UNZA JODNI HOME PAGE
RELATED LINKS FOR SITES AND MAGAZINS :NAYAA MAARG/SADBHAVNA
SADHNA/AROGYAM/
============================================================= જયંત ગાડીતની વીદાય – ડૉ. શરીફા વીજળીવાળા તા. ૨૬–૧૧–૯૩૮માં મુંબઈમાં જન્મેલા જયંત ગાડીત આપણા જાણીતા નવલકથાકાર અને વીવેચક..આખી જીન્દગી ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કરનાર જયંત ગાડીત એક પ્રતીબદ્ધ સર્જક અને બહુશ્રુત વીદ્વાન વીવેચક. ટુંકી માંદગીમાં તા. ૨૯ મે, ૨૦૦૯ના રોજ અવસાન પામનાર આ વીદ્વાનની ખોટ સાચા અર્થમાં ગુજરાતી સાહીત્યજગતને સાલવાની.. સ્વ. જયંત ગાડીત (૨૬ નવેમ્બર, ૧૯૩૮, મુંબઇ - ૨૯ મે, ૨૦૦૯, વડોદરા)
એકદમ અંતર્મુખી પ્રકૃતી ધરાવનાર જયંત ગાડીત જયંત કોઠારી જેવું ઝીણું કાંતનારા વીદ્વાન. ગુજરાતી સાહીત્ય પરીષદ દ્વારા પ્રકાશીત સાહીત્યકોશનું કામ હોય કે ન્હાનાલાલની ડોલનશૈલી વીશેનો એમનો સંશોધનગ્રંથ હોય, જયંતભાઈના વીદ્વત્વની છાપ પામી શકાય. સરદાર પટેલ યુનીવર્સીટીના ગુજરાતી વીભાગના અધ્યક્ષપદેથી નીવૃત્ત થયા પછી વડોદરાવાસી થયેલા જયંત ગાડીત જાણે ઝાઝું; પણ બોલે અતીશય ઓછું...કદાચ એટલે જ આ ઢોલનગારાંના જમાનામાં એમનું કામ જે રીતે પોંખાવું જોઈએ તે ન પોંખાઈ શક્યું. જાતભાતનાં ઈનામોથી લઈને અકાદમી પુરસ્કાર સુધી સાવ નબળી કૃતીઓ પહોંચી છે તે આવાં ઢોલનગારાં વગાડવાની ટેવ–આવડતને કારણે. જયંત ગાડીતે ખુણે બેસી ચુપચાપ ઝીણું કાંત્યે રાખ્યું. અમારા જેવા નવુંસવું લખતા થયા ત્યારે જયંત કોઠારી અને જયંત ગાડીત બેઉ અચુક પત્ર દ્વારા ખભો થાબડતા. ધીરે ધીરે હવે આવી પ્રોત્સાહક વૃત્તીમાં પણ ઓટ આવતી હોય એવું લાગે છે. આપણે ત્યાં આધુનીકતાનો સુરજ જ્યારે મધ્યાહ્ને તપતો હતો ત્યારે જયંત ગાડીતે એમના સર્જન અને વીવેચન બેઉ દ્વારા જીવાતા જીવનનો મહીમા કર્યો હતો. પોતાના સમયના પ્રશ્નોને કલાત્મક ઢબે વાચા આપવાનું સર્જકનું ઉત્તરદાયીત્વ જયંત ગાડીતે લગભગ તમામ મહત્ત્વની નવલકથાઓમાં નીભાવ્યું. ‘આવૃત્તિ’, ‘ચાસ પક્ષી અને કર્ણ’, ‘ક્યાં છે ઘર’, બદલાતી ક્ષિતિજ’, ‘એક અસ્વપ્ન સુખી જીવન’ જેવી જાણીતી નવલકથાઓ આપનાર જયંત ગાડીત છેલ્લાં થોડાંક વર્ષોથી એક મહત્ત્વાકાંક્ષી મહાનવલ ‘સત્ય’ પર કામ કરી રહ્યા હતા. ચાર ભાગમાં વીસ્તરતી આ નવલકથાનો છેલ્લો ભાગ પણ, તેમની ઝડપથી કથળતી તબીયતને કારણે પુરો લખાઈ નથી શક્યો. મહેશભાઈ દવેની મદદથી ‘ઉંઝાજોડણી’માં છપાઈ રહેલી આ નવલકથાની આપણે આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા હતા; કારણ કે આમાં ગાંધીજીના સમયનો સમાજ નીરુપાયો છે. આ મહત્ત્વાકાંક્ષી નવલકથા માંડતાં પહેલાં જયંત ગાડીત સમગ્ર ગાંધીસાહીત્યમાંથી પસાર થયા હતા. ગાંધીજી જ્યાં રહ્યાફર્યા હતા તે તે સ્થળોની તેમણે યાત્રા કરી હતી. ચંદ્રકાંત ટોપીવાળા લખે છે તેમઃ ‘જયંત ગાડીત માટે ગાંધીજી નીમીત્ત છે. ‘સત્ય’ એમની શોધ છે. અને આ સત્ય તે માત્ર ગાંધીજીનું સત્ય નહીં પણ ગાંધીજીની આસપાસની વીચારધારાઓનું અને અનેક પ્રવાહોનું સમાંતરે ચાલેલું સાપેક્ષ સત્ય છે. આવા સત્યને નવલકથામાં મુર્ત અને સ્પર્શક્ષમ કરવાનો એમનો પુરુષાર્થ છે.’ ‘આવૃત્ત’માં આપણા ઉચ્ચ શીક્ષણ ક્ષેત્રે પ્રવેશી ગયેલાં દુષણોની વાત છે, તો ‘બદલાતી ક્ષિતિજ’માં સામાજીક–રાજકીય સંદર્ભે પાત્રોના આંતર વ્યવહારોમાંના સંયમોને આલેખ્યા છે. બન્ને નવલનાં મુખ્ય પાત્રો આવૃત્ત અને જીવાને સમાજનાં સ્થાપીત મુલ્યો એમની પોતાની શરતે જીવવા નથી દેતાં...આઝાદી પછીની દેશની અનેક સમસ્યાઓનો અનુભવ કરતી પ્રજાની વાત ખાસ કરીને મનુવાદી માનસ ધરાવતા લોકો અને માંડલ પંચ જેવા રાજકીય પરીબળોની વાત એમાં કરાઈ છે. ‘એક અસ્વપ્ન સુખીજીવન’ દક્ષીણ ગુજરાતના અનાવીલોને કેન્દ્રમાં રાખીને લખાયેલી કથા છે. આ લોકોના ખોટા અહંકાર તથા રહેણીકરણી વગેરેના આબાદ આલેખનને કારણે આ નવલકથામાં ગાડીતની સર્જકતાનો ગ્રાફ ખાસ્સો ઉપર જતો જોઈ શકાય છે. છેલ્લા બે દાયકામાં સર્જાયેલી ગુજરાતી નવલકથાઓમાં આ નવલકથાને મોખરે મુકવાનું હું પસંદ કરું. જયંતભાઈ જીંદગી આખી કૉલેજ–શીક્ષણ સાથે સંકળાયેલા રહ્યા; પણ શીક્ષણની વ્યવહારુ દુનીયામાં એ કદી ન પ્રવેશ્યા. એમ. ફીલ., પીએચ. ડી. જેવી ઉચ્ચતર ડીગ્રીઓના વાટકી વ્યવહારમાં, પાઠ્યપુસ્તક પસંદગી ક્ષેત્રે થતાં સમાધાનોમાં કે અધ્યાપકોની પસંદગી સમયે ખેલાતા વહાલા–દવલાના વરવા ખેલનો એ કદી ભાગ ન બન્યા. અતીશય અંતર્મુખી અને પોતીકા આગ્રહવાળું વ્યક્તીત્વ ધરાવતા જયંતભાઈ, જરાક વારમાં નહીં જેવી વાતે તપી જતી પ્રકૃતીને કારણે, કાયમ પોતીકી દુનીયામાં જ જીવ્યા. મળે બધાંને, પણ હા..હા...હો...હો કે ઘાંટાઘાંટનો હીસ્સો કદી ન બને...કદાચ આવી પ્રકૃતીને કારણે જ એમની લેવાવી જોઈએ એટલી નોંધ નહીં લેવાઈ હોય ? ‘તમે આધુનીકતાવાદી સાહીત્ય સામે અવાજ ઉઠાવ્યો તો નોંધ લેવાઈ, મેં મારા સમયમાં એવું કર્યું પણ કોઈએ એની નોંધ નો’તી લીધી’ એવું એમણે મને લખ્યું હતું તે કદાચ આવા કોઈ અસંતોષમાંથી જ લખ્યું હશે બાકી જયંતભાઈની સર્જકતા અને વીવેચનની સરળતા, સમજ વગેરેની આપણને હવે પછી ખોટ લાગવાની જ. –ડૉ. શરીફા વીજળીવાળ સંપર્કઃ બી–૪૦૨, વૈકુંઠ પાર્ક એપાર્ટમેન્ટ, બેજનવાળાની પાછળ, કૉઝ–વે રોડ, તાડવાડી, રાંદેર, સુરત– ૩૯૫ ૦૦૯–ભારત મોબાઈલ નંબર –૯૮૨૪૫ ૧૯૯૭૭ ઈ–મેઈલઃ skvijaliwala@yahoo.com =========૦૦૦૦૦========= સત્ય – ગાંધીનું ને ગાડીત સાહેબની કલ્પનાનું મહાત્મા ગાંધી વીશે ફીલ્મ બને, વીશ્વભરમાં તે વખણાય, એવૉર્ડોથી નવાજાય; પણ મહાત્મા ગાંધી વીશે તે યુગને તાદૃશ કરતી ‘સરસ્વતીચંદ્ર’ જેવી નવલકથા લખાય ? ચાર ભાગમાં ? ૧૬૦૦–૧૭૦૦ પાનની ? હા, લખાય. અને તે જયંત ગાડીત જ લખી શકે. ફેબ્રુઆરી ૨૦૦૯ના ‘શબ્દસૃષ્ટી’ના અંકમાં ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા એમના ‘મીત્ર જયંત ગાડીત અને ગાંધીજી’ લેખમાં લખે છે – ‘જયંત ગાડીત ગાંધીસાહીત્યથી ઉભરાતા ઓરડાની વચ્ચે અત્યારે માત્ર ગાંધીસંદર્ભોથી ભર્યા ભર્યા છે. જયંત ગાડીત ગાંધીજી જ્યાં જ્યાં ફર્યા હતા, જ્યાં જ્યાં રહ્યા હતા એ મહત્ત્વનાં સ્થળોની યાત્રા કરી આવ્યા છે. એક બગલથેલો લટકાવી બીહારમાં તો બસને છાપરે ચડીને. બેસીને, આમવર્ગમાં ઘુમી આવ્યા છે. એમનું આ માત્ર ક્ષેત્રકાર્ય (field work) નથી; સંવેદનકાર્ય (feel work) પણ છે.... ગાંધીજી સાથેના એમના તાદાત્મ્યનો હું સાક્ષી છું.... ગુજરાતી સાહીત્ય પરીષદમાં મારા સહકાર્યકર તરીકે જયંતભાઈને મેં જોયા છે. તેથી હું દાવાપુર્વક કહી શકું કે જયંત ગાડીત એ, જયંત કોઠારી પછી એકમાત્ર ઝીણી નજરના માણસ બચ્યા છે.... એમની પાસે તથ્યોની માવજત કરવાની આવડત છે અને સાથે સાથે તથ્યોને કલ્પનાની સરાણે ચડાવવાની એમની પાસે સજ્જતા છે.... ગાંધીજી તો શુળીએ ચડી ચુક્યા; પણ ગાંધીજીનું અને એમના યુગનું સત્ય હવે ગુજરાતી ભાષામાં જયંત ગાડીતની નવલકથાની સરાણે ચડવાનું છે....’ અનેક કારણોસર જયંતભાઈની આ મહાનવલ ‘સત્ય’ની રાહ જોવાઈ રહી હતી. ત્રણેક વરસ પહેલાં ગુજરાતી ભાષા પરીષદની એક સભામાં પ્રમુખસ્થાનેથી જયંતભાઈએ કહ્યું હતું કે, ‘હું એક નવલકથા ગાંધીજીના સંદર્ભે લખી રહ્યો છું. પ્રકાશક મળવા મુશ્કેલ હોવા છતાં આ કથા હું એક ‘ઈ–ઉ’માં જ કરવાનો છું.’ ભાષા પરીષદના સૌ કોઈને આ વાતે બહુ ઉત્સાહીત અને ઉત્સુક કર્યા હતા. પ્રકાશકો આવું કામ જલદી હાથ પર લેતા ન હોવાની સ્થીતી હોવાથી ‘ગુજરાતી ભાષાપરીષદ’ના માજીપ્રમુખ, ગુજરાતની ટોચની પ્રકાશન સંસ્થા ‘ઈમેજ’ સાથે સંકળાયેલા, પુર્વ ન્યાયાધીશ અને લેખક શ્રી મહેશભાઈ દવેએ જયંતભાઈની ગંભીર તબીયતનો ખ્યાલ કરીને તાત્કાલીક નીર્ણય કર્યો. એક સ્વતંત્ર પ્રકાશન સંસ્થા ‘સ્વમાન પ્રકાશન કેન્દ્ર’ની ( 1– વનશ્રી સોસાયટી, થલતેજ ટેકરા, અમદાવાદ–380 054 (e-mail:mdave@imagepublications.com ખાતે ) મોટા નીજી નાણાંકીય ભંડોળના રોકાણથી સ્થાપના કરી અને આ મહાનવલની છપાઈ કામગીરી આરભી દીધી ! એટલું જ નહીં; પણ આ વાતની જાણ પણ તેમણે જયંતભાઈને કરી અને તેમને આ મહાનવલનો ચોથો અને અંતીમ ભાગ કે જે થોડો અધુરો હતો તેને જલદી પુરો કરવા માટે ઉત્સાહીત કર્યા. જયંતભાઈએ નવલના ત્રણ ભાગનું કંપોઝ થઈ ગયું હતું તે જોયું પણ ખરું; પણ માંદગીએ એમને ન છોડ્યા અને છપાઈ રહેલો ચોથો ભાગ તેઓ નહીં જોઈ શક્યા. હવે આ જ કામ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. એમની આ કૃતી આગોતરા ગ્રાહકોને નીશ્ચીત એવી ઓછી કીંમતે મળી રહેવાની છે. નવલકથાક્ષેત્રે જ નહીં; સત્યના એક વ્યાવર્તક દૃષ્ટીકોણથી લખાયેલી ગુજરાતની આ બેનમુન કૃતી આપણને ઉપલબ્ધ બની રહેવામાં છે ત્યારે જયંતભાઈને આપણે સૌ નતમસ્તકે યાદ કરીને એમની ગુજરાતી ભાષા અને સાહીત્યની સેવાઓને વંદીએ. ને હા, પુરું કરતાં પહેલાં એક મજાની જાણકારી પણ વહેંચી લઈએ – ગુજરાત સાહીત્ય સભા દ્વારા તાજેતરમાં જ જયંતભાઈ ગાડીતને ધનજી કાનજી ગાંધી ચંદ્રક અર્પણ થયો તેને ગૌરવભેર આવકારીએ. – જુગલકીશોર અને ઉત્તમ ગજ્જર, ‘ગુજરાતી ભાષાપરીષદ’ના સૌ સહયોગી વતી અક્ષરાંકનઃ જુગલકીશોર – અમદાવાદ – jjugalkishor@gmail.com તા. ૫ મે, ૨૦૦૯ ================================================ ગુજરાતી ભાષાવીજ્ઞાનના પ્રખર વીદ્વાન અને ‘ઉંઝાજોડણીઝુંબેશ’ના સમર્થ સેનાપતી સ્વ.જયંત કોઠારીને આ વેબસાઈટ સમર્પીત સ્વ. જયંત કોઠારી જન્મઃ ૨૮ જાન્યુઆરી ૧૯૩૦, રાજકોટ ● અવસાનઃ ૧ એપ્રીલ ૨૦૦૧, અમદાવાદ ઈન્ટરનેટપર ‘ઉંઝાજોડણી’ : નવી દીશામાં નવાં પગરણ. -- જુગલકીશોર
ઈન્ટરનેટ પર હજી હમણાં સુધી રોમન લીપીમાં જ લખી શકાતું હતું. પરંતુ ચારેક વર્ષથી દુનીયાભરની અનેક પ્રાદેશીક લીપીમાં તે લખાવું શક્ય બન્યું છે. ભારતની કેટલીક પ્રાદેશીક લીપીની જેમ ગુજરાતીમાં પણ હવે ઈન્ટરનેટ વ્યવહારો સરળ અને સહજ બન્યા છે.
