SBI ઉત્સવ ડિપોઝિટ

દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) એ તેના કરોડો ગ્રાહકોને સ્વતંત્રતાની ભેટ આપતાં એક નવી ટર્મ ડિપોઝિટ પ્લાન લૉન્ચ કર્યો છે. 'SBI ઉત્સવ ડિપોઝિટ' નામના આ પ્લાનમાં બેંકના ગ્રાહકોને સામાન્ય ટર્મ ડિપોઝિટ કરતા વધુ વ્યાજ મળશે. આ સાથે, આ ટર્મ ડિપોઝિટ ચોક્કસ સમયગાળા માટે જ ચાલુ રહેશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

ઉત્સવ ડિપોઝિટ

એસબીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને કહ્યું કે આઝાદીના 75 વર્ષ પૂરા થવાની ખુશીમાં અમારા ગ્રાહકો માટે એક ખાસ ઓફર. ઉત્સવ ડિપોઝિટ સાથે તમને ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ મળશે.

ફાયદા

SBIએ કહ્યું કે 'SBI ઉત્સવ ડિપોઝિટ'માં ગ્રાહકોને વાર્ષિક 6.10 ટકાના દરે વ્યાજ મળશે. બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ મળશે. જો કે, આ સ્કીમ 15 ઓગસ્ટ, 2022થી માત્ર 75 દિવસ માટે જ લાગુ છે.

બેંકે FDના દરમાં કર્યો વધારો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રિટેલ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 2 કરોડ રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નવા વ્યાજ દર 13 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે. હવે લઘુત્તમ વ્યાજ દર 2.90 ટકા અને મહત્તમ વ્યાજ દર 6.45 ટકા થઈ ગયો છે. બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

કેટલા સમય માટે કેટલું વ્યાજ દર?

7-45 દિવસની FD પર વ્યાજ દર 2.90 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. 46-179 દિવસની FD પર વ્યાજ દર 3.90 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. 180-210 દિવસની FD પર વ્યાજ દર 15 બેસિસ પોઈન્ટ વધારીને 4.55 ટકા કરવામાં આવ્યો છે. 1 વર્ષથી લઈને 2 વર્ષથી ઓછીની FD પર વ્યાજ દર વધારીને 5.45 ટકા કરવામાં આવ્યો છે. 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછીની FD પર વ્યાજ દર વધારીને 5.50 ટકા કરવામાં આવ્યો છે. 3 વર્ષથી 5 વર્ષથી ઓછીની FD પર વ્યાજ દર વધીને 5.60 ટકા થયો છે અને 5 વર્ષથી 10 વર્ષ સુધીની FD પર વ્યાજ દર વધીને 5.65 ટકા થયો છે.