SADBHAVNA SADHNA

Editor:

SMITA SHAH (Mumbai)


[ Website Created by HIMANSHU MISTRY & Maintained By JUGALKISHOR & UTTAMBHAI ]
RELATED LINKS FOR SITES AND MAGAZINESABOUT SAD-SADHNA /OLD ISSUES OF SAD-SADHNA/

NAYAA MAARG/AROGYAM/UNZAJODNI/VIVEK PANTHI/SUNDAY eMAHEFIL/GUJARATI LEXICON/BHAGVAD GOMANDAL

મુલાકાતીઓઃ  Website counter


====================


OLD ISSUES--PDFs

SADBHAVNA SADHNA-NOV-2009-PDF.6

 SADBHAVNA SADHANA-OCT-2009-PDF.5  

SADBHAVNA SADHANA-SEP-2009-PDF.4 

 SADBHAVNA SADHANA-AUG-2009-PDF.3  

SADBHAVNA SADHANA-JULY-2009-PDF.2   

SADBHAVNA SADHANA-JUNE-2009-PDF.1

====================

Nayaamaarg

 NM--2009--OCT--01--ISSUE--19.PDF

-------------------------------

SadbhavnaSadhna

sADBHAVNA SADHANA--OCT--2009--PDF.5

-------------------------------

SHIVAMBU--SEP--2009--PDF

-------------------------------TheHoli.Healer

THE HOLI.HEALER-AUG-09-ISSUE-20.PDF

---------------------------

Holi-Heal.Helps

  HHH-SPT-09-ISSUE-54.PDF

----------------------------------------------------સર્વાંગી સ્વાશ્રયી સ્વાસ્થ્યસ.સ્વા.સ્વા.ઑગસ્ટ–૦૯–અંક–૨૦.પીડીએફ

======================


આ માસ નવેમ્બર, ૨૦૦૯ના અંકમાંની અનુક્રમણીકા


ક્રમ લેખવીષય                             લેખક                પૃષ્ઠ

૧   નેહરુનું લોકસભામાં પ્રથમ ભાષણ  નેહરુ                     ૧

૨   આશાનું એક કીરણ               સંપાદક                   ૨

૩   દીયા ઔર તુફાન                કીશન ગોરડીયા           ૫

૪   સર્વોદય સમાજ સંમેલન         ઘોષણા                    ૬

૫   લોક ઉમેદવારઃ મંથન            વર્ષા વી.વી.              ૭

૬   લોક ઉમેદવારઃ પ્રચાર            પ્રબુદ્ધ આહીરે              ૮

૭   મતદાર ઉદાસીન કેમ ?          ડૉ. ધીરજ છેડા            ૯

૮   સરદાર–કશ્મીર–નેહરુ             રાજમોહન ગાંધી         ૧૦

૯   એન્જીઓપ્લાસ્ટીની હળવી બાજુ   જગદીશ શાહ            ૧૫ 

૧૦  મંગલા પરીખ                    શ્રદ્ધાંજલી                ૧૭ 

૧૧  વાચકોના પ્રતીભાવો                                   ૧૮–૨૦

****************************************************

ગાંધીવીચાર પ્રેરીત સામયીક ‘સદ્ ભાવના સાધના’ 

અને સહયોગીઓ

****************************************

સદ્ ભાવના ટ્રસ્ટ 

        મુંબઈના શ્રી કીશનભાઈ ગોરડીયા વ્યવસાયે બીલ્ડર. જીવનમાં ઘણા સંઘર્ષો ખેડી ઉપર આવ્યા. સંપત્તી તો વધતી ગઈ પણ તેનું ભાન કે અભીમાન ઘટતું ગયું. ગાંધી–વીચાર અને સર્વોદયનું હૈયે જબરું આકર્ષણ. પરીણામે વ્યાવસાયીક અને પારીવારીક જવાબદારી હળવી થતાં જ સને ૨૦૦૪માં એમણે આચાર્યકુળની કલ્પના પર આધારીત નીષ્પક્ષ, નીર્વૈર અને નીર્ભય સમાજ હીતચીંતકોનો મંચ એવા ‘સદ્ ભાવના સંઘ’ની સ્થાપના કરી. કીશનભાઈની પ્રેરણા અને હુંફ વડે આ સંઘ દ્વારા આજ પર્યંત અનેક સામજીક પ્રવૃત્તીઓ જેવી કે ડાન્સબાર, અશ્લીલતા, શીક્ષણનું વ્યાપારીકરણ વગેરેનો વીરોધ,સર્વોદય રાહત અભીયાન, સેંન્દ્રીયખેતી પ્રયોગ અને તેનો પ્રચાર ઉપરાંત કેટલીક સંસ્થાઓ જેવી કે નશાબંધી મંડળ મહારાષ્ટ્ર, આરોગ્ય અધીકાર સમીતી, સજગ નાગરીક મંચ, મતદાતા જાગૃતી અભીયાન વગેરેનું સંચાલન થઈ રહ્યું છે.