આરંભમાં ઈન્ટરનેટ પર સંદેશાઓ અને માહીતીની આપલે ફક્ત ઈ-મેઈલ દ્વારા જ થતી હતી. તેની જગ્યાએ હવે ભીંતપત્રો જેવા લાગતા 'બ્લોગ' દ્વારા અમર્યાદીત સામગ્રી પ્રકાશીત કરી શકાય છે. આ બ્લોગમાં જ એને કાયમી ધોરણે સંગ્રહી શકાય છે; વાચકો દ્વારા એને પોતાના કમ્પ્યુટર પર ઝીલીને એની પ્રીન્ટ પણ મેળવી શકાય છે, અને ચીત્રો, ચલચીત્રો અને ધ્વની-સંગીત પણ મોકલી-મેળવી શકાય છે !!
આજે વીશ્વભરમાં ગુજરાતી ભાષાના હજારોની સંખ્યામાં બ્લોગ પ્રકાશીત થઈ રહ્યા છે. પરંતુ વીશ્વની બધી ભાષાઓમાં પ્રકાશીત થતા બ્લોગસની સંખ્યા તો લાખ્ખોની છે !
આ બ્લોગ પર ગુજરાતીનું મુખ્યત્વે બે પ્રકારનું સાહીત્ય પ્રગટ થાય છે – –એક તો ગુજરાતી સાહીત્યની હજારો કૃતીઓ (કાવ્યો-ગઝલો વગેરે) અને વીવીધ વીષયો પરની માહીતી તથા –બીજું, બ્લોગ-સંચાલકોની પોતાની રચનાઓ.
ઈન્ટરનેટનું જોડાણ ધરાવનારના કમ્પ્યુટરમાં જો ગુજરાતી અક્ષરો (ફોન્ટ્સ)ની સગવડ હોય તો તેના દ્વારા આ બધા જ બ્લોગ્સનું વાચન થઈ શકે છે. વીશ્વભરમાં હજારોની સંખ્યામાં ગુજરાતી પ્રેમીઓ આ રીતે ગુજરાતી સાહીત્યને પોતાની ગુજરાતી લીપી–મુળાક્ષરોમાં માણે છે.
આશરે 2004-’05માં શરુ થયેલી ગુજરાતી બ્લોગની પ્રવૃત્તી 2006માં એકદમ વીકસી જણાય છે. આજે ગુજરાતીમાં જ પ્રગટ થતા બ્લોગ્સની સંખ્યા હજારોની થઈ ચુકી છે. પરંતુ આ બધા બ્લોગના સંચાલકોમાંના ઘણાં ખરાં એન્જીનીયરીંગ અને સાયન્સ શાખાઓનાં હોવાથી કમ્પ્યુટરના પણ નીષ્ણાત તરીકે બ્લોગ-સંચાલન કરતાં હોય છે. વીદેશમાં વસતાં સૌ ગુજરાતીઓને ગુજરાતી ભાષા અને ગુજરાતી લીપીમાં પ્રગટ થતું સાહીત્ય વાંચવાની જબરી તલબ હોય છે. તેમને માટે આ સૌ બ્લોગ સંચાલકો પોતપોતાની પસંદગીનું ગુજરાતી સાહીત્ય મેળવીને પ્રગટ કરતાં રહે છે. આને કારણે વીશ્વભરમાં બ્લોગનાં સંચાલકો અને વાચકો વચ્ચે ઘનીષ્ટ અને લાગણીભર્યા સંબંધો બંધાયા. આ પ્રવૃત્તીએ ગુજરાતીઓમાં ગુજરાતીપણાનું, ગુજરાતી ભાષાનું અને સાહીત્યનું બહુમાન કરાવી આપ્યું તે એક હકીકત છે. ગુજરાતી લીપીને પણ સૌએ હૃદયપુર્વક ચાહી. બ્લોગ સંચાલકોમાંનાં કેટલાંક ઉત્તમ કક્ષાનું સાહીત્ય સર્જનારાં પણ છે.
