Home‎ > ‎

‘સદ્ ભાવના સાધના’

===============================================================================
Editor:

SMITA SHAH (Mumbai)

===============================================================================


======================================
સદ્ ભાવના સાધના

માર્ચ, ૨૦૧૦ના અંકની સામગ્રી
–––––––––––

સ્વચ્છ પ્રશાસનને માટે લોકનીતી            સ્મીતા શાહ

આ કેવો વીરોધાભાસ !                           સંપાદકીય

અહીંસક જીવનયાપન માટે સંઘર્ષ            અહેવાલ

ભારતના સંતો                                    મુહમ્મદ પટેલ

અમેરીકામાંયે સર્વોદય !                       જગદીશ શાહ

અમેરીકાનો એક અનુભવ                  રસીકા ગોરડીયા

ન્યાયતંત્ર બચાવો                        ભગવાનજી રૈયાણી

સંસ્થાઓને મળતાં નાણાં..                    જગદીશ શાહ  

જવાબદાર નાગરીકનું નીર્માણ            પ્રોજેક્ટ–રીપોર્ટ

વાચકોના પ્રતીભાવો

સવાલ અમારો, જવાબ આપનો 

–––––––––––––––––––––––––––––

ગાંધીવીચાર પ્રેરીત સામયીક 

‘સદ્ ભાવના સાધના’ અને સહયોગીઓ

****************************************

સદ્ ભાવના ટ્રસ્ટ 

        મુંબઈના શ્રી કીશનભાઈ ગોરડીયા વ્યવસાયે બીલ્ડર. જીવનમાં ઘણા સંઘર્ષો ખેડી ઉપર આવ્યા. સંપત્તી તો વધતી ગઈ પણ તેનું ભાન કે અભીમાન ઘટતું ગયું. ગાંધીવીચાર અને સર્વોદયનું હૈયે જબરું આકર્ષણ. પરીણામે વ્યાવસાયીક અને પારીવારીક જવાબદારી હળવી થતાં જ સને ૨૦૦૪માં એમણે આચાર્યકુળની કલ્પના પર આધારીત નીષ્પક્ષ, નીર્વૈર અને નીર્ભય સમાજ હીતચીંતકોનો મંચ એવા સદ્ ભાવના સંઘની સ્થાપના કરી. કીશનભાઈની પ્રેરણા અને હુંફ વડે આ સંઘ દ્વારા આજ પર્યંત અનેક સામજીક પ્રવૃત્તીઓ જેવી કે ડાન્સબાર, અશ્લીલતા, શીક્ષણનું વ્યાપારીકરણ વગેરેનો વીરોધ,સર્વોદય રાહત અભીયાન, સેંન્દ્રીયખેતી પ્રયોગ અને તેનો પ્રચાર ઉપરાંત કેટલીક સંસ્થાઓ જેવી કે નશાબંધી મંડળ મહારાષ્ટ્ર, આરોગ્ય અધીકાર સમીતી, સજગ નાગરીક મંચ, મતદાતા જાગૃતી અભીયાન વગેરેનું સંચાલન થઈ રહ્યું છે.

    આજે ૭૮ વરસની વયે પણ ગજબની સ્ફુર્તી અને પ્રવૃત્તીમય જીવન છે એમનું. હૈયામાં સર્વજનના કલ્યાણની ઝંખના, લાગણીશીલ સરળ સ્વભાવ, જાતે ઘસાઈ છુટવાનું વલણ અને સહકર્મીઓ સાથે સલુકાઈ અને હેતભર્યો વર્તાવ એ એમની ખાસીયત. ગાંધીજીના ટ્રસ્ટીશીપના સીદ્ધાંતને જીવનમાં ઉતારવાની તીવ્ર ઈચ્છા અને પ્રયાસ. દુરસુદુરનાં ગામડાંઓમાં કાર્યરત સર્વોદયનું કામ કરનાર સંસ્થાઓ અને તેના કાર્યકર્તાઓની સંભાળ લેવા સદા ઉત્સુક. સ્નેહાળ પત્ની રસીકાબહેનનો તેમાં તેમને સદા સહકાર. પુત્ર દીપકભાઈ અને પુત્રવધુ સેજલબહેન પણ પુરો દીલી સાથ આપે. એમનાં દીકરી સાધનાબહેન અમેરીકા છે. તેઓ પણ પીતાનાં કાર્યોમાં ઉંડો રસ લે અને ગર્વ પણ અનુભવે.
    રાષ્ટ્રહીતનાં પાયાનાં એવાં અનેક કામો કરી રહેલા આ સંઘનું મુખપત્ર સદ્ ભાવના સાધનાનામે પ્રકાશીત થઈ રહ્યું છે, જેનો ઉદ્દેશ સમાજમાં વ્યાપેલી નીષ્ક્રીયતા અને ઉદાસીનતાને ખંખેરીને લોકોને ગાંધીવીચાર અને સર્વોદયની દીશામાં ગતીશીલ કરવાનો છે. 

