Join us as Freelancer Reporter / Marketing Job in Gujarat
૧૯-૦૧-૨૦૨૧ ખેડામાં યુવકે કારના સોદામાં કમિશનના ૨૦ હજાર બાકી રાખ્યા તો ત્રણ લોકોએ બાઇકનું જંપર મારીને પતાવી દીધો..
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં રહેતા ઇલ્યાસ હાજીઅહેમદ શેખ (બાંડી) વાહનોની લેવેચના ધંધા સાથે જોડાયેલા હતા. જેઓ ગત ૧૨ તારીખે સાજેથી ગુમ થયા હતા, જેના થોડા સમય બાદ ઠાસરાના ડાભસરની મહીસાગર કેનાલમાંથી તેમનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. સાથે થોડે દુરથી તેમની વેગનઆર કાર પણ કેનાલમાંથી મળી આવી હતી. આ ઘટના અંગે ઠાસરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી.
આ ઘટનાની ગંભીરતા જોઈને નડીઆદ એલસીબી દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અગાઉ એક વાહન લેવેચ મામલે રૂસ્તમપુરામાં રહેતા નસરુદ્દીન લાતીફ્મીયા શેખ સાથે માથાકૂટ હોવાનું જાણવા મળતા એલસીબી દ્વારા નસરુદ્દીનને શકમંદ તરીકે અટકાયત કરી પુછપરછ કરતા તેને ગુનો કાબુલી લીધો હતો. આ ગુનામાં તેના બે મિત્રો હારુન ઐયુબ શેખ(અંગાડી) અને રોહિત વખતસિંહ પરમાર(ગડીયા) ત્રણે મળી લુટ અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.
ગેરેજમાં કામ કરનાર નસરુદ્દીન શેખે એક વેગનઆર કારનો સોદો ઇલ્યાસ બાંડીને કરાવી આપ્યો હતો. જે માટે ઇલ્યાસ દ્વારા કમિશનના ૨૦ હજાર બાકી રાખ્યા હતા. જેની ઉઘરાણી કરતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે રૂપિયા ન આપવાને લઇ નસરૂદીન દ્વારા પોતાના મિત્ર હારુન અને રોહિત સાથે મળી ઇલ્યાસ બાંડીની હત્યાનું કાવતરું ઘડી કાઢી ૧૧ ડિસેમ્બરે ઈલ્યાસને કાર બતાવવાના બહાને ડાભસર મહીસાગર કેનાલ ઉપર બોલાવી અને ઇલ્યાસ સાથે રૂપિયાની ઉઘરાણી કરી હતી. જ્યાં બન્ને વચ્ચે ગાળાગાળી કરી તેના ઉપર બાઈકના જમ્પરથી માથામાં હુમલો કર્યો હતો. જે સમયે ભાગવા જતા રોહિતે પણ માથામાં જમ્પર મારી ઇલ્યાસને બેભાન કરી 35 હજાર અને મોબાઈલની લુટ કરી તેને ઇલ્યાસને ત્રનેવે કેનાલમાં ફેંકી કારને પણ કેનાલમાં ધક્કો મારી ફેકી દીધી હતી. જોકે આ ગુનાનો ભેદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ દેવુસિંહ અને અર્જુનસિંહ દ્વારા બાતમી આધારે આ ચકચારી લુટ વિથ મર્ડરનો ભેદ ઉકેલ્યો હતો.
૧૯-૦૧-૨૦૨૧ દરેક પોલીસ સ્ટેશનને ૫૦ વાહનો ડિટેન કરવાનો ટાર્ગેટ આપતા પોલીસ મથકોમાં વાહનોનો ખડકલો..
બારડોલી : કીમ ચાર રસ્તા નજીક થયેલા ગમખ્વાર અકસ્માત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીને બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું. તેમણે તમામ પોલીસ મથકોને ૫૦ - ૫૦ ભારે વાહનોને ડિટેન કરવાની સૂચના આપતા જ પોલીસની ટીમ ભારે વાહનોને ડિટેન કરવામાં જોતરાઈ ગઈ છે. જો કે આ કામગીરી કેટલા દિવસ સુધી ચાલશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સોમવારે મધ્યરાત્રિ બાદ કીમ નજીક કીમ માંડવી રોડ પર એક પૂરઝડપે આવતા ડમ્પરે શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ફૂટપાથ પર સૂતેલા મજૂરોને કચડી નાંખતા 15 મજૂરોના મોત નિપજ્યાં હતા. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી સાંત્વના પાઠવ્યા બાદ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. દરમ્યાન આ ઘટનાને પગલે પોલીસ વિભાગને પણ બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ એક ઉચ્ચ અધિકારી દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોને આદેશ જારી કરવામાં આવ્યો છે કે પોલીસ મથક દીઠ ૫૦-૫૦ ભારે વાહનો સામે ૨૦૭ મુજબ કાર્યવાહી કરી ડિટેન કરવામાં આવે. આ આદેશ છૂટતા જ જિલ્લાભરની પોલીસ ભારે વાહનોને ડિટેન કરવાની કામગીરીમાં લાગી ગઈ છે.
પોલીસ મથકો વાહનોથી ઉભરાવા લાગ્યા
પોલીસ દ્વારા વાહનો ડિટેન કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા જિલ્લાના પોલીસ મથકો વાહનોથી ઉભરાવા લાગ્યા છે. બીજી તરફ પોલીસની આ કામગીરીથી નિર્દોષ વાહન ચાલકો પણ ભોગ બની રહ્યા છે. ટાર્ગેટ પૂરો કરવા પોલીસ આડેધડ ભારે વાહનો ડિટેન કરી રહી હોવાની પણ માહિતી સાંપડી રહી છે.
આવી કામગીરી રોજિંદા કરવામાં આવે તો અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે
બીજી તરફ પોલીસ દ્વારા એકાએક શરૂ કરવામાં આવેલી આ કામગીરી કેટલા દિવસ સુધી ચાલશે તે અંગે પણ લોકોમાં પ્રશ્નો ઉપસ્થિતિ થઈ રહ્યા છે. આજ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી અને આજે અચાનક બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ અનેક નિયમો મૂકીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આવી કામગીરી રોજિંદા કરવામાં આવે તો અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે છે એમ લોકો માની રહ્યા છે.
ટ્રકોની ગતિ નિયંત્રિત કરવી જરૂરી
બીજી તરફ હાઈવા અને અન્ય રેતી, કપચી અને માટીનું વહન કરતાં વાહનોમાં ફેરા પર પૈસા મળતા હોય ડ્રાઇવર પૂરઝડપે હંકારી વધુ ને વધુ ફેરા મારવામાં જ મશગુલ હોય છે. પોલીસ દ્વારા હાઈવા સહિતની ટ્રકોની ગતિ પર અંકુશ મૂકવામાં આવે તેવી પણ માગ ઉઠવા પામી છે. હાઈવે પર જતી ટ્રાન્સપોર્ટની ટ્રકો કરતાં પણ સ્થાનિક ટ્રકો વધુ જોખમી પુરવાર થઈ રહી છે. ત્યારે પોલીસ અને સરકાર આ બાબતે યોગ્ય ધ્યાન આપી કાર્યવાહી કરે તે જરૂરી છે.
૧૯-૦૧-૨૦૨૧ અમદાવાદ શહેર અને જિલ્લામાં રૂા. ૪૨૫ કરોડના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લા જાહેર સુખાકારીમાં વૃધ્ધિ માટેના અવિરત પ્રયાસો થઇ રહ્યા છે, ત્યારે ગરીબ પરીવારોને આજે મળેલ ઘરનું ઘર તેમની જન સુખાકારીમાં વધારો કરશે.
તેમણે કહ્યું કે, રાજ્યની નિર્ણાયક અને સંવેદનશીલ સરકાર રાજ્યમાં ચોતરફ વિકાસ કરી રહી છે. વિકાસના મંત્રને લઇને આ સરકાર દિવ- રાત સામાન્ય થી સામાન્ય અને છેવાડાના માનવીના વિકાસની દરકાર કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાત છે અન્ન, પાણી અને આવાસ જેના અનુલક્ષીને આજે અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરના ઘરની ભેટ મળી છે. જે અમદાવાદવાસીઓના ગરીબ પરીવારોના ઘરના ઘર માટે જોયેલા સ્વપ્નને પરિપૂર્ણ કરવા સરકારની કટિબધ્ધતા દર્શાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા દેશ અને ગુજરાત રાજ્યના અનેક ઘરવિહોણા, વર્ષોથી ઝૂંપડપટ્ટીમાં રહીને પડકારોનો સામનો કરતા ગરીબ પરીવારોને માથે છત- પાકા મકાન મળ્યા છે જેના થકી આ ગરીબ પરીવારોની દુઃખનો સુખદ અંત આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શહેરી ગરીબોને આવાસ આપવાનું કામ ઘણું કઠિન છે, છતાંય રાજ્ય સરકારે કટિબધ્ધાપૂર્વકએ કામ ઉપાડ્યું છે અને એ દિશામાં સંખ્યાબંધ આવાસો નાગરિકોને અર્પણ પણ કર્યા છે.
તેઓએ વધુમાં ઉમેર્યુ કે, નાગરિકોના ઘરના ઘરનું સ્વપ્ન પૂરૂં થાય તે માટે અફોર્ડેબલ હાઉસિંગ દ્વારા સસ્તા દરે મકાન પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યાં છે. માત્ર રૂા. ૫.૫૦ લાખની નજીવી રકમે અને સરકાર દ્વારા રૂા.3 લાખ રૂપિયાની સબસિડી દ્વારા ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને અફોર્ડેબલ હાઉસિંગ મળ્યા છે જે રાજ્ય સરકારની સંવેદનશીલતાના દર્શન કરાવે છે.
અમદાવાદ શહેરમાં ખૂબ જ ટૂંકા ગાળામાં નિર્માણ પામેલ બી.આર.ટી.એસ. સુવિધા, રિવરફ્રન્ટ યોજના જેવી સુવિધાઓએ અમદાવાદ શહેરને એક વિકસતા શહેર તરીકે ખ્યાતી અપાવીને દિવસે દોડતું અને રાત્રે વિકસતા આ નગરને ક્રમશ: વિશ્વના નકશા પર ઝળહળતું કર્યુ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
શહેરીકરણ અને ઉત્કૃષ્ટ નગર આયોજનમાં અમદાવાદ શહેર સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કાર્યરત આરોગ્ય, પાણી, શિક્ષણ, રસ્તા, ગટર જેવી પાયાની સુવિધાઓના વિશાળ અને માઇક્રો પ્લાનિંગના સુવ્યવસ્થિત આયોજનના કારણે આ શક્ય બન્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, અમદાવાદ જિલ્લા શહેરી વિસ્તારમાં મહેસૂલી કાયદા મુજબ પરવાનગી મેળવ્યા વગર થઇ ગયેલા બાંધકામને કાયદેસર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂચિત સોસાયટીનો ક્રાંતિકારી કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના દ્વારા શહેરના લાખો લોકોએ પરવાનગી વગર બાંધેલા મકાનોને કાયદેસરતા મળી છે. જેનાથી લોકોને પોતાની મિલકતના હક્ક મળ્યા છે અને તેને સંબંધિત અન્ય લાભો માટે તેમને કાયદાની સ્વીકૃતિ મળી છે. પોતાનું મકાન કાયદેસર ન હોવાને કારણે ગમે ત્યારે સરકારી હથોડો પડે તેના ડરમાંથી મુક્તિ મળી છે અને સામાન્ય માનવીને નિરાંત અને શાંતિ મળી છે.
આજે સૂચિત સોસાયટી કાયદા હેઠળ ૧૧૦૦ થી વધુ લાભાર્થીઓને મંજૂરી હુકમ, દાવા પ્રમાણપત્ર, નો ડ્યુ સર્ટિફિકેટ તથા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ અમદાવાદ જિલ્લાના નગરજનોને લાભદાયી નિવડશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તદઉપરાંત આજે સાબરમતી ખાતે નવીન મામલતદાર કચેરીનું પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અત્યાર સુધી આ કચેરી કલેક્ટર કચેરી ખાતે કાર્યરત હતી પરંતુ આ કચેરીના નવીન બાંધકામ માટે સરકાર દ્વારા રૂ. ૯.૫૭ કરોડના ખર્ચે આ નૂતન અધ્યતન સુવિધા ધરાવતાં સાબરમતી મામલતદાર કચેરી કાર્યરત કરવા મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અંદાજિત રૂા.૪૧૫ કરોડના ખર્ચે અમદાવાદ શહેરી વિસ્તાર,ઔડા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ કાર્યોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય વિસ્તરની મહિલા અને બાળ વિકાસ વિભાગના બાળ વિકાસ અધિકારીશ્રીની ઘટક કચેરીના ઇ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યકમમાં સાણંદના ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.ડી.પ્રજાપતિ, પ્રોગ્રામ ઓફિસરશ્રી નરેન્દ્ર સિહ રાઠોડની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાની ૦૧- ઘટક કચેરી અને ૦૩ આંગણવાડી કેન્દ્રોનું ઇ-લોકાર્પણ તથા ૧ આંગણવાડીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આવાસો અને દૂકાનોના પુર્નવસન કાર્યક્રમ અને વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ,
ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજા, , સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મેયર શ્રીમતી બિજલબેન પટેલ,અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી મુકેશકુમાર,જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાંગલે,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશબાબુ અધિકારીશ્રીઓ,ઔડાના પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
૧૯-૦૧-૨૦૨૧ દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે રોબરીને ડામવામાં રહ્યા સફળ..
કાળી અંધારી રાતમાં જો તમે ગોધરા તરફથી ઇન્દોર હાઇવે ઉપર થઇ દાહોદ આવતા હો અને ભથવાડા ટોલપ્લાઝા પાસે કોઇ પોલીસ જવાન તમારી પાસે આવીને કહે કે અમે કહીએ પછી આગળ જજો. પોલીસની આ સૂચના ચિંતાનું કોઇ કારણ નથી પણ, દાહોદ જિલ્લાના પોલીસ દ્વારા હાઇવે સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલા અભિયાનનો એક ભાગ છે. દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રોને પરિણામે હાઇવે પર લૂંટની ઘટના બનવાનું અટકી ગયું છે.
ઇંદોર હાઇવે ઉપર બનેલી લૂંટ અને ધાડની ઘટનાની છાનબીન કરતા દાહોદ પોલીસને કેટલીક બાબતો ધ્યાને આવી. ભથવાડા ટોલ પ્લાઝાથી વડોદરા કે અમદાવાદ તરફના કોઇ એક સ્થળેથી જ લૂંટારૂઓ પોતાના શિકારને પસંદ કરતા હતા. વાહન કોઇ સ્થળે રોકાઇ એટલે તેમાં રહેલા મુસાફરો પાસેથી કેટલો દલ્લો મળે એમ છે ? એનો અંદાજ કાઢવામાં આવે અને ભથવાડા ટોલ પ્લાઝાથી આગળ વાહન આવે એટલે લૂંટારૂઓ તેમાં પંચર પાડી દેતા. વાહન રોકાઇ એટલે લૂંટારૂ ટોળકી આવી વાહનમાં રહેલા પ્રવાસીઓને માર મારી લૂંટી હાઇવેની બન્ને બાજુના જંગલના અંધારામાં ઓગળી જતાં હતા.
હવેની વાત છે રસપ્રદ છે. હાઇવે ઉપર પ્રવાસીઓને ભરી પીવા ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનોજ શશિધરન અને દાહોદ જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે એક પ્લાન બનાવ્યો અને શરૂ થયા રાજ્યમાં અન્ય કોઇ જિલ્લામાં ન હોય એવા પોલીસ સહાયતા કેન્દ્રો ! જેને વર્તમાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડાએ પણ પોતાના અનુભવોને આધારે વૈચારિક બળ પૂરૂ પાડ્યું અને હાઇવે રોબરીને ડામવા માટે દાહોદ પોલીસના આ અભિયાનને વધુ સઘન બનાવ્યું હતું.
શું છે પોલીસ સહાયતા કેન્દ્રો ? એ વાત જાણીએ. સંતરોડથી મધ્યપ્રદેશના માછલિયાઘાટ સુધી ઇંદોર હાઇવેની લંબાઇ ૧૨૦ કિલો મિટર છે. તેમાં ગુજરાતમાંથી પસાર થતાં હાઇવે ઉપર તમને નિયત અંતરે દાહોદ જિલ્લા પોલીસના પોલીસ સહાયતા કેન્દ્રો જોવા મળે. અહીં ૨૪ કલાક પોલીસની હાજરી રહે છે.
આ પ્રોજેક્ટમાં લીમખેડાના નાયબ પોલીસ અધીક્ષક ડો. કાનન દેસાઇ પણ પહેલેથી જ જોડાયેલા છે. ડો. દેસાઇ બે વખત હાઇવે રોબર્સનો આમનોસામનો કરી ચૂક્યા છે. પણ, લૂંટારૂને નાસી જવામાં અંધારાનો લાભ મળતો હતો.
તે કહે, અમે સૌ પ્રથમ ઇંદોર હાઇવે ઉપર બનેલી લૂંટધાડની ગુનાના હોટસ્પોટ શોધવાનું નક્કી કર્યું. અહી ફરજ બજાવી ચૂકેલા કેટલાક પૂર્વ પોલીસ અધિકારીઓ પાસેથી વિગતો જાણી. ભૂતકાળના બનાવોના સ્થળોની ભૌગોલિક સ્થિતિ સારી રીતે સમજી. લૂંટારૂને ભાગમાં સરળતા રહે, અંધારૂ રહેતું હોય એવું સ્થળ અને સમયસંજોગોને જાણ્યા. પછી શરૂ કર્યા પોલીસ સહાયતા કેન્દ્રો. દાહોદ જિલ્લાની હદમાંથી પસાર થતાં ઇંદોર હાઇવેની લંબાઇ અંદાજે ૬૦ કિલોમિટર જેટલી છે. જેમાંથી ભથવાડાથી લઇ છેક દાહોદ તાલુકાની હદ સુધી લીમખેડા પોલીસ સબડિવીઝનમાં ૧૮ કિલોમિટર રોડ આવે છે.
૯ પોલીસ સહાયતા કેન્દ્રો બનાવવાની સાથે એક કામ એવું પણ કરવામાં આવ્યું કે, હાઇવેના ડિવાઇડર અને બન્ને બાજુએ રહેલી ઝાડીને ટ્રિમિંગ કરવામાં આવી. નેશનલ હાઇવે ઓથોરિટીને પણ સ્થાયી સૂચના આપવામાં આવી કે આ ઝાડીને સમયાંતરે ટ્રિમિંગ કરવામાં આવે. કારણ કે, લૂંટારૂઓ આ ઝાડીમાં છૂપાઇને બેસતા હતા. હવે તમે જોઇ શકો છો કે, ડિવાઇડની ઝાડી એટલી નાની રાખવામાં આવે છે કે તેમાં કોઇ વ્યક્તિ છૂપાઇને બેઠો હોય તો દૂરથી પણ સરળતાથી ખબર પડી જાય છે.
સામાન્ય રીતે ગુજરાત પોલીસની નાઇટ ડ્યુટી રાત્રીના ૧૦-૧૧ વાગ્યાથી શરૂ થાય છે. પણ, દાહોદ પોલીસમાં રાત્રીફરજ દિવસ આથમવાની સાથે જ શરૂ થઇ જાય છે. પોલીસ સહાયતા કેન્દ્રો સાથે ૯૦ જવાનો જોડાય છે. એક શિફ્ટમાં ઓછામાં ઓછા ચાર જવાનો પોલીસ સહાયતા કેન્દ્રો ઉપર રહે છે. આ માટે પોલીસ દ્વારા એક ખાસ હેલ્પલાઇન નંબર પણ કાર્યરત છે. મોબાઇલ નંબર ૮૭૮૦૩૯૦૩૯૭ ઉપર ફોન કરવાથી તુરંત સહાય મળે છે.
હાઇવે ઉપરના ડિવાઇડરમાં ક્રોસિંગ પણ એ રીતે રાખવામાં આવ્યા છે કે, એક વાહન એક તરફથી નીકળે એટલે બીજી તરફ પાંચથી સાત મિનિટમાં પહોંચી જાય. મધ્યરાત્રીમાં ભથવાડા ટોલ પ્લાઝા ઉપર વાહનો રોકી ચારપાંચ વાહનો ભેગા થાય પછી બધાને એક સાથે કોન્વોય કરી રવાના કરવામાં આવે છે. હાઇવે ઉપર પેટ્રોલિંગ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસને ૧૦ બાઇક ફાળવવામાં આવ્યા છે.
પોલીસ સહાયતા કેન્દ્રની દાહોદ પોલીસની મહેનત રંગ લાવી. એસપી શ્રી હિતેશ જોયસર કહે છે હાઇવે ઉપર વર્ષ ૨૦૧૬માં ધાડનો એક ગુનો, ૨૦૧૭માં લૂંટના ચાર અને ધાડના ચાર, ૨૦૧૮માં લૂંટનો એક અને ધાડના ૪, ૨૦૧૯માં લૂંટના બે અને ધાડનો એક ગુનો બન્યો હતો. પણ, હવે ૨૦૨૦માં હાઇવે ઉપર લૂંટધાડનો એક પણ બનાવ નોંધાયો નથી. લોકડાઉન દરમિયાન પોલીસને એવી આશંકા હતી કે હાઇવે રોબરીના બનાવો બનશે, પણ સતત પેટ્રોલિંગના કારણે કોઇ અનિચ્છનીય ઘટના બની નહીં.
આમ, હાઇવે રોબરીને રોકવામાં દાહોદ પોલીસનો પોલીસ સહાયતા કેન્દ્રનો પ્રયત્ન સફળ રહ્યો છે.
૧૯-૦૧-૨૦૨૧ પ્રજાસત્તાક પર્વ ૨૬ મી જાન્યુઆરી ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક મળી..
સાબરકાંઠા: આગામી ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી સાબરકાંઠા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંદર્ભે સુચારું આયોજન અને અમલીકરણ અંગે બેઠક કલેકટર કચેરી સભાખંડમાં ખાતે મળી હતી.આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી ચૈતન્ય માંડલીક, અધિક કલેકટરશ્રી મોદી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહીને જરૂરી સૂચનાઓ અને કાર્ય સોંપણી અંગે પરામર્શ કરીને ઉજવણી કોરોના ગાઇડલાઇન અને ડેકોરમ સાથે ઉજવાય તે રીતે તૈયારી કરીને સારી રીતે ઉજવણી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સ્ટેજ, પરેડ, આમંત્રણ પત્રિકા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, આરોગ્ય, પાણી અને લાઈટ, સફાઇ તેમજ સુશોભન અંગેની સંબંધિત વિભાગોને જવાબદારી સોંપીને કાર્ય વહેંચણી કરવામાં આવી હતી. અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી તથા ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પણ કર્મચારીઓ ધ્વજવંદનમાં ફરજિયાત ઉપસ્થિત રહે તેવી સૂચના આપવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ આગામી તા. ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ યોજવામાં આવશે. જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે અને તાલુકા કક્ષાનો કાર્યક્રમ પણ જે તાલુકાએ પ્રોટોકોલ પ્રમાણે ઉજવવાનું રહેશે તેમજ તાલુકાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ સ્થળ અંગેની જાણ કલેક્ટર કચેરીને કરવા જણાવ્યું હતું.
૧૯-૦૧-૨૦૨૧ આજથી બોરસદ તાલુકા ના તેર ગામોમાં ખેડૂતો ને સિંચાઈ માટે દિવસે વીજળી
ફેબ્રુઆરીમાં તાલુકાના બધાજ ગામોમાં લાભ મળશે..
આણંદઃ આણંદ જિલ્લા બોરસદ ખાતે ખેડૂતોની ભરચક હાજરીમાં કિસાન સુયોદય યોજના નો પ્રારંભ કરતા સાંસદ શ્રી મિતેશ ભાઈ પટેલે જણાવ્યું કે આજથી બોરસદ તાલુકાના તેર ગામોના ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે અને આગામી બે માસમાં બોરસદ તાલુકાના તમમામ ગામોના ખેડૂતોને દિવસે સિંચાઈ કરી શકે તે માટે દિવસે વીજળી મળશે.
સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે જણાવ્યું કે કિસાન સૂર્યોદય યોજના હેઠળ આણંદ જિલ્લાના ૧૪૩ ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે અને આવા ગામોના ખેડુતોનો ઉસ્સાહ વધ્યો છે અને ખૂબ સારા પ્રતિભાવ મળી રહયા છે
ગુજરાતમાં ભૂતકાળના ૪૨ વર્ષમાં સાત લાખ ખેડૂતોને સિંચાઈ નો લાભ મળ્યો જયારે છેલ્લા વર્ષોમાં ૧૨ લાખ ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો એમ જણાવી સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આગામી ત્રણ વર્ષમાં ગુજરાતના ૧૮ હજાર ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે વીજળી મળતી થઈ જશે અને એ માટે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બજેટની જોગવાઈ સાથે આયોજન પણ પૂરું કર્યું છે
એમ. જી.વી.સી.એલ.ના તમામ ઇજનેરો અધિકારીઓ અને સમગ્ર ટીમને આણંદ જિલ્લામાં ખેડૂતોને ખુબજ ઝડપથી દિવસે વીજળી મળે તે માટેનું આયોજન અને કામગીરી કરવામાં સફળ રહેવા બદલ અભિનંદન પાઠવતા સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે જણાવ્યું કે કિસાન સુયોદય યોજનાના લોકાર્પણના આણંદ જિલ્લાના સાત તાલુકાઓમાં સફળ કાર્યક્રમો યોજાયા અને આજે બોરસદ તાલુકામાં છેલ્લો અને આઠમો કાર્યક્રમ પૂર્ણ થયો છે.
તમામ કાર્યકર્મોમાં આરોગ્યની ગાઈડ લાઈન મુજબ એક આદર્શ કાર્યક્રમ અને વ્યવસ્થા પણ રહી સાંસદ શ્રી મિતેશ ભાઈ પટેલે એમ.જી.વી.સી.એક.ની ટીમ ને અભિનંદન પણ આપ્યા હતા.
અહીં યોજાએલ કાર્યક્રમ માં મંચ ઉપર નું રંગલા રંગલી નું પાત્ર દ્વારા લોકરંજન સાથે યોજનાકીય પ્રચાર અને સમજણ થી ખેડૂતો પ્રભાવિત થયા હતા.બોરસદ ના જલારામ મંદિર સંકુલ માં યોજાયેલા કિસાન સૂર્યોદય યોજના લોકાર્પણ કાર્યક્રમ માં પૂર્વ સાંસદ શ્રી લાલ સિંહ વડોદદીયા અને અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહયા હતાઉર્જા વિભાગ ના તમમામ અધિકારી શ્રી ઇજનેર શ્રી પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી સહીત મોટી સખ્યાંમાં ખેડૂતો હાજર રહ્યા હતા.
૧૯-૦૧-૨૦૨૧ દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનના રાજ્ય ઉત્સવની પરેડમાં વોલી ફાયરિંગનું આકર્ષણ..
દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદા બાદ બંધારણ સમિતિએ આપેલા વિશ્વના અજોડ કાયદા એવા ભારતીય બંધારણનો આપણે સૌએ સ્વીકાર કર્યાના અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે. પ્રજાસત્તાક દિને પોલીસ તંત્ર દ્વારા ૯૦ રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સલામી આપવામાં આવશે.
દાહોદમાં આવેલા પ્રજાસત્તાક દિનની પરેડના નોડેલ અધિકારી એવા નાયબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ પરમારે કેટલીક રસપ્રદ માહિતી આપી. ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વોલી ફાયરિંગ કરવામાં આવશે. જેને ગુજરાતીમાં હર્ષધ્વની તરીકે પણ ઓળખવામાં આવે છે. વોલી ફાયરિંગ મૂલઃ તિરબાજોની એક પ્રકારની યુદ્ધની રણનીતિ છે. વોલી શબ્દ લેટિન શબ્દ વોલર ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ ઉડવું એવો થાય છે. એવું માનવામાં આવે છે કે વોલી ફાયરિંગ યુદ્ધનીતિ ગ્રિકો દ્વારા ઉપયોગમાં આવતી હતી.
જેમાં હરીફો ઉપર એક ટ્રુપ દ્વારા વારાફરતી વારંવાર બાણવર્ષા કરવામાં આવે છે. જેથી દુશ્મનો ઉપર રીતસર બાણનો વરસાદ થઇ જાય. બાદમાં દારૂગોળાની શોધ થઇ. એટલે, વોલી ફાયરિંગ તોપ સાથે જોડાઇ ગયું. ભારતમાં આ પરંપરા અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દાખલ થઇ. વળી, અંગ્રેજોએ ભારતના રજવાડાઓને તેના રાજ્યના કદના આધારે તોપોની સલામી આપવાનું નિયત કર્યું હતું. કોઇ રાજાને પાંચ તોપની તો કોઇ રાજાને ૨૧ તોપની સલામી આપવામાં આવતી હતી. એટલે અંગ્રેજી અમલદારો તોપો ફોડીને રાજાઓ પ્રત્યે સન્માન અને હર્ષની લાગણી વ્યક્ત કરતા હતા. હવે, આ જ પરંપરા સુરક્ષા જવાનોએ તિરંગાની શાનને કેન્દ્રમાં બરકરાર રાખી છે.
એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક તથા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પાટનગર ગાંધીનગરથી બહાર રાજ્યના જિલ્લા મથકોએ ઉજવણી કરવાની પહેલ કરી હતી. તે પહેલના ભાગરૂપે દાહોદમાં બીજી વખત રાજ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે.
આગામી તા. ૨૬ના રોજ અહીંના નવજીવન કોલેજના મેદાનમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લઇ રહેલી ૧૨ પૈકી એક પ્લાટૂન વોલી ફાયરિંગની પણ છે. જેમાં ૩૦ જેટલા પોલીસ જવાન જોડાયા છે. જે હર્ષધ્વની કરવાના છે. તિરંગાને સલામી અપાયા બાદ આ જવાનો ૩૦૩ બંદૂકમાંથી ફાયરિંગ કરી રાષ્ટ્રધ્વજને સન્માન આપશે. કોઇના પ્રત્યે સર્વોચ્ચ માન આપવાની આ પ્રથા અનોખી છે. દાહોદમાં લગભગ ૯૦ રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સન્માન આપવામાં આવશે.
૧૮-૦૧-૨૦૨૧ વડોદરામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે લાઈવ બેન્ડ કોર્ન્સટ યોજાયો..
વડોદરા શહેરના કમાટીબાગ ખાતે પ્રજાસત્તાક દિવસ ૨૬મી જાન્યુઆરીની પૂર્વ ઉજવણીના ઉપલક્ષ્યમાં ભારત સરકારના રક્ષા મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત પોલીસ દ્વારા લાઈવ બેન્ડ કોર્ન્સટ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પોલીસ અને એસ.આર.પીના ૩૦ જવાનોએ તાલબદ્ધ રીતે દેશભક્તિસભર ગીતોની સૂર સૂરાવલીઓ રેલાવી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સારે જહા સે જહા સે અચ્છા હિન્દુસ્તા, મેરે દેશ કી ધરતી, મેરે વતન કે લોગો, પ્રીત જહા કી રીત સદા જેવા ગીતોની ધૂન રજૂ કરી દેશભક્તિનુ વાતાવરણ ખડુ કર્યું હતું.
આ તકે પોલીસ કમિશનર શમશેરસિંહ જણાવ્યું કે, રક્ષા મંત્રાલયની સૂચના મુજબ દેશ માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓના આદરમાં અને નાગરિકોમાં દેશભક્તિના ભાવના પ્રબળ બને તેવા હેતુસર આ લાઈવ કોર્ન્સટ બેન્ડનુ આયોજન કરવામાં આવ્યું હતું. હવે આગામી સમયમાં શહેર પોલીસ દ્વારા માટાપાયે આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે. તેમ તેમણે જણાવ્યું હતું.
ડીઆઈજી ડો. મહેશ નાયકે જણાવ્યું કે, પ્રજાસત્તાક દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા લાઈવ બેન્ડ કોર્ન્સટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના લોકો સંગીતને માણી શકે સાથો સાથ લોકોમાં દેશપ્રમની ભાવના વિકસે અને પ્રજા-પોલીસ વચ્ચે એક સેતુ નિર્માણ તેવા આશય સાથે આ કોર્ન્સટ યોજવામાં આવ્યો હતો. ઉપરાંત સમગ્ર દેશમાં ભારત સરકારના નિર્દેશ મુજબ પ્રજાસત્તાક દિવસના પૂર્વે જુદી-જુદી તારીખના રોજ દેશના આર્મી, નેવી, પોલીસ વગેરે ફોર્સ દ્વારા આવા પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા.
૧૮-૦૧-૨૦૨૧ આરોગ્યની વિવિધ કેડરનાં પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબત....
જૂનાગઢ: આજરોજ વિસાવદર ખાતે પંચાયત સેવાના આરોગ્યનાં વિવિધ કેડરની વર્ષો જૂની માંગણીઓને લયને અગાઉના વર્ષ ૨૦૧૯ માં બે વખત આંદોલન કરવામાં આવેલ જે બંને વખતે ગુજરાત સરકાર તરફથી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપેલ, પંરતુ આજ-દીન સુધીમાં નિરાકરણ આવેલ નાં હોય. તો નાં છુટકે રાજય આરોગ્ય મહાસંઘ-ગાંધીનગર દ્રારા તા.૧૨/૦૧/૨૦૨૧થી અચોકકસ મુદતની હડતાલ પર જવા આદેશ કરવામાં આવેલ છે.
જેમાં.
૦૧)પંચાયત સેવાના આરોગ્ય કર્મસારીઓને ફુલ-પે સુધારવા
૦૨)પંચાયત સેવાના ફાર્માસિસ્ટને છઠા પગાર પંચ મુજબનો ૪૬૦૦ નો ગ્રેડ-પે આપવો
૦૩)આરોગ્ય મેડીકલ પ્રભાગનાં લેબોરેટરી ટેકનિશયનનાં R.O.P. ૧૯૮૭ થી પગાર પંચ મુજબ ૧૪૦૦-૨૩૦૦નાં બદલે ૧૪૦૦-૨૬૦૦નું પગાર ધોરણ સુધારવા આવેલ તેં મુજબ આપવું
૦૪)આરોગ્ય કર્મસારીઓને ૮ કિલોમીટર નીચે ફેરણીનું ક્ષેતરીય ભંથૂ આપવું...
ઉપરોકત બાબતોને લય ને વિસાવદર ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા ને રૂબરૂ આવેદન આપેલ આ સમયે આરોગ્ય કર્મસારી ભાવિન પરમાર,તુષાર પોપટ,મેહુલ ભટ્ટ , દીવ્યેશ દાહીંમાં, રાકેશ રાજયગુરુ તથા રસીલાબેન કોટડીયા હાજર રહી રજુઆત કરેલ..
(રિપોર્ટર: સંજય સોજીત્રા)
૧૮-૦૧-૨૦૨૧ આડેસર પોલીસે ફરી ૩૩ લાખનો શરાબ ઝડપી પાડ્યો..
કચ્છમાં ઠાલવાતા વ્યાપક પ્રમાણના દારૂ પર આડેસર પોલીસે ફરી એકવાર ધોસ બોલાવી છે. આ વખતે પણ આડેસર ચેક પોસ્ટ નજીકથી એલપીજી ગેસના ટેન્કરમાંથી વિક્રમી દારૂનો જથ્થો ઝડપાયો છે. ૩૩ લાખ ૧પ હજાર ૩૦૦ના શરાબ સહિત કુલ ૬૮ લાખ ર૬ હજારના મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. જયારે અન્ય એક શખ્સનું નામ ખુલ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલની સુચનાથી આડેસર પીએસઆઈ વાય.કે. ગોહિલની રાહબરી હેઠળ આડેસર પોલીસનો સ્ટાફ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન પીએસઆઈ વાય.કે. ગોહિલને ખાનગી બાતમી મળી હતી. જેમાં આડેસર પોલીસે ગત ૧૪મી જાન્યુઆરીએ પ૧ લાખનો શરાબ ઝડપ્યો હતો. આ શરાબનો જથ્થો મોકલાવનાર આરોપી જ પોતાના કબ્જાના ગેસ ટેન્કરમાં વધુ ૩૩ લાખ ૧પ હજારનો શરાબ લઈને રાજસ્થાનથી કચ્છમાં આવી રહ્યો છે. આ બાતમી હક્કીતને આધારે આડેસર પોલીસે તાત્કાલિક વર્ક આઉટ કરી આર.જે. ૩૧ જીએ ૬૦૭પ નંબરના એલપીજી ગેસના ટેન્કરને ઝડપી પાડ્યું હતું. ટેન્કર આડેસર ચેકપોસ્ટ પસાર કરીને ગાંધીધામ તરફ જતું હતું તે દરમિયાન પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડ્યું હતું.
પોલીસે ઝડપેલા ટેન્કરમાંથી ૮,૪૦૦ નંગ દારૂની બોટલ મળી આવી હતી. ૩૩ લાખ ૧પ હજારનીની કિંમતની ૭૦૦ નંગ દારૂની પેટી જપ્ત કરવા ઉપરાંત ૩પ લાખનું ટેન્કર અને ર મોબાઈલ મળીને કુલ ૬૮ લાખ ર૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ શરાબ સાથે આરોપી વીરદારામ ઉર્ફે બાબુજી ચતરારામ ચોધરીને ધરપકડ કરાઈ હતી. તો રાજસ્થાનના બાડમેરનો ગજેસિંહ અમરસિંહ સોઢા નામના શખ્સનું નામ ખુલ્યું હતું.
ઝડપાયેલા આરોપી બાબુજી ચોધરીએ ચાર દિવસ અગાઉ મોકલાવેલો રૂા. પર લાખનો શરાબ પણ આડેસર પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીની આ બીજી ખેપ પણ પોલીસે નાકામ બનાવી દીધી હતી. આડેસર પોલીસે કરેલી કાર્યવાહીમાં વાય.કે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા, ધ્રુવદેવસિંહ ઝાલા, કોન્સ્ટેબલ દલસંગજી ડાભી, મહેન્દ્રસિંહ સોલંકી, ભરતજી ઠાકોર, વિજયસિંહ ઝાલા, ગાંડાભાઈ ચૌધરી, દલપતજી સોલંકી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
૧૮-૦૧-૨૦૨૧ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે આઠ રકતદાન કેમ્પ્ કરી ૪૯૬ યુનીટ બ્લિડ એકત્રિત કર્યું..