પરંતુ ધ્યાન ખેંચનારી બાબત અહીં એ જોવા મળે છે કે આ બધા બ્લોગ સંચાલકોમાંનાં ઘણાંખરાં ભાષાનાં જાણકારો નથી !! સાચી વાક્યરચના પણ ઘણાને અવગત નથી ! એમાં જોડણીની તો વાત જ શી ?!
આ જ સમયગાળામાં, ૨૦૦૫ના મે મહીનામાં ઉંઝાજોડણીના આગેવાન પ્રવર્તક શ્રી ઉત્તમભાઈ ગજ્જરે ઈ-મેઈલ દ્વારા એક સુંદર અને ફળદાયી પ્રવૃત્તી આરંભી. બ્લોગજગતની સંકુલ અને કડાકુટવાળી પ્રક્રીયાને કોરાણે મુકીને તેમણે ઈ-મેઈલની સીધીસાદી પ્રક્રીયા મારફત ગુજરાતી સાહીત્યની ઉચ્ચ કક્ષાની કૃતીઓને વીશ્વભરમાં “મોકલવા” નું શરુ કર્યું. 50-60 વ્યક્તીઓને ઈ-મેઈલ મોકલતાં મોકલતાં તેઓએ લાગલગાટ ત્રણ વરસ સુધી દર અઠવાડીયે 8000થીય વધુ વ્યક્તીઓને ઘેર બેઠાં ઉત્તમ ગુજરાતીનો સાહીત્ય-રસથાળ પીરસ્યો છે !! અને આ બધું માત્ર ઉંઝા જોડણીમાં જ !! વીશેષ બાબત તો એ છે કે ઉંઝા જોડણીને ન સ્વીકારનારાં અનેક સર્જકોએ પણ પોતાની કૃતી ઉત્તમભાઈના આ ઈ-મેઈલ-મેગેઝીન "સન્ડે ઈ–મહેફીલ" દ્વારા મોકલવાની અનુમતી આપી છે !
ઈ-મેઈલ એના નામ મુજબ એક પ્રકારનો વીજાણું–પત્રવ્યવહાર છે. તેમાં મોકલાતી સામગ્રી કમ્પ્યુટર મારફતે સામી વ્યક્તીને 'પહોંચાડવાની' હોય છે.આ સામગ્રીને વીષયવાર વહેંચીને સંગ્રહવાનું કે 'લીંક'નો સંદર્ભ ક્લીક કરીને એકબીજા વીષયો સાથે જોડવાનું આ વ્યવસ્થામાં શક્ય નથી.
જ્યારે બ્લોગ એક સંકુલ અને અમર્યાદીત સંગ્રહશક્તી ધરાવતું સાધન હોઈ એમાં સામગ્રી 'કેટેગરાઈઝ' કરીને સંગ્રહી કે મોકલી શકાય છે. આ બ્લોગજગતની અન્ય વીશેષતાઓ એ છે કે દરેક લખાણ સાથે જોડાયેલા ખાનામાં વાચક તે કૃતી અંગેનો પોતાનો અભીપ્રાય પણ લખીને દર્શાવી શકે છે. એટલું જ નહીં પણ કેટલા વાચકોએ તે કૃતી કે બ્લોગની મુલાકાત લીધી તેની અંક સંખ્યા પણ ક્ષણવારમાં બ્લોગસંચાલકને મળી જાય છે !
આ બ્લોગ (મેગેઝીન)ની બીજી એક વીશેષતા એ પણ છે કે એ બ્લોગનું એડ્રેસ ઈન્ટરનેટના પેજ ઉપરના એડ્રેસના ખાનામાં ટાઈપ કરતાં જ જે તે બ્લોગ ખુલી શકે છે. અને તેમાં મુકાયેલી અને સંગ્રહાયેલી બધી જ વીગતો વાંચી શકાય છે; તેની કૉપી કરીને પ્રીન્ટ કરી શકાય છે કે પછી વાચક પોતાના કમ્પુટર ઉપર તેનો સંગ્રહ પણ કરી શકે છે.
કમ્પ્યુટર પર અંગ્રેજી અક્ષરો દર્શાવતાં કી-બોર્ડ ઉપરથી ગુજરાતી લીપીમાં લખી શકાતું હોઈ, એને ટાઈપ કરવા માટેનો મને મહાવરો થતાં જ ‘શાણી વાણીનો શબદ’ નામનો મારો પ્રથમ બ્લોગ મેં નવેમ્બર 2006માં શરુ કર્યો. પરંતુ આ બ્લોગનું જોડાણ 'પરીચય ગ્રુપ' નામના(સુરેશભાઈ સંચાલીત અને અન્ય સાત સભ્યોના)મંડળ સાથે હતું. આ મંડળ દ્વારા ગુજરાતીના સારસ્વતો અને મહાનુભાવોનો પરીચય પ્રકાશીત કરવામાં આવે છે.
મારો ઉપરોક્ત બ્લોગ શરુ થતાં અન્ય બ્લોગ પરનાં લખાણોનો સંપર્ક મને થયો. જાણવા મળ્યું કે ભાષા વીષયક અનેક પ્રકારની અગણીત ભુલો લગભગ બધાં જ બ્લોગરો કરતાં હતાં !! જોડણીને નામે તો સાવ અરાજકતા જ પ્રવર્તતી હતી. જોડણીકોશ મુજબની જોડણી અંગેની શાસ્ત્રીય માહીતી તો આજે પણ પુરી નથી.