આજે ૭૮ વરસની વયે પણ ગજબની સ્ફુર્તી અને પ્રવૃત્તીમય જીવન છે એમનું. હૈયામાં સર્વજનના કલ્યાણની ઝંખના, લાગણીશીલ સરળ સ્વભાવ, જાતે ઘસાઈ છુટવાનું વલણ અને સહકર્મીઓ સાથે સલુકાઈ અને હેતભર્યો વર્તાવ એ એમની ખાસીયત. ગાંધીજીના ‘ટ્રસ્ટીશીપ’ના સીદ્ધાંતને જીવનમાં ઉતારવાની તીવ્ર ઈચ્છા અને પ્રયાસ. દુરસુદુરનાં ગામડાંઓમાં કાર્યરત ‘સર્વોદય’નું કામ કરનાર સંસ્થાઓ અને તેના કાર્યકર્તાઓની સંભાળ લેવા સદા ઉત્સુક. સ્નેહાળ પત્ની રસીકાબહેનનો તેમાં તેમને સદા સહકાર. પુત્ર દીપકભાઈ અને પુત્રવધુ સેજલબહેન પણ પુરો દીલી સાથ આપે. એમનાં દીકરી સાધનાબહેન અમેરીકા છે. તેઓ પણ પીતાનાં કાર્યોમાં ઉંડો રસ લે અને ગર્વ પણ અનુભવે.

રાષ્ટ્રહીતનાં પાયાનાં એવાં અનેક કામો કરી રહેલા આ સંઘનું મુખપત્ર ‘સદ્ ભાવના સાધના’ નામે પ્રકાશીત થઈ રહ્યું છે, જેનો ઉદ્દેશ સમાજમાં વ્યાપેલી નીષ્ક્રીયતા અને ઉદાસીનતાને ખંખેરીને લોકોને ગાંધીવીચાર અને સર્વોદયની દીશામાં ગતીશીલ કરવાનો છે. 

‘સદ્ ભાવના સાધના’ અને સ્મીતા શાહ 

        ગાંધી–વીચાર પર આધારીત ગુજરાતી–હીન્દીમાં પ્રકાશીત આ માસીક–પત્રીકા ‘સદ્ ભાવના સાધના’નાં સંપાદીકા બહેન શ્રી સ્મીતા શાહ રાજકોટમાં ‘કાન્તા સ્ત્રી વીકાસગૃહ’ના ટ્રસ્ટી છે. તે ઉપરાંત ત્યાંની ઓર્થોપીડીક–કૅન્સર–આંખની હૉસ્પીટલો, સ્કુલ–કૉલેજ વગેરે  એમના પારીવાર દ્વારા ચલાવાતી સંસ્થાઓ છે. એનું સંચાલન એમનાં ફૈબા ડૉ. સુશીલાબહેન શેઠ અને પીતાશ્રી કાંતીલાલ કેશવલાલ શેઠ દ્વારા થઈ રહ્યું છે.આમ ઉછેર અને રહેવાસ એમનો મુંબઈમાં હોવા છતાં ગાંધીવીચાર અને સમાજસેવાનો કૌટુંબીક વારસો પામીને સ્મીતાબહેન ધન્યતા અનુભવે છે. સને ૧૯૭૦માં મુંબઈ વીદ્યાપીઠમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને ૧૯૭૧માં સમાજશાસ્ત્ર સાથે બી.એસસી.નો અભ્યાસ એમણે યુએસએમાં કર્યો. ઉપરાંત બીઝનેસ–માર્કેટીંગમાં ડીપ્લોમાયે કર્યો. છેલ્લાં વીસ વરસથી તો તેઓ ભરતનાટ્યમ્ નાં નૃત્યશીક્ષીકા છે. સુરેન્દ્રનગરના મુળીમાં એમનું સાસરું. પતી ભરતભાઈ પુનમચંદ શાહ અમેરીકા એમ.એસ. અને એમ.બી.એ. થયેલા છે અને  કૉટન ટૅક્સ્ટાઈલ અને ઓર્ગેનીક ચીજવસ્તુના વ્યાપારમાં વ્યસ્ત છે. સ્મીતાબહેન અને ભરતભાઈ, પુત્ર અમીત, પુત્રવધુ નીપા, પુત્રી અપર્ણા, પૌત્રી અમાઈરા સૌ સંયુક્ત પરીવારમાં રહે છે.

સ્મીતાબહેન વાચનનાં રસીયાં અને ગુજરાતી–હીન્દી–અંગ્રેજી અનુવાદમાં માહેર છે. સંગીત, લોકનૃત્ય, નાટક એમનાં વ્યસન. ૧૯૭૯થી તેઓ ગાંધીવાદી સંસ્થાઓ ‘અખીલ ભારતીય સર્વ સેવા સંઘ’ તથા તેની યુવાપાંખ ‘રાષ્ટ્રીય યુવા સંગઠન’ની ગાંધીવીચાર પ્રચારની તથા સંઘર્ષની પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલાં રહ્યાં છે. ૨૦૦૭થી ‘સદ્ ભાવના સાધના’નું સંપાદનનું કામ તેમને હસ્તક છે. વડોદરાના ગાંધીવાદી સર્વોદયી કાર્યકર શ્રી જગદીશભાઈ શાહ જેવા વડીલોના માર્ગદર્શન અને આશીર્વાદથી, ‘સદ્ ભાવના સાધના’ના સંપાદન દ્વારા ‘ગાંધી–વીચાર’નાં ઉંડાણને પામવા અને સમાજમાં તેના પ્રસાર માટેનું ઉત્કૃષ્ટ માધ્યમ બનવાની તેમની ખેવના છે. 

– જુગલકીશોર વ્યાસ (અમદાવાદ) – ઉત્તમ અને મધુ ગજ્જર (સુરત)