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વલસાડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ, આચાર્ય સંઘ, પ્રાથમિક, પ્રાથમિક ઉચ્ચકતર માધ્ય મિક, તથા માધ્ય મિક - ઉચ્ચ તર માધ્ય મિક શાળા ક્રિડા મંડળ, વલસાડના સંયુક્તલ ઉપક્રમે હાલની કોવિડ - ૧૯ મહામારીના સમયમાં જરૂરિયાતમંદોને સહાયરૂપ થવા વિવિધ આઠ સ્થાળોએ રક્ત૮દાન કેમ્પી યોજવામાં આવ્યા૧ હતા. આ કેમ્પદ દરમિયાન કુલ ૪૯૬ યુનિટ રક્તા એકત્ર કરવામાં આવ્યું હતું.
આ રકતદાન શિબિરોમાં જિલ્લાના શિક્ષણ તંત્ર સાથે જોડાયેલા તમામ શૈક્ષણિક, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને પ્રજાજનોએ મહત્તમ સંખ્યાંમાં સ્વૈષચ્છાેએ રક્તમદાન શિબિરમાં જોડાઈ રક્તષદાન કરી જરૂરિયાતમંદોને મદદરૂપ થયા હતા. આઠ રક્તોદાન કેમ્પિ પૈકી સ્વાતમિનારાયણ હાઈસ્કૂશલ ધારાનગર વલસાડ ખાતેથી ૩૭ યુનીટ બ્લમડ, એન.આર.રાઉત હાઈસ્કૂોલ નાનાપોંઢામાં ૩૪ યુનીટ, સ્વાામિનારાયણ હાઈસ્કૂરલ ધારાનગરમાં ૬૩ યુનીટ, કોળી પટેલ સાંસ્કૃ્તિક હોલ ફણસામાં ૧૧૫ યુનીટ, એન.ડી.એન. હાઈસ્કૂ્લ વાપી ખાતે ૫૨ યુનીટ, એસ.પી.પટેલ.સાર્વ હાઈસ્કૂતલ ધરમપુરમાં ૬૪ યુનીટ, એમ.કે.મહેતા હાઈસ્કૂાલ ઉમરગામ ખાતે ૧૦૧ યુનીટ, સાકાર વાંચન કુટિર આવધા ધરમપુર ખાતે ૩૦ યુનીટ વગેરે વિવિધ સ્થએળોએથી કુલ ૪૯૬ યુનીટ બ્લ્ડ એકત્રિત થયુ હોવાનું વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે.
૧૮-૦૧-૨૦૨૧ સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલમાં મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે કોરોના રસીકરણ કાર્યરત રહેશે..
સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે કોરોના રસીકરણ પ્રક્રિયાનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ થઇ ગયો છે. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬ મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કો-વિન સોફ્ટવેરમા જેનું નામાંકન થયેલુ છે તે લોકોને રસી આપવામાં આવે છે. કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યને દિવસો ફાળવવામાં આવ્યા છે.
જેમાંથી અમદાવાદ સિવિલ સંકુલની તમામ હોસ્પિટલમાં સોમવાર, બુધવાર અને રવીવારે રસીકરણ પ્રક્રિયા બંધ રાખવામાં આવશે. આ દિવસોને બાદ કરતા અન્ય સમયગાળા દરમિયાન કોરોના રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ વિવિધ હોસ્પિટલમાં કુલ ૧૦ રસીકરણ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં દરેક કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા કાર્યરત હોય ત્યારે ૧૦૦ હેલ્થકેર વર્કરોને રસીના ડોઝ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, સ્પાઇન હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલઅને આંખની હોસ્પિટલનો સમાવેશ થાય છે.
૧૮-૦૧-૨૦૨૧ કેવડીયા એ એકતાનું પ્રતિક છે આ રેલ સેવાઓથી પ્રવાસન ક્ષેત્રના વિકાસની સાથોસાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી દેશ વિદેશમાં ગુજરાતની એક નવી ઓળખ પ્રસ્થાપિત થશે: રેલ યાત્રીઓના પ્રતિભાવ...
રાજપીપલા : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દિલ્હી ખાતેથી આજે દેશના અલગ અલગ વિસ્તારોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ કેવડીયાને જોડતી વિવિધ રેલ સેવાઓના કરાયેલા વર્ચ્યુંઅલ લોકાર્પણ બાદ આજે બપોરે અમદાવાદથી કેવડીયા ખાતે આવી પહોંચેલી જનશતાબ્દિ ટ્રેનના રેલ યાત્રીઓ આ ગરીમામયી ઐતિહાસિક ઘટના અને પ્રારંભિક રેલ યાત્રાના સાક્ષી બનેલા રેલ યાત્રીઓ અનેરા આનંદ, ઉત્સાહ અને ઉમંગથી ભાવવિભોર થયા હતા હને પ્રથમ દિવસના યાત્રી બનવાનાં અહોભાગ્ય બદલ આ યાત્રીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના વતની અને દિવ્યાંગ યાત્રી ગેનાભાઇ પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અમદાવાદથી-કેવડીયા જનશતાબ્દી ટ્રેનમાં બેસીને હું આવ્યો છું જેમાં, તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અમને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડી નથી તેમણે વધુમાં કહ્યું કે, કેવડીયા એ એકતાનું પ્રતિક છે. આ રેલ સેવાઓથી પ્રવાસન ક્ષેત્રના વિકાસની સાથોસાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી દેશ વિદેશમાં ગુજરાતની એક નવી ઓળખ પ્રસ્થાપિત થશે, તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.
નડીયાદ-મહેમદાબાદ કોલેજના NCC ની છાત્રા સુશ્રી મીનલબેન નરેન્દ્રભાઇ મકવાણાએ કહ્યું હતું કે, આજનો દિવસ આનંદ અને ગૌરવનો દિવસ છે. હું આજે પ્રથમ વખત ટ્રેનમાં બેસીને અહીં આવી છું મને અહી આવીને ખૂબજ આનંદ થયો છે અને તે બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
નડીયાદના યાત્રી શ્રી કૌશલભાઇ મહેશ્વરીએ હતું કે, દેશના વડાપ્રધાનશ્રીએ આજે રેલ્વે સેવા ચાલુ કરી છે તે પ્રવાસીઓ માટે ખૂબજ મહત્વની બની રહેશે. તેની સાથોસાથ કેવડીયા ટ્રેન સેવાથી ગ્રામીણ વિસ્તારોને પણ તેનાથી ફાયદો થશે તે માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદના દિવ્યાંગ સમીર ઠક્કરે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મારા જેવા ૫૦ જેટલા દિવ્યાંગોને આજની આરેલ યાત્રાનો લાવો મળ્યો છે. અમે ગ્રૂપના બધા સભ્યો આજની આ ઇવેન્ટમાં જોડાવા ટ્રેનમાં બેસીને કેવડીયાની મુલાકાતથી ખૂબજ ખુશીની સાથે ધન્યતા અનુભવીએ છીએ.
અમદાવાદના યાત્રી સુશ્રી નંદનીબેન મહેતાએ પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રેલ સેવાઓનું લોકાર્પણ કરીને ટ્રેનો ચાલુ કરી છે. જેમાં અમદાવાદ-કેવડીયા રેલ સેવાનો પ્રારંભ કર્યો હોવાથી અમે ખૂબજ ખુશ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવીને અમે ખૂબજ આનંદિત છીએ, અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા છે અને વાતાવરણ પણ સારૂં હોવાનું તેમણે જણાવ્યું હતું.
૧૮-૦૧-૨૦૨૧ નશામુકત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો..
ભરૂચઃ નશામુકત ભારત અભિયાન ૨૦૨૦-૨૦૨૧ અંતર્ગત જાયન્ટસ ગૃપ ઓફ,ભરૂચ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી- ભરૂચના સંયુકત ઉપક્રમે પાંચબત્તી ખાતે આવેલ આર્ચાજીની ચાલમાં નશામુકત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.વાય.મંડોળી ધ્વારા નશામુકત ભારત અભિયાન અંતર્ગત હાજર લોકોને નશો કરવાથી થતી આડ અસરો વિશે વિસ્તૃત સમજ આપી નશો ન કરવા જણાવાયું હતું. સાથે સાથે સમાજ સુરક્ષા ખાતાની વિવિધ યોજનાઓથી સૌને વાકેફ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વયંસેવકોની જરૂરી તાલીમ પણ આપવામાં આવી હતી.
જનજાગૃતિના આ કાર્યક્રમમાં પ્રોબેશન ઓફીસરશ્રી એમ.વી.મુનિયા,જાયન્ટસ ગૃપ ઓફ, ભરૂચ પ્રમુખશ્રી જગદીશભાઇ ભાવસાર,ગૃપના સભ્યશ્રીઓ, તથા આચાર્જી ચાલ પાંચબત્તી- ભરૂચના ભાઇઓ,બહેનો,બાળકો હાજર રહયા હતા.
૧૮-૦૧-૨૦૨૧ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે રૂા.૧૨,૦૨૦ કરોડના ખર્ચે સાકારિત થનારા
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન..
સુરત: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂા.૧૨,૦૨૦ કરોડના ખર્ચે સાકારિત થનારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન કર્યું હતું. આ પરિયોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં. ડ્રિમ સિટીથી ચોકબજારથી રેલવે સ્ટેશન (એલિવેટેડ કોરિડોર) તેમજ ચોકબજારથી સુરત રેલવે સ્ટેશન (અંડરગ્રાઉન્ડ કોરિડોર)ની કામગીરીનો નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી તેમણે શુભારંભ કરાવ્યો હતો.
સુરતના વિકાસની યશકલગીમાં વધુ એક સોહામણું પીંછું ઉમેરતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.ના મહત્વાકાંક્ષી સુરત મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ફેઝ-૧ અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટીના ૨૧.૬૧ કિ.મી.ના રૂટમાં ૨૦ જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. ભેંસાણથી સારોલી સુધીના ૧૮.૭૪ કિ.મી.ના રૂટમાં ૧૮ સ્ટેશનોનું નિર્માણ થશે. કુલ ૪૦.૩૫ કિમી લંબાઈના મેટ્રો રેલ કોરિડોરમાં પ્રત્યેક કિલોમીટરના અંતરે મેટ્રો સ્ટેશન બનશે. સુરત મેટ્રો રેલ સુરતના લોકલ ટ્રાન્સપોર્ટેશનનો મહત્વનો હિસ્સો બનશે, તેમજ સુરતના મહત્વના સ્થળો, કોલેજો, મોલ્સ, વિદ્યા સંકુલો અને વાણિજ્ય સ્થળો સાથે મેટ્રો રેલ કનેક્ટ થશે. શહેરીજનોને બહેતર અને સુવિધાજનક વાહનવ્યવહાર સેવાનો લાભ મળશે
સુરત ખાતે ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં આયોજિત સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદશ્રી સી.આર.પાટીલ, શ્રીમતિ દર્શનાબેન જરદોશ જોડાયા હતાં, જ્યારે મહાત્મા મંદિર,ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સહિત મંત્રીગણ જોડાયા હતાં.
આ પ્રસંગે વિડીઓ કોન્ફરન્સથી સંબોધન કરતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને સુરત એ ભારતની આત્મનિર્ભરતાને સશક્ત કરતાં મહત્વના શહેરો છે. બે દાયકા પહેલાં સુરતની ચર્ચા થતી, ત્યારે પ્લેગ મહામારી સાથે સુરતને જોડવામાં આવતું હતું. પરંતુ હવે અભૂતપૂર્વ વિકાસ થકી ધરમૂળથી બદલાયેલું આ શહેર 'સુરત સ્પિરિટ'થી ચારેકોર જાણીતું બન્યું છે. મિની ભારતની ઉપમા મેળવનાર સુરતે દેશના ખૂણે-ખૂણેથી આવેલા લાખો ભારતીયોને અપનાવ્યા છે એમ જણાવી સુરતને વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી વિકાસની નવી ઉંચાઈ મળી હોવાનું ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ સુરતની વિશેષતાઓ અને ખૂબીઓનો સગૌરવ ઉલ્લેખ કરતાં કહ્યું કે, સુરત દુનિયાનું સૌથી વધુ ઝડપે વિકસતું ચોથા ક્રમનું શહેર છે. અહીં ભારતભરનું ૩૦ ટકા મેન મેડ ફાઈબર અને ૪૦ ટકા મેન મેડ ફેબ્રિક બને છે. વિશ્વમાં બનતા ૧૦ માંથી ૦૯ હીરા સુરતમાં તૈયાર થાય છે. અગાઉ સુરતમાં ૨૦ ટકા વસ્તી ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી, જે હવે આવાસીય સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ઘટીને છ ટકા થઈ છે. ફ્લાય ઓવર સિટી તરીકે જાણીતા સુરતમાં ૧૦૦ બ્રિજ નિર્માણ પામ્યા છે, જે પૈકી ૮૦ બ્રિજ છેલ્લાં ૨૦ વર્ષમાં જ નિર્માણ પામ્યા હોવાનું અને ૦૮ બ્રિજ નિર્માણાધીન હોવાનું તેમણે જણાવ્યુ હતું.
વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે, કથીરમાંથી કંચન ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવતું સુરત શહેર વાર્ષિક રૂ.૧૦૦ કરોડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી પાણીને રિસાયકલ કરીને કમાય છે. ઈઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આ શહેરે મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે એમ જણાવતાં તેમણે સુરતને સપનાઓના શહેર તરીકે ઓળખાવ્યું હતું. સુરતમાં ભાગ્ય અજમાવવા આવેલા હજારો-લાખો કર્મશીલ નાગરિકોના સપનાઓથી આધુનિક સુરત નિર્માણ પામ્યું છે, સુરત શહેર 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું જીવંત ઉદાહરણનું હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોમાં કરેલી જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ, કોરોના સામે જંગ, બાળ અને મહિલા કલ્યાણના અનેકવિધ પગલાઓથી ગુજરાત રાજ્ય 'બડા ઔર બહેતર' વિકાસમાં અગ્રેસર રહ્યું હોવાનો મત વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની હકારાત્મક નીતિના કારણે રૂ.બે હજાર કરોડના તાપી રિવરફ્રન્ટ ઝડપભેર સાકાર થશે. સુરત વસવાલાયક શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન ધરાવે છે એ સુરત અને રાજ્ય માટે ગૌરવ સમાન છે કુલ ૪૦.૩૫ કિમી લંબાઈનો મેટ્રો રેલ કોરિડોર સુરતની શાન બનશે એમ જણાવી શ્રી પાટીલે મેટ્રો ટ્રેનનું કાર્ય પૂર્ણ થતાં સુરતવાસીઓને યાતાયાતની ઉત્તમ સગવડ મળશે સાથે નિયત સમયમર્યાદામાં ગંતવ્ય સ્થાનો પર પહોંચવામાં સરળતા રહેશે એમ જણાવ્યું હતું.
પ્રારંભે મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ કાર્યક્રમમાં સૌને આવકારી સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની વિગતો આપી હતી.
સમારોહમાં GMRCના પૂર્વ એક્ઝિ. ડિરેક્ટરશ્રી મહેન્દ્ર પટેલ, GMRCના જનરલ મેનેજર જિતેન્દ્ર શુક્લા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ ડિરેક્ટર સહદેવસિંહ રાઠી, ડે.જનરલ મેનેજર કે.જે.ઓઝા, GMRCના શ્રી સત્યપ્રકાશ, ધારાસભ્યશ્રીઓ, સુરત મનપાના અધિકારીઓ, મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
૧૬-૦૧-૨૦૨૧ ઊંઝા ના લોકલાડીલા ધારાસભ્ય આશાબેન પટેલની ધારદાર રજૂઆત..
ઊંઝાના સક્રિય ધારાસભ્યશ્રી કુ. ડૉ. આશાબેન પટેલની ધારદાર રજુઆત તથા પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ અને પૂર્વ જિલ્લા ડેલીગેટ શ્રી હરિભાઈ પટેલની પણ જૂની માંગણી અંતર્ગત સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના સહયોગથી માતપુર થી ધરોઈ એક્સટેન્શન કેનાલની શાખા નંબર ૪ અને ૫ થી ઊંઝા તાલુકામાં નવીન પાઈપલાઈન યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રી દ્વારા ૫૫.૫૩ કરોડની જંગી રકમની મંજુરી મળેલ છે. જેના થકી ૧૫૦૦ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી તથા ભૂગર્ભ સ્તર ઊંચા લાવવા તથા ગુણવત્તા સુધારવા આ લાઈન થકી ઊંઝા તથા પાટણ તાલુકાના ઘણા બધા ગામોમાં તળાવો ભરવામાં આવશે. આ હરિયાળી ક્રાંતિ લાવવા બદલ ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર.
(રિપોર્ટર: હાર્દિક પટેલ)
૧૬-૦૧-૨૦૨૧ આણંદ તાલુકાના ૨૫ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો આણંદ ખાતેથી પ્રારંભ કરાયો..
આણંદ: નર્મદા રાજય મંત્રી શ્રી યોગેશભાઇ પટેલે આજે આણંદ તાલુકાના ૨૫ ગામો માટે આણંદ ખાતેના જીટોડિયા ખાતેથી કિસાન સુર્યોદય યોજના અન્વયે ખેતીવાડી વપરાશ માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાના પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું.
નર્મદા રાજય મંત્રી શ્રી યોગેશભાઇ પટેલે રાજ્ય સરકાર રાજ્યના સર્વાગી વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે. જેના કારણે ગામડાઓ બેઠા થઈ શક્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના મજબુત નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સતત ગામડાનો, ખેડુતો અને ગરીબોની ચિંતા કરે છે અને એમના લાભાર્થે વિવિધ યોજનાઓ અમલી બનાવી રહી હોવાનું કહ્યું હતું.
શ્રી પટેલે કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને ૨૪ કલાક ગુણવત્તાયુકત વિજળી મળતી થશે. ખેડૂતોને છૂટથી વિજ કનેકશન આપવામાં આવ્યા, હવે ખેતીવાડીમાં દિવસે વિજળી મળે તે માટે પણ કામ શરૂ કર્યું. આમ આ બધા માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી હોવાનું કહ્યું હતું.
મંત્રીશ્રી પટેલે વધુમાં કિસાન સુર્યોદય યોજના થકી ખેડૂતોને રાતના ઉજાગરા બંધ થશે, અને ખેડૂતોને દિવસે પણ વિજળી મળશે.
મંત્રી શ્રી યોગેશભાઇ પટેલે કિસાન સુર્યોદય યોજનાથી ખેડૂતો-પશુપાલકોનું જીવન સુરક્ષિત અને સમૃધ્ધ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતોના લાભાર્થે ખેતીવાડીમાં તબક્કાવાર દિવસે પણ વીજળી મળવાનું શરૂ થઈ રહ્યું હોવાનું કહ્યું હતું.
શ્રી પટેલે આ પ્રસંગે વિશ્વના અનેક દેશો કોરોનાની વેકિસનની શોધમાં લાગ્યા છે ત્યાડરે ભારતે સ્વેદેશી વેકિસન વિકસાવીને આજથી સમગ્ર દેશ સહિત રાજયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વેકિસનેશનનો પ્રારંભ કરાવ્યોા છે ત્યારરે વેકિસનના ખોટા ભ્રામક પ્રચાર અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ગામડાઓને પણ ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે જ્યોતિ ગ્રામ યોજનાથી આપવાનું શરૂ કર્યું હતું. તેમણે વધુમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જીનો મહત્વનો પ્લાન્ટ પણ કચ્છમાં આકાર લઇ રહ્યો છે. જેમાંથી પવન અને સૂર્ય આધારીત ૩૦ હજાર મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરી શકશે તેમ જણાવ્યું હતું.
શ્રી પટેલે હવે કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોને દિવસે વીજળી મળતાં ખેડુતોની મુશ્કેલીઓ દૂર થશે તેટલું જ નહીં પણ દિવસે કામ અને રાત્રે વિશ્રામ કરી શકશે.
તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રનભાઇ મોદીએ ખેડૂતોની આવક વર્ષ-૨૦૨૨ સુધીમાં બમણી કરવાનું જે સપનું સેવ્યું છે તેમાં આ કિસાન સૂર્યોદય યોજના આશીર્વાદ સમાન બની રહેશે તેમ કહ્યું હતું.
પ્રારંભમાં એમ.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેર શ્રી સ્વાયગત પ્રવચન કરી એમ.જી.વી.સી.એલ. દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ કરવામાં આવેલ કામગીરીની રૂપરેખા આપતાં જણાવ્યુંુ હતું કે, આણંદ જિલ્લાદના આઠ તાલુકાના ૧૪૩ ગામોના આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.
આ પ્રસંગે મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજ, એમ.જી.વી.સી.એલ.ના અધિકારીઓ-કર્મચારીઓ અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિાત રહ્યા હતા.
૧૬-૦૧-૨૦૨૧ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ સમિતિ દ્રારા જાહેર કરેલ આંદોલન..
જુનાગઢ : સાતમા વેતનપંચ ના એલાઉનશ માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.(જીયુવીએનએલ) અને તેની સંલગન કંપની ના અધિકારીઓ / કર્મચારીઓ દ્રારા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્રારા જાહેર કરેલ આંદોલન ના ભાગ રૂપે તા: ૨૧.૦૧.૨૦૨૧ ના રોજ માસ સી.એલ ઉપર જવાનો નિર્ધાર કરેલ છે અને અત્યાર સુધીમાં કુલ ૪૪૦૦૦ કર્મચારીઓ દ્રારા માસ સી.એલ મૂકી દેવામાં આવી છે , ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ ના નક્કી કરેલ કાર્યક્રમ ના ભાગ રૂપે આજે તા:૧૬-૦૧-૨૦૨૧ નાં રોજ પીજીવિસિએલ માણાવદર પેટા વિભાગીય કચેરી-૧ તથા માણાવદર પેટા વિભાગીય કચેરી-૨ તથા જેટકો(૬૬ કે.વિ) માણાવદર ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા આજ રોજ ભેગા થઈ ને સુત્રોચાર કરવામાં આવ્યાં હતા અને સાથે તા.૧૭-૦૧-૨૦૨૧ થી કર્મચારીઓ દ્રારા કાળી પટી ધારણ કરવામાં આવશે અને ૨૧-૦૧-૨૦૨૧ ના રોજ વિજ કર્મીઓની હળતાલ કરવામાં આવશે.
(વિશેષ અહેવાલ : ભૌતિક છત્રાળા)
૧૬-૦૧-૨૦૨૧ કિસાન સૂર્યોદય યોજના" નો ભરૂચમાં પ્રારંભ કરવામાં આવ્યો..
ભરૂચ જીલ્લાના ભરૂચ તાલુકાના 12 ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી આપવા માટેની આશીર્વાદરૂપ અને ઐતિહાસીક વીજ ક્રાંતિ લાવનાર "કિસાન સૂર્યોદય યોજના"નો પ્રારંભ ભરૂચ લોક લાડીલા ધારાસભ્યશ્રી દુષ્યંત ભાઈ પટેલ કરાવ્યો હતો.ભરૂચ જીલ્લા ભાજપ પમુખ શ્રી મારુતિ સિંહ ભાજપાના આગેવાન શ્રીઓ અને કાર્યાકતા હાજર રહ્યા હતા.
કિસાન સૂર્યોદય યોજના રાજ્યના સૌ ખેડૂતો માટે ઐતિહાસિક વીજક્રાંતિના મંડાણ છે. આ યોજના થકી ખેડૂતોને દિવસે સિંચાઈ માટે વીજ પુરવઠો મળવાથી રાત્રે ખેતરમાં પિયત વેળાએ વન્ય જીવ જંતુઓના ભય અને શિયાળાની કડકડતી ઠંડી તેમજ ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળશે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના નેતૃત્વ હેઠળ ધરતીના તાત એવા અન્નદાતાઓની સુખાકારી માટે ‘દિવસે કામ અને રાત્રે વિશ્રામ’ની ભાવનાથી ખેડૂતોનો સંપૂર્ણ સૂર્યોદય અને સર્વોદય થવાથી કિસાન પરિવારોમાં સમૃદ્ધિનો સૂરજ ઉગશે.
૧૬-૦૧-૨૦૨૧ અમદાવાદ જિલ્લાના બીબીપુર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ક્રિકેટ ગ્રાઉન્ડના ઈ-લોકાર્પણ પ્રસંગે વિશેષ રૂપે ઉપસ્થિત રહેતા ગૃહ રાજ્યમંત્રીશ્રી..
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે અમદાવાદ જિલ્લાના બીબીપુર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ક્રિકેટ ગ્રાઉન્ડના ઈ- લોકાર્પણ પ્રસંગે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનુ આજે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શ્રી જાડેજા ણાવ્યું કે,જીવનમાં રમતનું આગવું મહત્વ છે.અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રમત-ગમતના ઘણાં સ્પોર્ટ્સ સંકુલો છે. પૂર્વ અમદાવાદમાં પણ તેવા જ સ્પોર્ટ્સ સંકુલો ઉભા થાય એની જરૂરિયાતને ધ્યાનમાં લઇ ૧૫ વીઘા જમીનમાં ઇન્દોર હોલ તથા ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, વસ્ત્રાલ, રામોલ, વટવા વિસ્તારમાં તળાવ, પાણી, ગટર વ્યવસ્થા સાથે સારી હોસ્પિટલ, સારી આરોગ્ય સેવા ઉભી કરવામાં આવી છે.
આગામી સમયમાં વસ્ત્રાલ ખાતે રૂ. ૪૦ કરોડના ખર્ચે નિર્મિત થઇ રહેલ સ્પોર્ટ્સ સંકુલને પણ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.
મંત્રીશ્રીએ સ્વામી વિવેકાનંદના કથનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સ્વામી વિવેકાનંદ યુવાનોને વર્ગખંડ જેટલો કે તેનાથી વધુ સમય રમત-ગમતના મેદાનમાં પસાર કરવા માટે કહેતા હતાં તેની પાછળનો હેતુ સારું શરીર અને તેના દ્વારા સારા વિચારોનો પ્રાદુર્ભાવ થાય તે રહેલો હતો.
આગામી સમયમાં સિંગરવા ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે હોસ્પિટલનું આધુનિકીકરણ કરવામાં આવનાર છે તેમ જણાવી તેમણે એક સમયે જ્યાં કચરાના ઢગલા હતાં ત્યાં 'જડેશ્વર વન' બનાવી આપણે વત્રાલને નંદનવન બનાવ્યું છે.
જે રીતે મેટ્રોનું પ્રથમ સ્ટેશન 'વસ્ત્રાલ' તરીકે ઓળખાય છે તે જ રીતે હવે પછી બીબીપુર ગામ 'રમત-ગમતના સંકુલ'થી ગુજરાતમાં જાણીતું બનશે તેમ જણાવી તેમણે જીવનમાં કસરત, મેદાની રમતો તથા શરીર સૌષ્ઠવનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું.
અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી એચ.એસ.પટેલ એ તંદુરસ્ત શરીરની અંદર જ તંદુરસ્ત મન બિરાજે છે તેમ જણાવી જણાવ્યું કે, જીવનમાં ખેલકૂદનું ખૂબ મહત્વ રહેલું છે.
શહેરીકરણ વધતા જીવનમાં વ્યાયામનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી શરીર સૌષ્ઠવ બનાવવા અહી વિકસિત કરવામાં આવેલ સુવિધા ઉપયોગી બની રહેશે.
તેમને કહ્યું કે, સ્પોર્ટ્સથી નેતૃત્વના ગુણો વિકસે છે, જે વ્યક્તિગત સાથે જાહેર જીવનમાં ઉપયોગી બને છે.
ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલે જણાવ્યું કે, જીવનમાં ખેલકૂદ ખૂબ અગત્યના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ખેલકૂદની ખૂબ મહત્ત્વ આપતા હતા. તેથી તેમણે ગુજરાતમાં રમત-ગમતને એક અભિયાન તરીકે ચલાવી 'ખેલ મહાકુંભ'ની શરૂઆત કરી હતી. જેના કારણે આપણને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પ્રાપ્ત થયા છે.
આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુ, પરશુરામ મહારાજ, બીબીપુર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૧૫-૦૧-૨૦૨૧ ગુજરાતના શહેરોને ટ્રાફિક-ફાટક અને પ્રદુષણમુકત કરી રહેવા-માણવા લાયક બનાવવા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી..
ગુજરાતમાં પણ કોરોના વેક્સિનેશન શરૂ થશે -વેકિસન સુરક્ષિત-સૌ અપાવે. ગુંડાઓ ગુજરાત છોડે એવી મારી સરકારે માફીયાઓને સખત સજા માટે કાયદા બનાવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગુજરાતની કાયાપલટ કરનારા અગ્રીમ પ્રોજેક્ટસનો પ્રારંભ કરવામાં છે. વિકાસ એ જ મારી નિર્ણાયક સરકારનો મંત્ર છે- અમે દિવસ ઉગે અને આથમે ત્યાં સુધીમાં પ્રજાલક્ષી નિર્ણય લઇએ છીએ. કોરોના કાળમાં પણ ગુજરાતના વિકાસને અટકવા દીધો નથી-રાજય સરકારે કોરોના સંક્રમણ વચ્ચે રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો. જામનગરને રૂ. ૧૯૮ કરોડના ફ્લાય ઓવરબ્રિજ સહિત રૂ. ૫૭૮ કરોડના ૩૯ વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી. જામનગરમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટસ મ્યુઝિયમ બનાવાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં સ્પષ્ટ કહ્યું કે, ગુજરાતના શહેરોને વર્લ્ડ કલાસ સુવિધાયુકત કરીને ટ્રાફિક, ફાટક અને પ્રદુષણની મુક્તિ સાથે રહેવા અને માણવા લાયક બનાવવા છે. ગામડાના આત્માને પણ જાળવી રાખીને શહેરો જેવી સુવિધા સાથે ગુજરાતને અગ્રિમ વિકાસનું સરનામું બનાવવું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં નાખેલા વિકાસના મજબૂત પાયાને આગળ વધારીને વિકાસની નવી સિધ્ધીઓ હાંસલ કરીને ગુજરાત આદર્શ જીવનશૈલી સાથે સુખ-સુવિધાયુકત રાજય બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જામનગરમાં રૂ. ૧૯૮ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજનું ખાતમૂર્હત સહિત રૂ. ૫૭૮ કરોડના ૩૯ વિકાસકામોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં જામનગર શહેરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શુધ્ધ થયેલ પાણીને મોટી ખાવડી પાસેની જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ્ને આપવાના ૧૨૧ કરોડના કામનું ખાતમુહૂર્ત, માર્ગ મકાન વિભાગ પંચાયતના રૂ. ૨૪ કરોડના ૨૦ કામોનું ખાતમુહુર્ત અને મહાનગરપાલિકાના રૂ. ૪૪ કરોડના ૭ કામોનું ખાતમુહુર્ત અને ૧૩૩ કરોડના ૫ કામોનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત જેટકોના રૂ. ૪૦ કરોડના કામોનું ખાતમુહુર્ત અને લોકર્પણ તથા ૧૭ કરોડના ખર્ચે જામનગર મહાનગરપાલિકા, રિલાયન્સ ફાઉન્ડેશન અને કે એન્ડ ડી કોમ્યુનીકેશનના સહયોગથી બનેલ અક્ષયપાત્ર સેન્ટ્રલાઇઝ મેગા કીચનનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકોની સંપત્તિની રક્ષા કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરીને સ્પષ્ટ કહ્યું કે, ગુંડાઓ ગુજરાત છોડે, મારી સરકારે અસામાજીક તત્વો અને માફીયાઓને કડક સજા થાય તે માટે કાયદાઓ બનાવ્યા છે. લોકોની મિલ્કત ગેરકાયદેસર રીતે અને ધાક-ધમકીથી પચાવી પાડનારાઓને જેલ ભેગા કરવા છે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જામનગરના વિકાસની વિભાવનાને આગળ વધારતા મહત્વની જાહેરાત કરી હતી કે, જામનગરમાં વર્લ્ડ કલાસ સ્પોર્ટસ મ્યુઝિયમ બનાવાશે. હાલારના ગૌરવવંતા રમતવીરોને યાદ કરીને મુખ્યમંત્રીશ્રીએ આ સ્પોર્ટસ મ્યુઝિયમનું નામ સર જામ રણજીતસિંહજી રખાશે તેમ સગૌરવ જણાવ્યું હતું. કોરોનાનો હાલનો ઇલાજ વેકિસન છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં ૧૬૧ સ્થળોએ કોરોનાની વેકિસન તબીબો અને આરોગ્ય કાર્યકર્તાઓને આવતીકાલે તા. ૧૬ જાન્યુઆરીથી આપવામાં આવશે. કોરોના સામેના આ સીધા જંગના આ અભિયાનમાં તેઓ અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ સિવિલ હોસ્પીટલ અમદાવાદથી રસીકરણ કાર્યક્રમમાં સહભાગી થશે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતના રસીકરણ કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળશે. રસી સુરક્ષિત છે અને સૌ અપાવે તેવી અપીલ પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસ જ ગુજરાતનો મંત્ર અને લક્ષ્ય છે તેમ જણાવતાં કહ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ અટક્યો નથી, રૂ. ૨૫ હજાર કરોડના વિકાસકામોનો પ્રારંભ થયો છે. મારી સરકારમાં દિવસ ઉગે અને આથમે ત્યાં સુધીમાં પ્રજાલક્ષી ક્લ્યાણકારી અનેક નિર્ણયો લેવાય છે. અગાઉ અઢી દાયકા પહેલા ખાતમુહુર્ત થતા અને લોકો કામોની રાહ જોતા હતા જ્યારે અમારી સરકારમાં ખાતમુહુર્ત અમે કરીએ છીએ અને તેનું તુરંત લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે હાઇજીન, પોષણ અને શિક્ષણના ત્રિવેણી સંગમરૂપી એવી અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નિર્મિત હેપીનેસ કીટ બાળકોને અર્પણ કરવામાં આવી હતી. સાંસદ શ્રી પૂનમબેન માડમે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહી જણાવ્યું હતું કે, ગ્રામીણ-શહેરી દરેક વિસ્તારનો સર્વાંગી વિકાસ, સુસાશન માટેની નવી પોલીસીઓના ત્વરિત ઘડતર અને અમલ દરેક બાબતે ગુજરાત દેશમાં અગ્રેસર છે. મુખ્યમંત્રીશ્રીએ માળખાગત વિકાસ અને સામાજિક કાર્યોમાં વિકાસલક્ષી કામગીરી કરી ગુજરાતને અન્ય માટે રોલ મોડેલ બનાવ્યું છે. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ દરેક વર્ગ સાથે વ્યક્તિગત રીતે જોડાઈને તેમની સંવેદનાઓ અનુભવી લોકાભિમુખ, સંવેદનશીલ અને પારદર્શી સરકારનું નેતૃત્વ કર્યું છે તેમ કહી સાંસદશ્રીએ જામનગરને મળનાર ફ્લાયઓવર અને અક્ષયપાત્ર યોજનાઓના લાભ માટે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી સતીષ પટેલે સર્વે મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી તેમજ જિલ્લા વહીવટીતંત્ર, પક્ષના હોદ્દેદારો અને ઓશવાળ શિક્ષણ સંઘ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી સત્ય સાંઇ સ્કૂલની બાળાઓ અને સંગીત શિક્ષકોએ સંગીત સુરાવલી રજુ કરી હતી. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલ, રિલાયન્સ ગ્રૂપના શ્રી મહેન્દ્રભાઈ પટેલ, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી જગમોહન કૃષ્ણદાસાજી, રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી મનહરભાઈ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, પ્રભારી સચિવ શ્રી નલીનભાઈ ઉપાધ્યાય, કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ વગેરે મહાનુભાવો-પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૧૫-૦૧-૨૦૨૧ સુરતમાં ૧૦માં ઘોરણની કિશોરીએ કર્યો આપઘાત, હોમવર્ક ન કરવાની ફરિયાદ માતાએ ટીચરને કરતા ખોટુ લાગ્યુ…
આજકાલના બાળકોને શાળામાં શિક્ષકઠપકો આપે કે ઘરમાં માતા-પિતા અભ્યાસને લઈને બોલે તે સહન થતુ નથી અને જીવનનો નવો પાઠ શીખવાની ઉમંરે આત્મહત્યા જેવા ગંભીર નિર્ણયો લઈને પરિવાર પર એક ન ભૂલાય એવો બોજ છોડી જાય છે. આવો જ એક કિસ્સો સુરતના ડીંડોલીમાં સામે આવ્યો છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૃતક ખુશીએ હોમવર્ક ન કર્યું હોવાનું તેની માતાએ ટીચરને જાણ કરી હતી, જેથી ખુશીને લાગી આવતાં આપઘાત કરી લીધો હોવાનું પરિવારનોએ જણાવ્યું હતું. ખુશીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ડીંડોલી વિસ્તારમાં આવેલી આલોક રેસિડેન્સીમાં ધોરણ-10માં અભ્યાસ કરતી ખુશી પ્રકાશભાઈ પટેલ (ઉ.વ. 15) પરિવાર સાથે રહેતી હતી અને પરિવારની એકની એક દીકરી હતી. પિતા ઝેરોક્ષની દુકાન ચલાવતા હોવાનું અને મૂળ મહેસાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરાયણના રોજ ઓનલાઈન અભ્યાસના હોમવર્ક બાબતે માતાએ સ્કૂલના શિક્ષકને ફોન કરી દીકરીએ હોમવર્ક નથી કર્યું એ ફરિયાદ કરતાં ખુશીને લાગી આવ્યું હતું. ત્યાર બાદ કોઈને પણ જાણ કર્યા વગર ખુશી એકાંતમાં જઈ કોઈ ઝેરી દવા પી ગઈ હતી.
કિશોર વયના બાળકો અને યુવાઓના વધતા કેસને લઈને સૌએ વિચારવા જેવુ છે. માતા-પિતાએ બાળકોને લાડ કરવા પણ એટલા પણ નહી કે તેમના સારા માટે કહેલી વાતને પણ ખોટી સમજીને ખોટુ લગાડે. બાળકોને બાળપણથી જ ઠપકો સાંભળવાની ટેવ પણ હોવી જોઈએ. જ્યારે ઘરમાં પિતા ઠપકો આપે અને માતા બાળકનો પક્ષ લે એવુ ન હોવુ જોઈએ, કોઈ વાત ખોટી છે તો બંનેયે મળીને બાળકને પ્રેમથી સમજાવવુ જોઈએ. પહેલા ઘોરણથી જ બાળકના અભ્યાસની ગંભીરતા સમજાવવી જોઈએ. સીધા બોર્ડની પરિક્ષા આવે ત્યારે જ ગંભીરતા સમજીને બાળકોને ટોકવુ એ પણ યોગ્ય નથી. બાળકોએ પણ પોતાના માતા-પિતા જે કંઈ બોલે તે તેમના સારા માટે જ છે એ વાત સમજવી જોઈએ અને આત્મહત્યા જેવા ગંભીર નિર્ણયો ન લેવા જોઈએ. કારણ કે શીખવાની ઉમરે ઠોકર તો વાગશે જ.. અને માતા પિતા તમને ઠોકર ન વાગે એ માટે જ ઠપકો આપતા હોય છે એ પણ સમજવુ જોઈએ.
