમેન્ટની pdf file અગાઉથી બનાવી રાખવી. જેમાં પ્રથમ આપની H.S.C. માર્કશીટની સ્વપ્રમાણીત નકલ, સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ, જાતિનું પ્રમાણપત્ર અને અભ્યાસમાં તૂટ(ગેપ) હોય એટલે કે આપે માર્ચ-૨૦૨૦ પહેલા પાસ કરી હોય તો નિયત નમૂનાનું સોગંધનામું પણ UPALOD કરવાનું રહેશે. જેનો નિયત નમૂનો અમારી WEBSITE પર મૂકવામાં આવેલ છે. ત્યાર બાદ આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને આપની સહીના નમૂનાને jpg. ફોર્મેટમાં UPALOD કરવાનો રહેશે. જે ફોર્મ ભરવાની શરૂઆત કરતા પહેલા આપે તૈયાર રાખવાની રહેશે.
9. આપના એડમિશનનો ALLOTMENT LETTER સંપૂર્ણ એડમિશન ફોર્મ સબમિટ કર્યા બાદ તરત જ આપના E-mail પર મળી જશે. DOWNLOAD કરી તેની પ્રિંટ અને સોફ્ટ કોપી આપની પાસે રાખવાની રહેશે.
10. વિદ્યાર્થી ભાઇઓએ રૂ.1410/- અને બહેનો માટે રૂ. 810/- (યુનિવર્સિટી પરીક્ષા ફી સાથે) ભરવાની રહેશે. ફી ભર્યા બાદ જ આપનું એડમિશન થયેલુ ગણાશે.
જો કોઇ વિશેષ માહિતીની જરૂરિયાત હોય તો આ હેલ્પ લાઇન નંબર : 9870065723 નંબર પર સંપર્ક કરી શકો છો.