26મી જાન્યુઆરી, 2007માં મારો સ્વતંત્ર બ્લોગ "NET-ગુર્જરી" શરુ થયો. આ ઉંઝા જોડણીમાં પ્રકાશીત થતો સર્વ પ્રથમ બ્લોગ હતો. આ બ્લોગ મારફતે જોડણીની ભુલો સુધારવાનું (સાર્થ જોડણીકોશ મુજબ), વાક્યરચના શીખવવાનું તથા છંદશાસ્ત્ર જેવા વીષયોની સમજુતી વગેરે આપવાનું થતાં ઘણાંને તેમાં રસ પડ્યો. સીધી રીતે આ બ્લોગ મારફતે ઉંઝાજોડણીનો પ્રચાર થતો ન હતો – એવો હેતુ પણ ન હતો. એક ઈ-ઉ પુરતી જ વાત હોવાથી કેટલેક સ્થળે ઉભી થયેલી સુગને બાદ કરતાં મારા નવા બ્લોગ પરનું સાહીત્ય ઠીકઠીક ઉપયોગી અને લોકપ્રીય થતું ગયું. લખવાના વીષયો-પ્રકારો વધતા જવાથી સમય જતાં મેં બીજા ચાર બ્લોગ શરુ કર્યા. જોડણી વીષયક ઉગ્ર ચર્ચાઓ પછી પણ મારા પ્રથમ બ્લોગ સહીતના પાંચેય બ્લોગની જોડણી મેં સંપુર્ણપણે ભાષાપરીષદના ઠરાવ મુજબની કરી દીધી હતી.(આ એક બીજો રેકોર્ડ ગણાય - સો ટકા બ્લોગ ઉંઝાજોડણીમાં કોઈએ હજી સુધી ચલાવ્યા નથી !) આજે મારા પાંચ બ્લોગ સંપુર્ણપણે ઉંઝાજોડણીમાં જ હોવા છતાં એમાંનાં લખાણો રસપુર્વક વંચાય છે.
અમદાવાદથી નીવૃત્ત થઈને હાલ અમેરીકામાં વસતા સુરેશભાઈ જાનીને ઉંઝાજોડણીનો અનુભવ થતાં જ એમના સાથીદાર –ચીરાગ પટેલ –ને પણ તેમણે તૈયાર કર્યા છે. એ બન્નેના દ્વારા ચલાવાત ચારેક બ્લોગ સંપુર્ણ ઉંઝા જોડણીમાં છે અને હજારોની સંખ્યામાં વાચકો આતુરતાથી વાંચે છે !! આ બધા બ્લોગ અંગેની વીગતો આ લેખને અંતે જોવા મળશે. (હમણાં જ મળતી માહીતી બતાવે છે કે એક નવો બ્લોગ ‘વીચારવંદના’ પણ તા.૦૫–૦૮–’૦૮ના રોજ શરુ થઈ ચુક્યો છે જેની વીગતો પણ આ લેખમાં અન્ય બ્લોગ્સની સાથે મુકવામાં આવી છે.) અંગેજી સહીતની દુનીયાભરની અનેક ભાષાઓમાં બ્લોગનું સર્જન કરી આપનારી અને તેનું સંચાલન કરી આપનાર એક તાંત્રીક વ્યવસ્થા Wordpress નામથી જાણીતી છે. આ વ્યવસ્થા નીચે દરરોજ સેંકડોની સંખ્યામાં નવા નવા બ્લોગ્સ (એક જાતની મેગેઝીન જેવી સગવડ)નું સર્જન થતું રહે છે. આ લખાઈ રહ્યું છે ત્યારેતા.06-8-‘08ના રોજ વર્ડપ્રેસ નીચે વીશ્વની બધી જ ભાષાઓના બ્લોગ્સ (મેગેઝીન)ની સંખ્યા માન્યામાં ન આવે એવડી 37,38,904ની છે !! આ જ વર્ડપ્રેસ નીચેના આ બધા જ બ્લોગ ઉપર પ્રગટ થતાં રહેતાં લખાણો (લેખો-કાવ્યો વગેરે) પણ દરેક મીનીટે જણાવવામાં આવે છે. આ લખાઈ રહ્યું હતું તે દીવસે, એ સમયે wordpress દ્વારા દુનીયાભરમાં પ્રકાશીત થયેલાં લખાણોની કુલ સંખ્યા 3,35,86,631ની હતી !! વર્ડપ્રેસ નીચે આજકાલ જોવા મળતા અને હું જેમની સાથે સંકળાયો છું તે બધાં જુથોની જાણ મુજબના ગુજરાતી બ્લોગની સંખ્યા તો અગણીત છે.
ઉત્તમભાઈનો કીમતી અનુભવ છે કે, સારું સાહીત્ય વાંચવામાં જોડણી ઉહાપોહ કરતી નથી. વીરોધી સુર ધરાવતાં સર્જકોને પણ તે જોડણી સહન થઈ શકે છે. મારો અનુભવ કહે છે કે, આક્રમક પ્રચારને બદલે સારું અને શુદ્ધ લખાણ નમુના રુપ મુકવામાં આવે તો બ્લોગજગતમાં તે રસપુર્વક વંચાય છે. નેટ-ગુર્જરી પર મેં 25 જેટલાં લખાણો દ્વારા પીંગળના છંદો, ગઝલના છંદો, માત્રા સમજુતી, પરંપરીત લયરીતી, વ્યાકરણગત ભુલોનો સુધાર જેવા વીષયો પર લખ્યું; એટલું જ નહીં, સાર્થ જોડણીકોશના 33 નીયમો પણ અક્ષરશ: પ્રકાશીત કર્યા.