૧૫-૦૧-૨૦૨૧ જામનગરમાં ગાડી ભરીને હથિયારો સાથે હત્યારાઓ ઝડપાયા, હથિયારો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી..
જામનગર શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને એલ.સી.બી પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર જિલ્લા જેલમાંથી મુક્ત થનાર તુષાર ઉર્ફે રાજુ, લક્ષ્મણ ઉર્ફે અજય તથા રાજભા ચતુરસિંહ સોલંકી આ ત્રણેય આરોપીઓના ખુન કરવાનું કાવતરુ રચવામાં આવ્યું છે. જે બાતમીના આધારે ગઈકાલે સાંજે જામનગર એલસીબી પોલીસે સાત જેટલા ઈસમોને ઘાતક હથિયારો ના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.
ઝડપાયેલા ઈસમોના કબજામાંથી દેશી બનાવટના 2 તમંચા, 7 કાર્ટિસ તેમજ 6 ધારદાર ફરસી, 1 કુહાડી, 1 ધારીયુ, 3 લોખંડના પાઇપ, તલવાર જેવો છર, 6 મોબાઈલ અને બનાવમાં વાપરવામાં આવેલ એક ઇકો કાર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બે આરોપીઓના કોવિડ ટેસ્ટ કર્યા બાદ અટક કરવામાં આવશે તેમજ અન્ય છ ઇસમો ફરાર થઇ ગયા હતા. જુના ઝઘડાની અદાવતમાં આ કાવતરું રચ્યું હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતો.
ધાતક હથિયારો સાથે ઝડપાયેલા આરોપીઓ...
(૧) ઇકબાલ બશીરભાઇ સંધી રહે-જામનગર (તમંચો તથા કાર્ટીસ)
(ર) આશિફ અલીભાઇ સંધી રહે-જામનગર (તમંચો તથા કાર્ટીસ)
(૩) રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે-જામનગર
(૪) ઐયાજ ઐયુબભાઇ ખફી
(૫) હાજી ઐયુબ ખફી સુમરા
(૬) બે કાયદાથી સંધર્ષિત કિશોર છે.
ઉપરોકત તમામ આરોપીઓના કબજામાંથી દેશી બનાવટના તમંચા-૨ તથા કાર્ટીઝ નંગ-૭ તેમજ ધારદાર ફરસી નંગ-૬, કુહાડી-૧, ધારીયુ નંગ-૧, લોખંડની પાઇપ-૩, તલવાર જેવો છરો નંગ-૧, તથા રોકડ રૂ. ૧૮,૭૦૦/- મોબાઇલ ફોન નંગ-૬, તથા ઇકો કાર નંગ-૧ મળી કુલ રૂ. ર,૬૬,૬૦૦/- મુદામાલ કબજે કરવામાં આવેલ છે.
નાસી છુટેલા આરોપીઓ...
(૧) હાજીભાઇ હમીરભાઇ ખફી સુમરા રહે. મસીતીયા તા.જિ. જામનગર (સોપારી આપનાર)
(૨) શિવાભાઇ જાડેજા રહે.જામનગર
(૩) રહીમ કાસમ સુમરા રહે.જામનગર
(૪) કીશન કોળી તથા બીજા ત્રણ માણસો ( રેનોલ્ડ કવીડ ગાડીમાં)
(૫) ઇમરાન મોહમંદ સુમરા (એકસીસ મોટર સાઇકલમાં)
(૬) સંજય પ્રફુલ વાઘેલા ઉર્ફે બાંઠીયો (સ્પ્લેન્ડર બાઇક)
૧૫-૦૧-૨૦૨૧ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રસ્તામાં કાફલો રોકી બે વિધવા માતાને કરી મદદ..
રાજકોટ: પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગઇ કાલે જસદણ નજીકના વિસ્તારમાં બે બહેનોને રસ્તે ચાલીને જતી જોઇને કાફલો રોકી ખબર અંતર પૂછતા બન્ને બહેનો વિધવા માતા હોવાની જાણ થતાં જરૂરી મદદ કરીને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે અધિકારીઓ અને કાર્યકર્તાઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ બન્ને વિધવા માતાઓ જસદણના વીછીયા રોડ પર જુના રેલ્વે સ્ટેશન પાસે રહે છે. મંત્રીશ્રીએ તેમના ઘરની સ્થિતિ વિશે પૃચ્છા કરી મળવાપાત્ર તમામ યોજનાની જાણકારી આપી મદદ કરવા માટે સંબંધિતોને જણાવ્યું હતું. મંત્રીશ્રીની સંવેદનાપૂર્વકની કામગીરીને સ્થાનિક રહીશોએ આવકારી મંત્રીશ્રીની સંવેદના અંગે રાજીપો વ્યકત કર્યો હતો. રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં નાના માણસો માટે અનેક કલ્યાણકારી નિર્ણયો લઇ રહી છે, એ બાબતનું જીવંત દ્રષ્ટાંત જોવા મળ્યું હતું.
૧૫-૦૧-૨૦૨૧ જુનાગઢ “Say No to kites” Save Birds.
ગઈ કાલે આનંદ ઉત્સાહ ના મકરસંક્રાંતિ ના પર્વ ના દિવસે પતંગ ઉડાડી ને લાખો લોકો મજા કરતા હતા ત્યારે જૂનાગઢ માં સતત સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ બાપા સીતારામ ગ્રુપ દ્વારા ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે એક દિવસીય બર્ડ ટ્રીટમેન્ટ કન્ટ્રોલ રૂમ નું આયોજન કરવામાં આવ્યું હતું
પવન નું પ્રમાણ ઓછું હોવાથી ખૂબ ઓછા પક્ષીઓ ને ઇજા થયેલ.
ઇજા ગ્રસ્ત પક્ષીઓને ગ્રુપ ના વેટર્ન ડો. તપન કુંભાણી દ્વારા યોગ્ય ટ્રીટમેન્ટ કરી જીવ દયા પરિવાર ને સોંપવામાં આવેલ.
પક્ષી બચાવો..દેશ બચાવો. અભિયાન ને સફળ બનાવવા સવાર ના ૯ થી સાંજ ના ૭ વાગ્યા સુધી બાપા સીતારામ ગ્રુપ ના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.
(રિપોર્ટર: કેતન લુણાગરીયા)
૧૫-૦૧-૨૦૨૧ પ્રજાના પૈસાનો પ્રમાણિકતાથી આયોજનપૂર્વક અને દીર્ઘદ્રષ્ટિથી ઉપયોગ કરી વિકાસ કામોનું આયોજન કરવું એ જ અમારો નિર્ધાર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ..
ગાંધીનગરને વિશ્વકક્ષાનું શહેર બનાવી તમામ પ્રકારની સવલતો ઊભી કરાશે. સરખેજ-ગાંધીનગર- ચિલોડાના છ માર્ગીય રોડ પર આવતા અન્ય ફ્લાયઓવરના કામો આગામી ત્રણ માસમાં પૂર્ણ કરાશે. દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત : બે શહેરો વચ્ચે છ માર્ગીય રસ્તા પર ફલાય ઓવર અને ૪ કિ.મી. લાંબા એલીવેટર બ્રીજના કામો પ્રગતિમાં જે તબક્કાવાર પૂર્ણ કરાશે. ગાંધીનગરના પ્રવેશદ્વાર ઉવારસદ ખાતે ફ્લાયઓવર અને ત્રિ મંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રી.
૧૩-૦૧-૨૦૨૧ માખીયાળાના ચંદ્રિકાબેન ૨ ગીર ગાયનું પાલન કરી તેના દૂધનું વેચાણ કરી બન્યા આત્મ નિર્ભર..
જૂનાગઢના માખીયાળા ગામના ચંદ્રિકાબેન ગજેરા બે ગીર ગાયનું પાલન કરી રોજના ૧૦ લીટર દૂધનું વેચાણ કરી એક દિવસના રૂા.૫૫૦ની આવક મેળવી આત્મ નિર્ભર બન્યા છે. ચંદ્રિકાબેનને પશુપાલન માટે તાલુકાકક્ષાનો બેસ્ટ આત્મા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લો અને ગીરની ગાય વિશ્વ પ્રસિધ્ધ છે. ત્યારે જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામ ખાતે રહેતા ચંદ્રિકાબેન ચંદુભાઇ ગજેરાએ પશુપાલન માટે બે ગીર ગાયનું પાલન કરી અને તેના દૂધનું વેચાણ કરી આત્મ નિર્ભર બન્યા છે.
ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, મારી પાસે અત્યારે બે ગીર ગાય અને તેની બે વાછરડી છે. આ બન્ને ગાય દૂધ આપતી હોવાથી રોજનું ૧૦ લીટર દૂધ ૫૫ રૂપિયાના ભાવે વેચાણ કરૂ છુ અને દુધમાંથી આવક મેળવી પોતાનું ઘર ચલાવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલેથી જ પશુપાલનનો શોખ હોવાથી ગીર ગાયનો ઉછેર કર્યો છે અને આ ગીર ગાય થકી સારી એવી આવક એટલે કે મહિને રૂા.૧૬,૫૦૦ની આવક મેળવી રહ્યા છે.
ચંદ્રિકાબેનને પશુ પાલનને લઇને રાજ્ય સરકારશ્રી દ્વારા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ અંતર્ગત તાલુકા કક્ષાએ રૂા.૧૦ હજારનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
૧૩-૦૧-૨૦૨૧ વડાપ્રધાનશ્રીના હસ્તે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી તા.૧૭ મી જાન્યુઆરીએ કેવડીયા રેલ્વે સ્ટેશનના લોકાર્પણ અને નવી રેલ્વે સેવાઓના પ્રારંભ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ-સંકલન માટે વિવિધ વિભાગોને સોંપાયેલી કામગીરી..
રાજપીપલા: તા.૧૭ મી જાન્યુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી નવનિર્મિત કેવડીયા રેલ્વે સ્ટેશનના લોકાર્પણ અને કેવડીયા સુધીની નવી રેલ સેવાઓના પ્રારંભના સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રિય મંત્રીશ્રીઓ વગરે સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમના આયોજન અંગે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહે આજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે રેલ્વેતંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ ““ટીમ નર્મદા”” સાથે બેઠક યોજીને સંબંધિતોને સોંપાયેલી ફરજો જવાબદારીઓ-સુપેરે નિભાવી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટેની સૂચનાઓ સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ. કે. વ્યાસ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર અને સુશ્રી વાણી દૂધાત, પ્રાયોજના વહિવટદારશ્રી બી. કે. પટેલ, અધિક કલેક્ટરશ્રી બી.એસ.પટેલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહિવટદારશ્રી નિલેશ દુબે, કેવડીયા કોલોનીના નાયબ કલેક્ટરશ્રી નિકુંજ પરીખ, પ્રાંત અધિકારીશ્રી કે. ડી. ભગત અને શ્રી દિપક બારીયા, પ્રોટોકોલ નાયબ કલેક્ટરશ્રી બી. એ. અસારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. કે. પી. પટેલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવીલ સર્જન ર્ડા. જ્યોતી ગુપ્તા સહિત જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહે કેવડીયા ખાતે ઉક્ત કાર્યક્રમની પૂર્વ તૈયારી, સુચારૂ વ્યવસ્થા અને સંકલન માટે જુદા જુદા વિભાગોને કોવિડ-૧૯ ની સરકારશ્રીની સ્થાયી સુચનાઓના અમલ સાથે જે તે વિભાગો સાથે સંકલનમાં રહીને સંબંધિતોને સોંપાયેલી આનુસંગિક તમામ કામગીરી અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે જોવાની ખાસ હિમાયત કરી હતી.
ભરૂચઃ સંસદસભ્ય અને ભરૂચ જિલ્લાકક્ષાની દિશા કમિટિના અધ્યક્ષશ્રી મનસુખભાઇ વસાવાએ ભરૂચ જિલ્લામાં અમલી સરકારશ્રીની પ્રજાકીય વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘનિષ્ટ અમલીકરણ થકી લક્ષિત લાભાર્થી/જનસમુદાયને તેનો મહત્તમ ફાયદો થાય અને લોકોની સુખાકારી વધે તે દિશામાં સૌને સહિયારા પ્રયાસો કરવા ભારપૂર્વકનો ખાસ અનુરોધ કર્યો હતો.
વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્યશ્રી સંજયભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી.એમ.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, સમિતિના અન્ય સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આજે ભરૂચ આયોજન ભવનના સભાખંડમાં યોજાયેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા (ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો.ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટિ)ની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં તમામ વિભાગના વિકાસકામોના સુચારૂ અમલીકરણ માટે આંતરવિભાગીય સંકલન વધુ સુદૃઢ બનાવવાની સાથોસાથ મંજૂર થયેલા વિકાસ કામો સંદર્ભે જે તે બાબતમાં હકારાત્મક અભિગમ સહિત તેના યોગ્ય ઉકેલ સાથે ઝડપથી હાથ ધરાય અને પ્રજાજનોને ગુણવત્તાયુક્ત વિકાસ કામોનો શક્ય તેટલો વેળાસર લાભ મળી રહે તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી.
સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દિનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, મિશન મંગલમ, ડીઆરડીએની તમામ યોજનાકીય/બિન યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, કૃષિ-બાગાયત, સિંચાઇ, સહકાર, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, રમત-ગમત, ખાણ-ખનીજ, વિજ વિભાગ, નગરપાલીકા વિસ્તાર સહિતના વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
સંસદસભ્ય અને અધ્યક્ષશ્રીએ ભરૂચ જિલ્લાના છેવાડાના માનવીઓ સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે તેના ધ્વારા તેઓના સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે તેમ જણાવી સરકારશ્રીની યોજનાઓની જાણકારી ગ્રામિણ વિસ્તારના લોકોને આપવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
૧૩-૦૧-૨૦૨૧ ડાંગ જિલ્લાના કહાંડોળઘોડી ગામે “બેટી બચાવો, બેટી પઢાવો” સપ્તાહ અંતર્ગત સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવા બાબતે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ..
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલી રહેલા “બેટી બચાવો, બેટી પઢાવો” સપ્તાહ અંતર્ગત ચોથા દિવસે સ્ત્રીભૂણ હત્યા અટકાવવા બાબતે વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
સરકારશ્રીની કોવિડ -19 ગાઈડ લાઈન ને અનુસરતા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કાહાડોલઘોડી ગામે 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર દ્વારા ઉપસ્થિત ગ્રામીણ મહિલાઓને સ્ત્રીભૂણ હત્યા વિશે માહિતગાર કરાયા હતા. ભ્રુણ હત્યા કે પરીક્ષણ ઉપર કાયદા હેઠળ પ્રતિબંધ છે. જેના દ્વારા સ્ત્રીભ્રુણ હત્યા રોકી, સ્ત્રી પુરુષ જન્મ દર ની સમાનતા લાવવાનો સરકારનો ઉદ્દેશ્ય છે, તેમ જણાવી મહિલાઓના કોઈપણ શારીરિક, માનસિક કે જાતીય સતામણીના બનાવોમા અભયમ 181 મહિલા હેલ્પલાઇનની મદદ મેળવવી જોઈએ તેમ તેમને જણાવ્યુ હતુ. હેલ્પલાઇન દ્વારા ઘરેલુ હિંસા, લગ્નજીવનના વિખવાદો, કામકાજના સ્થળે જાતીય સતામણી, બાળલગ્ન અટકાવવા અને મહિલાલક્ષી સરકારી યોજનાઓની માહિતી પણ મેળવી શકાય છે, તેમ જણાવી કાઉન્સેલર ગ્રીષ્મા પટેલે આ વેળા પુરક વિગતો આપતા ગ્રામજનોને જણાવ્યુ હતું.
૧૩-૦૧-૨૦૨૧ સિવિલ હોસ્પીઅટલના ડોકટરોએ સવા માસથી વધુ સારવાર કરી મહિલાની જીંદગી બચાવી..
વલસાડઃ સિવિલ હોસ્પીટલ વલસાડની સારવાર થકી મારો પરિવાર હસતો રમતો થયો છે આ શબ્દ છે. પારડી તાલુકાના રોહીણા મંદિર ફળિયાના ગણેશભાઇ હળપતિના. જેઓ કહે છે મારી પત્નીને એક માસ અને નવ દિવસ સુધી વલસાડ સિવિલ હોસ્પીટલ ખાતે સતત સારવાર આપી મારી પત્નીને મોતના મુખમાંથી બચાવી એમ કહુ તો ખોટુ નથી.
ગણેશભાઇના પત્ની મિનાક્ષીબેનને ડીસેમ્બર-૨૦માં ડીલીવરી માટે રોહિણા સામુહિક આરોગ્ય કેન્દ્ર તાલુકા પારડી ખાતે લઇ જવામાં આવી હતી. ડીલિવરી સમયે સીઝર કરવાની જરૂર પડી હતી. આ વેળાએ મીનાક્ષીબેનને પ્રેસર વધી જતાં ખેંચ આવી ગઇ હતી. આવા સંજોગોમાં તબિયત કથળતા વધુ સારવાર માટે રોહીણા પીએચસી માંથી સિવિલ હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા. મીનાક્ષીબેનને ખેંચ આવતા બાળકને પણ સ્વાસ્થ્યની તકલીફ પડતા ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવા લઇ ગયા હતા. બાળક થોડા દિવસોમાં સારૂ થઇ જતાં ઘરે લઇ જવામાં આવ્યું હતું પરંતુ બાળકની તબિયત ફરી બગડતા બાળકને પણ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.
સિવિલની સારવાર લઇ રહેલા મિનાક્ષીબેન અને બાળકના પિતા ગણેશભાઇ જણાવે છે કે, હું સાધારણ કુંટુબમાંથી આવું છું આજની ખાનગી હોસ્પીટલની મોંધીધાટ આરોગ્ય સેવા અમારા માટે શકય ન હતી. આવા કપરા સમયે વલસાડની જી.એમ.ઇ.આર.એસ. સિવિલ હોસ્પીટલના ડોકટરો દેવદૂત સમાન બની મારી પત્ની અને બાળકની સવા માસથી વધુ દિવસો સુધી સારવાર કરી સ્વસ્થ બનાવી મારા પરિવારને હસતો રમતો કર્યો છે. હું સિવિલ હોસ્પીટલના અધિકારીઓ, ડોકટર્સ,નર્સ સહિત તમામ સ્ટાફનો આભાર માનું છું
૧૩-૦૧-૨૦૨૧ પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલ ચુનારા અને મુસ્લીળમ સમાજના લોકો રોજગારી મેળવે છે.
આણંદ : આકાશમાં ઉડતી પતંગને જોઇને જ કદાચ મનુષ્યp પોતાની ઉડવાની ઇચ્છાg સાકાર કરવા વિમાનની શોધ કરવા પ્રેરાયો હશે. પતંગનો ફેલાવો જાપાન,કોરીયા,થાઇલેન્ડષ,બર્મા, ઉત્તર આફ્રીકા અને ચીન એમ દુનિયાના અનેક વિસ્તાયરોમાં થઇ ભારતમાં પ્રવેશ્યોg અને આ પતંગ ભારતની સંસ્કૃ તિમાં અને સભ્યથતામાં ઉત્સeવના રૂપમાં વણાઇ ગયો.આ ઉત્સએવને સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ ખુબ ઉત્સાયહ પૂર્વક ઉજવવામાં આવે છે.
આણંદ જિલ્લાનું ખંભાત નગર પણ વર્ષોથી પતંગ ઉત્પાદન ક્ષેત્રે નામાકિંત છે. અહીના કારીગરોને પતંગ ઉત્પાિદનની કલા ભલે પેઢી દર પેઢી વારસામાં મળી હોય પણ તેઓ કંઇક નવુ જ કરવાની પોતાની ઇચ્છાક શક્તિ ના કારણે પતંગોને અધ્ય તન રૂપરંગ અને આકાર આપવામાં અનેરા ઉત્સાીહી છે.ખંભાત બનાવટની પતંગો ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત અન્યે રાજ્યો સહિત સાત સમંદર પાર અમેરીકા,આફ્રીકા લંડન જેવા અનેક દેશોમાં પહોચી રહી છે.
પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલ ચુનારા અને મુસ્લી મ સમાજના લોકો સહિત બાર હજાર ઉપરાંતના કારીગરોને રોજગારીનો અવસર પુરો પાડે છે.ખંભાતના પતંગોનું ફીનીશીંગ ગુજરાત અને અન્ય રાજ્યોામાં ખુબ વખણાય છે. અહીયા બે ઇંચથી માડીને બાર ફૂટ સુધીના પતંગો એક રૂપિયાથી લઇને બે હજાર રૂપિયા સુધીની કિંમતના બને છે. ખંભાતમાં વિવિધ બાર જાતની પતંગો બને છે જે આઠ પ્રકારની વિવિધ પ્રક્રીયામાંથી પસાર થાય છે. પતંગો માટેના વાંસ વલસાડ અને આસામથી મંગાવવામાં આવે છે તેમાથી ઢઢ્ઢો અને કમાન તૈયાર કરાય છે.વાસને છોલી તેનુ સંતુલન જોઇ કમાન તૈયાર કરાય છે જેથી પતંગ હવામાં સ્થીંર રહી શકે. એક કાગળમાંથી છ પતંગ,ત્રણ પતંગ બે કે ચાર પતંગ બને જેને અડધીયુ, પાવલુ, પોણીયુ કે આખુ કહેવાય જ્યા રે ચીલ, ઘેસીયો ચાંપટ, ગોળ અને સૂર્ય પતંગો પણ વિવિધ કલરમાં ખંભાતમાં બનાવવામાં આવે છે. ઉંદરો પતંગને કાતરી ન ખાય તે માટે મેદામાં મોરથુંથું નાખવામાં આવે છે. અઢાર સળી અને એક માન વાળો ગોળ પતંગ એક કારીગર એક દિવસમાં બનાવી શકે છે. હવેતો પતંગો બનાવવામાં પણ નિત નવી ટેકનોલોજીના ઉપયોગથી પી.વી.સી. અને હલકા મેટલમાંથી પણ રંગબેરંગી પતંગો બનાવવામાં આવી રહ્યા છે.
ખંભાતમાં ઉત્તરાયણના દિવસે,બીજા દિવસે અને ઉત્તરાયણ પછીના રવિવારે ખંભાતવાસીઓ દરીયાદેવના સાનિધ્યગમાં ઉત્તરાયણ મનાવે છે. આમ ત્રણ વખત ઉત્તરાયણ મનાવવામાં આવે છે. અહી વર્ષે બે કરોડ ઉપરાંતના પતંગો તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક ચાર કરોડ જેટલુ ટર્ન ઓવર ખંભાતનો પતંગ ઉદ્યોગ ધરાવે છે.
૧૩-૦૧-૨૦૨૧ જો ITR ફાઈલ નથી કર્યું તો દંડ ભરવા માટે તૈયાર રહેજો..
સરકારએ સ્પષ્ટ કરી દીધું છે કે વ્યક્તિગત કરદાતાઓ કે જેઓ ઇન્કમટેક્સ રિટર્ન – ITR ભરવા માટે 10 જાન્યુઆરીની સમયમર્યાદા ચૂકી ગયા છે, તેઓને હવે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દંડ ભરવો પડશે. તેવી જ રીતે, કર ભરનારાઓએ જેમને રિટર્ન ફાઇલ કરતા પહેલા ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની છે તેઓએ 15 જાન્યુઆરી સુધીમાં કાર્યવાહી કરવાની રહેશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આઇટી રિટર્ન ફાઇલ કરવા માટેની નિયત તારીખની મુદત વધવાની રાહ જોઈ બેઠેલા લોકોની અપેક્ષાઓ ઉપર પાણી ફેરવી દીધું છે. સીબીડીટીએ સ્પષ્ટ કર્યું છે કે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ આગળ વધારવાની કોઈ શક્યતા નથી. ટેક્સ વિભાગ અને સરકારના કલ્યાણ કાર્યક્રમની કામગીરી ખોરવાઈ શકે છે.
આ વર્ષે ફાઇલ કરેલા રિટર્નના આંકડા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ સંખ્યા ગયા વર્ષ કરતા વધારે છે. 2019-20માં આશરે 5.62 કરોડ આવકવેરા રીટર્ન ફાઇલ થયા હતા અને આ વર્ષે (2020-21) 10 જાન્યુઆરી સુધીમાં પહેલાથી જ 5.95 કરોડ આઇટીઆર ફાઇલ કરવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગને વળતર ફાઇલ કરવાની તારીખ વધારવાના ઘણા સૂચનો મળ્યા હતા. કોરોના રોગચાળાને કારણે થતાં વિક્ષેપને કારણે સમસ્યાઓ ઉભી થઈ હતી. સૂચવવામાં આવ્યું હતું કે તમામ કેટેગરીના કરદાતાઓ માટેની તારીખો વધારીને 31 માર્ચ કરવામાં આવે તો રાહત મળે તેમ છે.
૧૨-૦૧-૨૦૨૧ કોરોના કાળમાં આજનો દિવસ સમગ્ર રાજ્ય માટે ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે: નાયબ મુખ્યમંત્રી
શ્રી નીતિનભાઇ પટેલ..
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કોરોના મહામારીનો આપણે મક્કમતાથી સામનો કર્યો છે, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય જેની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું તે ઐતિહાસિક દિવસ આજે આવી ગયો છે. પૂણેથી હવાઈમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવેલા કોરોના વેક્સિનના જથ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સહર્ષ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા વેક્સિનના જથ્થાને ગુજરાતના વિવિધ સ્થળોએ પહોંચાડવા લીલીઝંડી આપીને રવાના કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર કોવિડ શિલ્ડ વેક્સિનનો કુલ ૨,૭૬,૦૦૦ જથ્થો અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે અમદાવાદ એરપોર્ટ પર આવેલા પ્રથમ તબક્કાના કોરોના વેક્સિનના જથ્થાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ વેક્સિનનો જથ્થો કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. એક બોક્સમાં ૧૨,૦૦૦ના જથ્થા સાથે વેક્સિનના કુલ ૨૩ બોક્ષ અત્રે આવી પહોંચ્યા છે.
જેમાંથી આજે ગાંધીનગર ઝોનમાં બનાવેલ સ્ટેટ વેક્સિન સ્ટોરમાં ૮ બોક્સ એટલે કે ૯૬ હજાર વેક્સિન ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે રિજિયોનલ વેક્સિન સ્ટોરમાં ૧૦ બોક્સ એટલે કે કુલ ૧ લાખ ૨૦ હજાર વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર ઝોનમાં ૫ બોક્સ એટલે કે ૬૦ હજારનો જથ્થો પહોંચાડવામાં આવશે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ સુરક્ષા સાથે સમગ્ર વેક્સિનનો જથ્થો જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે આવતીકાલે ૧૩ મી જાન્યુઆરીના રોજ પુનાથી મોટરમાર્ગે કોલ્ડ ચેન દ્વારા સુરતમાં ૯૩,૫૦૦ વેક્સિંનનો જથ્થો, વડોદરામાં ૯૪,૫૦૦ વેક્સિનનો જથ્થો અને રાજકોટ ખાતે ૭૭ હજાર કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો નાગરિકો માટે પહોંચાડવામાં આવશે. પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય કર્મીઓ અને નાગરિકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં ૨૦ હજાર વેક્સિન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના ૪ લાખ ૩૩ હજાર સરકારી અને ખાનગી આરોગ્ય સાથે સંકળાયેલા તબીબો, નર્સિંગ સ્ટાફ,પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓમાં રસીકરણ પ્રાથમિક તબક્કે રસીકરણ કરવામા આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રી નીતિન પટેલે વધુ વિગતો આપતા કહ્યું કે ૧૬મી તારીખે સમગ્ર રાજ્યમાં રસીકરણની પ્રક્રિયાના પ્રાથમિક તબક્કા નો પ્રારંભ થનાર છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના ૨૮૭ રસીકરણ કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓ,તબીબો,નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર રસીકરણ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તબીબો સાથે વાતચીત કરીને રસીકરણની અસરકારક અમલવારી માટે પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું.
નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર કોરોના કાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના સતત માર્ગદર્શન અને તેમની દેખરેખ અને દિશા નિર્દેશોનું અમલીકરણ રાજ્યમાં કોરોનાની સ્થિતિને કાબુમાં રાખવા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
અમદાવાદ એરપોર્ટ પર રસીકરણના જથ્થાના સ્વીકાર પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો જયંતિ રવિ, કોરોના રસીકરણ પ્રક્રિયાના રાજ્યના નોડલ અધિકારી શ્રી મુકેશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સુરત: ભારત સરકારના યુવા કાર્ય અને રમત ગમત મંત્રાલય સંચાલિત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતિ- 'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સંયોજકશ્રી સચિન શર્માએ ઉપસ્થિત યુવાનોને સ્વામિ વિવેકાનંદજીના મહાન કાર્યો અને જીવન-કવન આધારિત જાણકારી આપી તેમના આદર્શ જીવન કઈ પ્રેરણા લઈ જીવનમાં આગળ વધવા માટેનો માર્ગદર્શન આપ્યું હતું. સાથે યુવાનોને વિવેકાનંદજીના પુસ્તકો અર્પણ કરવામાં આવ્યાં હતાં. વધુમાં રાષ્ટ્રીય યુવા સપ્તાહ અંતર્ગત જિલ્લા યુવા સલાહકાર સમિતિના દિપક જાયસવાલ દ્વારા આગામી સમયમાં આયોજિત સ્પર્ધાઓની જાણકારી આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતન કલસરિયા, દિપક જાયસ્વાલ અને જિજ્ઞેશ બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
૧૨-૦૧-૨૦૨૧ બર્ડ ફ્લ્યુની તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી..
ભરૂચઃ ભરૂચ જિલ્લામાં બર્ડ ફલ્યુ અંગે સાવચેતી રાખવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પશુપાલન વિભાગની ટીમ અને અધિકારીઓ સાથે જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યસ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લામાં ૧૫૩ પોલ્ટ્રી ફાર્મ આવેલા છે. સ્થાનિક લેવલે મિટિંગ કરી આ તમામ પોલ્ટ્રી ફાર્મ પર પશુપાલન વિભાગના પશુધન નિરીક્ષક અને ફોરેસ્ટ વિભાગની અલગ અલગ ટીમો બનાવી સર્વે કરવામાં આવે અને જિલ્લામાં ક્યાંય આવી ઘટના સામે આવે તો તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું .
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી જે.ડી પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, પશુપાલક નિયામકશ્રી ડો. આર .એન. નાય અને રેન્જ ફોરેસ્ટરશ્રી વી.ઝેડ.તડવી, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
૧૨-૦૧-૨૦૨૧ રોજગારવાંચ્છુ યુવાનો માટે કોલ સેન્ટરનો પ્રારંભ, ફોન કરવાથી રોજગારી અંગે માર્ગદર્શન મળશે..
રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ યુવાનો માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. વિભાગ દ્વારા કોલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ફોન કરવાથી દાહોદ જિલ્લામાં ઉપલબ્ધ રોજગારીની તકો વિશે માહિતી મળશે. ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો તેમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી પણ જોડાયા હતા.
દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.
રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (૧ર જાન્યુઆરીથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘હર હાથ કો કામ હર ખેતકો પાની’નું સૂત્ર સાકાર કરીને દરેક વ્યક્તિને યોગ્ય કામ મળે અને તેના થકી જી.ડી.પી. વધે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
દરેક યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આપણે 12મી જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરતીમેળા પખવાડિયાનું આયોજન કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. આ ઓનલાઇન ભરતી મેળામાં 25,000 જેટલા યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે, તેને સાકાર કરવા આવા રોજગાર મેળાનું આયોજન કરીને તેમજ યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવાની આપણી નેમ છે.
‘‘અમારે મન યુવા એ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છે’’. યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેને એમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશા લીધી છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું કે, રોજગાર સેતુ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, દેશમાં પ્રથમવાર રોજગાર સેતુ – કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે ઉમેદવાર સીધો સંવાદ કરશે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યનો કોઇપણ ઉમેદવાર એક સિંગલ નંબર 63-57-390-390 ડાયલ કરતાની સાથે જ માહિતી મેળવી શકશે. એટલું જ નહીં કોલ સમાપ્ત થયા બાદ એસ.એમ.એસ.ના માધ્યમથી રોજગાર કચેરીની વિગતો પણ ઉમેદવારને મોકલવામાં આવશે.
રોજગાર તાલીમ નિયામકશ્રી આલોક પાંડેએ મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન દ્વારા નવી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.
આ પ્રસંગે દાહોદ ખાતે આઇટીઆઇના આચાર્ય શ્રી કૌશિક કણઝારિયા સહિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
૧૨-૦૧-૨૦૨૧ વડોદરા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળી..
વડોદરા આર.ટી.ઓ. એસ.એ. મોજડીદારની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં માર્ગ અકસ્માત નિવારવા માટે ખાસ કરીને બ્લેક સ્પોટની ઓળખ કરીને તેને દુરસ્ત કરવા માટે સૂચના આપવામા આવી હતી. તેમજ રોડ વાઈડનીંગ કામગીરી દરમિયાન નિયત કરાયેલ એસઓપી મુજબ કામ કરવામાં આવે જેથી સંભવિત અકસ્માત નિવારી શકાય. વડોદરા શહેર-જિલ્લામાં માર્ગ સલામતી અંગેવ્યાપક જનજાગૃતિ ઉભી કરવા માટે તા.૧૮-૦૧-૦૨૦૨૧ થી તા.૧૭-૦૨-૨૦૨૧ સુધી રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવનાર છે. તેની પૂર્વતૈયારી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને જિલ્લા વાહન વ્યવહાર અધિકારી શ્રી મોજડીદારે જણાવ્યું હતુ.
આ બેઠકમાં ગેરકાયદે બનાવાલે સ્પીડ બ્રેકર, ટી-ક્રોસ જંકશનની ઓળખ કરીને જરૂરી નિશાન લગાવવા, ભયજનક વળાંક સહિતના સ્પોટની ઓળખ કરીને દુરસ્ત કરવા માટેશ્રી મોજડીદારે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી જરૂરી પગલાં ભરવા નિર્દેશ કર્યો હતો. તેમજ અકસ્માત નિવારવા રોંગ સાઈડ વાહન ચલાવનાર, ડ્રાઈવીંગ દરમિયાન મોબાઈલ પર વાત કરનાર, ભયજનક રીતે વાહન ચલાવનાર, ગેરકાયદે મુસાફરોની ફેરાફેરીઅનેક્ષમતા કરતા વાહનમાં વધુ લોકો બેસાડનાર સામે કડક કાર્યવાહી કરવા પોલીસ વિભાગના અધિકારીશ્રીને સૂચના આપી હતી. ઉલ્લેખનીય તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
માર્ગ અકસ્માતમાં નહિવત્ લોકો જીવ ગુમાવે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે. લોકો પણ ટ્રાફિકના નિયમો અને માર્ગ સલામતી માટે લેવાની થતી તકેદારી અંગે સજાગ બને તેવા આશય સાથે આર.ટી.ઓ., પોલીસ, મહાનગરપાલિકા, શિક્ષણ સહિતના વિભાગના સહયોગથી માર્ગ સલામતી વિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન ડ્રાઈવરોના આરોગ્ય અને આંખની તપાસણી માટે મેડીકલ કેમ્પ, માર્ગ સલામતી અંગે જાગૃત્તિ લાવવા સેમિનાર, જનજાગૃત્તિ રેલી સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યું છે.
આ બેઠકમાં માર્ગ અને મકાન, પોલીસ, શિક્ષણ, સહિતનાવિભાગના અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૧૨-૦૧-૨૦૨૧ આપણી સંસ્કૃતિ સબળાની છે અબળાની નહિ દેશની મહિલાઓની ચિંતા રાષ્ટ્રીય મહિલા આયોગ કરે છે.
નવસારીઃ રાષ્ટ્રીય મહિલા આયોગ નવી દિલ્હીના સભ્ય ડો.રાજુલબેન દેસાઈઍ આજરોજ નવસારી જિલ્લાની મુલાકાત લઇ કેન્દ્ર તથા રાજય સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓને લગતા પ્રશ્નો બાબતે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
ડો.રાજુલબેન દેસાઈઍ આજરોજ સવારે રેફરલ હોસ્પિટલ, ખડસુપા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપી મહત્વના સૂચનો કર્યા હતા.
આદિજાતિ મહિલાઓમાં જાગૃતિ અને મહિલા સશકિતકરણ માર્ગદર્શન કાર્યક્રમમાં ડો.રાજુલબેન દેસાઈઍ જણાવ્યું હતું કે, મહિલાઓને સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણના અધિકારો મળી રહે તેમ માટે મહિલા આયોગ કાર્યરત છે. દેશની મહિલાઓની ચિંતા રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરવામાં આવી રહી છે. મહિલાઓને લાગે કે, કોઈ તેમની રજુઆતો સાંભળતુ ન હોય તો તેઓ રાષ્ટ્રીય મહિલા આયોગનો સંપર્ક સાધી શકે છે.
આજની યુવાપેઢીમાં મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા આશયથી સમયાંતરે માર્ગદર્શક સેમિનાર યોજાઈ તેમજ દીકરીઓના ઉછેર માટે લોકોની માનસિકતામાં બદલવાય આવે તેવા આશયથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને લોકસર્મથન મળ્યું છે.