સદ્ ભાવના સાધનાઅને સ્મીતા શાહ 

    ગાંધીવીચાર પર આધારીત ગુજરાતીહીન્દીમાં પ્રકાશીત આ માસીકપત્રીકા સદ્ ભાવના સાધનાનાં સંપાદીકા બહેન શ્રી સ્મીતા શાહ રાજકોટમાં કાન્તા સ્ત્રી વીકાસગૃહના ટ્રસ્ટી છે. તે ઉપરાંત ત્યાંની ઓર્થોપીડીકકૅન્સરઆંખની હૉસ્પીટલો, સ્કુલકૉલેજ વગેરે એમના પારીવાર દ્વારા ચલાવાતી સંસ્થાઓ છે. એનું સંચાલન એમનાં ફૈબા ડૉ. સુશીલાબહેન શેઠ અને પીતાશ્રી કાંતીલાલ કેશવલાલ શેઠ દ્વારા થઈ રહ્યું છે.આમ ઉછેર અને રહેવાસ એમનો મુંબઈમાં હોવા છતાં ગાંધીવીચાર અને સમાજસેવાનો કૌટુંબીક વારસો પામીને સ્મીતાબહેન ધન્યતા અનુભવે છે. સને ૧૯૭૦માં મુંબઈ વીદ્યાપીઠમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને ૧૯૭૧માં સમાજશાસ્ત્ર સાથે બી.એસસી.નો અભ્યાસ એમણે યુએસએમાં કર્યો. ઉપરાંત બીઝનેસમાર્કેટીંગમાં ડીપ્લોમાયે કર્યો. છેલ્લાં વીસ વરસથી તો તેઓ ભરતનાટ્યમ્ નાં નૃત્યશીક્ષીકા છે. સુરેન્દ્રનગરના મુળીમાં એમનું સાસરું. પતી ભરતભાઈ પુનમચંદ શાહ અમેરીકા એમ.એસ. અને એમ.બી.એ. થયેલા છે અને કૉટન ટૅક્સ્ટાઈલ અને ઓર્ગેનીક ચીજવસ્તુના વ્યાપારમાં વ્યસ્ત છે. સ્મીતાબહેન અને ભરતભાઈ, પુત્ર અમીત, પુત્રવધુ નીપા, પુત્રી અપર્ણા, પૌત્રી અમાઈરા સૌ સંયુક્ત પરીવારમાં રહે છે.

    સ્મીતાબહેન વાચનનાં રસીયાં અને ગુજરાતીહીન્દીઅંગ્રેજી અનુવાદમાં માહેર છે. સંગીત, લોકનૃત્ય, નાટક એમનાં વ્યસન. ૧૯૭૯થી તેઓ ગાંધીવાદી સંસ્થાઓ અખીલ ભારતીય સર્વ સેવા સંઘતથા તેની યુવાપાંખ રાષ્ટ્રીય યુવા સંગઠનની ગાંધીવીચાર પ્રચારની તથા સંઘર્ષની પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલાં રહ્યાં છે. ૨૦૦૭થી સદ્ ભાવના સાધનાનું સંપાદનનું કામ તેમને હસ્તક છે. વડોદરાના ગાંધીવાદી સર્વોદયી કાર્યકર શ્રી જગદીશભાઈ શાહ જેવા વડીલોના માર્ગદર્શન અને આશીર્વાદથી, ‘સદ્ ભાવના સાધનાના સંપાદન દ્વારા ગાંધીવીચારનાં ઉંડાણને પામવા અને સમાજમાં તેના પ્રસાર માટેનું ઉત્કૃષ્ટ માધ્યમ બનવાની તેમની ખેવના છે.

જુગલકીશોર વ્યાસ (અમદાવાદ) 

ઉત્તમ અને મધુ ગજ્જર (સુરત)


=======================================

‘સદ્ ભાવના સાધના’ના જુના અંકોની

પીડીએફ્સ  2012

================
===================================

‘સદ્ ભાવના સાધના’ના જુના અંકોની

પીડીએફ્સ   2011
==================================================

પીડીએફ્સ  2010
===========


-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


SADBHAVNA SADHNA-(HIN)--AUG-- 2010.PDF
--------------------------------------------------------------------------------------------=======================================

સદ્ ભાવના સાધનાના જુના અંકોની

પીડીએફ્સ 2009Comments