આમાંથી ઉંઝાજોડણીમાં જ પ્રકાશીત થયેલા મારા બ્લોગ નેટ-ગુર્જરી સહીતના કુલ પાંચ બ્લોગ ઉપરાંત અન્ય વ્યક્તીઓના મળીને કુલ અગીયાર બ્લોગ છે. ઉત્તમભાઈ ગજ્જર દ્વારા મોકલાતા ઈ-મેઈલ-સાહીત્યની ‘સન્ડે મહેફીલ’ નામક હવે તો વેબસાઈટ પણ શરુ થઈ છે. અને આદરણીય શ્રી રતીલાલ ચંદરયાની વેબસાઈટ ‘ગુજરાતી લેક્સીકોન’ પરથી પણ સઘળી સામગ્રી ઉપલબ્ધ છે. એટલું જ નહીં પણ ‘ઉંઝાજોડણી’ નામની એક વેબસાઈટ પણ શરુ થઈ ચુકી છે જેમાં ઉંઝાજોડણી અંગેની કેટલીક દસ્તાવેજી સામગ્રી, અભ્યાસપુર્ણ લેખો અને ‘નયા માર્ગ’ પાક્ષીકમાં પ્રગટતી ‘ગુજરાતી ભાષાપરીષદ’ની ભાષાપુર્તી ‘જોડણીવીચાર’ જેવી મુલ્યવાન સામગ્રી સંગ્રહાઈ છે જેની વીગતો તથા તેના તંત્રીઓની માહીતી આ લેખને અંતે આપવામાં આવી છે.
એક બીજી નવી દીશામાં નવું પગરણ –
ઈન્ટરનેટ જેવું શક્તીશાળી માધ્યમ આ યુગનું બહુ આયામી, બહુ ઉપયોગી માધ્યમ છે. એના દ્વારા ભાષા અને સાહીત્યની, તંદુરસ્ત અને તટસ્થ રીતે કાર્ય કરવાથી ઘણી મોટી સેવા થઈ શકે તેમ છે.
‘ઉંઝાજોડણી’ નામની વેબસાઈટ ચેન્નઈ સ્થીત શ્રી હીમાંશુભાઈ મીસ્ત્રીએ સર્જી આપી એ પહેલાં એમણે ‘સન્ડે મહેફીલ’ને વેબ રુપે સ્થાપીત કરી આપી હતી. આ વેબસાઈટ પર ત્રણ વરસ સુધી નીયમીત રીતે ઘેર ઘેર પહોંચાડવામાં આવેલાં કીમતી લખાણોને કાયમી ધોરણે સાચવવાનું અને સૌ કોઈને માટે સાવ નીઃશુલ્ક હાથવગું (આમ તો હવે ક્લીકવગું ) કામ આ સાઈટ દ્વારા શક્ય બનાવી આપીને હીમાંશુભાઈએ આ કાર્યને બહુ જ મોટી મદદ કરી છે. આ ઉપરાંત પણ અવારનવાર એમણે કરી આપેલી બીજી ત્રણેક કામગીરીને યાદ ન કરીએ તો આ લખાણ અધુરું જ ગણાય.
સૌથી પ્રથમ બ્લોગ જેવી બે સાઈટો કરવામાં આવી છે. આ બન્ને સાઈટોમાંની એક ઉપર ‘નયામાર્ગ’ અને બીજી સાઈટ ઉપર ‘વીવેકપંથી’ તથા ‘વૈશ્વીક માનવવાદ’ નામના ઉંઝા જોડણીમાં પ્રગટ થતાં સામયીકોના પાછલાં અંકો સહીતનાં આજના છેલ્લામાં છેલ્લા અંકોની પીડીએફ મુકવામાં આવે છે. આ સગવડ થતાં જ હવે કોઈ પણ ગુજરાતીપ્રેમી વ્યક્તી દુનીયાના કોઈપણ ખુણેથી આ ઉંચી કક્ષાનાં સામયીકો વાંચી શકશે !!
પણ વાત આટલેથી પુરી થતી નથી. ઉંઝા જોડણીના નામે થઈ રહેલી પ્રવૃત્તી ખરેખર તો ગુજરાતી ભાષા પરીષદના ટેકામાં થઈ રહી છે. પરીષદને પોતાનું સામયીક તો છે નહીં. શ્રી ઈન્દુભાઈ જાનીના તંત્રીપણા નીચે ચાલતું ગુજરાતનું પ્રસીદ્ધ સામયીક ‘નયામાર્ગ’ દર બે મહીને એમાં ભાષાપુર્તી મુકીને આ પ્રવૃત્તીને મદદ તો કરે જ છે; પરંતુ હવેના ઈન્ટરનેટના યુગમાં પરીષદની પ્રવૃત્તીને વેબસાઈટ રુપે મુકવામાં આવે તો સોનામાં સુગંધ ભળે ! અને એ મુજબ હવે ‘ઉંઝાજોડણી’ નામની એક સશક્ત વેબસાઈટ પણ આરંભાઈ ચુકી છે એ વાત સૌ કોઈ ભાષાપ્રેમીઓ માટે આનંદ અને ગૌરવની છે. આ વેબસાઈટ ઉપર હવે ઉંઝાજોડણીથી ઓળખાતી બધી જ સામગ્રી વીશ્વભરમાં તદ્દન નીઃશુલ્ક અને ઘેર બેઠાં ઉપલબ્ધ થઈ રહ્યાંનો આનંદ પણ આજે વહેંચવો જ છે !!