મહિલા તલાટી સશકિતકરણ અધિવેશન અને સશકત સરપંચ શિબિર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ સબળાની છે અબળાની નહિ. કોઈ પણ કંપની, સંસ્થા, સરકારી કે ખાનગી ઓફિસો, યુનિવર્સિટીઓમાં ૧૦ થી વધુ કર્મચારીઓ હોય તે માટે ઈન્ટરનલ કમિટી બનાવવી જરૂરી છે. જેથી કોઈ પણ મહિલાઓ ધંધા કે નોકરીના સ્થળોઍ પિડિત મહિલા ફરિયાદ કરી શકે છે. મહિલા શકિતકરણ થકી સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા સરકાર પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે કેન્દ્ર અને રાજય સરકારની મહિલાઓના કલ્યણને લગતી અનેકવિધ યોજનાઓની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
આ અવસરે પ્રાયોજના વહીવટદારશ્રી ઍમ.ઍન.નલવાયા, નાયબ કલેકટરશ્રી પ્રિતીબેન ઠકકર, અગ્રણી શ્રીમતિ શીતલબેન સોની, શ્રીમતિ રસીલાબેન નાયકા, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ગામિત, સહાયક માહિતી નિયામક શ્રી આર.ઍ.જેઠવા સહિતના અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
૧૨-૦૧-૨૦૨૧ ફીટ ઈન્ડીsયા વિષયક રાજ્ય કક્ષાની યુવા ચિત્રકલા સ્પiર્ધા યોજાશે..
વલસાડ: ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અમદાવાદ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અંતર્ગત ફીટ ઈન્ડીયા વિષય પર રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. આ સંદર્ભે વલસાડ જિલ્લામાં રમગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ફિટ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધકે એ-૪ સાઈઝના ડ્રોઇંગ પેપર ઉપર ફિટ ઈન્ડીયા વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તેને માઉટિંગ કરાવીને તથા કૃતિની પાછળ સ્પર્ધકનું નામ, સરનામું, મો.નં, ઈ-મેઈલ આઈ.ડી જેવી વિગતો ભરીને તા.૩૦/૦૧/૨૦૨૧ ને બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમગમત અધિકારીની કચેરી, સેવા સદન-૧, પાંચમા માળે, વલસાડને મોકલવાની રહેશે. કૃતિ સાથે સ્પર્ધકે પોતાના ઉંમરના પુરાવા તરીકે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સની નકલ આપવાની રહેશે. ત્યારબાદ આ કૃતિઓમાંથી ૧૦ કૃતિઓ પસંદ કરવામાં આવશે અને તા.૧૧/૦૨/૨૦૨૧ના રોજ જિલ્લા રમતગત અધિકારીની કચેરી ખાતે આ પસંદગી પામેલા ૧૦ કલાકારો વચ્ચેની રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૭,૫૦૦/-, તથા તૃતીય વિજેતાને રૂ.૫,૦૦૦/-એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૨,૫૦૦/- મુજબ પ્રત્યેકને આશ્વાસન ઈનામો આપવામાં આવશે એમ વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.
૧૨-૦૧-૨૦૨૧ આજરોજ હિંમતનગર ખાતે ભાજપા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજ્યંતી નિમિતે બાઈક રેલી યોજાઇ..
આજ રોજ હિંમતનગર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે હિંમતનગર મહાકાળી મંદિર થી મહેતાપુરા સ્વામી વિવેકાનંદજી પ્રતિમા સુધી બાઈક રેલી નીકળી હતી જેમાં યુવા મોરચા ના અધ્યક્ષ ર્ડો.ઋત્વિજ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
(રિપોર્ટર: પ્રકાશ રાઠોડ)
૧૨-૦૧-૨૦૨૧ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે BJYM દ્વારા બાઇક રેલી નું આયોજન..
ઉમરેઠ: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના ચંપકલાલ ગાભાવાલા પ્રવેશદ્વાર પાસે થી સ્વામી વિવેકાનંદજી ને ફુલહાર પૂજન વિધિ કરી રેલીનું પ્રસ્થાન કર્યું હતું. આ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં શહેર યુવા મોરચાના પ્રમુખ આવૃત પટેલ કૌટિલ્ય બાવાવાલા સહિત યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો, નગર ના કાઉન્સિલર ઓ મોટી સંખ્યામાં જાેડાયા હતા અને રેલી ની પૂર્ણાહુતિ માં વાંટા વિસ્તાર સ્થિત સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા ના દર્શન કરીને આ રેલી "વિજય સંકલ્પ રેલી" બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી.
(રિપોર્ટર: કુંજન પાટણવાડીયા)
૧૨-૦૧-૨૦૨૧ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોનું ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એપ્રેન્ટિસશીપ યોજના, યુવા સ્વાવલંબન યોજના અને શોઘ યોજના થકી રાજ્યના યુવાનોને એમ્પાવર્ડ કર્યા છે. છેલ્લા ૪ વર્ષમાં લગભગ દોઢ લાખ યુવાનોને સરકારી નોકરી આપી છે, ૫૪૦૦ જેટલા ભરતી મેળા ધ્વારા પ્રાઈવેટ સેક્ટરમાં ૧ર લાખથી વધુ નોકરીઓ આપી છે. હજારો યુવાનોને વ્યવસાય કરવા માટે લોન આપીને તેમને જોબ સિકર નહિ પરંતુ જોબ ગિવર બનાવ્યા છે. ગુજરાતમાં બેરોજગારી દર સૌથી ઓછો ૩% છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકારે બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો કાયાકલ્પ કર્યો છે. સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે.
ગુજરાતની સ્થાપના બાદ ૪૦ વર્ષો સુધી રાજ્યમાં માત્ર ૧૧ યુનિવર્સિટી હતી જ્યારે આજે વધીને ૭૭ થઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ ૨૫,૦૦૦થી વધુ યુવા-વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમને બિરદાવ્યા હતા. ભલે દોઢસો વર્ષ વીતી ગયાં હોય પરંતુ આજે પણ સ્વામી વિવેકાનંદ યુવાનોના રોલ મોડલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને સતત નવું વિચારવા અને સતત નવું કરતા રહેવાની પ્રેરણા આપતા કહ્યું કે, જો ક્યારેક ક્ષણિક નિષ્ફળતા મળે તો સ્વામી વિવેકાનંદજીના સંદેશાને અનુસરો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદજીએ પશ્ચિમમાં જઈને સમગ્ર વિશ્વને ભારતીય જીવન દ્રષ્ટિથી પરિચિત કરાવ્યા હતા. સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુમ્બકમની પ્રેરણા આપી હતી. ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી વાત એ છે કે સ્વામીજીને પશ્ચિમમાં જવાની પ્રેરણા ગુજરાતની ભૂમિમાંથી મળી હતી.
તેમણે સ્વ. શ્રી અટલજીની કવિતાનો ઉલ્લેખ કરી કહ્યું કે, જ્યારે જ્યારે દુનિયામાં અજ્ઞાનનો અંધકાર ફેલાયો, જ્યારે જ્યારે માનવજાત પર મોટી આફત આવી ત્યારે ત્યારે આ ભારત દેશે વિશ્વનું માર્ગદર્શન કર્યું છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને ફોલૉ કરીને 'નમસ્તે' કરવાનું ઓછું કરી દીધું હતું પણ આજે કોવિડના સમયમાં આપણે દુનિયાભરના લોકોને નમસ્તે કરતા જોયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘આત્મનિર્ભર ભારત’ની રાહે ચાલી રહેલા આપણા દેશે દુનિયાની તમામ ધારણાઓને ખોટી પાડીને એક નહીં પણ બે-બે સ્વદેશી વેક્સિન આપીને પોતાના સામર્થ્યનો પરિચય આપ્યો છે. ભારતે બનાવેલી વેક્સિન માટે આજે દોઢસોથી વધુ દેશોએ માંગણી કરી છે. આ તાકાત દેશના યુવા વૈજ્ઞાનિકોની છે તેનું તેમણે ગૌરવ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, દેશના યુવાનો માટે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન બહુ મોટો અવસર છે. પોતાની શક્તિ-સામર્થ્ય ભારતને મહાસત્તા બનાવવાની દિશામાં તેઓ બહુ મોટો ફાળો આપી શકે છે. મને મારા રાજ્યના યુવાનોની શક્તિ પર પૂરો ભરોસો છે અને એ ભરોસોના આઘારે હું આજે કહું છું કે આવનારા વર્ષોમાં ભારત એક મહાસત્તા હશે અને તેનું કેન્દ્ર બિંદુ ગુજરાત હશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ભવિષ્યના વિકસીત ભારતમાં યુવાનો પોતાને ક્યાં જોવા માંગે છે તે માટે તેઓએ આજથી જ એ દિશામાં સંકલ્પબદ્ધ બની કામ કરવું જોઇએ તેવી પ્રેરણા પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતાં વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે ૪ કરોડના ખર્ચે ‘ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ’ તથા સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને વાંચનની સુવિધા માટે સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી દાદાની ચેર દ્વારા નિર્મિત લાઈબ્રેરીનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
આ ઉપરાંત ૬ કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યત્તન લાઈબ્રેરી અને ૩ કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યત્તન સ્પોર્ટ્સ હોસ્ટેલ તથા સવા કરોડના ખર્ચે તૈયાર થનાર ઓપન એર થિએટરનું પણ ઇ-ખાતમુહર્ત સંપન્ન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એન.એસ.એસ. ટીમ દ્વારા થયેલ સેવા કાર્યોની ગાથા વર્ણવતા પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. એન.એસ.એસ.ને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ એન.એન.એસના વિદ્યાર્થીઓની કાર્ય પધ્ધતિથીનો ઉલ્લેખ કરી કહ્યું કે, ગામડામાં જઈને યુવાઓ કેમ્પ કરે છે. ગ્રામ્યજીવનને બહુજ બારીકાઈથી સમજે છે. આ પ્રકારની ગતિવિધિઓથી ચારિત્ર્યનું ઘડતર થાય છે. યુવાઓ માટે આ ખુબ જરૂરી છે. ‘આપણે ભારતમાં ગામડાઓનો આત્મા અને શહેરોની આધુનિકતાનો સમન્વય સાધવાનો છે તેમાં મને યુવાનો પાસેથી બહુ આશા છે’, તેમ તેઓએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નીતિનકુમાર પેથાણીએ યુનિવર્સિટીમાં સુવિધાસભર શિક્ષણ હેતુ નિર્ધારીત વિભિન્ન પ્રકલ્પો વિશે માહીતી આપી હતી. પ્રો. વાઇસ ચાન્સેલર શ્રી વિજય દેસાણીએ આવકાર પ્રવચન કર્યું હતું.
આ સમારોહમાં બહોળી સંખ્યામાં યુવા-વિદ્યાર્થિઓ ઇન્ટરનેટના માધ્યમથી જોડાયા હતા.
૦૯-૦૧-૨૦૨૧ કંપનીના ૪૪ લાખ લૂંટાયાના કેસમાં સિક્યુરિટી ગાર્ડનું જ નામ ખુલ્યું..
અમદાવાદ : શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ લૂંટારુઓએ લાખ્ખો રૂપિયાની લુંટને અંજામ આપ્યો. જો કે પોલીસને જાણ કરતા જ પોલીસે ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પાડ્યા હતા. જોકે આ લુંટ કેસમાં મુખ્ય આરોપી બીજું કોઈ નહિ પરંતુ કંપનીનો જ સિક્યુરિટી ગાર્ડ નીકળ્યો હતો. તાજેતરમાં જ અમદાવાદ જીલ્લાના ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા પાન મસાલાની ફેકટરીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુઓ 44 લાખ 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસસે કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિત છ આરોપીઓને ઝડપી ધાડમાં લૂંટાયેલી તમામ રોકડ કબ્જે કરી છે.
આ ધાડનું ષડ્યંત્ર રચનાર બીજું કોઈ નહીં પણ ચાગોદરની કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ હતો. સિક્યુરિટી ગાર્ડ એ 7 તારીખે પગાર માટે રૂપિયા લઈને કંપનીથી બહાર એક માણસ જતો હોવાની બાતમી આપી હતી. આજ બાતમીના આધારે પાન મસાલાની ફેકટરીમાં કામ કરતા સંદીપ યાદવ રાત્રે આઠ વાગે મજૂરો ચૂકવવાના પૈસા લઈને સનોજ કુમાર નામના કર્મચારી સાથે નિકળ્યો હતો. બંન્ને બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતો હતો તે સમયે તેની જ કંપનીમાં સિક્યુરિટીમાં કામ કરતા બાબુભાઈએ તેમના ભાઈ હરદેવને જાણ કરી હતી. જેથી હરદેવ તેના સાથે અન્ય ચાર લૂંટારુઓ લઈને સનોજના માથાના ભાગે છરી મારીને સંદિપ પાસે રહેલા રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે થેલામાં 44 લાખ 50 હજારની રોકડ રકમ ભરેલી હતી.
આ ઘટના અંગે સંદિપે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસે તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમોએ જુદી જુદી ચારેય બાજુ નાકાબંધી ગોઠવી દીધી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપીઓ જીલ્લો છોડી ભાગે તે પહેલા જ ઝડપી લીધા હતા. હાલમાં પોલીસે સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર, તેના ભાઈ હરદેવ પરમાર, નરેન્દ્ર વાણિયા, ભાવેશ ભરવાડ, રાકેશ મેર, અને સુરેશ રાઠોડની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
૦૯-૦૧-૨૦૨૧ ઉત્તરાયણ પહેલા અમદાવાદમાંથી કરોડો રૂપિયાના નકલી ચશ્મા પકડાયા..
અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીની ડુબલીકેટ વસ્તુઓનું વેચાણ વધતું જાય છે.ત્યારે ગાંધી રોડ પર આવેલી ભૂપી ઓપ્ટિકલ નામની દુકાનમાં સીઆઇડી ક્રાઇમે રેડ કરતા આ દુકાનમાં રેયબન કંપનીના ચશ્મા કોઈપણ જાતના બિલ કે આધાર પુરાવા વગર વેચાતા હોવાનું સામે આવ્યું છે. સીઆઇડી ક્રાઇમે પાંચ કરોડ ૯૭ લાખ ૪૦ હજારનો મુદ્દામાલ તેમજ મોબાઇલ ફોન કબજે કરી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.ભુપી ઓપ્ટિકલ નામની દુકાનના માલિક સુધીર હીરાલાલ કિનનાની દ્વારા તેમની દુકાનમાં ૧૯,૫૮૦ રેયબન કંપનીના સિમ્બોલ વાળા ચશ્મા જેની કિંમત પાંચ કરોડ ૮૭ લાખ ચાલીસ હજાર તેમજ રેયબન વાળા ચશ્મા ૧૦૦૦ જેની કિંમત ૧૦ લાખ એમ કુલ મળીને પાંચ કરોડ ૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે સીઆઇડી ક્રાઇમે રેયબન કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિને સંપર્ક કરી આ ચશ્મા ઓરિજનલ છે કે ડુપ્લીકેટ તે જાણવાની તજવીજ હાથ ધરી છે તેમજ વેપારી પાસેથી આ ચશ્માની ખરીદીના બિલ માંગવામાં આવ્યા છે, ત્યારે કાલુપુર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે આગામી કાર્યવાહી હાથ ધરાશે. મહત્વનું છે કે ઉત્તરાયણમાં ચશ્માનું વેચાણ ખૂબ જ થતું હોય છે ત્યારે ઉત્તરાયણ પહેલા આ પ્રકારે કરોડોના ચશ્મા પકડાતા આસપાસના વેપારીઓમાં સોપો પડી ગયો છે.
૦૯-૦૧-૨૦૨૧ કામરેજ તાલુકાના નવ ગામોમાં ‘કિસાન સૂર્યોદય યોજના’નો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી..
સુરતઃ ખેડુતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક ‘કિસાન સૂર્યોદય યોજના’નો બીજા તબક્કામાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવ ગામોમાં યોજનાનો શુભારંભ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ કર્યો હતો.
કામરેજ તાલુકાના ભાદા, ખોલવડ, લસકાણા, નવાગામ, વાલક, આખાખોલ, ઘોરણપારડી, નવાગામ, કરજણ ગામોના ૧૧૬૮ ખેતી વીજ કનેકશનોમાં દિવસે વીજળી મળતી થશે. દક્ષિણ ગુજરાતમાં આ યોજનાના બીજા તબક્કામાં સુરત જિલ્લાના કુલ ૯૯ જેટલા ગામોના ૫૨૨૭ ખેતી વિષયક વીજ જોડાણોને ૧૧.૩૫ મેગાવોટ વીજપુરવઠા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
દાદા ભગવાન મંદિરની પાવન ધરા પરથી ખેડુતોના કલ્યાણનો દિપ પ્રજવલ્લીત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેડુતોની આવક ૨૦૨૨માં ડબલ કરવાના આશયથી ખેડુતો માટે રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલીત બનાવી છે. દિવસે વીજળી અને રાત્રે આરામની વિભાવનાને સાકારિત કરવા માટે રાજય સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી હોવાનું જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, ખેડુતોને હવે દિવસે વીજળી મળતા, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુઓમાં ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુકિત મળશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, યોજના માટે રાજયમાં ૩૫૦૦ કરોડના ખર્ચે-૬૬ કેવીની ૩૪૯૦ સર્કિટ કિ.મી. જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમીશન લાઈનો તથા ૨૨૦ કેવીના નવ જેટલા નવા સબ સ્ટેશનો થકી ગુજરાતમાં વીજ માળખુ વધુ સુદ્દઢ કરાશે.
આ વેળાએ કામરેજના ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે, ખેડુતોના કલ્યાણ માટે રાજય સરકાર હંમેશા કટિબધ્ધ રહી છે. દિવસે વીજળી મળવાથી ખેડુતોને રાત્રી જંગલી પ્રાણીઓના હુમલાનો ભય નહી રહે. જગતના તાતને હવે દિવસે વીજળી મળવાથી સુરક્ષા મળી રહેશે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રીમતિ રચનાબેન પટેલ, અગ્રણીશ્રી બળવતભાઈ પટેલ, હરેશભાઈ જોગાણી, પ્રકાશભાઈ કોઠારી, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સુરત સીટી સર્કલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડી.કે.પટેલ, કઠોદરાના કાર્યપાલક ઈજનેરશ્રી એસ.પી.પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રીપી.આર.ચાવડા તથા એ.જી.પટેલ તથા અન્ય અગ્રણીઓ, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
૦૯-૦૧-૨૦૨૧ અમદાવાદમાં દીકરીના બદલે દીકરાનો જન્મ થતાં સાસુએ મ્હેંણા મારતા મહિલાએ કરી આત્મહત્યા..
અમદાવાદનાં રામોલમાં એવી ઘટના બની જેમાં સાસરિયાનાં ત્રાસને લીધે પરણીતાએ જીવન ટુકાવ્યું. તેનું કારણ હતું કે સાસરીયાવાળાને પરિણીતા પાસેથી દીકરી પ્રાપ્તિની ઘેલછા હતી. ઈશ્વરે પરણીતાને પુત્ર આપતા તેની પર ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. દુઃખની વાત એ છે કે પરિણીતાએ કંટાળીને તેના પુત્રના જન્મદિવસના બે દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. દીકરાના જન્મ વખતે સાસુએ મ્હેણું માર્યું કે, મારે દીકરી જોઇતી હતી. દીકરી જણી ના શકાય તો મરી કેમ જતી નથી તેવું કહ્યું હતું.
અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા બાબુભાઈ સોલંકીની પુત્રી ભાવના બહેનના વર્ષ 2018માં લગ્ન વસ્ત્રાલ ખાતે રહેતા જીતુ વાઘેલા સાથે થયા હતા. જીતુ સફાઈ કામદાર છે. ત્રણ વર્ષના લગ્ન જીવનમા ભાવનાબેનને સંતાનમાં કાયરવ નામનો એક વર્ષનો પુત્ર છે. લગ્નના ત્રણ માસ બાદથી ભાવનાબહેનને તેની સાસુ મણીબેન કામ બાબતે ઠપકો આપી ત્રાસ આપતા હતા. આ બાબતે ભાવના બહેન તેમના પિયરમાં ફરિયાદ કરે તો સંસાર ન બગડે તે માટે તેમને સમજાવીને પિયરજનોએ પરત સાસરે મોકલતા હતાં. ભાવના બહેન તેમની સાસુને કઈ કહે તો પતિ તેની માતાનું ઉપરાણું લઈને માર મારતો અને પિયર આવવા દેતો નહિ.
હદ તો ત્યારે થઈ કે સાસુને દીકરી જોઈતી હતી. પરંતુ ભાવનાબેનને દીકરાનો જન્મ થયો. જેથી સાસુએ તેને ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતું. દીકરી મોહનુ કારણ એવુ હતુ કે મણીબેનની મોટી દીકરીનુ અવસાન થયુ હતુ. તે દીકરીનો જન્મ થાય તો પોતાની મૃતક દીકરી ઘરે પરત ફરે તેવી અંધશ્રધ્ધામાં ભાવનાબેનને ત્રાસ આપતા હતા.
ત્રણ વર્ષના લગ્ન જીવનમા ભાવનાબેનને સાસુ અને પતિ જીતુનો ખુબજ ત્રાસ હતો. પતિ રાત્રે બીયર પણ પીવડાવતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ ઘટનાના દિવસની વાત કરીએ તો ભાવનાબેનના પુત્રનો પ્રથમ જન્મદિવસ 9 જાન્યુઆરીના રોજ આવતો હતો. જેથી ભાવનાબેને દીકરાનો જન્મદિવસ ઉજવવા માટે પતિ અને સાસુને કહ્યુ અને દીકરા માટે કપડા અને ગીફટ ખરીદવાની વાત કરી હતી. પરંતુ દીકરીના મોહમાં સાસુએ ભાવનાબેને મ્હેણા-ટોણા એવા માર્યા કે દીકરાનો જન્મ દિવસ ઉજવે તેના બે દિવસ પહેલા જ અંતિમ પગલુ લીધું. એક વર્ષના કાયરવ માનો ખોળા માટે તરસી રહ્યો છે. જ્યારે ભાવનાબહેનની માતા અને ભાઈ-બહેનો પણ ન્યાયની અપીલ કરી રહ્યા છે. રામોલ પોલીસે આ કરૂણ ઘટનામા ભાવનાબેનના પતિ જીતુ વાઘેલા અને સાસુ મણીબેન વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
ભાવનાબેનના આત્મહત્યા બાદ પતિ અને સાસુ એક વર્ષના કાયરવને લઈને ફરાર થઈ ગયા છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
૦૯-૦૧-૨૦૨૧ ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા જીવણદાદાનું નિધન, CM રૂપાણીએ શિશ ઝૂકાવી નમન કર્યું..
ગાંધીનગર : ગુજરાતમાં કિસાન સંઘની સ્થાપના કરનારા જીવણભાઈ પટેલનું નિધન થયું છે. ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા તેમજ તેમના હક માટે લડનારા અને જીવણદાદાના હુલામણા નામથી ઓળખતા જીવણ પટેલનું આજે 86 વર્ષની ઉંમરે UN મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. કોરોનાને માત આપ્યા બાદ ગઈ કાલે ફરી તેમની તબિયત લથડી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવણભાઈ પટેલને શ્રદ્ધાજલિ આપી હતી. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સંઘના વરિષ્ઠ નેતા જીવણભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.
તો પીએમ મોદીએ પણ જીવણદાદાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારતીય કિસાન સંઘના આગેવાન જીવણદાદાના અવસાનથી દુ:ખ થયું. ખેડૂતોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે સતત ચાર દસકા કરતા વધુ સમયથી સક્રિય તેઓએ ગુજરાતના ખૂણે ખૂણાનો પ્રવાસ કર્યો હતો. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.....
જીવણભાઈ પટેલ ખેડૂત નેતાની સાથે સંઘના વરિષ્ઠ કાર્યકર્તા પણ હતા. તેઓ કિસાન સંઘના સ્થાપકોમાંના એક હતા. આજે કિસાન સંઘ કાર્યાલય પર જીવણદાદાના નશ્વર દેહને લાવવામાં આવ્યા હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે તેમના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ આપીને વિજય રૂપાણીએ કહ્યું કે, આદરણીય જીવનદાદા તેમના દુઃખદ અવસાનથી એક સંનિષ્ઠ નિષ્ઠાવાન ખેડૂત આગેવાન ગુમાવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અદના કાર્યકર તરીકે માતૃભૂમિ માટે દેશ માટે લગભગ જીવન સમર્પિત અને અને ભૂતકાળમાં અને કિસાન સંઘ નવા મુકામ ઉપર લઈ જવાનું છે. જેમનો સખત પરિશ્રમ હતો. ખેડૂત સુખી-સંપન્ન બને એ માટે એમની પૂરી તાકાત કામે લગાવી હતી. ગુજરાતમાં જાહેર અને સામાજિક જીવનમાં મોટા નેતાની ખોટ પડી છે. જીવણ દાદાને શ્રદ્ધાંજલિ આપીશું. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.
કિસાન સંઘના અધ્યક્ષ અંબુભાઈ પટેલે તેમના નિધન પર કહ્યું કે, જીવણભાઈ પટેલ પાયાના કાર્યકર્તા હતા. તેમણે ગામડેગામડે જઈને ખેડૂતોને જગાવ્યા હતા. ખેડૂત પુત્ર હોવાથી ખેડૂતો પ્રત્યે અખંડ લાગણી હતી. તેમના જવાથી કિસાન જગતને આઘાત લાગ્યો છે. આ ખોટને પૂરવા માટે સમય લાગશે. કૃષિ જગત તેમને સદાય માટે યાદ કરશે. ખેડૂત વચ્ચે રહી ખેડૂતો માટે જીવનના અંતિમ પળ સુધી કામમાં રહ્યા. તેઓ કાર્યાલયમાં જ રહેતા હતા. કાર્યાલયમાં તેમના પાર્થિવ દેને અંતિમ દર્શન માટે મૂકાયો છે. જીવણભાઈ પટેલ એ આખી જિંદગી ખેડૂતો માટે કામ કર્યું છે. કિસાન સંઘના પાયામાં જીવણ દાદા હતા. તેમની કામગીરીને યાદ કરીને આજે કિસાન સંઘને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં સ્મશાન સંસ્કાર ખાતે સાંજે ચાર વાગ્યે કરવામાં આવશે.
૦૯-૦૧-૨૦૨૧ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની છૂટ, ડીજે પર પ્રતિબંધ: ડ્રોન કેમેરાથી રખાશે બાઝ નજર..
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરીજનોને ઉત્તરાયનો ઉત્સવ શાંતિપૂર્વક રીતે કોવિડના નિયમોનું પાલન કરીને ઉજવવા અપીલ કરી છે. 'અબતક' મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી તે મુજબ રાજકોટ શહેરમાં તારીખ ૯ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી સુધી લોકો પતંગ ચગાવી શકશે. જાહેર રોડ-રસ્તા કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવવાની શહેરીજનોની સખ્ત મનાઈ છે. સોસાયટીમાં પણ જાહેર રોડ પર પતંગ ઉડાવવાની મનાઈ છે. સોસાયટીમાં માત્ર પોતાના જ પરિવારજનો સાથે લોકો પતંગ ઉડાવી શકાશે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, અગાસી પર માસ્ક પહેરવું ફરજિયાત છે, ધાબા પર ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ શહેરીજન નિયમોનો ભંગ કરશે તો તે વ્યક્તિ પર તેમજ સોસાયટીના ચેરમેન - સેક્રેટરી પર ગુન્હો દાખલ કરવામાં આવશે. ચાઈનીઝ તુકકલ, નાયલોનના દોરા વહેંચવાની સખ્ત મનાઈ છે. તેમજ ચાઈનીઝ તુકકલ ઉડાડવા પર પણ સખ્ત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જ્યારે જાહેર માર્ગો ઉપર કોઈ પણ વ્યક્તિ ઘાસચારો ખરીદ કરીને રસ્તા પર નાખી ગાયો-પશુઓ એકઠા કરી ટ્રાફીક અવરોધ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. ખાસ કરીને ઉત્તરાયણ તહેવારો દરમિયાન શહેર પોલીસ દ્વારા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા ચાપતી નજર રખાશે તે ઉપરાંત ડ્રોન કેમેરા ઉડાડી જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે.
૦૯-૦૧-૨૦૨૧ શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજકોટના આ પોલીસ મથકોની "કોપ ઓફ ધ મંથ" અંતર્ગત પસંદગી..
અલગ-અલગ પોલીસ મથકના મળી છ મહિલા સહિત ૨૦ કર્મચારીઓને બેસ્ટ કામગીરી બદલ સન્માન, કોરોનાની કામગીરીમાં નિષ્ઠાથી ફરજ બજાવવા બદલ સ્ટાફને અભિનંદન પાઠવતા પોલીસ કમિશનર અગ્રવાલ ડિસેમ્બર ૨૦ ટવેન્ટીના વર્ષની શહેર પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાય જેમાં કોરોનાની મહામારીમાં પરિવારની પરવા કર્યા વગર શહેર પોલીસ દ્વારા નિષ્ઠાથી બજાવેલી ફરજ બદલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અભિનંદન પાઠવી સાથે સાથે વર્ષ ૨૦૨૧માં શહેર પોલીસ દ્વારા લોકોમાં જાગૃતી ફેલાય તેમજ કાયદાનું સંપૂર્ણ પાલન કરવા તેમજ ગુન્હેગારો સાથે સંકળાયેલા લોકો પર વોંચ રાખી સમાજમાં બનતા ગુનાઓ અટકાવવા સૂચના આપી તેમજ ટ્રાફીક સમસ્યા નિવારવા ટ્રાફીક નિયમોનું પાલન કરાવવા જાગૃતા માટે સાઈન બોર્ડ લગાવી જયારે આધુનિક યુગમાં વધતા ગુનાઓને ડામી દેવા આઈટીએકટ મુજબ કડક કાર્યવાહી કરી તેમજ જુદીજુદી એપ્લીકેશન જેવી કે સુરક્ષા કવચ, ઈ-ગુજકોપ, પોકેટકોપ, સીટીઝન પોર્ટલ, અને પારદર્શકતા પોર્ટલનો ઉપયોગ કરી અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ગુન્હાખોરી પર અંકુશ રાખવા સૂચના આપવામાં આવી છે.
શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ઓનલાઈન એપ્લીકેશનનો ઉપયોગ કરી જે કામગીરી કરવામાં આવેલી હતી તે કામગીરીના ડેટાઉપરથી મૂલ્યાંકન કરી વષૅ ડિસે.૨૦૨૦ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ સ્ટેશનોમાંથી પ્રથમ ક્રમાંક બી ડીવીઝન પોલીસ સ્ટેશન, દ્વિતિય ક્રમાંકે માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા કવચ, કે.પી.આઈ. ઈ. ગુજકોપ, ઈ પોર્ટલ, એપ્લીકેશનોમાં ડેટા એન્ટ્રીઓ પૂર્ણ કરી શ્રેષ્ઠ કામગીરી કરેલી હોય જેથી ઉમદા કામગીરી કરવા તથા કરાવવા બદ બંને પોલીસ સ્ટેશનને પ્રોત્સાહિત કરવા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પોલીસ સ્ટેશન ઓફ ધ મંથનું પ્રશંસા પત્ર એનાયત કરામાં આવેલ છે.
ડિસેમ્બર ૨૦૨૦માં સારી કામગીરી કરનાર અને શહેરના અલગ અલગ પોલીસ મથક, બ્રાંચ અને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા છ મહિલા સહિત ૨૦ કર્મચારીઓને સન્માનીત કરવામા આવ્યા છે. જેમાં એ.ડીવીઝન પોલીસના ઈતીશાબેન જોટંગીયા, બી.ડીવીઝનના સંજયભાઈ મિયાત્રા, કુવાડવા પોલીસ મથકનાં નિરવભાઈ વાણીયા, ભકિતનગરનાં નીતાબેન ચાવડા, આજીડેમ પો.મથકના સ્મિતભાઈ વૈશ્ર્નાણી, થોરાળા રમેશભાઈ માલકીયા, કંટ્રોલ રૂમનાં વિજયભાઈ સોઢા, ટ્રાફીકના ઈન્દ્રજીતસિંહ પ્ર.નગર હરેશભાઈ, યુનિ.ના મેહુલસિંહ, તાલુકાના વિજયગીરી, માલવીયાનગરના શ્રધ્ધાબેન, મહિલાના કાજલબેન, ખાસ શાખાના વિજયભાઈ, હેડકવાર્ટર કિર્તીબેન, પાસપોર્ટ શાખા, વજશીભાઈ, ક્રાઈમ બ્રાંચન પ્રતાપસિંહ, સાયબર ક્રાઈમના દયાબેન અને અરજી શાખાના હિતેન્દ્રસિંહ અને રીડર શાખાના રાજેશભાઈ લાઠીયાનો સમાવેશ થાય છે.
૦૯-૦૧-૨૦૨૧ રાજકોટ જિલ્લાની ધો. ૧૦-૧૨ની ૮૯૫ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તા. ૧૧ મી જાન્યુઆરીથી શરૂ કરવા તૈયારીઓ..
રાજકોટ જિલ્લાની ધો. ૧૦-૧૨ની ૮૯૫ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તા. ૧૧ મી જાન્યુઆરીથી શરૂ કરવા તૈયારીઓ, કોરાનાનું સંક્રમણ અટકાવવા જરૂરી તકેદારી માટે ૫૬ કર્મયોગીઓની ૨૮ ટીમ બનાવાઇ, કોરોના સંક્રમણના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા ૧૦ મહિનાથી બંધ સ્કુલોને તા. ૧૧ મી જાન્યુઆરીથી ધો. ૧૦-૧૨ની સ્કુલો શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનો સુવ્યવસ્થિત ઢબે અને અસરકારક રીતે અમલીકૃત થાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.કૈલા એ જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તા. ૧૧ મી જાન્યુઆરીથી ધો. ૧૦-૧૨ની સ્કુલો શરૂ કરવાના દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જેના પગલે રાજકોટ જિલ્લામાં કુલ ૮૯૫ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લાની કુલ ૪૮ સરકારી શાળા, ૨૪૨ જેટલી ગ્રાન્ટેડ શાળા તથા ૬૦૫ જેટલી ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં ધો. ૧૦ના અંદાજિત ૪૮,૦૦૦ અને ધો. ૧૨ના અંદાજિત ૪૦,૦૦૦ જેટલા જ વિદ્યાર્થીઓ પૈકી જેટલા વિદ્યાર્થીઓને વાલીની સંમતી મળશે તેઓને જ શાળાએથી અભ્યાસ કરાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓને વાલી તરફથી શાળાએ અભ્યાસ કરવાની મંજુરી આપવામાં નહીં આવે તેને માટે સમાંતર શિક્ષણ વ્યવસ્થા સમી ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવશે. સોમવારે શાળા શરૂ થશે ત્યારે શાળામાં પ્રવેશ, અભ્યાસ તથા શાળા છુટતી વખતે સોસિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક તથા સેનેટાઈઝેશનની પુરતી વ્યવસ્થા જળવાય તેનું ધ્યાન રાખવાની શાળાઓને સુચના આપવામાં આવી છે. તમામ શાળાઓમાં થર્મલ ગન વડે શિક્ષકો અને વિદ્યાર્થીઓની ચકાસણી કરવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થી કે શિક્ષકમાં કોરોનાના લક્ષણો જણાય તો સત્વરે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે, તેમ શ્રી કૈલા ઉમેર્યુ હતું. કોરોના સંક્રમણના કારણે છેલ્લા ૧૦ મહિના સુધી સ્કુલો બંધ રહેવાના કારણે વિદ્યાર્થીઓનો પ્રત્યક્ષ અભ્યાસ થયો નથી જેને ધ્યાને રાખીને શનિ રવિની રજાઓમાં અભ્યાસ ચાલુ રાખી સમયનો સંપૂર્ણ સદુપયોગ કરવાની શ્રી કૈલાએ અપીલ કરી હતી. કોરોના સંક્રમણને અટકાવવા એક જ ધોરણના વિવિધ વર્ગોમાં વારા ફરતી રીશેષ આપવામાં આવશે. જિલ્લાની તમામ સ્કુલોના ચેકીંગ માટે બે વ્યક્તિઓની કુલ ૨૮ ટીમ એમ ૫૬ લોકોની ટીમ બનાવવામાં આવી છે, જે જિલ્લાની સ્કુલોમાં સોસિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક તથા સેનેટાઈઝેશનની પુરતી વ્યવસ્થા જળવાય તેનું ધ્યાન રાખશે તેમજ નિયમીત રીતે ચેકીંગ કરશે, તેમ શ્રી કૈલા ઉમેર્યુ હતું.
૦૯-૦૧-૨૦૨૧ યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ ૩૫મી વર્ષગાંઠ નવી સિવિલની પ્રસુતા મહિલાઓ અને નવજાત બાળકો સાથે ઉજવી..
સુરત:પ્રજાના પ્રતિનિધિ, મજુરા વિધાનસભાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ તા.૦૮મી જાન્યુ.એ પોતાના ૩૫મા જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. વર્ષગાંઠે નવી સિવિલના ગાયનેક વોર્ડની ૪૦ પ્રસુતા મહિલાઓ-ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર અને નવજાત બાળકો માટેની બાળ કીટ ભેટ આપી હતી. ગાયનેક વોર્ડમાં પ્રસુતા બહેનોને પૌષ્ટિક આહાર, વસાણા પાક, નવજાત બાળકો માટે ગોદડી ઝબલા, નેપકિન, ટોવેલ, ફેસમાસ્ક સહિતની તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓની કિટ આપી હતી. તેમના જે સ્વજનો અને મિત્રવર્તુળ તેમજ રાજકીય આગેવાનો જન્મદિનની શુભેચ્છા આપવા ઇચ્છતાં હતા, તેઓની પાસેથી નવા રમકડા મંગાવ્યા, અને આ તમામ રમકડા હળપતિવાસના બાળકોને આપીને પણ વર્ષગાંઠની સંવેદનાસભર ઉજવણી કરી હતી.
શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મારા જન્મદિવસની શરૂઆત નવી સિવિલ હોસ્પિટલથી કરી છે. છેલ્લા આઠ વર્ષથી જન્મદિને સામાજિક અને સેવાકીય કાર્યક્રમોની શરૂઆત કરવાં સાથે નવી સિવિલના દર્દીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરીને યાદગાર બનાવું છું. લોકસેવા મારો ધર્મ છે, એટલે હરહંમેશ લોકોની સેવા કરવાનો મોકો ચૂકતો નથી. ગાયનેક વોર્ડમાં નવજાત બાળકોને વ્હાલ કરી તેમના કિલકિલાટ વચ્ચે જન્મદિન ઉજવવાનો મોકો મળ્યો, જે મારા જીવનની અમૂલ્ય પળ બની રહેશે.
ગુજરાત નર્સિંગ અસોસિએશનના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, નર્સિંગ એસોસિએશન દ્વારા શ્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરી ૪૦ પ્રસુતા-ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર કિટ સાથે સિવિલ હોસ્પિટલને લેબોરેટરીના સાધનોની ભેટ પણ આપી હતી. સિવિલ હોસ્પિટલની મિલ્ક બેન્કમાં પોતાનું મિલ્ક દાન કરતી ૧૦ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે સાડી તેમજ બાલ કીટ ભેટ આપી હતી.
