સૌરાષ્ટ્રની રસધારનું એક ભુલાઈ ગયેલું પ્રકરણ એટલે હાજી કાસમની વીજળી. લોઢાનું ગામ ગણાતી વીજળી આગબોટ ખરેખર સમુદ્રી તોફાનમાં ડૂબી હતી કે પછી કોઈ મોટા કાવતરાના ભાગ રૂપે ડૂબાડી દેવામાં આવી હતી? ત્રણ ભાગમાં વહેંચાયેલી આ ઐતિહાસિક નવલકથા એ પ્રશ્નનો જવાબ આપવાનો એક નમ્ર પ્રયાસ છે. સાહસ, રોમાંચ અને રોમાંસથી ભરપૂર આ નવલકથા તમને બ્રિટિશકાળના ખમીરવંતા કાઠીયાવાડીઓની સાથે ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયેલી ઘટનાંની રોમાંચક સફર કરાવશે, જેની છાપ તમારા દિલો દિમાગ ઉપર લાંબો સમય સુધી કાયમ રહેશે.