સંપર્ક માટે :
1] ઉંઝાજોડણી સાથે સંકળાયેલી વ્યક્તીઓનાં ઈ-મેઈલ સરનામાં :
* ઉતમભાઈ ગજ્જર : uttamgajjar@hotmail.com * બળવંતભાઈ પટેલ : patel.balvant@gmail.com * જુગલકીશોર : jjugalkishor@gmail.com * સુરેશ જાની : sbjani2006@gmail.com * સુનીલ શાહ : sunilshah101@gmail.com * ચીરાગ પટેલ : machis392880@yahoo.com * મનીષી જાની manishijani@hotmail.com * કીરણ ત્રીવેદી kirantrivedi@manavmedia.com * ઈન્દુકુમાર જાની indukumarjani@gmail.com * વીજેશ શુક્લ vijvan302@gmail.com
2] ઉંઝાજોડણીમાં પ્રગટ થતા મુખ્ય બ્લોગનાં સરનામાં : (બાકીનાં સરનામાં તેમના બ્લોગ ઉપરથી મળી શકશે.)
1] શાણી વાણીનો શબદ : (જુગલકીશોર) : http://jkishorvyas.wordpress.com 2] ગદ્યસુર (સુરેશભાઈ જાની) : http://gadyasoor.wordpress.com 3] પરીમીતી (ચીરાગ પટેલ) : http://parimiti.wordpress.com
ઉંઝાજોડણીમાં પ્રકાશીત બધા ૧૦ બ્લોગ્સની વીગતો : 1] શાણી વાણીનો શબદ : જુગલકીશોરની સ્વરચીત ગદ્ય-પદ્ય રચનાઓ 2] NET-ગુર્જરી : જુગલકીશોર દ્વારા ગુજ.ભાષા-સાહીત્યના લેખો વગેરે 3] આપણા મલકમાં : જુગલકીશોર. સૌરાષ્ટ્રની બોલીમાં ગુજરાતી સાહીત્ય 4] પત્રમ્–પુષ્પમ્ : જુગલકીશોર. વીવીધ પત્રશ્રેણીઓ 5] અંતરની વાણી : સુરેશ જાની દ્વારા ગદ્ય-પદ્ય કૃતીઓનો સંગ્રહ 6] ગદ્યસુર: સુરેશ જાની દ્વારા પોતાની તથા અન્યની ગદ્ય કૃતીઓ 7] પરીમીતી : ચીરાગ પટેલ દ્વારા અધ્યાત્મ, ઈતીહાસ,વીજ્ઞાન વીષયક 8] વીજાંશ : ચીરાગ પટેલ દ્વારા વીજ્ઞાન-ટેકનોલોજી પરની લેખમાળાઓ 9] સ્વરાંજલી : ચીરાગ પટેલ દ્વારા વીવીધ કૃતીઓ 10] ગાંધી–દર્શન : જુગલકીશોર દ્વારા ગાંધીવીચાર પરનો ખાસ બ્લોગ 11] વીચાર–વંદનાઃ ગુજરાતી સાહીત્યમાંથી વાંચેલી–ગમેલી રચનાઓ
ઉંઝાજોડણીમાં પ્રકાશીત વેબસાઈટ્સની વીગતો :
1] ‘સન્ડે ઈ–મહેફીલ’ – http://sundaymahefil.googlepages.com/ – ઉત્તમ ગજ્જર, હીમાંશુ મીસ્ત્રી 2] ‘નયા માર્ગ’ – http://nayaamaarg.googlepages.com/home –જુગલકીશોર, સુનીલ શાહ 3] ‘વીવેકપંથી’ અને સાથે જ ‘વૈશ્વીક માનવતા’ – http://vivekpanthi.googlepages.com/home –સુનીલ શાહ, જુગલકીશોર 4] ‘ઉંઝાજોડણી’ – http://unzajodni.googlepages.com/ –જુગલકીશોર, સુનીલ શાહ 5] ‘સત્યાન્વેષણ’ – http://ssabha.org – સુનીલ શાહ
< xml="true" ns="urn:schemas-microsoft-com:office:smarttags" prefix="st1" namespace="">6 August 2008 -- જુગલકીશોર. BOOKS| ARTICLES | PURTI| LETTERS| ABOUT US Sunday emehfil | VIvekpanthi | Nayaamaarg | Gujaratilexicon
----------------------------------------------------------------------------------------------------------- BOOKS| ARTICLES| PURTI| LETTERS| ABOUT US
Sunday emehfil | VIvekpanthi |Nayaamaarg | Gujaratilexicon
Website Created by Sunil Shah & Maintained By Jugalkishor Vyas | ========================= ================= SHIVAMBU-SEP-09 ALL THE LINKS FOR SITES AND MAGAZINES ==================== OLD ISSUES OF HOLISTIC हीलींग હેલ્પ્સ ======================
|
ABOUT US >