આ પ્રસંગે નવી સિવિલ આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગના અગ્રણી દિનેશ અગ્રવાલ, કૈલાસબેન સોલંકી સહિત રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ, દરેક વોર્ડના ઈન્ચાર્જ જન્મદિન ઉજવણીમાં જોડાયાં હતાં. સિવિલ તંત્ર દ્વારા પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
હિંમતનગર ખાતે હિન્દૂ યુવા સંગઠન ને આઠ વર્ષ પુર્ણ થતા આજના દિવસે હિન્દુ યુવા સંગઠન ભારત ના સ્થાપના દિવસે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરમાં ઝૂપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારને ત્યાં ભગવાન સત્યનારાયણની કથા અને બાળકોને કપડાનું વિતરણ કરી ભોજન જમાડ્યું હતું.
(રિપોર્ટર : પ્રકાશ રાઠોડ)
૦૮-૦૧-૨૦૨૧ પ્રિમેચ્યોર ડિલિવરીથી ૨૦૨૦માં જન્મેલા બાળકને નવું જીવન આપવા ડોક્ટર્સે ૫૧ દિવસ જંગ લડી..
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળતાભર્યો કિસ્સો બન્યો છે. ડોક્ટર્સે દેવદૂત સમાન ભૂમિકા ભજવીને એક નિઃસંતાન મહિલાના ઘરે નાના શિશુનો ખિલખિલાટ ગૂંજતો કરવામાં નિમિત્ત બન્યાં છે. લગ્ન પછીના 18 વર્ષ સુધી મહિલાને જીવનની તમામ ખુશીઓ મળી પણ તેમને વિધાતાએ સંતાનના સુખથી વંચિત જ રાખ્યા હતાં. 18 વર્ષના લગ્નજીવનમાં જશોદાબહેનને પાંચ વખત ગર્ભ રહ્યો, પણ સુખ જાણે ઊંબરા સુધી આવીને પાછું વળી જતું હોય તે રીતે દરેક વખતે પ્રસુતિ નિષ્ફળ રહી હતી. જોકે વર્ષ 2020 સમગ્ર દુનિયા માટે કોરોનાની મહામારી લઇને આવ્યું હતું, પણ આ એ જ વર્ષ હતું કે જે કોકિલાબહેન માટે સંતાનનું વરદાન લાવ્યું હતું! કોકિલાબહેનને વર્ષ 2020માં ફરીવાર ઓધાન રહ્યું. પણ નસીબ વધુ એક વખત એક મોટો વળાંક લેવાનું હતું તે કોકિલાબહેન અને તેમના પરિવારને કદાચ ખબર નહોતી! નવેમ્બર 2020માં કોકિલાબહેનને સાડા છ મહિનાની ગર્ભાવસ્થામાં જ પ્રસુતિની પીડા ઉપડી. આ વખતે કોકિલાબહેન અને તેમના પરિવારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આશાનું કિરણ દેખાયું! પરિવારજનો કોકિલાબહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યાં.
સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ કોકિલાબહેનના ગર્ભમાંથી પાણી છૂટી ગયું જેને તબીબી શૈલીમાં પ્રિ-મેચ્યોર રક્ચર ઑફ મૅમ્બ્રન્સ કહેવાય છે. આવી સ્થિતિમાં સામાન્ય પ્રસુતિ લગભગ અસંભવ હોય છે. હવે અહીંથી ડોક્ટર્સની દેવદૂત તરીકેની ભૂમિકા શરૂ થઈ, જેને અમદાવાદ સિવિલના તજજ્ઞ તબીબોએ બખૂબી નિભાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ 42 વર્ષની વયના કોકિલાબેનને માતૃસુખ આપવાનું બીંડુ ઝડપ્યું. હવે કોકિલાબહેનના નસીબ અને તબીબોની તજજ્ઞતા વચ્ચે જંગ છેડાયો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના એસોસિએટ તબીબ ડૉ. તેજલ પટેલ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. શિતલ કાપડીયાની ટીમ દ્વારા કોકિલાબેનનું સિઝેરીયન કરવામાં આવ્યુ. અહીં નોંધવું જરૂરી છે કે સાડા છ માસની પ્રિમેચ્યોર પ્રસુતિના કિસ્સામાં બાળકના જીવતા રહેવાની શક્યતાઓ નહિવત્ જ હોય છે.
જો બાળક જન્મે તો પણ ઓછા વજન સાથે જ જન્મતા હોય છે. સિઝેરિયન બાદ જ્યારે બાળક જનમ્યુ ત્યારે તેનું વજન માત્ર એક કિલોગ્રામ હતું. આ એક કિલોગ્રામના બાળક માટે પણ કોકિલાબહેનને 18 વર્ષ સુધી આતુરતાથી રાહ જોવી પડી હતી. કોકિલાબહેને ઊંડે સુધી ભરોસો હતો કે મારું બાળક જીવશે.
તેમને કદાચ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પર ભરોસો હતો કે તેઓ બાળકને બચાવી લેશે. અને થયું પણ તેવું જ! તબીબોએ આ બાળકને મોતથી બચાવવા 51 દિવસ સુધી રીતસરનો જંગ છેડ્યો. ઓછુ વજન હોવાના કારણે કોકિલાબહેનના બાળકને સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડૉ.
બેલા શાહ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. સોનુ અખાણીના માર્ગદર્શન હેઠળ N.I.C.U.ની સારસંભાળમાં રાખવામાં આવ્યાં. 51 દિવસ સુધી આ તબીબોની સતત અને સન્નિષ્ઠ દેખરેખ અને સતત સારસંભાળ અને મહેનતના કારણે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થયું અને હવે કોકિલાબહેન સાથે તેમના ઘરે પા પા પગલી માંડવા જઈ રહ્યું છે. લાંબા સમય સુધી માતૃત્વથી વંચિત રહેલી એક માતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોએ માતૃત્વના સુખથી રૂબરૂ કરાવીને આરોગ્ય ક્ષેત્રે ગુજરાત સરકારના નિર્ણાયક અભિગમને વધુ બળકટ બનાવ્યો છે.
૦૮-૦૧-૨૦૨૧ એકના ડબલની લાલચ આપી લાખો ખંખેરતી ગેંગ વડોદરાથી પકડાઈ..
રાજપીપળામાં લોભિયાને તંત્ર-મંત્ર વિધિ દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરીને વડોદરા તરફ આવી રહેલી ઠગ ટોળકીને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ક્રાઇમ બ્રાંચે ટોળકી પાસેથી રૂપિયા 2000, 500 અને 100ના ભાવની શંકાસ્પદ ડુપ્લીકેટ ચલણી નોટો રૂપિયા 2.56 લાખ તેમજ કાર અને મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 5.62 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
એલ.સી.બી. સ્ટાફના જવાનો વરણામા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં કરતા હતા તે દરમિયાન માહિતી મળી હતી કે, એક નંબર વગરની કારમાં ચાર વ્યક્તિઓ કારવણથી પોર તરફ આવી રહ્યા છે. તેઓ એકના ડબલ કરી આપવાની લાલચ આપી, છેતરપિંડી કરીને આવી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે અણખી ગામ પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન બાતમી પ્રમાણેની કાર આવતા જ પોલીસે તેને રોકી હતી. કારમાં સવાર લોકોની પૂછપરછ કરતાં યોગ્ય જવાબ ના મળતા પોલીસે રાજેશ મકવાણા, શીવુ મકવાણા, ઇબ્રાહિમ પઠાણ અને વિજયસિંહ મહિડાની ધરપકડ કરી હતી. તે સાથે જ તેઓની કારમાં તપાસ કરતા કારમાંથી વિવિધ થેલાઓમાંથી ડુપ્લીકેટ રૂપિયા 2000ના દરની ચલણી નોટોના 10 બંડલ, રૂપિયા 500 ના દરના 4 બંડલ, રૂપિયા 100 ના દરના 30 નોટો મળી મળી આવી હતી. પોલીસે શંકાસ્પદ ચલણી નોટ રૂપિયા 2,56,000 કબજે કરી હતી. ઉપરાંત પોલીસે નંબર વગરની કાર અને ચાર મોબાઇલ ફોન મળીને કુલ્લે રૂપિયા 5,62,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ વિશે વડોદરા જિલ્લા પોલીસ ડીવાયએસપી એસકે વાળાએ જણાવ્યું કે, પોલીસ તપાસમા ટોળકી તંત્ર-મંત્ર દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લોભી માણસો સાથે છેતરપિંડી કરતી હતી. ટોળકી એકના ડબલ કરવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિને રોકડ રકમ લઇને કોઇ એંકાતવાળી જગ્યાએ બોલાવતા હતા. અને ત્યાં વિધી કરવાનો ડોળ કરતા હતા. તે જ સમયે તેમની જ ટોળકીનો માણસ પોલીસ બનીને આવતો હતો. અને એકના ડબલ કરવા માટે લઇને આવતા લોભીયા માણસને ધમકાવી વિદાય કરી દેતા હતા. તેની પાસેની રોકડ રકમ પડાવી લીધા બાદ ટોળકી રવાના થઇ જતી હતી.
પોલીસ તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે, તા. 6 જાન્યુઆરીના રોજ ટોળકીએ રાજપીપળા પોલીસ મથકની હદમાં એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરી છે. જે અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાઇ છે. ઝડપાયેલી ટોળકીને રાજપીપળા પોલીસના હવાલે કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ટોળકીનો ભોગ બનનાર વધુ એક વ્યક્તિ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન આવ્યા હતા. જેમને પણ તેની સાથે ટોળકીએ 10 લાખની ઠગાઇ કરી હોવાની માહિતી આપી હતી. જેથી પોલીસે ભોગ બનનાર રાકેશ પટેલને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.
ઝડપાયેલી ઠગ ટોળકી પૈકી રાજેશ મકવાણા અને વિજયસિંહ મહિડા સામે સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ મથકમાં વર્ષ-2017માં એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો ગુનો નોંધાયો હોવાની વિગતો પણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. હાલ ઠગ ટોળકી સામે વરણામા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હાલમાં ઠગ ટોળકીનો ભોગ બનનારા લોકો પોલીસ પાસે દોડી આવી રહ્યા છે.
રાજ્ય સરકારે સરકાર ગાઇડલાઇન અનુસાર લોકોને ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરી છે. રાજ્યમા કોરોના મહામારીના પોઝિટિવ કેસોનો આંકડો સતત ઓછો થઇ રહ્યો છે પરંતુ રાજ્ય સરકારે આ મહામારી ફરી માથુ ઉંચકે નહી તે માટે લોકોને સાવચેત રહી તહેવારોની ઉજવણી કરવાની અપીલ કરી છે ત્યારે ઉત્તરાયણ મુદ્દે હાઈકોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો છે, ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા અનુસાર, કોરોના મહામારીમાં ઉત્તરાયણની ઉજવણી ધાબા, મેદાન અને રસ્તા પર નહીં કરી શકાય. સાથે જ ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શક્શે નહીં. અને લાઉડ સ્પીકર વગાડવા પર પણ સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
ઉત્તરાયણની ઉજવણીમાં મહત્વના ગણાતા પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવુ લખાણ નહીં લખી શકાય. જો કોઇ આવું કરશે તો તેની વિરૂદ્ધ પગલાં ભરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોએસિએશને હાઇકોર્ટમાં પિટિશન કરી છે. તેમની માગણી છે કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. તેથી હાઇકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જોઇએ. આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી. ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં. પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં. ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં. ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે. 11, 12, 13 અને14 જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.
હાઈકોર્ટે કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કો-મોર્બોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે. અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.
એડવોકેટ જનરલે નિવેદન આપ્યું કે, એક વર્ષમાં 640 કરોડ રૂપિયાથી વધુના પતંગ વેચાય છે એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે તેમને રોજગારી છીનવાઈ તે યોગ્ય નથી. આમ કોરોના ગાઈડલાઈન પાળી ઉત્તરાયણ ઉજવી શકાશે.
જૂનાગઢ : શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે વહેલી સવારે એક વિદ્યાર્થીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મુળ અમરેલીનો જિલ્લાના બગસરાનો રહેવાસી વિદ્યાર્થી પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે સ્વામિનારાયણ મંદિર સંકુલમાં ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
આ ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરનાં જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રહી અભ્યાસ કરતો ઉત્સવ નામનો વિદ્યાર્થી આજે સવારે કોઇ અગમ્ય કારણોસર પોતાનાં જ રૂમમાં આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસ દ્વારા વિદ્યાર્થીનો મૃતદેહ ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. તેના પરિવારને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હાલ તો વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે પોલીસ દ્વારા આત્મહત્યાના કારણ માટે તપાસ આદરી છે. જેના હેઠળ તેના મિત્રો અને અન્ય લોકોની પુછપરછ કરવામાં આવશે. આઉપરાંત તેના મોબાઇલનું પણ ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવશે. હાલ તો પોલીસ તપાસ પુર્ણ થયા બાદ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે.
જો કે વિદ્યાર્થીના પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. તેમણે પુત્રને અભ્યાસ માટે મોકલ્યો હતો. ઉત્સવ હાલ શાળા કોલેજ બંધ હોવાથી ટ્યુશનમાં અભ્યાસ કરતો હતો. જો કે તેણે અંતિમ પગલું ભરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જો કે વિદ્યાર્થીની આત્મહત્યા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ત્યારે કયા કારણથી આત્મહત્યા કરી તે અંગે અનેત તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.
બારડોલી: મહુવા તાલુકાનાં આંગલધરા ગામેથી સુરત રેન્જની ઓપરેશન ગૃપની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. મહિલા બુટલેગરે તેની ફોઈના ઘરની બાજુમાં આવેલ ભાતના પૂળીયા નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડયો હતો. પોલીસે ૫૧ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી બે શખ્સોને વોંટેડ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેન્જની ઓપરેશન ગૃપની ટીમ મહુવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે આંગલધરા ગામે નિશાળ ફળિયામાં રહેતી મનીષાબેન નાયકા એ પોતાની ફોઇના ઘરની બાજુમાં આવેલ ભાતના પૂળીયામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરી રહી છે. જે હકીકતના આધારે ઓપરેશન ગૃપની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલ તેમજ બીયર નંગ ૪૮૬ કિંમત રૂ. ૫૧,૦૦૦ ના જથ્થા સાથે મનીષાબેન ભીખુભાઈ નાયકા ને ઝડપી પાડી હતી. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર મુનકો (રહે, વાંદરવેલા, તા-વાંસદા) તથા રાહુલ (રહે, સુખાબારી, તા-વાંસદા) ને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
૦૮-૦૧-૨૦૨૧ અંતરિયાળ વાડી વિસ્તારમાં મહિલાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવતી હળવદ ૧૦૮ની ટીમ..
મોરબીહળવદ તાલુકાના ગોલાસણ ગામે એક મહિલાને પ્રસૂતિનો દુ:ખાવો ઉપાડતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાને કોલ કર્યો હતો. જે કોલ હળવદની ૧૦૮ની ટીમને મળતા સાથે જ ત્યાંનાં ઈએમટી રમેશભાઈ અને પાઇલોટ કનુભાઈ ગઢવી તરત જ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા હતા. ત્યાં વાડી વિસ્તારમાં ઘટનાસ્થળે રહેલ પ્રસૂતા કોમલબેનને અતિશય દુ:ખાવો થતાં ત્યાં જ પ્રસુતિ કરાવી હતી. ત્યાર પછી તેમને નજીકનાં હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ માતા અને બાળકની તબિયત સારી છે. આ પ્રસૂતિ હળવદ તાલુકાના ગોલાસણ ગામના સરપંચની વાડીમાં થઇ હતી. ગામના સરપંચ અને મહિલાના પરિવારજનોએ ૧૦૮ની ત્વરિત કામગીરીને બિરદાવી હતી.
૦૮-૦૧-૨૦૨૧ કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી કાળુભાઇ ડામોર મુખ્યમંત્રીશ્રીએ મળી ભાવવિભોર થઇ ગયા..
દાહોદના ઝાલોદ ખાતે રૂ. ૧૫૦૦ કરોડથી પણ વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે પહોંચેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારની કેટલીક યોજના લાભાર્થીઓ સાથે પ્રયત્યક્ષ મુલાકાત કરી હતી અને તેમની પાસેથી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સર્વ પ્રથમ કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી શ્રી કાળુભાઇ સવજીભાઇ ડામોર સાથે મુલાકાત કરી તો કાળુભાઇએ પોતાની આગવી શૈલીમાં કહ્યું કે, સાહેબ, અમને દિવસે વીજળી મળતા ખૂબ જ રાહત થઇ છે. રાતના ઉજાગરા મટ્યા છે. હવે કોઇ પ્રાણીઓનો પણ ડર નથી. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ તેમના પ્રત્યે આભાર માની ક્ષેમ કુશળ પૂછ્યા હતા.
એવી જ રીતે દાહોદમાં ગઢી કિલ્લામાં ચાની કિટલી ધરાવતા છગનભાઇની સાથે મુલાકાત કરી પૂછ્યું કે, હદય રોગની સારવાર બાદ હવે કેમ છે ? તો છગનભાઇએ કહ્યું કે, એકદમ સારૂ છે. શ્રી રૂપાણીએ વળતો પ્રશ્ન કર્યો કે સારવારમાં કેટલા રૂપિયા ખર્ચવા પડ્યા ? તો જવાબ મળ્યો કે એક પણ રૂપિયાનો નહીં.
અત્રે ઉલ્લેખનીયછે કે, છગનભાઇ દાહોદ શહેરના ગડી ફોર્ટ ખાતે ચાની કીટલી ચલાવે છે. આસપાસ સરકારી કચેરીઓ અને લોકોની અવરજવર હોય ગુજરાન પૂરતું તેઓ કમાઇ લેતા હતા.
પંચાવન વર્ષના છગનભાઇને તેમના પત્ની સહિત સાત જણાનો પરિવાર છે. બાળકો મોટા થઇ ગયા હોય તેમના લગ્ન અને ઘરસંસાર વસાવવાની ચિંતા પણ સતાવતી હતી. પરંતુ ચિંતાથી કોઇ સમસ્યાનો ઊકેલ નથી આવતો પરંતુ એક નવી સમસ્યા જરૂર સર્જાય જાય છે. છગનભાઇ સાથે પણ કંઇક એવું જ થયું. એક વખત મધ્યરાત્રીએ તેમને છાતીમાં સખત દુખાવો ઉપડયો. તેઓ દાહોદની રીધમ હોસ્પીટલમાં દાખલ થયા. પરંતુ રોગના ચોક્કસ નિદાન માટેના રીપોર્ટો કરાવાનો ખર્ચો જ છગનભાઇના પરિવારજનોને પોષાય તેઓ નહોતો ત્યાં મોઘીં સારવાર કેવી રીતે કરાવીશું તેની ચિંતા સ્વજનોને સતાવવા લાગી.
રીધમ હોસ્પીટલમાં રાજય સરકાર દ્વારા આરોગ્યને લગતી વિવિધ યોજનાઓનો લાભ અપાતો હોય આ માટેના હોસ્પીટલના વિભાગ દ્વારા છગનભાઇના પરિવારજનોને મુખ્યમંત્રી અમૃત્તમ યોજના વિશે માહિતગાર કરાયા અને આ યોજનાનો લાભ લેવા જણાવાયું. છગનભાઇ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે જીવનભર કોઇ બચત કરી શકયા નહોતા પરંતુ તેમણે મુખ્યમંત્રી અમૃત્તમ યોજના માટેનું કાર્ડ કઢાવ્યું હોય તેમના તમામ રિપોર્ટો, સારવાર-દવા વગેરેનો ખર્ચ રાજય સરકારે ઊઠાવ્યો. છગનભાઇના પરિવારજનો માટે આ એક મોટું સંકટ હતું પરંતુ તેમણે કોઇ આર્થિક સંકટનો સામનો કરવો પડયો નહી અને હોસ્પીટલમાં સઘન સારવાર મળતાં છગનભાઇને રજા મળી ગઇ.
નિરાધાર ભત્રીજી-ભત્રીજાની સંભાળ લેતા કાકા સાથે સંવાદ
ફતેપુરા તાલુકાના ભરતભાઇ તાવિયાડ સાથે પણ મુખ્યમંત્રીશ્રીએ પાલક માતાપિતા યોજનાની વિગતો જાણી હતી. કેટલી સહાય મળે છે, બાળકો ક્યાં અભ્યાસ કરે છે ? સહિતની બાળકોના વિકાસને લગતી તલસ્પર્શી વિગતો મેળવી હતી. અહીં આ સંવાદમાં મુખ્યમંત્રીશ્રીની બાળકો પ્રત્યેના લગાવની ઝલક સ્પષ્ટ જોવા મળતી હતી.
રવીના અને અરુણના પિતા વાલજીભાઇ અખમભાઇ તાવિયાડનું વર્ષ ૨૦૧૪માં ટૂંકી બિમારી સબબ મૃત્યું થયું. તેમની માતા કાંતાબેન સમાજના રીતિરીવાજ મુજબ બાળકો સાથે પોતાના પીયર જતાં રહ્યા. પીયર ગયા બાદ પરિવારજનોની રાજીખુશીથી કાંતાબેનના પુનર્લગ્ન કરવામાં આવ્યા. હવે, માતાના લગ્ન બાદ રવીના અને અરુણનું બચપન અને શિક્ષણ પ્રત્યે પ્રશ્નાર્થ ઉભો થયો. આવા કપરા સંજોગોમાં આ બાળકોના કાકા ભરતભાઇ તાવિયાડ તેમના વહારે આવ્યા !
ઉચ્ચાભ્યાસ કર્યા બાદ ભરતભાઇ શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમણે મનમાં ગાંઠ વાળી કે, આ બાળકોનું લાલનપાલન કરી તેમનું ભાવિ ઉજળું બનાવવું. આ સંકલ્પમાં તેમની પત્ની શ્રીમતી ઊમિયાબેનનો સહયોગ મળ્યો. ભરતભાઇએ કાનૂની સંઘર્ષ કરીને બન્ને બાળકોનું વાલીપણું મેળવ્યું. રવીના અને અરુણ ભરતભાઇના પોતાના બાળકો યોગિતા, ક્રિષ્ના અને તન્વી સાથે હળીમળી ગયા. દાદી પણ સંભાળ લેવા લાગ્યા.
એવા ભરતભાઇની જાણમાં આવ્યું કે, રાજ્ય સરકારની પાલકમાતા પિતાની યોજના હેઠળ પ્રતિ બાળક દીઠ રૂ. ૩૦૦૦ની સહાય મળે છે. એમણે દાહોદ જિલ્લા બાળ સુરક્ષા એકમમાં આ માટે અરજી કરી. તેમાં બેંક ખાતાની જરૂર હતી. પણ, વાલીની સહી વીના બેંક ખાતું ખૂલે એમ નહોતું. એટલે, ફરી કોર્ટમાંથી ઓર્ડર લાવી બેંક ખાતું ખોલવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા આ સહાય મંજૂર કરવામાં આવી.
ભરતભાઇ કહે છે, અમને સહાય મળતા હવે આ બાળકોની હું સારી રીતે સારસંભાળ રાખી શકું છું. આ બાળકોને સારૂ શિક્ષણ મળે એટલા માટે તેમને મેં ફતેપુરાની ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે મૂક્યા છે. રવીના અને અરુણ માટે રાજ્ય સરકાર પણ વાલી બની છે.
૦૭-૦૧-૨૦૨૧ ૦૭-૦૧-૨૦૨૧ વડોદરા સેન્ટ્રલજેલ માં આયોજનાનો ૨૦૧૧ થી અમલકરવા માં આવીરહ્યો છે: ૭૫૭ લાયકલાભાર્થી કેદીઓના પરિવારોને ચૂકવવામાં આવીછે રૂ.૮૫.૩૦ લાખની સહાય...
વડોદરા: ગુનેગાર કે તેનાપરિવાર નો તિરસ્કારકરવાથી ગુનાખોરી અટકવાની નથી. ગુનેગારને તેનાગુના નો પસ્તાવોથાય અને તેની સાથે તેને જીવનસુધારણાની તકોમળે અને ખાસકરીને એવા પરિવારો કે જેમનો મુખ્ય કમાનારવ્યક્તિ જેલવાસ ભોગવતો હોય ત્યારે એના પરિવારને આર્થિકમુશ્કેલીના રૂપ માં સજા ના ભોગવવી તો ગુનેગાર અવશ્યસારા જીવન તરફ વળે છે.
ગુજરાત સરકારે આવો જ કેદીસુધારણા અને કલ્યાણ નો અભિગમ અપનાવ્યો છે, જેની પ્રતી રાજ્યસરકારના સમાજ સુરક્ષાવિભાગની જેલ વિભાગના સહયોગ થી અમલી કેદી સહાય યોજના કરાવે છે. જેનો આશય પરિવારની મુખ્ય કમાનારવ્યક્તિ ને જેલવાસ થવાથી નિરાધારબનેલા પરિવારને ધંધા રોજગાર માટે સાધન સહાય આપી ને, તેને ઓશિયાળા પણામાંથી બહાર આવિ સ્વમાનભેરજીવવાની તકઆપવાનો છે .નિર્ધારિત નિયમો પ્રમાણે લાયક કેદીને,તેના પરિવાર માટે આ સહાય મળીશકે છે.
વડોદરા મધ્યસ્થજેલ ના અધિક્ષક શ્રી બળવંતસિંહ વાઘેલા એ જણાવ્યું કે વડોદરા જેલ માં સન ૨૦૧૧-૧૨ થી આયોજના નો ઉત્તરોત્તરવધુ ને વધુસારો અમલ કેદીકલ્યાણ અધિકારી ના માધ્યમથી થઈ રહ્યો છે જેના પરિણામે પરિવારની મુખ્ય કમાનારવ્યક્તિના જેલવાસથી કફોડી સ્થિતિમાં મુકાયેલા પરિવારોને ઘણી મોટી રાહત મળી છે.
દસવર્ષ દરમિયાન આ યોજના હેઠળ સમાજ સુરક્ષાવિભાગ ના માધ્યમથી વડોદરા સેન્ટ્રલજેલ ના ૭૫૭ લાભને પાત્રકેદી ઓના પરિવારો ને, શરૂઆત માં રૂ.૫હજાર,પછી રૂ.૧૦ હજાર અને હાલમાં મહત્તમ રૂ.૨૫ હજારની સાધન સહાય ના ધોરણે રૂ.૮૫.૩૦ લાખની સહાય ચુકવવા માં આવી છે.
અમે કોરોના ના વર્ષ માં પણ આ યોજનાની કામગીરી અટકાવી નથી અને વર્ષ દરમિયાન અત્યાર સુધી માં ૯૬ લાભાર્થી કેદીઓ ના પરિવારો માટે રૂ.૨૪ લાખ ની સહાય મંજુર કરી છે એવી જાણકારી આપતાં કેદીકલ્યાણ અધિકારી શ્રી મહેશ રાઠોડે જણાવ્યું કેજે ની આવક પર પરિવારના ગુજરાનનો આધાર હોય એવી મુખ્ય વ્યક્તિને ૫ વર્ષ કે તેથી વધુ મુદતનો જેલવાસ થયો હોય અને પરિવાર ગરીબી રેખા હેઠળ શહેરી કે ગ્રામીણ વિસ્તાર મટે ઠરાવેલી આવક મર્યાદા હેઠળ આવતો હોય,એવા કેદીઓ પાસેથી જરૂરી અરજીઓ મેળવી યોજના નો લાભ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ જેલ સમિતિના માધ્યમથી અરજીઓની ચકાસણી અને અન્ય પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આવી અરજીઓની રાજ્યના સમાજ સુરક્ષા નિયામક પાસે થી મંજૂરી મેળવે પછી સહાય મંજૂર કરવામાં આવે છે.
મહત્તમ પારદર્શકતા માટે મંજૂરથયેલી સહાયની રકમ સીધેસીધી લાભાર્થી ના ખાતા માં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ની સુવિધા હેઠળ જમાકરાવવા માં આવે છે.
મહેશભાઈ એ જણાવ્યું કે કેદીલાભાર્થી નો પરિવાર આ વકલક્ષીપ્રવૃત્તિ સરળતાથી કરી શકે તે માટે દુધાળાઢોર,સિલાઈમશીન,ચારપૈડાવાળીલારી જેવી અસ્ક્યામતો/સાધનો સ્વરૂપે આ સહાય આપવા માં આવે છે.
આ યોજના થી આવક વંચિત કેદી પરિવારો ને ઘણી મોટી રાહત મળી છે. કેદીકલ્યાણ ની આ સરળ અને પારદર્શક યોજના રાજ્ય સરકાર ના કેદીકલ્યાણના માનવતા થી મહેંકતા અભિગમની અનુભૂતિ કરાવે છે.
યોજના ની શરૂઆત માં સહાય રૂ.૫ હજાર હતી જે પાછળથી વધારી ને રૂ.૧૦ હજાર અને હાલ માં રૂ.૨૫ હજાર કરવામાં આવી છે.
૦૭-૦૧-૨૦૨૧ માં નર્મદા નદીના કિનારે નોકરી કરવી એ ભાગ્યશાળી કહેવાય..
ભરૂચ: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગની કમિશનર શાળાઓની કચેરી - ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી - ભરૂચ દ્વારા આયોજીત ભરૂચ જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓમાં ૧૭ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણુંક હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ ભરૂચની રૂંગટા વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લાના ૧૭ શિક્ષકોને જિલ્લાની અલગ અલગ ૧૭ શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિમણુંક આપવામાં આવી હતી. કલેકટર ડૉ. એમ.ડીમોડિયાના હસ્તે નિમણૂંક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.
આ અવસરે અધ્યક્ષસ્થાનેથી કલેકટર ડૉ. એમ.ડી મોડિયાએ શિક્ષકોને જણાવ્યું કે આ એક ખૂજ ગર્વની બાબત છે, હવે તમારું ભણવાનું પૂરું થયું અને ભણાવવાનું શરૂ થયું. રાષ્ટ્ર, સમાજ અને શિક્ષણ જગતના હિતમાં તમારો રોલ ખુબજ મહત્વનો છે. તમે ખૂબજ ભાગ્યશાળી છો જેના દર્શન માત્રથી પુણ્ય મળે એવી માં નર્મદાના કિનારે નોકરી કરવાની તક મળી છે. હું પણ એક શિક્ષક જ હતો અને શિક્ષકનો એક એવો વ્યવસાય છે કે મારો વિદ્યાર્થી ઉચ્ચકક્ષાએ પહોંચે અને નામના મેળવે એ વાત શિક્ષક માટે ગર્વની છે.
વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે તમારા બાળકો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ માટે ન જાય અને સરકારી શાળામાં અભ્યાસ માટે આવે એ રીતનું શિક્ષણ આપવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ શિક્ષક તરીકે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામને પણ યાદ કર્યા હતા. વધુમાં કલેક્ટરશ્રીએ વર્તમાનમાં પડકારો સામે સાચા અર્થમાં કામ કરવા અને જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરતાં રહો એવી શુભેચ્છા પણ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ૧૭ શિક્ષકોને એજ્યુકેશન ઇન્સ્પેકટર સંગીતાબેન દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા અને સાથે સાથે આવનારી ચૂંટણીને ધ્યાને રાખીને મતદાન અવસ્ય કરવાના પણ શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્યશ્રી ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એન,.એમ મહેતા માધ્યમિક શિક્ષણ સંઘ ભરૂચ પ્રમુખશ્રી કિરીટસિંહ મહિડા તેમજ શાળાના શિક્ષણગણ, અધિકારીઓ, પદાધિકારીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા
આ કાર્યક્રમને રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઓનલાઇન સંબોધન કરવામાં આવ્યું હતું.
૦૭-૦૧-૨૦૨૧ દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત..
દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકકર્મ માટે પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત કરતા રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, શિક્ષક એ ભારતીય પરંપરાનું ગુરુપદ છે અને આ પદને નિષ્ઠાપૂર્વક નિભાવવું પડશે.
ઉક્ત સંદર્ભમાં શ્રી ખાબડે ઉમેર્યું કે, ભારતમાં પહેલા ઋષિ પરંપરા મુજબ જ્ઞાન આપવામાં આવતું હતું. શિષ્યોએ સમર્થ ગુરુની શોધ કરી તેમની પાસેથી જ્ઞાન મેળવવું પડતું હતું. હવે રાજ્ય સરકાર દ્વારા સામર્થ્યવાન શિક્ષકોની પારદર્શક રીતે ભરતી કરી તેમને શિક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવે છે. ત્યારે, શાળા સદ્દવિચારોની ગંગોત્રી બને તે જોવાની જવાબદારી શિક્ષકોની છે
તેમણે ઉમર્યું કે, દાહોદ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ખૂટતી કડીઓ જોડવા માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાયકોની નિયુક્તિ કરી છે. બહારના જિલ્લામાંથી નિમણૂંક પામનારા શિક્ષકોને અહીંનું વાતાવરણ અને સામાજિક મહોલ બહુ જ અનુકૂળ આવી જાય છે. એટલે કોઇ શિક્ષકોએ કોઇ ચિંતા કર્યા વીના પોતાનું શ્રેષ્ઠ કામ કરવું જોઇએ. બાળક એ શાળાના બાગના ફૂલો છે. તેમાં રંગ ભરવાનું કામ શિક્ષકે કરવાનું છે.
શ્રી ખાબડે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના હિતમાં નિર્ણય કરી ફાજલનું રક્ષણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, આગામી તા. ૧૧ જાન્યુઆરીથી માધ્યમિક અને ઉચ્ચત્તમ માધ્યમિક શાળામાં શિક્ષણકાર્ય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને નિર્ણયથી નવી નિમણૂંક પામનાર શિક્ષકોને ફાયદો થશે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ પ્રસંગે જણાવ્યું કે, શિક્ષક તરીકે સતત અપડેટ રહેવું પડશે. વહેતા નીર જો એક સ્થળે એકત્ર થઇ અટકી જાય તો તેમાં લીલ જામી જાય છે. એ રીતે શિક્ષક જો માનસિક રીતે સ્થાયી થઇ જાય તો બાળકના શિક્ષણ ઉપર અસર પડે છે. એટલે, તમામ શિક્ષકો રોજબરોજ નવું શીખતા રહે અને નવું જાણતા રહે તો બાળકોને વધુ સારી રીતે શીખવી શકાય છે.
નવીનત્તમ શિક્ષણ પ્રણાલી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ ઉપર ભાર મૂકતા શ્રી ખરાડીએ જણાવ્યું કે, બાળકોમાં ભણવા રસ ઉત્પન્ન થાય એ રીતે શિક્ષણ કરવું પડશે. દાહોદ છેવડાનો જિલ્લો છે, પણ અહીં બાળકોમાં શિક્ષણની ભૂખ બહુ જ સારી છે. એટલે નવા શિક્ષકો પાસેથી બહેરત અપેક્ષા હોય એ સ્વાભાવિક છે.
પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ. આઇ. જોશીએ નવનિયુક્ત શિક્ષકોને શીખ આપતા કહ્યું કે, આજે આપણે ચર્ચા કરીએ છીએ કે ગામમાં શિક્ષકની મહત્તા ઘટી ગઇ છે અને શિક્ષકોને ગ્રામજનો સાથેનો સામાજિક અનુબંધ ઓછો થઇ ગયો છે. શિક્ષણ એ માત્ર સરકારી નોકરી નથી. પણ, ગામમાં નવપ્રવર્તનની આલહેક જગાવવાનું કામ પણ શિક્ષકોનું છે. જો એક શિક્ષક ઇચ્છે તો ગામમાં પરિવર્તન આવી શકે છે.
તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિના જીવનમાં કોઇ એક શિક્ષક તો હોય છે, જેમણે તે વ્યક્તિના જીવનમાં બહુ જ પ્રભાવ પાડ્યો હોય છે. ગામ સાથે સામાજિક અનુબંધ કરવાથી બાળકના વિકાસમાં શું ઘટે છે એ બાબત સારી રીતે સમજી શકાય છે અને તેના આધારે શિક્ષણ પ્રદ્ધતિમાં ફેરફાર કરી શકાય છે. બાળકો સાથે લાગણીના સંબંધ સ્થાપિત થાય છે.
શ્રી જોશીએ ઉમેર્યું કે, શિક્ષકના વાણી વર્તન અને વ્યવહારની બાળકોના માનસપટલ ઉપર ખૂબ જ ઉંડી અસર પડે છે. એટલે, નવનિયુક્તિ શિક્ષક તરીકે શાળા અને બાળકને અનુરૂપ વાણીવર્તન કરવા તેમણે અંતે શીખ આપી હતી.
મહાનુભાવોના હસ્તે યુવાશિક્ષકોને નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલ દવેએ કર્યું હતું.
આ પ્રસંગે નાયબ કલેક્ટર શ્રી ગણાવા, પ્રાચાર્ય શ્રી એસ. વી. રાજશાખા, શિક્ષણ નિરીક્ષક શ્રી સુરેશ મેડા ઉપસ્થિત રહ્યા હતા.
૦૭-૦૧-૨૦૨૧ સરવા ગામ ખાતે તા. ૮ જાન્યુઆરીના રોજ ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈની ઉપસ્થિતિમાં “કિશાન સુર્યોદય યોજના” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
બોટાદ: બોટાદ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરશ્રીની એક અખબારીયાદીમાં જણાવ્યા મુજબ તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા “કિશાન સુર્યોદય યોજના” જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તા.૦૮/૦૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સરવા નવી પ્રાથમિક શાળા, સરકારી હાઈસ્કુલ પાસે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી દિવસે પાવર આપવાની રજૂઆત હતી. ખેડૂતોની માંગણીને સંતોષવા ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મુકવામાં આવી છે. જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમ્યાન સવારે ૫.૦૦ થી રાત્રીના ૯.૦૦ વાગ્યા દરમિયાન વીજ પુરવઠો દિવસે આપવામાં આવશે. આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા, વન્યજીવ જંતુના ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે.
માળખાકીય સુવિધા ઉભી કર્યા બાદ સમગ્ર ગુજરાતના ખેડૂતોને તબક્કાવાર કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વિજળી આપવાનું આયોજન છે જે પૈકી બોટાદ જિલ્લામાં કુલ ૩૬ ફીડરોના ૬૮ ગામના ખેડૂતોના ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટે તા.૦૮/૦૧/૨૦૨૧ ના રોજ ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈની ઉપસ્થિતિમાં સવારે ૧૦-૦૦ ક્લાકે સરવા નવી પ્રાથમિક શાળા, સરકારી હાઈસ્કુલ પાસે, તા.૧૦-૦૧-૨૦૨૧ ના રોજ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ચેરમેનશ્રી ભુપતભાઈ ડાભીની ઉપસ્થિતિમાં સવારે ૧૦-૦૦ કલાકે જબુબા હાઈસ્કુલ બરવાળા ખાતે તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં સાંજના ૪-૦૦ કલાકે મોટી વાવડી ખાતે આ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
૦૭-૦૧-૨૦૨૧ શુક્રવારે વડનગર ખાતે નારી સંમેલન યોજાશે..
મહેસાણા : ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર વડનગર ખાતે નારી સંમેલનનું આયોજન કરાયું છે.૦૮ જાન્યુઆરી શુક્રવારે સવારે ૧૧-૦૦ કલાકે ટાઉનહોલ,પોલીટેકનીક રોડ વડનગર ખાતે ધારાસભ્ય ડો આશાબેન પટેલની અધ્યક્ષતામાં નારી સંમેલનનું આયોજન કરાયું છે.
શુક્રવારે સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર નારી સંમેલનમાં ગુજરાત મહિલા આયોગના સભ્ય સચિવ વિણાબેન પટેલ સહિત સંસદ સભ્ય સર્વેશ્રી શારદાબેન પટેલ,ભરતસિંહ ડાભી,રાજ્યસભા સંસદ સભ્યશ્રી જુગલજી ઠાકોર,ધારાસભ્ય સર્વેશ્રી ઋષિકેશભાઇ પટેલ,રમણભાઇ પટેલ,ભરતજી ઠાકોર,કરશનભાઇ સોલંકી,અજમલજી ઠાકોર ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી ઉપસ્થિત રહેનાર છે તેમ પ્રોગ્રામ ઓફિસર જી.એલ.સોલંકીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૭-૦૧-૨૦૨૧ રામ મંદિર નિર્માણ ને લઇ ઊંઝા નગર કાર્યાલયનું ઉદ્ઘાટન..
ઊંઝા: આજ રોજ રામ મંદિર નિધિ સમર્પણ સમીતી, ઊંઝા દ્વારા સંતો ના સાનિધ્યમાં અને કારસેવકો તેમજ બહોળી સંખ્યામાં રામ ભક્તો ની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા અને યજ્ઞ દ્વારા કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો...
આ કાર્યક્રમ દરમિયાન ઊંઝા ના રામભક્તો માં અનેરો ઉત્સાહ અને ઉમંગથી અયોધ્યા માં ભગવાન રામ નુ ભવ્ય મંદિર નિર્માણ થાય તે માટે ના નિધિ એકત્રીકરણ માં ભગવાન રામની ખિસકોલી બની કાર્ય કરવાનો જય જય શ્રી રામ ના નારા સાથે સંકલ્પ લિધો હતો.
(રિપોર્ટર: હાર્દિક પટેલ)
૦૭-૦૧-૨૦૨૧ કોટડાસાંગાણીના રામોદ ગામે રૂા. ૨ કરોડના ખર્ચે તૈયાર થનાર રીવરફ્રન્ટનું ખાતમૂહુર્ત કરતા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા..
રાજકોટ: છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેર જેવી જ માળખાગત અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેમ અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે અંદાજે રૂા. ર(બે) કરોડના ખર્ચે તૈયાર થનાર રીવરફ્રન્ટ સાથે આનુષંગીક બ્યુટીફિકેશનના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું.
રામોદ ગામે થનાાર વિકાસનું આબેનમુન કાર્ય ગ્રામ્ય કક્ષાએ પણ શહેરકક્ષાના વિકાસનો જીવંત પુરાવો બની રહેશે. આગામી ટુંક સમયમાં જ રામોદ ખાતે સુવિધા પથ(સી.સી. રોડ) તથા સ્કુલનું નવું બીલ્ડીંગ તૈયાર થનાર છે, તેમ ઉમેરતાં મંત્રીશ્રી રાદડીયાએ જણાવ્યું હતું કે લોકોએ જાગૃત બની રાજય સરકારના આ ઉમદા કાર્યને લોકસહયોગ આપવો જોઇએ જેથી ગામનો સર્વાંગી વિકાસ થાય. આખરે ગામોના વિકાસ થકી જ રાજય અને રાષ્ટ્રનો વિકાસ થશે.
આ તકે ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયાએ રામોદ જેવા છેવાડાના ગામમાં બે કરોડની માતબર રકમના ખર્ચે તૈયાર થનાર રીવરફ્રન્ટ અને અન્ય વિકાસ કામો માટે આ વિસ્તારના જાગૃત નાગરીકો અને અગ્રણીઓના અથાગ પ્રયત્નોને બિરદાવતાં ઉમેર્યું હતું કે રાજય સરકારના “સૌનો સાથ સૌનો વિકાસ”ના અભિમંત્ર સાથેના રાજયના સર્વાંગી વિકાસના અભિયાન થકી લોકોમાં જાગૃતિ અને વિકાસ પ્રત્યેની ભૂખને સકારાત્મક પ્રત્યૂતર સાંપડયો છે. રાજયનું દરેક ગામ તમામ માળખાકીય સુવિધાથી સજ્જ બને તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે.
કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્યશ્રી લાખભાઇ સાગઠીયા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યનું ખાતમુહુર્ત કરાયું હતું. આ તકે સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીશ્રી પૂર્ણસ્વરૂપ સ્વામીએ આશિર્વચનો પાઠવતા ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય ઇચ્છાશક્તિના એકત્વથી સામાજીક ઉત્થાનના સુંદર કાર્યો શકય બને છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ‘‘સમાજ સેવા એ જ પ્રભુ સેવા” ના હેતુને સિધ્ધ કરતા સામાજીક ઉત્થાન માટે સામાજીક અને લોકકલ્યાણની યોજનાઓના અમલીકરણને બિરદાવી હતી.
હાઇવેથી સાઇટ સુધીનો સુંદર માર્ગ, નદી ઉપર રીટેઇનીંગ વોલ તથા ઘાટ, સુંદર મંદીર, સ્ટેપગાર્ડન, ટોયલેટ બ્લોક, ઓફિસ બિલ્ડીંગ, કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ સાથેના સ્વામિનારાયણ ઘાટ નામકરણ થયેલ આ સમગ્ર રીવરફ્રન્ટ પ્રોજેકટ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અંદાજે રૂા. બે કરોડના ખર્ચે તૈયાર થનાર છે.
આ પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેનશ્રી ગોરધનભાઇ ધામેલીયા, પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી ભાનુબેન બાબરીયા અને ચંદુભાઇ વઘાસીયા, જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણીતથા મનીષભાઇ ચાંગેલા, સરપંચશ્રી ભાનુબેન પડારીયા અને ઉપસરપંચશ્રી મુકેશભાઇ ગજેરા, મામલતદારશ્રી વસોયા તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી હીંગરાજીયા સહિત મોટીસંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અગ્રણી અમિતભાઇ પડારીયાએ કર્યું હતું.
ગાંધીનગર નજીક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-૧૩ના ૪૩૮ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. પોલીસ કલર્સ મેડલથી નવાજીત 'ગુજરાત પોલીસ'નો હિસ્સો બની રહેલા આ તમામ દીક્ષાર્થી લોકરક્ષકોને અભિનંદન આપી ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ખાખીની ખુમારીનું જતન અને સમાજની સેવા સાથે આધુનિક ટેકનોલોજી સાથે કદમ થી કદમ મિલાવીને ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઈ જવાના રાજ્ય સરકારના સંકલ્પની દિશામાં પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને યાદ કરતા જણાવ્યું હતું કે શ્રી મોદીએ કહ્યું છે તેમ હવે દેશ અને રાજ્યની પોલીસે સ્માર્ટ હોવું જરૂરી છે. સ્માર્ટ એટલે S- સેન્સેટિવ, M- મોબાઇલ એન્ડ મોડર્ન, A- એકાઉન્ટેબલ એન્ડ એલર્ટ, R- રિસ્પોન્સિબલ એન્ડ રિલાયેબલ અને T- ટેકનોસેવી. એવી જ રીતે હવે પોલીસે તેનાથી પણ વધુ એક કદમ આગળ સ્માર્ટની સાથે સાથે શાર્પ પણ હોવાની જરૂર છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં વાઇફાઇના ઉપયોગ થકી હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી છે અને તે બાબતને ધ્યાને રાખીને આ અકાદમી મારફત તમામ દીક્ષાર્થીઓને ખૂબ જ બારીકાઈથી તમામ વિષયોની તાલીમ આપીને તાલીમબદ્ધ કર્યા છે તેનો મને ગર્વ છે.
શ્રી જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે તેમાં તમામ દીક્ષાર્થીનું યોગદાન પણ વિશેષ રહેવાનું છે. આજે દેશ-વિદેશના ઉધોગપતિઓ ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે કરોડો-અબજો રૂપિયા ઈન્વેસ્ટ કરવા માટે આવી રહ્યા છે તેનું એક કારણ ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ છે. અને તેની માટે ગુજરાત પોલીસ અભિનંદનને પાત્ર છે જેનો તમામ દીક્ષાર્થી લોકરક્ષક આજથી અભિન્ન અંગ બન્યા છે. કોરોનાની આ વિપરીત પરિસ્થિતિમાં પણ તાલીમબદ્ધ થઈ નાગરિકોના રક્ષણ અને તેમની સેવા માટે તૈયાર થયેલા દીક્ષાર્થીને અભિનંદન પાઠવી પરિવારનું અને ગુજરાતનું નામ ઉજ્જવળ કરવા આહવાન કર્યું હતું.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુનેગારોની સામે ગુજરાત પોલીસ તંત્ર પણ ટેકનોસેવી બને તે માટે સરકારે પોકેટ કોપના માધ્યમથી પોલીસ તંત્રને સજજ કર્યું છે. એટલું જ નહીં રાજ્ય સરકારે રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ૭,૦૦૦ જેટલા સીસીટીવી કેમેરા લગાડી રાજ્યને વધુ સુરક્ષિત બનાવ્યું છે. સમગ્ર ટેકનોલોજીકલ અપગ્રેડેશનનો લાભ ત્યારે જ મળી શકશે જ્યારે પાયાના લોકરક્ષક જવાનો અપગ્રેડ હોય. અને મને ગર્વ છે કે આ તાલીમ શાળામાંથી તૈયાર થયેલા તમામ લોકરક્ષક જવાનોએ અત્યાધુનિક ટેકનોલોજી સાથે યોગ્ય તાલીમ થકી પોતાની સ્કીલ અપગ્રેડ કરી છે.
રાજ્યના નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસમાં ૫૦ હજારથી વધુ લોકરક્ષક પોલીસ જવાનોની ભરતી સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તે ઉપરાંત આવનારા દિવસોમાં વધુ ૧૨ હજાર લોકરક્ષકની ભરતી કરવાનું આયોજન હોવાનું મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું. તે ઉપરાંત ગુજરાત સરકારે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને શાર્પ વેપન આપી શકાય તે માટે લેન્ડ ગ્રેબીંગ એક્ટ, ગુંડા એક્ટ, ગૌ વંશ રક્ષણ તથા ચેન સ્નેચિંગના ગુનાઓ નિવારવા કડક કાયદાઓ અમલી બનાવ્યા છે. રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત સંપૂર્ણપણે સજજ છે. નવા દીક્ષાર્થી જવાનોને અનેક વિષયો પર તાલીમ અપાઈ છે. ક્યાંક ઇન્વેસ્ટીગેશન તો ક્યાંક વાઇટલ ઇન્સ્ટોલેશનની રક્ષા - સુરક્ષા અને બંદોબસ્ત સહિતના અનેક ભાગોમાં તમારી જવાબદારી વિશેષ રહેશે અને તેથી જ તમારી ઉપર અપેક્ષાઓ પણ વધુ હોવાથી ખૂબ જ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું અને કોરોના કાળમાં પોતાની કે પરિવારની ચિંતા કર્યા વિના ગુજરાતની સાડા છ કરોડ જનતાને સંક્રમિત થતાં બચાવવા ગુજરાત પોલીસે કરેલી ઉત્તમ કામગીરી બદલ મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી આશિષ ભાટિયા, અધિક પોલીસ મહાનિદેશક (તાલીમ) શ્રી વિકાસ સહાય, ગુજરાત પોલીસ અકાદમી કરાઈના નાયબ પોલીસ મહા નિરીક્ષક અને આચાર્ય શ્રી એન.એન.ચૌધરી સહિતના પોલીસ અધિકારી- કર્મચારીઓ, તાલીમાર્થી જવાનો, દીક્ષાર્થી જવાનો અને તેમના પરિવારના સભ્યો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના ગાઇડલાઈન જાળવવા અંગેના તમામ પ્રોટોકોલ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
૦૬-૦૧-૨૦૨૧ "પ્રજાનું કામ તે મારૂં કર્તવ્ય" આ સુત્ર ને સાર્થક કરતાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા.
આજરોજ વિસાવદર તાલુકાના. કાનાવડલાથીજાંબુડા રોડનું ખાતમુહૂર્ત આપણા આ વિસ્તારના લોકલાડિલા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા દ્વારા કરાવ્યું હતું.આ રોડ આઝાદી પછી પ્રથમ વખત કાચા રસ્તાને ડામરથી મઢાસે.જેની રકમ બે કરોડ વીસ લાખ રૂપિયાથી તૈયાર થાશે.આ રોડ બનવાથી ગ્રામજનો અને રાહદારીઓ માટે વર્ષો જુનો પ્રશ્નો હલ થતા ગામલોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.આ તકે વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ વાડદોરીયા,પુર્વ તાલુકા પંચાયત સદસ્ય વીપુલભાઈ વઘાસીયા,પુર્વ જીલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ પોકિયા,સરપંચ કેશુભાઈ સુદાણી,સુભાષભાઈ ગોંડલીયા,બાબુભાઈ હપાણી,શોભાવડલા સરપંચ પરેશભાઈ ખાભુ, તેમજ કાનાવડલા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં...
(રિપોર્ટર: સંજય સોજીત્રા)
જૂનાગઢ
૦૬-૦૧-૨૦૨૧ અમદાવાદ શહેર પોલીસની ઊંઘ ખરાબ કરનારી ગેંગને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ !
ઠક્કરબાપાનગરબ્રિજ નીચે પાન મસાલાના વેપારીની દુકાનમાં 35000ની અને બીજા જ દિવસે નિકોલમાં જવેલર્સની દુકાનમાંથી પણ રિવોલ્વર બતાવી મારામારી કરી રૂ.૭ લાખના દાગીનાની લૂંટ કરનાર ગેંગની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. લૂંટ કરવામાં આવેલો મુદામાલ પણ પોલીસે કબજે કર્યો છે. આરોપીઓ લૂંટ કર્યા બાદ બાઈક અને સ્કૂટર પર ગયા હતા.
જેમાં સીસીટીવી ફૂટેજ પરથી અને લૂંટની મોડેસ ઓપરેન્ડી પરથી ઉત્તરપ્રદેશની ગેંગ હોવાને લઇ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તેના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે બે આરોપીની અમદાવાદમાંથી અને ત્રણ આરોપીની ઉત્તરપ્રદેશમાંથી એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
૦૬-૦૧-૨૦૨૧ રાજ્ય મંત્રીમંડળની બેઠકનો મહત્વનો નિર્ણય - આગામી ૧૧મી જાન્યુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-નુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે : શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા.
શાળાએ આવતાં વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લાવવી અનિવાર્ય રહેશે. હાજરી ફરજિયાત નથી. ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ રહેશે. માસ પ્રમોશન નહીં અપાય, જેટલું ભણાવાશે એટલી જ પરીક્ષા લેવાશે. રાજ્યના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડશે : કોરોના સંદર્ભે કેન્દ્રની SOPનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
૦૬-૦૧-૨૦૨૧ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા આઈ.સી. ડી.એસ ઘટકમાં કિશોરીઓ અને સગર્ભાઓ માટે ઇનોવેટીવ પાઈલોટ પ્રોજેક્ટ અમલી બનાવાયો..
સુરેન્દ્રનગર આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ધ્રાંગધ્રા ઘટક-૨માં ઇનોવેટીવ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત કિચન ગાર્ડન અને લોખંડના વાસણોના ઉપયોગથી કિશોરીઓ અને સગર્ભા બહેનોમાં એનિમિયાનો ઘટાડો કરવાના ઉદેશ્યથી આ પ્રોજેક્ટ અમલી બનાવાયો છે. જે હેઠળ ધ્રાંગધ્રા ઘટક-૨માં સૌપ્રથમ કિશોરીઓ અને સગર્ભાઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ ઘટકના તમામ આંગણવાડી કાર્યકર બહેનોને પ્રોજેક્ટના વિષય અનુરૂપ કેપેસીટી બિલ્ડીંગની ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી હતી. જે અન્વયે ધ્રાંગધ્રા ઘટક-૨ના ૨૦ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ વાટિકા બનાવવામાં આવેલ, જેના દ્વારા એનેમિક કિશોરી લાભાર્થીઓને વધુ આયર્ન મળે તેવા શાકભાજી/ફળ જેવા કે સરગવો, દુધી, મીઠો લીમડો, લીંબુડી, જામફળી, રીંગણ, ફુદીનો, ટામેટા, દાડમ, વગેરે છોડનો ઉછેર કરવામાં આવેલ અને પ્રોજેક્ટના ૧૩૦ એનેમિક કિશોરી લાભાર્થીઓને તેનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તદઉપરાંત ૫૦૦ એનેમિક કિશોરી અને સગર્ભાઓને ખોરાકમાં વધુ આયર્ન મળે તેવા હેતુથી લોખંડની કડાઈ પણ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા ૬૫૦ એનેમિક કિશોરીઓને ૧ કિલોગ્રામ મગ, ચણા, તુવેરદાળ, અને દેશી ગોળ જેવી ન્યુટ્રીસન કીટ આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ થકી એનેમિક કિશોરીઓ અને સગર્ભાઓમાં હિમોગ્લોબીનના પ્રમાણમાં વધારો જોવા મળેલ છે.
૦૬-૦૧-૨૦૨૧ ગુજરાતમાં એક સપ્તાહમાં જાહેરનામા ભંગના ૩૨૩૯ ગુના : માસ્ક વિના ૮૪,૧૫૫ લોકો પકડાયા..
સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રિત કરવા માટે રાજ્યની પોલીસ સતત પ્રયત્નશીલ રહી છે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સરકારની એસ ઓ પી નું ચુસ્તપણે અમલ કરાવવા માટે કડક સૂચના આપી છે. ત્યારે તે દિશામાં સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના નાગરિકો સંક્રમિત થાય નહીં અને આ મહામારી નું નિયંત્રણ થાય તે હેતુથી ગુજરાતની પોલીસ સતત પ્રયત્નશીલ બની રહી છે.
એટલું જ નહીં અસરકારક કામગીરી અને કાયદાનું ચુસ્ત અમલ કરાવાના ભાગરૂપે રાજ્ય પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ગત 28 ડિસેમ્બર 2020 થી 4 જાન્યુઆરી 2021 દરમિયાન એટલે કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રાજ્યમાંથી જાહેરનામા ભંગના કુલ 3,239 ગુના દાખલ કર્યા છે. સાથે સાથે જાહેરમાં માસ્ક નહિ પહેરવા બાબત 84,155 વ્યક્તિઓ પાસેથી 8,38,14000 જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ભંગ બદલ તેમજ કાયદાની જોગવાઈના ભંગ બદલ 6,100 વાહનો પોલીસે જપ્ત કર્યા છે. આ ઉપરાંત જાહેરનામાના ભંગ બદલ કુલ 6,301 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં કોવિડ 19 સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજ્યની પોલીસને સતત માર્ગદર્શન આપવામાં આવે છે . એટલું જ નહીં વધુ સંક્રમણથી ફેલાય નહીં તે માટે સરકારની ગાઇડ લાઇનનો ચુસ્ત પાલન નાગરિકો પાસે કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. અને આ દિશામાં વિશેષ પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ દ્વારા નાગરિકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત જાહેર વિસ્તારોમાં ફરજિયાત માસ્ક પહેરવા સહિતના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.સાથે સાથે રાજ્ય સરકારની ગાઇડ લાઇનનો અમલ નહીં કરનાર શખ્સો સામે રાજ્યની પોલીસ દ્વારા દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના પણ રાજ્ય પોલીસ વડા એ આપી છે.
૦૬-૦૧-૨૦૨૧ ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની વેલીડીટી ૩૧ માર્ચ-૨૦૨૧ સુધી લંબાવાઈ..
વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની વેલીડીટી ૩૧ માર્ચ-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ તા.૦૧/૦૨/૨૦૨૦ મુદત વીતી ગયેલા (Expired ) દસ્તાવેજો તા.૩૧/૦૩/૨૦૨૧ સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યુ છે. એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી-કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.
૦૬-૦૧-૨૦૨૧ મહિલાઓને બંધારણીય હકોથી માહિતગાર કરવા ધારી અને ચલાલા ખાતે નારી સંમલેન યોજાયા..
અમરેલી : રાજ્ય મહિલા આયોગ અને અમરેલી વહીવટી તંત્ર દ્વારા તા. ૫ ના લુહાણા મહાજન સમાજની વાડી ધારી ખાતે અને તા. ૬ ના બ્રહ્મસમાજની વાડી ચલાલા ખાતે નારી સંમલેનનું આયોજન કરવામાં આવ્યું હતુ. નારી અદાલતના પ્રચાર પ્રસાર માટે મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની જાણકારી આપી શકાય તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ધારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જયારે આજે ચલાલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. વિવિધ સંસ્થાઓના તજજ્ઞશ્રીઓ દ્વારા મહિલાઓને બંધારણથી મળેલ હકો તથા અધિકારોની જાણકારી આપવામાં આવી હતી. મહિલા બાળ કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ અને સમાજ સુરક્ષાને લગતી વિવિધ મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટે ઉપસ્થિત બહેનોને રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે આપવામાં આવતી સહાય અંગે વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટએ કર્યું હતું. દહેજ અને અન્ય કુરિવાજો સામે લડત આપતા કાયદાઓની સમજ આપવામાં આવી હતી તેમજ મહિલાઓને લગતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમોમાં મહિલા બાળ કલ્યાણ તથા દહેજ પ્રતિબંધક જેવા સંલગ્ન ખાતાઓના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૫-૦૧-૨૦૨૧ છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન ડ્રાય રન (મોકડ્રિલ) યોજાઇ..
છોટાઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન આપવા માટેની ડ્રાય રન (મોકડ્રિલ) રાઉન્ડ યોજવામાં આવ્યો હતો.
હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોના વાયરસની મહામારીથી બાકાત નથી. કોવિડ-૧૯ને અટકાવવા માટે વેકસિન જ એકમાત્ર ઉપાય છે. ભારત સરકાર દ્વારા દેશમાં કોરોના વાયરસની બે રસીને મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા ટુંક સમયમાં જ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રસીકરણની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ ડ્રાય રન એટલે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસ કોવિડ-૧૯ની રસીકરણ માટેની પૂર્વતૈયારીના ભાગરૂપે આ ડ્રાય રન એટલે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાય રન દરમિયાન આરોગ્ય વિભાગના દ્વારા કઇ રીતે રસી આપવી તે અંગે પ્રેકટીશ કરવામાં આવી હતી. આ ઉપરાંત રસીને જાળવણી, આઇસ બોકસમાં રસીને કઇ રીતે રાખવી.રસીકરણ માટે આવનાર લાભાર્થીઓના રજીસ્ટ્રેશન કરવાની કામગીરી તથા રસીકરણ બાદ લાભાર્થીઓને રાખવા માટેની વ્યવસ્થા સહિતની સગવડ અંગે વિગતે આયોજન અંગેની મોકડ્રિલ કરાઇ હતી.
જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા ડ્રાય રન રાઉન્ડ દરમિયાન ઉપસ્થિત મીડીયાકર્મીઓ સાથે વાત કરતા જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, સરકારની સૂચના અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં જનરલ હોસ્પિટલ સહિત અન્ય ત્રણ સ્થળે કોરોના વેકસિન માટેની ડ્રાયરનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યવસ્થા ઘણી સુપેરે ગોઠવવામાં આવી હોવાનું જણાવી તેમણે વેકસિન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ અને વેઇટિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જ રીતે સુપેરે ચાલશે તો એક દિવસમાં ૧૦૦ લાભાર્થીઓને વેકસિન આપવામાં આવશે એમ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલે પણ ડ્રાય રન રાઉન્ડ દરમિયાન જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ વેકસિનેશન હોલ, ઓબ્ઝર્વેશન રૂમ, વેઇટિંગરૂમ સહિતની વ્યવસ્થાઓનું નિરક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાલસંડા, અર્બન હેલ્થ સેન્ટર, છોટાઉદેપુર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઝોઝ ખાતે ડ્રાય રન (મોકડ્રિલ) યોજવામાં આવી હતી.
૦૫-૦૧-૨૦૨૧ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી બીજા તબક્કાની યોજનાનું મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરાયુ..
અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાને લોકાર્પણ કરીને ખેડૂતોની આવક બમણી કરવાની બીજા તબક્કાની નક્કર યોજનાનો પ્રારંભ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જયોતિ ગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના એટલે કિસાન સૂર્યોદય યોજના દિવસે કામ અને રાત્રે વિશ્રામ આ યોજનાથી ઉત્તર ગુજરાતના ૬૦૦ ગામોને આજથી ગુણવત્તાયુક્ત વીજપુરવઠો મળી રહેશે અને તબક્કાવાર રાજયના ૩૩ જિલ્લાઓમાં આ યોજના લાગુ કરવામાં આવશે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ શુભારંભ કરવામાં આવશે. પહેલા ખેડૂતોને રાત્રે ખેતરમાં પિયત કરવા જતા જીવજંતુ કરડવાનો ભય રહેતો હતો, હવે ખેડૂતોને ૮ કલાક દિવસે વીજપુરવઠો મળશે જેથી ખેડૂતોને સુરક્ષા મળી રહેશે તો વળી અગાઉના સમયમાં લંગડી વીજળી મળતી હતી તેમાંથી પણ મુક્તિ મળશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જે કામનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાપર્ણ પણ અમે જ કરીએ છીએ, અગાઉની સરકારો ખાતમુહૂર્ત કરી પથ્થરો મુકતા તે કયારે પૂર્ણ થાય તે નક્કી નહોતું આજે એવુ નથી અમે જે કહિએ છીએ તે કરીએ છીએ અને રાજયના બજેટમાં અમે પૂરતા નાણા ફાળવીને ટેન્ડર કર્યા પછી જ કામનું ખાતમુહૂર્ત કરીએ છીએ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૨૦૨૦નું વર્ષ સંઘર્ષમય રહયું હોવા છંતા કોરોનાની મહામારીમાં પણ આપણે ગુજરાતના વિકાસના કામોને અટકવા દિધા નથી, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યદક્ષતા અને દિર્ઘદ્રષ્ટિથી આ મહામારીમાં અડીખમ ઉભા છીએ, રાજયમાં કોરોનાનો હવે રીકવરી રેટ વધ્યો છે અને મૃત્યુદર પણ ઓછો થયો છે. જાન હૈ તો જહાન હૈના મંત્રને આપણે સુપેરે નિભાવ્યો છે. તેમ જણાવ્યું હતું છેલ્લા પાંચ મહિનામાં ૨૨ હજાર કરોડના વિકાસના કાર્યો કર્યા છે. આપણે દશેય દિશામાં વિકાસને આગળ ધપાવ્યો છે.
મુખ્યમંત્રી શ્રીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને ટેકાના ભાવે અનાજ ખરીદી કરી ખેડૂત કલ્યાણના સાત પગલા કાર્યક્રમ થકી અનેક યોજનાઓનો લાભ આપ્યો છે કિસાનોની આવક બમણી કરવામાં મદદરૂપ બનશે, જેમાં પ્રાકૃતિક ખેતી, કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના જેવા અનેક પ્રયત્નો કર્યા છે. ખેતી સમૃધ્ધ તો ગામ સમૃધ્ધ, ગામ સમૃધ્ધ તો શહેર અને રાજય સમૃધ્ધ બનશે.
હવે ખેડૂતોને માગો ત્યારે વીજ કનેકશન મળશે ૧૧.૫ લાખ વીજ જોડાણ આપ્યા છે ગુજરાતમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટ ઉર્જા પાર્કનું ખાતમુહૂર્ત ડી. સેલીનેશન પ્લાન્ટ માંડવીમાં, ગીરનાર રોપવે કિસાન સૂર્યોદય યોજના, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ યુ.એન.મહેતા, રાજકોટમાં એઇમ્સ જેવી સુવિધાઓનું ઇ-લોકાર્પણ દ્રારા આપણને મળી છે ઉત્તમથી સર્વોત્તમ તરફ આપણને આગળ ધપાવ્યા છે. નવો સૂર્યોદય આપણને પ્રાપ્ત થયો છે. આવનારના દિવસોમાં શ્રી નરેન્દ્રભાઇના સંકલ્પોમાં સૌ આગળ વધીએ તેવી શુભ કામના પાઠવી હતી.
આ પ્રસંગે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, અત્યારની સરકારમાં ઉર્જા વિભાગગે ખેડૂતોની ચિંતા કરીને ખર્ચ ઘટે અને આવક વઘે તેવા બહુઆયામી પ્રયત્નો કરીને તેમનું જીવનધોરણ ઉચું લાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીએ કહ્યુ હતું કે, માંગો ત્યારે વીજ કનેકશન મળશે તેવા દિવસો આજે આવી ગયા છે. અગાઉની સરકારમાં માત્ર ૨૧૦૦ કનેકશન મળતા આજે ૫૦૦૦ કનેકશન અપાયા છે. જયારે ૩.૮૦ લાખ નવા કનેકશનો ખેડૂતોને આપ્યા છે. આજે બાયડમાં ૫૦૦૦ હજારની સામે ૧૫૦૦૦ કનેકશનો છે. એક કનેકશન માટે ૧.૬૦ લાખનો ખર્ચ થાય છે તેની સામે સરકાર માત્ર ૧૦ હજાર લઇને ખેડૂતોને વીજ કનેકશન આપીએ છીએ, સબસિડીનો ખર્ચ ખેડૂતો વતી રાજય સરકાર ભારણ ઉપાડે છે. ઉજાર્મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, દરેક વસ્તુનો સંગ્રહ કરી શકાય છે પરંતુ ઉર્જાનો સંગ્રહ કરી શકાતો નથી કિસાન સૂર્યોદય યોજના ઐતિહાસિક અને ખેડૂતોના જીવનમાં બદલાવ લાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પ્રભારી અને વન આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકરે જણાવ્યું હતું કે, રાજય સરકારે જનસુખાકારી માટે જંગી બજેટ ફાળવીને તમામ લોકોની ચિંતા કરીને વિકાસના કામોને વેગ આપ્યો છે. અન્નક્ષેત્રે આપણે સ્વાવલંબી બન્યા છે. યોજનાના પ્રથમ તબક્કામાં જિલ્લાના ૧૦૪ ગામના કુલ ૪૫ ખેતીવાડી ફીડરોના ૧૨૧૧૪ ખેડૂતોનુ ખેતી વિષયક વીજ જોડાણો દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરો પાડવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ, સૂર્ય ઊર્જા થકી દિવસ ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ થશે.
આ પ્રસંગે સાંસદ શ્રી દિલીપસિંહ રાઠોડે સૌનું સ્વાગત કરી રાજ્ય સરકારની કામગીરીની સરાહના કરી હતી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના શાસનમાં વિકાસ ઝડપી અને વેગીલો બન્યો છે. સૌની સુખાકારીમાં વધારો કર્યો છે જનતાની સેવા માટે અનેક નિર્ણયો કર્યા છે આપણે સૌ સાથે મળીને તેમના હાથ મજબુત કરીયે આગળ વધીએ અને મેઘરજ તાલુકાના ગામોમાં તળાવો ભરવાનું સૂચન કર્યું હતું
આ પ્રસંગે યુજીવીસીએલ ના એમડી શ્રી મહેશ સિંહ દ્વારા કિસાન સૂર્યોદય યોજનાની રૂપરેખા આપી સૌનું સ્વાગત કર્યું હતું સ્થાનિક અગ્રણી આગેવાનોએ પણ મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ પ્રભારી મંત્રીશ્રી તથા મહાનુભાવોનો મોમેન્ટો અને શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું
આ કાર્યક્રમમાં ઊર્જા વિભાગના અગ્ર સચિવશ્રી સુ શ્રી સુનયના તોમર સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા સમાહર્તા શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, ખેડૂતો તેમજ અગ્રણીઓ સોશ્યલ ડિસ્ટન્ટસ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૫-૦૧-૨૦૨૧ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને અમદાવાદ જીલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જેતલપુર ખાતે મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની સાથે મહિલાઓની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેની કામગીરીના ભાગરૂપે વર્ષ ૨૦૦૫ થી ગુજરાત રાજ્ય મહિલા આયોગની શરૂઆત કરવામાં આવી છે.
જેના ભાગ રૂપે આજ રોજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને અમદાવાદ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા જેતલપુર ખાતે મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતિ લીલાબેન અંકોલીયાએ જણાવ્યુ હતું કે " કાયદાકીય જાગૃતિ શિબીરથી મહિલાઓ બંધારણમાં આપેલા પોતાના હકોથી વાકેફ થઈ છે અને મહિલાઓમાં જાગૃતતા આવવાથી સરકારના વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો લાભો મેળવતી થઈ છે. રાજયમાં મહિલાઓના અધિકારો અને હિતોના રક્ષણ માટે ૨૭૦ નારી અદાલતોની રચના કરવામાં આવી છે. આયોગ દ્વારા મહિલાઓને લગતા ૪૦૦૦૦ ઉપરાંત કેસોમાં સુખદ સમાધાન કરવામાં આવ્યુંશ હોવાનું તેમણે ઉમેર્યું હતું. મહિલાઓના હકકો અને અધિકારો માટે કાયદાકીય જોગવાઇઓ કરવામાં આવી છે. ત્યાેરે મહિલાઓએ કાયદાની જાણકારી મેળવી અન્યાિય, અત્યારચારના કેસોમાં કાયદાનો સહારો કયારે અને કેમ લેવો જોઈએ તે વિશે માહિતી મેળવવી જોઈએ."
‘’સમાજ માટે મહિલાઓએ તેમનામાં રહેલી શકિતને બહાર લાવીને આગળ વધવાનું છે. રાજય સરકાર મહિલાઓના ઉત્થાન માટે અનેક પ્રયત્નો કરે છે. રાજકીય, સામાજિક અને શૈક્ષણિક રીતે મહિલાઓ નેતૃત્વ સ્વીકારે એ આવશ્યક છે અને હવે મહિલાઓમાં પરિવર્તન આવ્યું છે. વિવિધ ક્ષેત્રે મહિલાઓ નામનાઓ મેળવી રહી છે. મહિલાઓના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે, તેનો સૌએ લાભ લેવો જોઇએ એમ જણાવી, મહિલાઓ સામેના અત્યાચાર, અન્યાય અને ભેદભાવ રોકવા રાજય મહિલા આયોગ કાર્યરત છે"
લીલાબેન અંકોલીયાએ સરકારની યોજના છેવાડાના ગ્રામ્ય સ્તર સુધી પહોંચે એવા સુદઢ સમાજના નિર્માણમાં મહિલાઓને યોગદાન આપવા આહવાન કર્યું હતું.
કલેકટર શ્રી સંદિપ સાગલેએ જણાવ્યું કે " વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં " બેટી બચાવો બેટી પઢાઓ" અભિયાન શરૂ કર્યું છે જેનો હેતુ છે કે બાળ જન્મદરમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સમાંતરદરે જળવાઈ રહે.પરંતુ સામાજિક જીવનમાં આજે પણ મહિલાઓનુ જન્મથી મૃત્યુ સુધી સતત શોષણ થાય છે.તેમા બદલાવ આવવો સમયની માંગ છે"
પ્રાસંગિક ઉદબોધનમા જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ કહ્યું કે " સમાજ,રાજય અને દેશમાં નારીશક્તિનું આગવું મહત્ત્વ છે.રાજય અને કેન્દ્ર સરકાર નારી સંરક્ષણ અને ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે.મહિલાઓએ તેમને મળતા બંધારણીય લાભ અને વિવિધ વિભાગોની યોજનાઓ નો જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકે એ માટે મહિલા આયોગ દ્રારા આવી શિબિરનું આયોજન કરવામાં આવે છે."
મહિલા આયોગના સભ્ય સચિવ અને અધિક કલેકટર શ્રીમતી વીણાબેન પટેલે આયોગની કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે દશક્રોઇના ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ, સંકલિત બાળવિકાસ યોજના પ્રોગ્રામ ઓફિસર શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ, જેતલપુર સરપંચ અને અધિકારીઓ અને તાલુકાની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ: જૂનાગઢની મહિલાએ ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. જેમાં તેઓ બીજા રાજ્યના હોય અને તેમનો પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય આથી જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બન્ને પતિ-પત્નીની ચારથી પાંચ બેઠક રાખી બન્નેને સમજાવી સમાધાન કરાવવામાં આવ્યું છે. તે ઉપરાંત અન્ય એક કિસ્સામાં મહિલા બીજા રાજ્યની હોય અને જૂનાગઢ સાસરે હોય તેમને બે જોડીયા બાળકો હોય પરંતુ પતિ અને સાસુ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાથી પીડીત મહિલાએ જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટરની મદદ માંગી હતી. આથી પતિ-પત્ની અને સાસુનું કાઉન્સેલીંગ કરી નાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
વડોદરા: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભાયલી ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાની રસી મૂકવાના પૂર્વ અભ્યાસ રૂપે નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને યોજવામાં આવેલા ડ્રાય રન ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી પણ તેમની સાથે જોડાયાં હતાં.
શ્રીમતી અગ્રવાલે જણાવ્યું કે ડ્રાય રન એ કોરોના રસીકરણ ને સચોટ અને સલામત બનાવતી એક પ્રકારની તાલીમ છે. ડ્રાય રન નો અનુભવ સલામત અને સચોટ રસીકરણ માટે લેવાની તકેદારીઓ ની બાબતમાં ઉપયોગી નીવડશે.રસીકરણ ની કામગીરી માં આરોગ્ય ઉપરાંત આશા કાર્યકરો, હોમગાર્ડ સહિત અન્ય વિભાગોના કર્મચારીઓની સેવા લેવાની છે.તેને અનુલક્ષીને આ તમામને આ કવાયતમાં જોડવામાં આવ્યાં છે.
કોરોના રસીકરણ એ પ્રથમવાર હાથ ધરાનારી રસીકરણ ની કામગીરી છે એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ પ્રકારની રસીઓ નિયમિત આપવામાં આવે છે.કોરોના નવો રોગ છે,રસી પણ નવી છે અને પ્રથમવાર આપવામાં આવનાર છે.તેને અનુલક્ષીને તકેદારી લક્ષી તાલીમ રસીકરણ કર્મચારીઓને આપવા આ ડ્રાય રન યોજવામાં આવી.આ ખૂબ વ્યાપક કામગીરીમાં ખાનગી તબીબી ક્ષેત્રનું યોગદાન લેવાનું છે. તેને અનુલક્ષીને જિલ્લાના ગ્રામ વિસ્તારમાં સરકારી અને ખાનગી આરોગ્ય અને શિક્ષણ સંસ્થાઓમાં ૫મોડેલ રસીકરણ કેન્દ્ર બનાવીને આજે આ પૂર્વ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-૧૯ રક્ષણ આપતી રસીને જન સામાન્ય સુધી પહોંચાડવા તૈયાર કરવામાં આવી છે. સાબરકાંઠા જીલ્લામાં આ રસીનું આજે પાંચ સ્થળોએ જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડ્રાય રન યોજવામાં આવ્યો હતો.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી રસીને મંજૂરી આપવામાં આવેલ છે. છેલ્લા ઘણા સમયથી વેક્સીનને મંજૂરી મળ્યા બાદ દેશના તમામ નાગરીકો સુધી પહોંચાડવા માઇક્રોપ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે પ્રા.આ.કે. જામળા, પ્રા.આ.કે. હડીયોલ, અર્બન વિસ્તારમાં હિંમત હાઇસ્કૂલ, મેડીસ્ટાર હોસ્પિટલ તેમજ જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ હિંમતનગર ખાતે એમ કુલ પ સ્થળોએ ડ્રાય રન યોજવામાં આવ્યંo હતું.
આ ડ્રાય રન જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજેશ પટેલ, અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.એસ.ચારણ, જીલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી જે.એચ.પરમાર તેમજ જીલ્લાના અધિકારીશ્રીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ દ્વારા ડ્રાય રનનુ સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
ડ્રાય રન એટલે શું?
ડ્રાય રન એટલે એક પ્રકારની મોકડ્રીલ. જેમાં સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ વેક્સિનેશન માટેની માહિતી અને શિક્ષણનો પ્રચાર-પ્રસાર, કોલ્ડ સ્ટોરેજથી લઇ રસીકરણ કેન્દ્ર સુધી રસી લઇ જવાની વ્યવસ્થા, ડમી લાભાર્થીને રસીકરણ અને બાયોમેડીકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા સહિતની તમામ જરૂરી પ્રક્રીયા કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત દ્વારા એક નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પંચાયત આપને દ્વાર નામના આ અભિયાન અંતર્ગત એક ગામમાં જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ દ્વારા કેમ્પ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે છે. આ કાર્યક્રમનો પ્રારંભ દાહોદ તાલુકાના ગડોઇ ખાતેથી કરવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લા પંચાયત, દાહોદના તમામ શાખાધિકારીશ્રીઓ સબંધિત સ્ટાફ સાથે હાજર રહેલ હતા. ગડોઈ ગામમાંપંચાયત દ્વારા થયેલ તથા હાલ કાર્યરત તમામ યોજનાઓની સમીક્ષા કરવામાં આવેલ હતી તથા તમામશાખાધિકારીશ્રીઓ જેવા કે આરોગ્ય વિભાગ, સંકલીત બાળ વિકાસ વિભાગ, પંચાયત વિભાગના૧૪માં નાણાંપંચના કામો તથા ૧૫માં નાણાંપંચના કામો, આત્મનિર્ભર યોજના, ખેતીવાડી વિભાગનેલગતી યોજનાઓ, સિંચાઈ તેમજ માર્ગ–મકાન પંચાયત વિભાગના કામો, પશુપાલન વિભાગનીતમામ યોજનાઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની પીએમએવાય, નરેગા વિગેરે
યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સબંધિતવિભાગનેલગતા ગામ લોકોનાપ્રશ્નો બાબતે ચર્ચા કરી સ્થળ ઉપર જ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ હતો. ખેતીવાડી વિભાગદ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમ રાખેલ હતો, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારાગોઈ ગામના આરોગ્ય વિભાગના સબ સેન્ટર, બાળ વિભાગ હસ્તકની આંગણવાડી તથા નંદઘરનીમુલાકાત લીધેલ હતી. આ જગ્યાઓએ જણાવેલ ક્ષતિ બાબતે સબંધિત સ્ટાફ સામે તાત્કાલીકપગલા લેવા જણાવતા હાજર રહેલ કર્મચારી તથા અધિકારીશ્રીઓમાં સોપો પડી ગયેલ હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ૧૪માં નાણાપંચના થયેલ કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીહસ્તકના પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મનરેગા યોજનાના કામોની પણ સ્થળ ચકાસણી કરી હતી અને લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.
ભરૂચઃ ભરૂચ જિલ્લા આયોજન મંડળની વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલ કામોની સમીક્ષા અંગે જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષપણા હેઠળ મળેલી બેઠકમાં મંજૂર થયેલા તમામ કામો સમયમર્યાદામાં અને ઝડપથી થાય તેવી સુચના આપી હતી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમણે વિવિધ ગ્રાંટ હેઠળના વિકાસ કામો પ્રજાની સુવિધા માટેના હોઇ તેની અસરકારકતા અને ઉપયોગીતા ધ્યાને રાખી કામગીરી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં કલેકટરશ્રીએ જિલ્લા આયોજન મંડળ અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી આઇ.ડી.પટેલ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા..
જૂનાગઢ : નાનડીયા-સીતાણા-ભીતાણા અને વડાળા એમ ચાર ગામના ૧૨ હજારથી વધુ લોકોને ઉપયોગી નાનડીયા-સીતાણા રોડ રૂા.૨૩૭ લાખના ખર્ચે નવો બનશે. ૫.૫ કિ.મી.ના રસ્તામાં ૭ નાલા અને ૨ પુલ પણ નવા બનશે. સંરક્ષણ દિવાલ સાથે નવીનીકરણ થનાર આ હયાત રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવો બનશે. માણાવદર તાલુકાના નાનડીયા ગામે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં આ રોડનું નાનડીયાના સરપંચ રમેશભાઇ આંદ્રોજા, ભીતાણાના સરપંચ ડાયાભાઇ કોડીયાતર, સીતાણાના સરપંચ પરબતભાઇ બોરખતરીયા અને વડાળાના સરપંચ ગોવીંદભાઇએ ખાતમુહૂર્ત કર્યું હતું. માણાવદરના દરેક ગામની સમસ્યા અને તેના નિવારણની પ્રતિબધ્ધતા વ્યકત કરી આ તકે મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ કહ્યું કે, આ વિસ્તારના દરેક ગામ અને લોકોથી હું વાકેફ છું. આ વિસ્તારની રોડ-પાણી-વિજળી-આરોગ્ય સહિતની તમામ બાબતોનો તબક્કાવાર ઉકેલ કરવામાં આવી રહ્યો છે. સરકારમાં દરેક બાબતોની પ્રાથમીકતા નક્કિ છે. પરંતુ મારી પ્રાથમીકતા લોકોની સમસ્યાઓના તાત્કાલીક નિવારણની છે, તેમ મંત્રીશ્રી ચાવડાએ ઉમેર્યું હતું. આ પ્રસંગે માણાવદર તાલુકા ભાજપના પ્રમુખ હરસુખભાઇ ગરાળાએ લોકોની રજૂઆતો સાથે સમસ્યાઓને સરકાર દ્વારા થતી સઘન કાર્યવાહીની વિગતો આપી હતી. કાર્યક્રમના પ્રારંભે ડેપ્યુટી ઇજનેરે રસ્તાના કામની વિગતો આપી હતી. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અગ્રણી નારણભાઇ સોલંકી, વરંજાગભાઇ ઝાલા, દિશેન ટીલવા, ધીરૂભાઇ, મામલતદાર નારણભાઇ રામ, તાલુકા વિકાસ અધિકારી મોરી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત હાઇકૉર્ટના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથે આજે ગુજરાત હાઇકૉર્ટના જજ તરીકે નવનિયુક્ત જસ્ટિસશ્રી ડો.વિનીત કોઠારીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ પ્રસંગે કાયદા અને ન્યાયતંત્રના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, હાઈકૉર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, ઍડ્વોકેટ જનરલશ્રી કમલભાઇ ત્રિવેદી, વકીલશ્રીઓ, હાઇકૉર્ટના અધિકારીશ્રીઓ તથા નવનિયુક્ત જજશ્રીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વભરમાં આજે લોકો શારીરિક અને માનસિક રીતે કોરોના મહામારી સામે લડી રહ્યા છે. એટલું જ નહી કોરોના એ આપણી જીવનશૈલી બદલી નાખી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા જેવી બાબતો હવે રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે.
તેમણે ઉમેર્યું કે, મેરોથોન વડોદરાની આગવી ઓળખ બનવા સાથે વડોદરાના સામાજિક જીવનની સ્વચ્છતા અને સ્કૂર્તિની મિશાલ પણ બની છે. ભૂતકાળમાં યોજાયેલ તમામ મેરેથોન દોડ શહેરને લગતા સામાજિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવી હતી. જે પ્રશંસનીય છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી આજે સતત ચોથીવાર એમજી વડોદરા ઈન્ટરનેશનલ મેરોથોનનો લીલીઝંડી આપી વર્ચ્યુલ પ્રારંભ કરાવ્યો હતો.
આ વર્ષની મેરથોન પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ, મેડિકલ, પેરામેડિકલ, ઈમરજન્સી, આવશ્યક સેવાઓના કર્મીઓ અને કોરોનાગ્રસ્તતેમજ કોરોના સામે જંગ જીતેલા ઉપરાંત કોરોના મહામારીમાં પોતાની મહામૂલી જિંદગી ગૂમાવનાર દરેક વ્યક્તિઓને સમર્પિત છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, વડોદરામાં યોજાતી આ દેશની એકમાત્ર મેરેથોન છે જે, ફોર પીપલ, બાય પીપલ, અને ઓફ પીપલને લક્ષમાં રાખી યોજવામાં આવે છે. જેને કારણે વડોદરા મેરેથોન દેશના અન્ય શહેરોમાં યોજાતી મેરેથોન કરતા અલગ બની રહી છે.
મુખ્યમંત્રીશ્રી એ કોરોના મહામારી સામે લડવા શારીરિક તંદુરસ્તી મહત્વની છે ત્યારે નાગરિકો યોગાસન, મોર્નિંગ વોક, ઈનડોર-આઉટડોર જેવી રમતો રમે એ પણ જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના મહામારીમાં થંભી ગયેલ જનજીવનને પુનઃ ધબકતુ કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ચ્યુઅલ મેરેથોનનું આયોજન કરવા બદલ તેમણે આયોજકો અને દોડવીરોને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે મેરેથોન આયોજન સમિતિના તેજલ અમીન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચઃ એનડીઆરએફની ટીમ ધ્વારા કોરોનાની સુરક્ષા અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરતાં જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી કલેકટર કચેરી સંકુલથી નીકળી શકિતનાથ થઇ હોસ્ટેલ ગ્રાઉન્ડ પહોંચી ત્યાં સમાપન થયું હતું. રેલી અગાઉ કોરોનાથી બચવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા.
કોરોનાથી બચવા અને તકેદારીના ભાગરૂપે નીકળેલી જનજાગૃતિ રેલીમાં માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સીસ જાળવવા, સેનેટાઇઝરનો ઉપયોગ, વારંવાર સાબુથી હાથ ધોવા જેવા સૂત્રો સાથેના બેનરો સાથે રેલીમાં એનડીઆરએફની ટીમ સાથે પોલીસ તથા કર્મચારીઓ જોડાયા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ, એનડીઆઇએફના કમાન્ડરશ્રી અજયકુમાર તિવારી, ચીફ ઓફીસરશ્રી સંજયભાઇ સોની, અધિકારીગણ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
૦૪-૦૧-૨૦૨૧ સોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા..
ગીર-સોમનાથ : કોરોના મૂકત ગુજરાત બનવા સાથે સૈાના કલ્યાણની મંત્રીશ્રીએ કરી પ્રાર્થના..
અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કુટીર ઉદ્યોગ મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને મૂકત કરવા સાથે સૈાના કલ્યાણ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. મંત્રીશ્રીએ સોમનાથ મહાદેવને દેશવાસીઓને કોરોના વાયરસથી મુક્તિ મળે તેમજ કોરોના ચેપનો વ્યાપ વધુ ન ફેલાય તેવી પ્રાર્થના સાથે દર્શન-મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.
૦૪-૦૧-૨૦૨૧ વલસાડમાં ૧૦૮ એમ્બ્યુલન્સનાં કર્મચારીઓની પ્રામાણિક્તા..
વલસાડમાં ૧૦૮-એમ્બ્યુલન્સનાં કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલા કર્મચારીઓની પ્રામાણિકતા અને સંસ્કારિતાનો કિસ્સો જોવા મળ્યો છે. ૧૦૮ની ટીમને આર.પી.એફ નજીક અકસ્માતનો કેસ મળ્યો હતો. જેમાં બે વ્યક્તિઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. મૃતકો પાસેથી સોનાનું મંગલસુત્ર ૧ નંગ, સોનાની વીંટી ૧ નંગ અને સોનાની ચેન ૧ નંગ મળીને આશરે ૨ લાખ રૂપિયાનો સામાન હતો. ઘટના સ્થળે મળેલો સામાન વલસાડ ૧૦૮ના કર્મચારીઓ દ્વારા મૃતકોનાં પરિવારજનોને પરત કરવામાં આવ્યો હતો. આજે પણ સમાજમાં માનવતા જોવા મળે છે. આ તેનું ઉદાહરણ છે. ૧૦૮ એમ્બ્યુલન્સનાં કર્મચારીઓએ તેમની નૈતિક ફરજનું ઉદાહરણ પુરુ પાડયું છે.
૦૪ -૦૧-૨૦૨૧ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સુરતના હજીરા ખાતે એલ.એન્ડ ટી. કંપની નિર્મિત સ્વદેશી ૮૮મી કે-૯ વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું..
સુરત: કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને સુરતના હજીરા ખાતે એલ.એન્ડ ટી. કંપની દ્વારા આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્ષ ખાતે નિર્મિત ૮૮મી કે-૯ વજ્ર ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવાં માટે ફલેગ ઓફથકી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપરાંત, મંત્રીશ્રીના હસ્તે એલ.એન્ડ ટી. કંપની દ્વારા નિર્મિત થયેલા ઈથીલિન ઓકસાઈડ રિએક્ટરને ઓરીસાના પારાદીપ ખાતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. માટે પણ ફ્લેગ ઓફ આપી હતી. સાથોસાથ એલ એન્ડ ટી દ્વારા નિર્મિત સુપર ક્રિટિકલ ઈક્વીપમેન્ટ અંતર્ગત MEG (મોનો ઈથીલિન ગ્લાયકો) પ્રોજેક્ટ માટેના દેશના બીજા ક્રમના સૌથી મોટા ડિ-ઈથીલાઈઝર અને વોશ ટાવરને પણ L&T રોરો જેટી પરથી ફ્લેગ આપી કેન્દ્રીય મંત્રીએ પ્રસ્થાન કરાવ્યાં હતાં.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરતનું હજીરા L&T યુનિટ 'આત્મનિર્ભર ભારત'નું જીવંત ઉદાહરણ છે. 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરતી L&T કંપનીએ સ્વદેશી ટેન્કો બનાવી નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સાથોસાથ ઓડિશાના પારાદીપ ખાતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. દ્વારા MEG (મોનો ઇથિલીન ગ્લાયકોલ) પ્રોજેક્ટ અંતર્ગત રિફાઈનરી-કમ-પેટ્રોકેમિકલ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથકી સુરતના હજીરામાં બનેલા સ્વદેશી અદ્યતન સુપર ક્રિટિકલ ઉપકરણો જેવા કે, ઈથિલિન ઓક્સાઈડ રિએક્ટર, વોશ ટાવર, અને ડી-ઈથિલેનાઇઝર ખુબ ઉપયોગી પૂરવાર થશે. આ પ્રોજેક્ટ દ્વારા ઓરિસ્સાના સ્થાનિક લોકોને રોજગારીનો નવો અવસર પ્રદાન થશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સુરતના હજીરાનું પણ પૂર્વ ભારતના વિકાસ -'પૂર્વોદય'માં મહત્વનું યોગદાન છે એમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પના અને 'પૂર્વોદય'નું વિઝન સાકાર થઈ રહ્યું છે. સ્વદેશી અદ્યતન સુપર ક્રિટિકલ ઉપકરણો મોનો ઈથીલિન ગ્લાયકોની આયાત ઘટાડશે અને રિફાઇનરીની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. સુરતની ધરતી પૂર્વ ભારતના વિકાસમાં પણ સહયોગ આપી રહી છે. હજીરાની મહાકાય કંપનીઓ 'મેક ઈન ઇન્ડિયા' થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહાયરૂપ થઈ છે એમ જણાવી તેમણે હજીરા L&Tને સ્વદેશી ટેન્કો તેમજ સુપર ક્રિટીકલ ઇક્વિપમેન્ટસના ઉત્પાદન બદલ અભિનંદન આપ્યાં હતાં સાથે દેશના વિકાસમાં પૂર્ણ સહયોગ મળશે તેવી ભાવના વ્યકત કરી હતી.
મંત્રીશ્રીએ ઓઈલ એન્ડ ગેસ મોડ્યુલર ફેબ્રિકેશન ફેસિલિટી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે ટેંકની ક્ષમતાઓ અને યુદ્ધ સમયની મહત્વની કાર્યશૈલી દર્શાવતું નિદર્શન નિહાળ્યું હતું.
આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલના એમ.ડી અને સીઈઓશ્રી એસ.એમ.વૈદ્ય,L&Tના સી.ઈ.ઓ અને એમ.ડી.શ્રી એસ.એન.સુબ્રમણ્યમ, L&T, હજીરા પ્લાન્ટ હેડશ્રી વાય.એસ.ત્રિવેદી, હોલટાઈમ ડિરેક્ટરશ્રી સુબ્રમણ્યમ શર્મા, પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રાલયના અધિકારીઓ, એલ એન્ડ ટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૨-૦૧-૨૦૨૧ જંગલ જમીન ખેડતા ખેડૂતોને અધિકારપત્રો અને માપણીશીટનું વિતરણ કરતાં આદિજાતિ વિકાસ અને વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા..
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ-અજમલગઢ ખાતે આદિજાતિ વિકાસ અને વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને વનઅધિકાર અધિનિયમ-૨૦૦૬ અન્વયે જંગલ જમીન ખેડતા ખેડૂતને અધિકારપત્રો અને માપણીશીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીક ઉપસ્થિત રહયાં હતા.
આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાઍ જણાવ્યું હતું કે, રાજય સરકારે આદિવાસી સમાજની ચિંતા કરી છે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે તેમજ આદિવાસી સમાજ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે તેમના શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં રાજય સરકારે ૧૩ લાખ ઍકર જંગલની જમીન આદિવાસી સમાજને ખેતી માટે આપી છે. રાજય સરકારે આદિવાસીઅોની ચિંતા કરી ગામેગામ પીવાના પાણી, પાકા રસ્તા, બાળકોના અભ્યાસ માટે પાકી આંગણવાડી થી માંડીને ઍકલવ્ય મોડેલ સ્કુલ બનાવી છે. જેથી ગામડાંના બાળકો સારી રીતે અભ્યાસ કરી આગળ વધે તે માટે પ્રયાસો કરી રહયા છે.
આ અવસરે વધુમાં મંત્રીશ્રીઍ કહયુંં હતું કે, વનોનું રક્ષણ અને સંવર્ધન કરનારા વનવાસીઓનો ભવ્ય ઈતિહાસ રહેલો છે. આદિવાસી સમાજને તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ હોવાનું જણાવી સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આદિવાસી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવું જરૂરી છે ઍમ જણાવી તેમણે રાજય સરકારની આદિજાતિ કલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આદિવાસીઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેના થકી છેવાડાનો આદિવાસી સમાજ આર્થિક રીતે સધ્ધર બન્યા છે. આદિવાસીઓના વિકાસ માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાઍ કાવડેજ ખાતે સંકલિત આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત ઝુલા બનાવવાની તાલીમાર્થી બહેનોની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે જંગલ જમીન ખેડતા ૧૧૨ ખેડૂત ભાઇ-બહેનોને અધિકારપત્રો અને માપણીશીટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, અગ્રણીશ્રી અશોકભાઇ ધોરાજીયા, પ્રાયોજના વહીવટદાર શ્રી ઍમ.ઍલ.નલવાયા, પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી જીગરભાઇ નાયક સહિતના અગ્રણીઅો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા.
૦૨-૦૧-૨૦૨૧ રાજ્યમાં એક લાખ કિ.મી. લાંબા વિતરણ પાઇપલાઇન નેટવર્કથી દુર્ગમ વિસ્તારોમાં પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડ્યું છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પંચમહાલના નાગરિકોને રૂ. ૭૦૫ કરોડના વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઇની વ્યાપક યોજનાઓ બનાવી તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં ૧ લાખ કિ.મી. લાંબી પાઇપલાઇન વિતરણ નેટવર્કથી રાજ્યમાં છેવાડાના વિસ્તારો સુધી શુદ્ધ પાણી પહોચાડયું છે.
તેમણે ઉમેર્યુ કે, નર્મદા, ઊકાઇ, કડાણા, પાનમ અને મહી જેવી મોટી નદીઓ આધારિત યોજનાઓથી આપણે ગુજરાતમાં પાણીની અછત દૂર કરી છે.
ગુજરાતે ગેસગ્રીડ અને વીજગ્રીડ જેમ વોટરગ્રીડ નેટવર્કની આગવી દિશા અપનાવી છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પંચમહાલ સાજીવાવ ખાતે ખાતમુહૂર્ત કરી શહેરા તાલુકાના મહેલાણા ખાતે યોજાયેલી એક સભાને સંબોધિત કરતા કહ્યું કે, છેલ્લા એક જ પખવાડિયામાં રાજ્યમાં રૂ. ૪ હજાર કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નલ સે જલ યોજનાને સાકાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિ માસ એક લાખ ઘરને નળ જોડણા આપવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે અને અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૮૨ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં નળથી પાણી મળતું થઇ જશે એવો આપણો નિર્ધાર છે.
તેમણે કહ્યું કે, પહેલા રાજ્ય સરકારનું કૂલ બજેટ માત્ર રૂ. ૯ હજાર કરોડ હતું. તેમાં કોઇ વિભાગ માટે માત્ર ૭૦૦ કે ૮૦૦ કરોડ રૂપિયા ફાળવાતા હતા. તેની સાપક્ષે આજે એક માત્ર પંચમહાલ જિલ્લાને રૂ. ૭૦૫ કરોડના વિકાસ કામોની ભેટ માત્ર એક જ દિવસમાં મળી છે. આજે રાજ્ય સરકારના બજેટનું કદ ૨.૧૦ લાખ કરોડ રૂપિયાનું છે.
તેમણે કહ્યું કે, ભૂતકાળમાં ચૂંટણી ટાણે જ યોજનાના ખાતમુહૂર્તના નાટકો કરવામાં આવતા હતા અને મત મળી જાય પછી એ યોજનાને ભૂલી જવાતી હતી. પણ, અમારી સરકાર જે યોજનાના ખાતમુહૂર્ત કરે છે એના લોકાર્પણ પણ કરે છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ અને જેટલું થઇ શકે એમ હોય એટલું જ કહીએ છીએ.
શ્રી રૂપાણીએ જણાવ્યું કે, નર્મદા ડેમનું ખાતમુહૂર્ત દાયકાઓ પૂર્વે થયું પણ, તે બાદ તે યોજનાને વિસારે પાડી દેવાના પ્રયત્નો થયા. તેમાં અનેક પ્રકારના રોડા નાખવામાં આવ્યા અને હવે શ્રી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા બાદ તે યોજના પૂર્ણ થઇ.
કોંગ્રેસની સરકારની તિજોરીમાં કાણા હતા, તેમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ વિરોધીઓને આડેહાથ લેતા જણાવ્યું કે, એમ સમયે એવું કહેવાતું હતું કે, કેન્દ્ર સરકાર લોકો માટે એક રૂપિયો મોકલતી હતી, તેમાં માત્ર ૧૫ પૈસા જ નાગરિકો સુધી પહોંચતા હતા. અમારી સરકારે લોકોના પૈસાનો પાઇપાઇનો હિસાબ રાખી ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક શાસન આપ્યું છે.
મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું કે, એક જમાનામાં ગુજરાતના લોકોને પીવા માટે શુદ્ધ પાણી મળતું નહોતું. લોકો ક્ષારવાળું, દૂષિત પાણી પીવું પડતું હતું. ટેન્કર રાજ ચાલતું હતું. તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હતો. તેના કારણે ગંભીર પ્રકારના દર્દોના ભોગ બનતા હતા. પીવાના પાણીની સમસ્યાને વર્ષોથી અવગણવામાં આવી હતી. ત્યારે સરકાર પાસે લોકો માટે પૈસા નહોતા એવું નહોતું પણ, રાજકીય ઇચ્છાશક્તિઓ અભાવ હતો તેમજ દૃષ્ટિવંત આયોજન પણ ન હતું.
રાજ્ય સરકાર સૌનો સાથ અને સૌનો વિકાસ, એ મંત્રને વરેલી છે, એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓ, ગરીબો, શ્રમિકો, ખેડૂતો અને મહિલા-બાળકોની વિશેષ દરકાર રાખવામાં આવે છે. ખેડૂતોની વર્ષોની માંગણી હતી કે તેમને પિયત કરવા માટે દિવસે પાણી આપવામાં આવે. રાતે પાકને પાણી પાવા માટે વાડીખેતરે જતા ખેડૂતોને જંગલી પશુઓ કે જીવજંતુનો ડર રહેતો હતો. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવી છે. પ્રથમ તબક્કામાં રાજ્યના ૧૦૫૫ ગામોના ખેડૂતોને દિવસે કૃષિલક્ષી વીજળી મળતી થઇ છે. એ બાદ બીજા ચરણમાં અઢી હજાર ગામોના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળે એવું આયોજન છે. ખેડૂતો સમૃદ્ધ બને તે દિશામાં અમે સતત કાર્યરત છીએ. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ૧૭ હજાર કરોડની જણસોની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે આગામી ૨૦૨૪ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ થકી પાણી પહોંચે. રાજ્ય સરકારે આ સંકલ્પને ૨૦૨૨ સુધીમાં સાકાર કરી લેશે. ત્યાં સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં નળ થકી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. દર માસે એક લાખ ઘરોને નળ આપવાના લક્ષ્યાંક સાથે અમે કામ કરી રહ્યા છીએ.
કબૂતરી ડેમના વિસ્થાપિતોની જમીન સનદોનો ૫૦ દાયકા જૂના પ્રશ્નનું નિરાકરણ લાવવા બદલ આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અમારી સરકાર સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. તેથી ૧૯૮૦માં બનેલા ડેમના ૪૭૯ અસરગ્રસ્તોને હવે ૧૦૫૮ હેક્ટર જમીનની સનદો આપવામાં આવી રહી છે.
કોરોનાની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે જંગ જીતવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા એક રસીના આકસ્મિક ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આગામી એકાદ અઠવાડિયા બાદ રાજ્યમાં કોરોના વાયરસ સામે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા પંચમહાલને ભેટ મળેલા કામો જોઇએ તો રૂ. ૧૩૬ કરોડથી વધુના ખર્ચે મોરવા હડફ ખાતે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરાયું હતું. આ યોજના કાર્યાન્વિત થવાથી મોરવા હડફ તાલુકાના ૫૧ ગામોના અંદાજે ૨ લાખથી વધુ લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ અંતર્ગત રૂ. ૨૨.૪૩ કરોડના ખર્ચે હાલોલ ખાતે પોલીટેકનિક કોલેજનું બાંધકામ, રૂ. ૧૭.૨૧ કરોડના ખર્ચે મોરવા હડફ ખાતે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામ, રૂ. ૧૫.૯૦ કરોડના ખર્ચે જાંબુઘોડા ખાતે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામ અને રૂ. ૮ કરોડના ખર્ચે શિક્ષણ વિભાગ દ્વારા ગોધરા તાલુકામાં ચંચોપા મોડેલ સ્કુલનું લોકાર્પણ તેમણે કર્યું હતું.
જળ સંપત્તિ વિભાગ હેઠળ રૂ. ૩૧૫ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ જળાશય આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજનાના કામો અને રૂ. ૧૩૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ હાઇલેવલ કેનાલ આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
જ્યારે શિક્ષણ અંતર્ગત રૂ. ૧૨.૬૦ કરોડના ખર્ચે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ, ગોધરા, અંબાલીના નવીન બાંધકામ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ ગોધરા- પંચમહાલ અંતર્ગત રૂ. ૩૫ કરોડના ખર્ચે ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી હાલોલ, પાણી પુરવઠા વિભાગ હેઠળ રૂ. ૬.૬૬ કરોડના ખર્ચે વણાકબોરી ફળિયા કનેક્ટિવિટી જૂથ પાણી પુરવઠા યોજના તેમજ રૂ. ૩.૧૦ કરોડના ખર્ચે અદેપુર ફળિયા કનેક્ટિવિટી જૂથ પાણી પુરવઠા યોજના જ્યારે બાગાયત વિભાગ, ગોધરા- પંચમહાલ હેઠળ રૂ. ૫.૪૩ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર એટ ખાંડીવાવ, જાંબુધોડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
શ્રી રૂપાણીએ કબૂતરી ડેમના અસરગ્રસ્તોને જમીનની સનદો તથા કૃષિ વિભાગની યોજના હેઠળ ખેડૂતોને લાભોનું વિતરણ પણ કર્યું હતું.
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં પાણી પુરવઠાની સાત જૂથ યોજનાઓ કાર્યરત છે. ૪૮ કિલોમિટર લાંબી બલ્ક પાઇપ લાઇન નાખવામાં આવી છે. તેમાંથી ૨૩૦૦ કિલોમિટર લાંબી લાઇનથી પાણી વિતરણ કરવામાં આવે છે. પાણી શુદ્ધિકરણના આઠ પ્લાન્ટ અને ૧૦ ભૂગર્ભ ટાંકા છે. આ યોજનાઓ સાકાર થતાં લોકોને પીવાના પાણીની સારી સુવિધા મળશે.
તેમણે ઉમર્યું કે, જિલ્લાના બાકીના ગામોને લોકો માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા નળ જોડાણ અંગે સર્વે કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ઘરોમાં નળ થકી પાણી મળતું થઇ જશે.
રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને શ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સર્વ શ્રી જેઠાભાઇ ભરવાડ, સી. કે. રાઉલજી, સુમનબેન ચૌહાણ, અગ્રણી શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી અશ્વિનભાઇ પટેલ, વરિષ્ઠ અધિકારી શ્રી ધનંજય દ્વિવેદી, એમ. કે. જાદવ, શ્રી મયુર મહેતા, કલેક્ટર શ્રી અમિત અરોરા સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલના ૨૫૦ ગામોના લોકો પણ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયા હતા.
૦૨-૦૧-૨૦૨૧ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ૨૧ નવા અદ્યતન ઓપરેશન થિયેટરના લોકાર્પણ: દેશભરના દર્દીઓની સુખાકારીમાં વધારો થશે..
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ૨૧ ઓપરેશન થીયેટરનું લોકાર્પણ કરાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યુ કે આજના નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 21 ઓપરેશન થીયેટર સમ્રગ દેશભરમાંથી આવતા દર્દીઓની જનસુખાકારીમાં વધારો કરશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી એ કહ્યુ કે જ્યારે જ્યારે પણ માનવતાનો સાદ પડ્યો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાંથી આવતા દર્દીનારાયણની નિઃસ્વાર્થ ભાવે, રાત-દિવસ જોયા વિના સેવા-સુશ્રુષા કરી છે. “મે આઇ હેલ્પ યુ” ની સાથે “મે આઇ કેર યુ” ની સમાજ ભાવના રાખીને સર્વે દર્દીઓની સેવા કરી છે.
રાજ્ય પર આવી પડેલી ભલભલી આપત્તિઓ, અને કુદરતી હોનારતોમાં સિવિલ હોસ્પિટલ અને અહીના કુશળ તબીબોએ રાજ્યભરમાં સેવા બજાવીને પોતાની કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ વખતોવખત પુરૂ પાડ્યુ છે તેમ તેઓએ ઉમેર્યુ છે.
ગુજરાતની વર્તમાન સંવેદનશીલ સરકારે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ સઘન અને આધુનિક બનાવવામાં કોઇ કચાશ રાખી નથી જ્યારે જ્યારે આક્સિમક આપદા સમયની જરૂરિયાત હોય કે સામાન્ય જરૂરિયાત રાજ્ય સરકારે તમામ જરૂરિયાતોને રાજ્યની તમામ હોસ્પિટલને સંતોષી છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રીએ કહ્યુ હતુ.
શ્રી પટેલે જણાવ્યુ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આજે રાજ્ય તેમજ રાજ્ય બહારથી આવતા દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો થાય તે માટે 21 ઓપરેશન થીયેટર, અત્યાધુનિક CSSD, સૂચિત સ્કીન બેંક કાર્યરત કરાવવામાં આવી છે. 2021 ના નવા વર્ષમાં આ વિવિધ પ્રકલ્પો જનસુખાકારીમાં વધારો કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓની કાર્યદક્ષતા વધુ અસરકારક બનાવશે.
સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરથી લઇ સમગ્ર હોસ્પિટલમાં તબક્કા પ્રમાણે સ્વાસ્થય જરૂરિયાત, મશીનરી, અત્યાધુનિક ઉપકરણોની જરૂરિયાત સંતોષીને તમામ સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને યાદ કરતા કહ્યુ કે દેશની અત્યાધુનિક મેડિસીટીના સેવેલા સ્વપ્નને આગળ ધપાવવા રાજ્ય સરકાર તમામ પ્રયાસ કરી રહી છે તેનું આજના પ્રકલ્પો શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓએ વધુમાં ઉમેર્યુ કે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલ, હ્યદયરોગની હોસ્પિટલ, પેરા પ્લાઝિયા ઇન્સ્ટિટ્યુટ, મહિલાઓ અને બાળકો માટેની અલાયદી હોસ્પિટલ, બી.જે. મેડિકલ કોલેજ, નર્સિગ હોસ્ટેલ જેવી તબીબી સુવિધાઓ ફક્ત રાજ્ય જ નહીં પરંતુ દેશભરમાંથી આવતા દર્દીઓની સ્વાસ્થય સુવિધાઓ અને જન સુખાકારીમાં અનેકગણો વધારો કરી રહી છે.જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પના હતી જે આજે સાકાર થઇ રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય જ નહીં પરંતુ રાજ્ય બહારથી આવતા દર્દીઓને પણ સામાન્ય થી લઇ અતિગંભીર બિમારી, સર્વસામાન્ય થી લઇ અતિજટિલ સર્જરી વિનામૂલ્યે કરીને, કોરોનાકાળમાં 1200 બેડ હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓની અત્યંત મોંધા ઇન્જેક્શન થી લઇ તમામ પ્રકારની ગંભીર અને લાંબી સારવાર વિનામૂલ્યે ઉપલ્બધ કરાવીને રાજ્ય સરકારે ખરા અર્થમાં સંવેદનશીલ સરકારની પરિકલ્પના સાકાર કરી છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યુ હતુ.
અમદાવાદ સિવિલ સંકુલમાં કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની કામગીરી સમગ્ર દેશમાં કર્તવ્યનિષ્ઠાના અને સેવાભાવનાનું આગવું ઉદાહરણ પુરુ પાડ્યુ છે. તાજેતરમાં જ રાજકોટમાં રાજ્યની પ્રથમ એઇમ્સ ઇન્સ્ટીટયુટના ઉદ્ધાટન પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ ગુજરાતની કોરોનાના કપરા કાળમાં કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કરાયેલ કોરોના કામગીરી પ્રત્યે તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો તેમ શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ.
વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ બાદ સિવિલ હોસ્પિટલના અસ્મિતાભવન ખાતે યોજાયેલ સમારંભમાં નાયબ મુખ્યમંત્રી શ્રીએ સિવિલ હોસ્પિટલના માધ્યમથી રાજ્યના મેડિકલ , પેરામેડિકલ તેમજ તમામ ક્ષેત્રના કોરોના વોરીયર્સ પ્રત્યે સન્માનની લાગણી વ્યકત કરીને તેમની કાર્યક્ષમતા અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.
રાજ્ય આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિએ કોરોના મહામારીમાં સતત ખડેપગે રહી પોતાની જવાબદારીને સંવેદનશીલ રીતે નિભાવી રહેલા સિવિલ હોસ્પિટલના તબીબોથી લઇ પેરામેડિકલ, સફાઇકર્મીઓ સહિત તમામ તંત્રની કામગીરીની પ્રસંશા કરી હતી.તેઓએ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત SOTTO (STATE ORGAN TRANSPLANT AND TISSUE ORGANIZATION)ની કામગીરીને વધુ સધન અને અસરકારક બનાવવા માટે તમામ તબીબો અને અન્ય સ્ટાફમિત્રો, કાઉન્સીલરને પ્રેરણા આપી હતી. તેમણે NABH અંતર્ગત એક્રીડેશન મેળવી સિવિલ મેડીસીટીની તમામ હોસ્પિટલ અને ઇન્સ્ટીટ્યુટને વધુતા ગુણવત્તાસભર બનાવવા કહ્યુ હતુ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે રોટરી કલ્બ અને સિવિલ હોસ્પિટલ વચ્ચે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે રાજ્યની પ્રથમ સ્કીન બેંક બનાવવા ના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શીવહરે,સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી, સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલ અને ઇન્સ્ટીટ્યુટના ડીન , ડાયરેક્ટર,આરોગ્ય વિભાગના અધિકારી અને પદાધિકારીઓ, તબીબી તજજ્ઞો, સહિત સિવિલ હોસ્પિટલ તંત્રના સ્ટાફ મિત્રો ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.માં નવી ૧ હજાર બસ ખરીદ કરીને આગામી જૂન મહિનાથી પેસેન્જર-મૂસાફરોની સેવામાં મૂકાશે સ્વચ્છ-પર્યાવરણપ્રિય પરિવહન સેવા માટે પ૦ ઇલેકટ્રીક બસ ઇ-બસ એસ.ટી સેવામાં જોડવામાં આવશે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પાંચ બસમથકો ૧ એસ.ટી વર્કશોપ-નવા નિર્માણ થનારા ૧૦ બસમથકોના ઇ-લોકાર્પણ-ખાતમૂહર્ત વિડીયો કોન્ફરન્સથી સંપન્ન કર્યા વર્ષ ર૦ર૧ના પ્રથમ દિવસે જ સામાન્ય માનવીની સુવિધાના રૂ. ૩૪ કરોડના વિવિધ કામોની ભેટ ધરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે દિયોદર મુકામે સાંસદશ્રી પરબતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રીશ્રી પાછલા બે દાયકામાં શિક્ષણ-આરોગ્ય-પાણી પૂરવઠા-એસ.ટી નિગમ જિલ્લા કચેરીઓના વર્ક કલ્ચરમાં ૩૬૦ ડિગ્રી ચેન્જ નવા કલેવર-કોર્પોરેટ આઉટલૂક લાવી જનતા જનાર્દનની શ્રેષ્ઠ સેવાનો ધ્યેય પાર પાડયો છે. સારી બસ–સારી સેવા’ ના સૂત્ર સાથે બસમથકોને એરપોર્ટ જેવા આધુનિક બસપોર્ટ બનાવ્યા છે. એસ.ટી સેવા અમારા માટે નફો કરવાનું નહિ-જનસેવાનું માધ્યમ છે, રોજની ૪પ હજાર ટ્રિપમાંથી ૩૦ હજાર ગામડાઓમાં જાય છે. એસ.ટી બસોમાં GPS સિસ્ટમથી સમયસર અને નિશ્ચિત સ્થળની જાણકારી પેસેન્જરોને સરળતાએ મળે છે. લગ્ન પ્રસંગોએ રાહત દરે બસ સેવા જેવા સમયાનુકૂલ પરિવર્તન સાથે એસ.ટી સેવાઓ સામાન્ય માનવી-ગરીબ-જરૂરતમંદ વ્યક્તિઓ માટે સરળ સુરક્ષિત સસ્તા પરિવહનનો વિકલ્પ બની છે
૦૨-૦૧-૨૦૨૧ કડકડતી ઠંડીમાં કલેકટરશ્રીની પ્રેરણાથી બનાસકાંઠા મહેસૂલ
પરિવાર દ્વારા ૩૫૦ ગરીબ લોકોને ધાબળાનું વિતરણ કરાયું.
બનાસકાંઠા :અત્યારે શિયાળાની મોસમ જામી છે. ગાત્રો થીજવતી કડકડતી ઠંડી પડી રહી છે. તેવા સમયમાં ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને ઠંડીમાં આંશિક રાહત મળે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી ઇસુના નૂતન વર્ષ-૨૦૨૧ની રાત્રિએ પાલનપુર શહેરમાં રહેતાં૩૫૦ જેટલાં ગરીબ લોકોને મહેસૂલ પરિવાર દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી ડી.વાય.સી ચેરીટેબલ ટ્રસ્ટ અને જીવદયા ગ્રુપ, પાલનપુર દ્વારા અપાયેલ ધાબળાનું વિતરણ નિવાસી અધિક કલેકટરશ્રી એ.ટી.પટેલ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા, મહેસૂલ મંડળના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી તથા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓના હસ્તે ગરીબોને ધાબળા આપવામાં આવ્યા હતાં. પાલનપુર શહેરના કિર્તીસ્તંભ, ચાણક્યપુરી, બિહારીબાગ, એગોલા રોડ, તિરૂપતિ ડીસા હાઇવે, એરોમા સર્કલ, બ્રહ્માણી હોટલ, આકેસણ ફાટક, દિલ્હી ગેટ, મહાજન હોસ્પીટલ, ઢાળવાસની પાછળ, જી.ડી.મોદી કોલેજ રોડ, રેલ્વે પુલના છેડે, રામલીલા મેદાન, ગઠામણ ગેટ, જુનું બસ સ્ટેશન અને હરીપુરા વિસ્તારમાં રહેતા ગરીબોને ધાબળા અપાયા હતાં.
આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવાએ જણાવ્યું કે, કલેકટરશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન તથા જીવદયા ગ્રુપના યુવાનોના સાથ અનેસહકારથી ૨૦૨૧ના નવા વર્ષની શરૂઆતમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ઠંડીમાં રક્ષણ મળે તે માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ યુવાનોને કલેકટરશ્રીએ અભિનંદન પાઠવતાં જણાવ્યું છે કે, આપણી યુવાની લોકોની મુશ્કેલીઓ શોધી તેનો ઉકેલ લાવવામાં વપરાય તો સમાજ અને રાષ્ટ્રને ચોક્કસ ફાયદો થશે.
૦૨-૦૧-૨૦૨૧ ધરમપુર તાલુકાના ભવાડા પ્રા.શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ રાજ્યનમંત્રી રમણલાલ પાટકરના હસ્તેણ કરાયું..
વલસાડઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભવાડા ગામે સર્વશિક્ષા અભિયાન અંતર્ગત રૂા.પ૪ લાખના ખર્ચે નવનિર્મિત મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યાકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તેિ કરાયું હતું.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યનમંત્રી રમણલાલ પાટકરે શાળાના વિકાસ માટે ગ્રામ અગ્રણીઓના સહયોગનછ સરાહના કરતાં જણાવ્યુંે હતું કે, શાળા એ ગામનું ઘરેણું છે, જેની જાણવણી કરવી એ ગ્રામજનોની ફરજ બને છે. વલસાઠ જિલ્લામાં જંગલની જમીન ખેડતા ૧૭ હજાર કરતાં વધુ ખેડૂતોની જમીન તેમના નામે કરી દેવામાં આવી છે. અન્યમ ચાર હજાર જેટલી અરજીઓ અપીલ હેઠળ છે, જેનો નિકાલ પણ ટૂંક સમયમાં આવશે. દરેક પરિવારોને પાકું ઘર મળે તે માટે સરકાર સતત ચિંતા કરી રહી છે. સૌનો સાથ અને સહકાર હશે તો ગામનો વિકાસ ઝડપી બનશે. સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. સમગ્ર રાજ્યેમાં શ્રેણીબધ્ધવ વિકાસકાર્યો થઇ રહ્યાં છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુંર હતું કે, રાજ્યા સરકાર દ્વારા આદિજાતિઓના વિકાસ માટે ૨૪૧ જેટલી યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લઇ વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો. કિસાન સૂર્યોદય યોજના હેઠળ સમગ્ર રાજ્યામાં તબક્કાવાર ખેડૂતોને દિવસ દરમિયાન વિજળી ઉપલબ્ધ બનાવાશે. આ યોજના હેઠળ સવારે પ-૦૦ થી રાત્રિના ૯-૦૦ વાગ્યાવ દરમિયાન વીજળી મળશે.
આ અવસરે ધરમપુર ધારાસભ્યન અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં ધરમપુર તાલુકામાં કરાયેલા વિકાસકાર્યોની જાણકારી આપી રાજ્યદ સરકાર દરેક પ્રજાજનોની રસ્તાત, પાણી અને આરોગ્ય સહિતની સુવિધાઓ પુરી પાડવા સતત ચિંતા કરે છે.
આ અવસરે શાળા માટે જમીન દાનમાં આપનાર જાનુભાઇ તુમડાનું તેમજ અન્ય્ દાતા રામસિંગભાઇનું મંત્રીશ્રીના હસ્તેન સન્માાન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ગામના સરપંચ સવિતાબેન, શાળાના આચાર્યા અનિતાબેન, જિલ્લા પંચાયત આરોગ્યપ સમિતિના પૂર્વ ચેરમેન ઝીણાભાઇ પવાર, ગામ અગ્રણી જશુભાઇ ભગરીયા, રમેશભાઇ, મહેશભાઇ ભટ્ટ, કેશવભાઇ, બીટ નિરીક્ષક રામજભાઇ, એસ.એમ.સી. સભ્યોગ, શાળા પરિવાર, ગ્રામજનો હાજર રહયા હતા.
૦૨-૦૧-૨૦૨૧ યુવાપેઢીમાં સંસ્કાર અને નૈતિકતાનું નિર્માણ કરવા રાજય સરકાર કટિબદ્ધ છે.
રામકૃષ્ણ મિશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા વેબિનારમાં મંત્રીશ્રીના હસ્તે "હાર્ટફુલ કેમ્પસ"નું ઓનલાઇન લોન્ચિંગ.
રાજકોટ :રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા વેબિનારમાં જણાવ્યું હતું કે યુવાપેઢીમાં નૈતિકતા અને સંસ્કારોનું નિર્માણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રામકૃષ્ણ મિશન અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા "મેડીટેશન માસ્ટર ક્લાસીસ વિથ હાર્ટફુલનેસ" વિષયક સેમિનારના અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી ચુડાસમાએ જણાવ્યુ હતું કે રાજ્યની યુવા પેઢીમાં સંસ્કાર કેળવાય તે માટે રાજ્યના શિક્ષકોએ સાતત્યપૂર્ણ પ્રયાસો કરવા જોઈએ. વિદ્યાર્થી અવસ્થામાં છાત્રોના રોલ મોડેલ ગુરૂજનો હોય છે, ત્યારે ગુરુજનોની વિશેષ જવાબદારી બને છે કે તેઓ વિદ્યાર્થીઓને સંસ્કાર ઘડતર દ્વારા રાષ્ટ્રનિર્માણ તરફ પ્રેરિત કરે. યુવા પેઢીનું સંભાળ અને જતન પૂર્વક ઘડતર કરવાથી તેમનામાં સંસ્કાર વારસાનું વહન યોગ્ય રીતે થઈ શકે છે. ઉચ્ચ કક્ષાના રાષ્ટ્રનો આવિર્ભાવ કરવા માટે મંત્રીશ્રી ચુડાસમાએ શિક્ષણ સાથે સંસ્કારના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ગુજરાત યુનિવર્સિટી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આજના કાર્યક્રમ બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વેબિનારમાં "હાર્ટફુલ કેમ્પસ"નું ઓનલાઈન લોન્ચિંગ કર્યું હતું. રામકૃષ્ણ મિશનના મહંતશ્રી દાજીસ્વામીએ વેબિનારમાં ઉપસ્થિત તમામને આશિર્વચન પાઠવ્યા હતા. રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ અંગેની ડોક્યુમેન્ટરી આ પ્રસંગે પ્રસારીત કરાઈ હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડના અધ્યક્ષ શ્રી શિશુપાલ રાજપુત, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી હિમાંશુ વ્યાસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નિતીનભાઇ પેથાણી,રાજકોટ મહાનગરપાલિકાના શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવિધ ભવનોના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૧-૦૧-૨૦૨૧ વાપી નગરપાલિકા વિસ્તારરના આવાસને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેસ્ટો આવાસ એવોર્ડ વડાપ્રધાનશ્રી નરેન્દ્રસભાઇ મોદીના હસ્તેછ ઓનલાઇન બેસ્ટો આવાસ એવોર્ડ એનાયત.
વલસાડઃ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી હતી. વાપી નગરપાલિકા વિસ્તારમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજનાના બી.એલ.સી ઘટક (બેનીફીસીયરી લેડ કન્સ્ટ્રકશન) ની કામગીરી અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારમાં વાપી કબ્રસ્તાન રોડ ઉપર લાભાર્થી પટેલ મીનાબેન રમેશભાઇ દ્વારા બનાવેલ આવાસને આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઇ-માધ્યમથી બેસ્ટ આવાસ એવોર્ડ થી સન્માનિત કર્યા છે.આ વેળાએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રના હાઉસીંગ રાજયમંત્રી હરદીપસિંહ પુરી, અને કેન્દ્રના હાઉસીંગ સચિવશ્રી દુર્ગાશંકર મિશ્રા વિશેષ ઓનલાઇન ઉપસ્થિત રહયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી બે નગરપાલિકાઓની પસંદગી થઇ છે જેમાં વાપી નગરપાલિકાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ -૯૧૫ આવાસો વાપી નગરપાલિકા દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૬૧ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકીના આવાસોની કામગીરી ચાલુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અન્ય ઘટક સી.એલ.એસ.એસ (ક્રેડિટ લિંક સબસિડી) યોજના અંતર્ગત સને ૨૦૧૬-૧૭ થી અત્યાર સુધીમાં કુલ ૫૫૧૦ કુંટુબોને લાભ આપવામાં આવ્યો છે.
આ અવસરે જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલ, વાપી નગરપાલિકાના પ્રમુખશ્રી વિઠૃલભાઇ પટેલ, ચીફઓફિસરશ્રી દર્પણ ઓઝા, લાભાર્થી મીનાબેન સહિત નગરપાલિકાના હોદ્ેદારો અને અધિકારીઓ હાજર રહયા હતા.
૦૧-૦૧-૨૦૨૧ સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી સી.જે પટેલનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો..
સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી સી.જે. પટેલ વયનિવૃત થતા તેમનો વિદાય સમારંભ હિમતનગર ખાતે યોજાયો હતો.
ગર્વમેન્ટ રીક્રિએશન કલબ ખાતે યોજાયેલ વયનિવૃતિ પ્રસંગે કલેક્ટરશ્રી સી.જે. પટેલે પોતાના સંઘષની વાત કરતા કહ્યુ હતુ કે મોરબીમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરાકરના સિંચાઇ વિભાગમાં ડેમ સાઇટ પર સાયકલ લઇને નોકરીની શરૂઆતા કરી હતી. ત્યાર બાદ ગુજરાત સનદી સેવામાં જોડાઇ સામાન્ય લોકોને સ્પર્શતી બાબતોને ખાસ ધ્યાન રાખી તેમણે પુરવઠા અને અન્ય વિભાગમાં કરેલી પ્રશસંનીય કામગીરીને યાદ કરી હતી. જેમાં તેમના પરીવારના સહયોગથી સફળતા મળી હોવાનું પણ ઉમેર્યુ હતું. માનસ પટલ પર પડેલી સ્મૃતિઓને યાદ કરી નાના-મોટા સૌ અધિકારી કર્મચારીને યાદ કરી કરેલા કાર્યને બિરદાવ્યા હતા. તેમણે વિદાય વેળાએ સહજ, સરળ અને નિખાલસ ભાવે સાબરકાંઠા જિલ્લાના સંસ્મરણો વાગોળ્યા હતા અને કોરોના જેવા કપરા કાળમાં સાબરવાસીઓની ધીરજ અને સાથ સહકારથી મને સફળતા મળી છે. તેનુ શ્રેય ટીમ સાબરકાંઠાને જાય છે. તેમ જણાવી કેન્દ્ર અને રાજ્ય સરકારના મહાનુભવો તથા માન. મુખ્યમંત્રીશ્રીની જિલ્લાની મુલાકાતને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લાના નાના મોટા પ્રશ્નો ઉકેલવામાં નાનામાં નાનો કર્મચારી પણ કામે લાગે છે. તેવો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે એક કલેકટરને સફળ બનાવવામાં આર.એ.સી અને કલેક્ટરના પી.એની ભુમિકાની સરાહના કરી હતી અને સાબરકાંઠા જિલ્લો મારા માટે સૌભાગ્યકાંઠો સાબિત થયો છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. રાજેન્દ્ર પટેલ, અધિક કલેક્ટરશ્રી મોદી, પ્રાંત- અધિકારીશ્રીઓ, મામલતદાર અને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કલેક્ટરશ્રીના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
૦૧-૦૧-૨૦૨૧ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૨૧૭.૭૩ લાખના ખર્ચે તૈયાર થયેલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ થયું..
ભરૂચઃ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ - વાહનવ્યવહાર નિગમ ધ્વારા રૂ.૨૧૭.૭૩ લાખના ખર્ચે તૈયાર થયેલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. ઈ-લોકાર્પણ - ખાતમુહૂર્ત બાદ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સામાન્ય માનવીની સુખ - સુવિધાને કેન્દ્રસ્થાને રાખી એસ.ટી. વિભાગ ધ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવે છે તેમ જણાવી તેમણે એસ.ટી. વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
આ અવસરે સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, વાહનવ્યવહાર વિભાગના રાજ્યક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે છેવાડાના માનવીની સુવિધાઓ પુરી પાડવાનો એસ.ટી. નિગમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. મંત્રીશ્રીએ અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનને રીબીન કાપીને તથા તકતીનું અનાવરણ કરીને ખુલ્લી મુક્યા બાદ બસ સ્ટેશન સુવિધાનું ઝીંણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ નવિન બસ સ્ટેશનમાં ખાસ કરીને સ્વચ્છતા જાળવવા પર ભાર મુક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવિન એસ.ટી. બસ સ્ટેશનમાં કેન્ટિન, પાર્સલ રૂમ, શૌચાલય, કંટ્રોલરૂમ, વોટર રૂમ, મહિલા કર્મચારી માટે અલગ વ્યવસ્થા સાથે વિવિધ અદ્યતન સુવિધા સાથે તૈયાર કરવામાં આવેલ છે.
માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાંચ બસ સ્ટેશનો, એક ડેપો વર્કશોપનું ઈ-લોકાર્પણ તથા દસ નવા બસ સ્ટેશનોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી કલ્પેશભાઈ, જિલ્લા અગ્રણીશ્રી મારૂતિસિંહ અટોદરિયા, એસ.ટી નિગમના સલાહકાર સમિતિના સભ્યશ્રી, તાલુકાના આગેવાન પદાધિકારીઓ, અધિકારીગણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
૦૧-૦૧-૨૦૨૧ ઉમરગામ તાલુકાના વિવિધ ગામોમાં પ્રજાજનોના સરળ આવન જાવન માટે આંતરિક રસ્તા્ઓનું નવીનીકરણ કરાશે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા, દહાડ, ભાઠી, તુંબ અને સંજાણ ગામો ખાતે રૂા. ૪૦૬ લાખના ખર્ચે નવીનીકરણ થનારા વિવિધ ૧૮ જેટલા રસ્તાડઓની કામગીરીનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યવકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તેી કરાયું હતું.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યવમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, જ્યાંમ માનવી ત્યાંત સુવિધા મળે તે માટે રાજ્યજ સરકાર પ્રતિબધ્ધલ છે. રાજ્યતનું કોઇપણ ફળિયું પાકા રસ્તામથી વંચિત ન રહે અને દરેક પરિવારોને પાકું ઘર મળે તે માટે સરકાર સતત ચિંતા કરી રહી છે. આજે ખાતમુહૂર્ત કરાયેલા રસ્તારઓના નવીકરણથી આ વિસ્તામરના રહીશોને સરળતાપૂર્વક આવાગમનની નવી સુવિધા ઉપલબ્ધખ બનશે. રાજ્યકના તમામ નાગરિકોને પ્રાથમિક અને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે અને રાજ્યૂનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્યત સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. સમગ્ર રાજ્યયમાં શ્રેણીબધ્ધી વિકાસકાર્યો થઇઇ રહ્યાં છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ દરેક વિસ્તારરોમાં અનેક કામો થઇ રહ્યાં છે. રાજ્યામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાસહન મળે અને એના થકી ખેડૂતની આવક બમણી કરવા રાજ્ય્ સરકારે સાત પગલાં ખેડૂત કલ્યાેણના સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. નલ સે જલ કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લાના કુટુંબોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે પૂરતું આયોજન કરાયું છે. કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યેદ અનાજ પૂラરું પાડી માનવીય કાર્ય કર્યું છે. મંત્રીશ્રીએ રાજ્યક સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃૂત જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આજે ખાતમુહૂર્ત કરાયેલા રસ્તાઆઓમાં સોળસુંબા ખાતે સોળસુંબા-ભાઠી કરમબેલી રોડથી કાચપાડા રોડ રૂા. ૨૮ લાખ, કુંભારવાડથી બોરાઇ ફળિયાથી ભાઠી કરમબેલી રોડ રૂા. ૨૨.પ૦ લાખ, દહાડ ખાતે નાનીદહાડથી-મોટી દહાડ રોડ રીસરફેસિંગ રૂા. ૧પ લાખ, પંચાલ એન્જિડ.થી દહાડ તરફ જતો રોડ રીસરફેસિંગ રૂા. ૭.પ૦ લાખ, તેમજ દહાડ વિલેજ રોડ રૂા. ૩૩ લાખ, ભાઠી હુમરણ તેવરી ફળિયા મુખ્યેરસ્તા થી કાંતિભાઇ વેસ્તા ભાઇઇના ઘર સુધીનો રસ્તોો રૂા. ૧પ લાખ, સંજાણ-આમગામ રોડ રૂા. ૪૨.૨૪ લાખ, સંજાણ મોટાભાડિયાથી ભીલપાડા રોડ રૂા. ૧પ લાખ, સંજાણ બુનાટપાડાથી ઢોડિયાવાડ રોડ રૂા. ૩૦ લાખ, સંજાણ સ્ટે ટ હાઇવે થી ફણસપાડાથી કોળીવાડ તરફ જતો રોડ રૂા. ૧પ લાખ, સંજાણ ઉમરગામ રોડથી પેટ્રોલપંપ સુધીનો રોડ રૂા. ૧પ લાખ, સંજાણ-ભિલાડ મુખ્યર રસ્તાુથી ધીમસા કાંકરીયા-મહારાષ્ટ્રધ બોર્ડર રોડ રૂા. ૨૨.પ૦ લાખ અને સંજાણ મુખ્ય્ રસ્તાીથી રાયવાડીથી અમર-ટી સુધીનો રોડ રૂા. ૧પ લાખ, તુંબ મોરલી વાર્મા ફાર્મથી સીલિંગ ફળિયા રોડ રૂા. ૧૦ લાખ, તુંબ મુખ્યઉ રસ્તાોથી પટેલપાડાથી પારસીપાડાને જોડતો રોડ રૂા.૩૦ લાખ, તુંબ-ડુંગરીપાડા રોડ રૂા.૪૦.પ૦ લાખ, તુંબ ડોહરપાડા રોડ રૂા.૨૦.૨પ લાખ અને તુંબ મુખ્યા રસ્તાીથી ડુંગરપાડા વિષ્ણુાભાઇના ઘર તરફ જતો રોડ રૂા. ૩૦ લાખનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમોમાં માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ, એસ.ઓ.ભાવિન પટેલ ઉમરગામ તાલુકા અગ્રણી મુકેશભાઇઇ પટેલ, પ્રકાશભાઇઇ પટેલ, રામદાસભાઇ વરઠા, કનુભાઇ સોનપાલ, માગ ભાઠી, દહાડ, તુંબ, સંજાણ ગામોના સરપંચો, ગ્રામજનો હાજર રહ્યા હતા.
૦૧-૦૧-૨૦૨૧ ચીખલી તાલુકાની ગામોની મુલાકાત લેતાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીક..
નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીકે ચીખલી તાલુકાના સારવણી, કાકડવેલ અને કણભાઇ ગામની મુલાકાત લીધી હતી. જેમાં સારવણી પ્રાથમિક શાળા ખાતે ફરતી લાઇબ્રેરીનું નિરિક્ષણ કરી, ઉપસ્થિત બાળકોને ફરતી લાયબ્રેરીનું મહત્વ સમજાવ્યું હતું અને ફરતી લાયબ્રેરી અંગેના બાળકોના પ્રતિભાવો મેળવ્યા હતાં. તેમજ બાળકોમાં વાંચવાની જિજ્ઞાસા અને આદત કેળવાય તે માટે બાળકો અને શિક્ષકગણ સાથે અડધા કલાક વાંચન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીકે ત્યારબાદ કાકડવેલ ગ્રામ પંચાયતની સામન્ય દફતર તપાસણી કણભઇ ગ્રામ પંચાયતની તપાસણી કરી હતી. સારવણી, કાકડવેલ અને કણભઇ ગ્રામ પંચાયત, ઇ-ગ્રામ, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળા, વિકાસના કામો, એસ.બી.એમ.ના કામો, મનરેગાના કામો, ૧૪ મા નાણાંપંચના કામોની સ્થળ મુલાકાત લીધી હતી. તેમજ ૧૫ નાણાંપંચના કામોની વિગત જાણી સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ જ કામો કરવા અને ખાસ કરીને પીવાના પાણીના સંગ્રહ માટેના કામોનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે કાકડવેલ ગામે આયુર્વેદ દવાખાનાની મુલાકાત લીધી હતી.
૦૧-૦૧-૨૦૨૧ સ્વ.શ્રીઅભયભાઇ ભારદ્વાજની માસિક પૂણ્યતિથિ નિમિતે યોજાયેલા રકતદાન કેમ્પની મુલાકાત લેતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી..
રાજકોટ તા.૧ જાન્યુઆરી- રાજયસભાનાસાંસદ અને જાણીતા ધારાસભ્યશ્રી સ્વ.શ્રીઅભયભાઇ ભારદ્વાજની માસિક પૂણ્યતિથિ નિમિતે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રાજકોટના બેડીપરાના પટેલ સમાજ ખાતે પીડીયુ સરકારી બ્લડ બેંક અને નાથાણી વોલન્ટરી બ્લડબેંકના સહયોગથી યોજાયેલા રકતદાન કેમ્પની મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મુલાકાત લઇ રકતદાતાઓને બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વ.શ્રીઅભયભાઇની તસવીરને ફૂલહાર ચડાવી શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી. આ રકતદાન કેમ્પમાં ૧૦૦૦ જેટલા દાતાઓએ રકતદાન કર્યુ હતું. તેમજ શાપર અને મેટોડાના ઇન્ડ્રસ્ટ્રીયલ એરિયામાં પણ બે મોબાઇલ વાન રકતદાન માટે મોકલવામાં આવી હતી. જયાં ૨૦૦ લોકોએ રકતદાન કર્યુ હતું.
આ રકતદાન કેમ્પને સફળ બનાવવા અગ્રણીશ્રી નિતિનભાઇ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, દિલિપભાઇ પટેલ, કેયુરભાઇ કેરાળિયા, વિમલભાઇ વેકરિયા, મિલનભાઇ લીંબાસિયા, રક્ષિતભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠિયા, અગ્રણીશ્રી અજંલીબેન રૂપાણી, શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી પુનિતાબેન પારેખ, નગરસેવકશ્રી કોમલબેન ખીરા, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુ.કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ બ્લડબેંકના કર્મચારીઓ, દાતાઓ ઉપસ્થિત રહયા હતા.
આ ઉપરાંત રાજકોટના કેશરી હિન્દ પુલ પાસે મહાનગર પાલિકા દ્વારા રૂ.૧૬૦ લાખના ખર્ચે વસાવેલ ગાંડીવેલ દૂર કરવાના. જળકુંભી –ગાંડી વેલ વનસ્પિત દૂર કરવા માટે AQUATIC WEED HARVESTER CUM WEED REMOVAL મશીનનું લોકાર્પણમુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું.
જળમાં વનસ્પતિના કારણે મચ્છરોનો ઉપદ્રવ ન થાય - પાણી જન્ય રોગચાળો ન ફેલાય તેમજ લોકોના આરોગ્યના લાભાર્થે શહેરના સૌંદર્યમાં વધારો કરવા તથા નદીઓને પ્રદૂષણમુકત કરવા-શુધ્ધીકરણ માટે રાજય સરકાર દ્વારા આ મશીનરી વસાવવા મહાનગર પાલિકાને જણાવાયુ હતું.
૦૧-૦૧-૨૦૨૧ પક્ષીતીર્થ વઢવાણા ખાતે પક્ષીઓની ૨૯મી વસ્તી ગણતરી સંપન્ન:
આવતીકાલે જાહેર કરવામાં આવશે આંકડા..
વડોદરા: ગુજરાતમાં વિદેશી યાયાવર પક્ષીઓના આગમન માટે જાણીતા બનેલા વઢવાણા તળાવ ખાતે ૨૯મી પક્ષી ગણના સંપન્ન થઈ હતી.સવાર-સાંજ બે સત્રમાં કરવામાં આવેલી પક્ષી ગણનામાં વન વિભાગના કર્મચારી અધિકારી, નિવૃત્ત અધિકારી, સહિત સ્વૈચ્છિક સંસ્થાના ૧૩૦ જેટલા સ્વયં સેવકો જોડાયા હતા. આ પક્ષી ગણનાના આંકડા વન્ય પ્રાણી વિભાગ, વડોદરા દ્વારા આવતીકાલે જાહેર કરવામાં આવશે.
યુરોપિય સહિતના દેશના યાયાવર પક્ષીઓ જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી માસમાં વઢવાણા તળાવને પોતાનું ઘર બનાવે છે તે વઢવાણા તળાવ વડોદરાના ડભોઈ તાલુકામાં અને વડોદરાથી ૪૦ કિ.મી. દૂર આવેલ છે. વઢવાણા તળાવનો સમગ્રલક્ષી ચિતાર આપતા નાયબ વન સંરક્ષક શ્રીબી. આર. વાઘેલા કહે છે કે, વર્ષ ૧૯૦૮માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે પીવાના પાણી અને સિંચાઈની વ્યવસ્થા માટે વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યું હતુ. આ તળાવનો બંધ-પાળો ૧૩ કિમી લાંબો છે અને ૯૫૦ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. તાજેતરમાં વઢવાણા તળાવમાં કાયમી માટે પાણી ભરાયેલ રહે તે માટે નર્મદા કેનાલ સાથે લિંકઅપ કરવામાં આવ્યું છે.
યાયાવર પક્ષીઓના આવાગમનમાં વાતાવરણની મહત્વની ભૂમિકા રહેલી છે. આપણો શિયાળો યુરોપિય દેશની સરખામણીમાં ઘણો હુંફાળો હોય છે. એટલે ખાસ યુરોપિય દેશો, કજાકિસ્તાનથી યાયાવર પક્ષીઓ અહિંયા શિયાળો ગાળવા આવે છે અને આપણે અહિંયા માઈનસ ડિગ્રીમાં તાપમાન જતું નથી. આમ, અહીંનુ વાતાવરણ યાયાવર પક્ષીઓને ખૂબ અનુકૂળ આવે છે. યાયાવર પક્ષીઓના આગમનનો સમય સુનિશ્ચિત હોય છે. તે ક્યારેય સમય ચૂકતા નથી. પણ ક્યારેક વાતાવરણમાં પલટો, ધ્વનિ પ્રદૂષણ, યુદ્ધની સ્થિતિ વગેરે જેવા સંજોગોમાં તેમના આગમનમાં અનિશ્ચિતતા જોવા મળે છે. તેમજ માનવ વસતી ગણતરીનો એકત્રિત માહિતી જે રીતે લોકોના સામાજિક-આર્થિક વિકાસમાં ઉપયોગી થાય છે તેવી જ રીતે પક્ષી ગણના પક્ષીઓના સંરક્ષણ અને કુદરતને સમજવામાં મદદરૂપ બને છે.
જાંબુઘોડાના આર.એફ.ઓ. અને વડોદરાના ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક એચ.ડી. રાઉલજી કહે છે કે, પક્ષીઓની વસ્તી ગણતરી માટે ૯૫૦ એકરમાં ફેલાયેલા વઢવાણા તળાવને ૧૩ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. શક્ય તેટલા ચોક્કસ પક્ષીઓની ગણનાના આંકડા મેળવવા માટે તળાવમાં આ ૧૩ ઝોનની સીમાનિર્ધારણ માટે ઝંડી લગાવવામાં આવી છે. આ ૨૯મી પક્ષી ગણનામાં વન વિભાગના કર્મચારી-અધિકારી, નિવૃત્ત અધિકારી ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓના ૧૩૦ સ્વયં સેવકો, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો-સ્વયં સેવકોના સહયોગથી કરવામાં આવી હતી. ૧૪ ટુકડીઓમાં વિભાજિત અધિકારીઓ-સ્વયં સેવકોને ૧૪ ટુકડીઓ બનાવવામાં આવી હતી. તેઓ બાઈનોક્લુયર (દૂરબીન) જેવા સાધનો અને પોતાની આગવી સૂઝબૂઝ અને નિરિક્ષણના આધારે અંદાજે રીતે પક્ષીઓની ગણના કરવામાં આવે છે.
૦૧-૦૧-૨૦૨૧ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા રૂા. ૧૧૨.૩૧ કરોડના વિવિધ વિકાસ કામો ખાતમુહર્ત - લોકાર્પણ કરાયા.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાઈ તેવા અનેક પ્રકલ્પોની ભેટ ગુજરાતને મળી મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા રૂા. ૧૧૨.૩૧ કરોડના વિવિધ વિકાસ કામો ખાતમુહર્ત - લોકાર્પણ કરાયા રાજકોટ, તા. ૧, જાન્યુઆરી : નવાવર્ષના નુતન પ્રભાતે રાજકોટ વાસીઓની સુખાકારી માટે રૂા. ૯૬.૧૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા. ૭૩.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતુ કે, ૨૦૨૦ નું વર્ષ કોરોના સામે યુદ્ધ સમાન હતું, આ સમય દરમિયાન કોરોનાના સંક્ર્મણ ખાળવા અને કોરોનાની ઉત્કૃષ્ઠ સારવાર પૂરી પાડવા સમગ્ર તંત્રએ એકજુથ બની કામગીરી કરી છે. કોરોના જેવી આફતને અવસરમાં બદલવા, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ એંન્વાયર્મેન્ટ સહીત આરોગ્યના અનેક નવા આયામો સર કરાયા છે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહયું હતુ કે, કોરોના કાળમાં પણ રાજ્યનો વિકાસ અવિરતપણે ચાલ્યો છે. છેલ્લા ૧૦ માસમાં આશરે ૨૦ હજાર કરોડના વિકાસ કામોના ખાતમુર્હત - લોકાર્પણ કરાયા છે, નવું વર્ષ પણ વિકાસની હરણફાળ ભરનારૂં બની રહેશે. તેવી નેમ વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાઈ તેવા અનેક પ્રકલ્પોની ભેટ ગુજરાતને મળી છે. કચ્છમાં ૩૦ હજાર વોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, ભારતનો સૌથી મોટો રોપ-વે, કિસાન સૂર્યોદય યોજના, દરિયાઈ માર્ગે આવન-જાવન માટે રોપેક્ષ ફેરી, ભારતની પહેલી સી-પ્લેન સર્વિસ, એઇમ્સ સહિત વિવિધ પ્રોજેક્ટ ગુજરાતની ધરા પર સાકાર થયેલ છે. સરકારે કૃષિ, સિંચાઈ, શિક્ષણ, શહેરી વિકાસ સહિતના તમામ ક્ષેત્રોમાં અનેકવિધ યોજનાઓ બનાવી ‘‘સર્વે સુખીન ભવન્તુ’’ ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. શહેરોના વિકાસ અટકે નહીં તે માટે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦૦ ટી.પી. સ્કીમ અને ૪૦ ડી.પી. સ્કીમ બનાવી ઇતિહાસ સર્જ્યો છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગુજરાતના શહેરો વિશ્વના શહેરોની બરોબરી કરી શકે તે માટે સરકાર અવિરત કાર્ય કરી રહી છે. પાણી, પર્યાવરણ અને પ્રકાશની સુવિધા સાથે આયોજનબધ્ધ શહેરોનો વિકાસ થાય તે માટેનું સંનિષ્ઠ કાર્ય ગુજરાતમાં થઈ રહ્યું છે. રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ પાસુ સુદ્રઢ કાયદો અને વ્યવસ્થા હોઈ છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગૌ હત્યા, દારૂ બાંધી, લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક કાયદાઓ બનાવી તેના અમલીકરણની સાથે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવીને રાજયને શાંતિ અને સલામતીની સાથે સર્વાંગી વિકાસની નૂતન દિશા બતાવી છે. ડિજિટલ ગુજરાત નેમ તળે, ૩૧ માર્ચ સુધીમાં ગુજરાતના ગામડાઓ ડિજિટલી કનેકટીવીટીથી જોડાઇ તેવું સુદ્ઢ આયોજન કરાયું છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ઓનલાઇન સરકારી સેવા-સુવિધાઓ ઘર આંગણે પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે હાથ ધરાયેલ વિકાસલક્ષી કાર્યોની સાથે રાજકોટના અવિરત વિકાસ માટેના કામોની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, બસપોર્ટ, સિક્સ લેન, ફોર લેન રસ્તા, એઇમ્સ, મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, નવી જનાના હોસ્પિટલ સહિતના અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા છે, જે આવનારા દિવસોમાં રાજકોટને સર્વાંગી વિકાસની નવી ઉંચાઈએ લઈ જશે. નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે રાજકોટ શહેરમાં હાથ ધરાયેલા વિકાસ કામોના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુર્હતની વિગત આપતા હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની નીચે રાજ્ય સરકાર વિકાસના નવા આયામો સર કરી રહી છે. એઇમ્સ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, લાઈટ હાઉસ પ્રોજેક્ટ સહીત અનેક પ્રકલ્પોની ભેટ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટને આપી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના નેતૃત્વમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાત વિકાસની ઊંચાઈ સર કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને રાજય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલને સચિવશ્રી લોચન શહેરા, કલેકટરશ્રી રેમ્યા મોહન તથા મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરાયું. આ પ્રસંગે સ્માર્ટસીટી રાજકોટના વિકામ કામો અંગેની ડોકયુમેન્ટરી ફિલ્મનું નિદર્શન કરાયું હતુ. તેમજ બાંધકામ શ્રમિકો માટે કામના સ્થળે આવવા જવા માટે ૮૦ ટકા પરિવહન ખર્ચમાં રાહત આપવાની ખાસ યોજનાના લાભાર્થીને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિકાત્મક કન્સેશન પાસ આપી આ યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ ખાતમુહુર્ત - લોકાર્પણ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી કમલેશ મિરાણી, હાઉસિંગ વિભાગના સચિવશ્રી લોચન સહેરા, અગ્રણીઓશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, રાજુભાઈ ધ્રુવ, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદ્દીત અગ્રવાલ, ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ કોર્પોરેટર, બિલ્ડર્સ એસોસિએશનના અગ્રણીઓ અગ્રણી નગરજનો વગેરે ઉપસ્થિત રહયા હતા. નવું વર્ષ પણ વિકાસની હરણફાળ ભરનારૂં બની રહેશે છેલ્લા ૧૦ માસમાં ૨૦ હજાર કરોડના વિકાસકામોના ખાતમુહુર્ત - લોકાર્પણ કરાયા કોરોના કાળમાં પણ રાજ્યનો વિકાસ અવિરત રહયો છે.