Mamlatdar and Dy.So Paper solutionwww.marugujarat.co.cc

     નાયાબ મામલતદાર અને નાયાબ સેક્શન અધિકારી
  ૨૫ સપ્ટેમ્બર
, ૨૦૧૧ સામાન્ય અભ્યાસ નું પેપર સોલ્યુસન


પ્રશ્ન-૧
(૧) ભારતમાં મુખ્ય ખનીજ તેલ ક્ષેત્રો ક્યાં-ક્યાં આવેલા છે?
 જ. ભારતમાં મુખ્ય ખનીજતેલ ક્ષેત્રોમાં આસામ રાજ્યમાં દિગ્બોઈ, સુરમાં ઘાટી, ગુજરાતમાં ખંભાત, અંકલેશ્વર તથા મહારાષ્ટ્રમાં બોમ્બેહાઈ ખાતેથી મળી આવે છે. હાલમાં બંગાળની ખાડીમાં
KG બેસીન પાસેથી ખનીજતેલના ભંડાર મળી આવ્યા છે.

(૨) ગોબરગેસ વિષે ટુંકમાં સમજાવો.
જ. પશુઓના મળ, મૂર્ કૃષિ કચરાના સડવાથી જવલનશીલ મિથેન ગેસ ઉત્ત્પન થાય છે.જેનો રસોઈ ગેસ તરીકે ઉપયોગ કરી શકાય છે. ગોબરગેસ એ પ્રદુષણરહિત ગેસ છે. આ ગેસના ઉપયોગથી ગામડાઓમાં રસોઈ બળતણ સમસ્યાઓનો હલ થશે અને સ્ત્રીઓને ધુમાડામાંથી રાહત મળશે.ગુજરાતમાં પાટણ ગામે સામુહિક ગોબરગેસ પ્લાન્ટ આવેલો છે.

(૩) ઓધોગિક વિકાસ માટે SIR તથા SEZની અગત્યતા જણાવો.
જ.
SEZ ( Special Economic Zone) નિશ્ચિત સમયગાળા માટે કરમુક્ત હોય છે. પરંતુ સમાંયાનુંસાર ક્રમશઃ તેની કરમુક્ત મર્યાદા સમાપ્ત કરવામાં આવતી હોય છે. આ ક્ષેત્રમાં આંતર માળખાકીય વિકાસની જવાબદારી જે-તે ખાનગી ડેવલોપર્સની હોય છે.તેના બદલામાં ડેવલોપર્સને પોતાની ચીજ વસ્તુના વેચાણ માટે વિદેશી બઝાર સાથે સ્થાનિક બજારનો લાભ આપવામાં આવતો હોય છે. SIR (Special Investment Region) 100 થી ૨૦૦ કી.મી. કે તેથી વધુના ખેત્રફળ આવરી લેતું હોય છે. આ ક્ષેત્રેમાં સરકાર ઓધોગિક ક્ષેત્રેને વિશ્વકક્ષાનું આંતરમાળખાકીય સુવિધાયુક્ત બજાર પૂરું પાડે છે.
(4)
ખેડા સત્યાગ્રહ વિષે ટુંકી માહિતી આપો.
જ. ઈ.સ. ૧૯૧૭ માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયો. નિયમ પ્રમાણે પાક છ આનીથી ઓછો હોય તો અડધું મહેસુલ મુલતવી રાખવાનો સરકાર નો કાયદો હતો. પરંતુ સરકારી અમલદારો તે માટે તૈયાર ન હતા. આથી ગાંધીજીએ સરદાર પટેલને સાથી રાખીને ખેડૂતો પાસે મહેસુલ ન ભરવાની પ્રતિજ્ઞા લેવડાવી. આ સત્યાગ્રહથી ભારતના ખેડૂતોમાં અગાઉ ક્યારેય ન જોવા મળેલી જાગૃતિ અને નીડરતા આવી. આ સત્યાગ્રહએ  ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ હતો.

(૫) કચ્છના રણની વિશેષતા શું છે?
જ. કચ્છમાં વિશ્વનું અજોડ સફેદ રણ
(White dessert) આવેલું છે. કચ્છની ઉત્તર-પૂર્વએ આવેલા બન્ને વિસ્તારમાં ઘોરડા રણ એ તેની સફેદ ચાંદની માટે વિશ્વમાં પ્રખ્યાત છે. ઉપરાંત કચ્છના નાના રણમાં ઘુડખર પક્ષીઓનું અભ્યારણ આવેલું છે. કચ્છ પાકિસ્તાન સરહદ સાથે સંકળાયેલું હોવાથી લશ્કરી વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે.

(૬) સેબી (SEBI) વિષે ટુંકી સમાજ આપો .
જ. 
Security and Exchange Board of India ની સ્થાપના ૧૯૮૮મ કરવામાં આવી.૧૯૯૨ માં આર્થીક ઉદારીકરણની નીતિ અંતર્ગત મૂડી બજારમાં રોકાણકારોણે આકર્ષવા તથા તેમના હિતોની રક્ષા કરવાના હેતુથી SEBI ણે કાયદાનું સ્વરૂ

પ આપીને SEBI એક્ટ બનાવવામાં આવ્યો. SEBI ને મ્યુચલ ફંડ તથા માર્કેટ પર નિયંત્રણનો અધિકાર આપેલ છે. હાલમાં SEBI ના ચેરમેન યુંકેસીન્હા છે.

(૭) કવિ દુલાભાયા કાગનું ગુજરાતી સાહિત્યમાં શું પ્રદાન છે?
જ. દુલા ભાયા કાગ મહાન કવિ, કથાકાર અને લોકકવિ હતા. તેમની વાણી કાગવાણી તરીકે ઓળખાતી છે. જે આઠ ભાગમાં અક્ષરદેહ પામી છે. કાગબાપુએ કંઠ, કહેણી અને કવિતાનો સુબાગ સમન્વય કરીને ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બનાવ્યું હતું.

(૮) બળવંત રાય મહેતા વિષે સંક્ષિપ્તમાં જણાવો.
જ. બળવંતરાય મહેતાના પ્રયાસોથી ભારતમાં ત્રીસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાનો પ્રારંભ થયો. તેઓ ૧૯૬૩  થિ ૧૯૬૫ના સમયગાળા દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા હતા. ૧૯૬૫ માં ભારત-પાકીસ્તાન યુદ્ધ વખતે કચ્છ સરહદ પાસે યુદ્ધ નિરીક્ષણ કરવા જતા પાકીસ્તાન લશ્કરે બોમ્બ ફેકવાથી હવાઈ અકસ્માતમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

 

 

પ્રશ્ન-૨

(૧) ભારતના અન્ય રાજ્યોની તુલનાએ જમ્મુ અને કાશ્મીર રાજ્ય કઈ વિશિષ્ટતા ધરાવે છે?
જ. બંધારણ અનુચ્છેદ ૩૭૦ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલો છે મિલકતના અધિકાર અંતર્ગત અન્ય કોઈ રાજ્યનો રહીસ જમ્મુ કાશ્મીર માં મિલકત ધરાવી શકતો નથી. આવા કેટલીક જોગવાઈઓના લીધે ભારતના અન્ય રાજ્યોની સરખામણી માં જમ્મુ અને કાશ્મીર વિશેષતા ધરાવે છે.  

(૨) સત્યાગ્રહ વિષે ટુંકમાં જણાવો.
જ. સત્યાગ્રહ શબ્દનો અર્થ સત્યનો આગ્રહ થાય છે, ગાંધીજી દ્વારા ભારતને અહીસક માર્ગે આઝાદી અપાવવા માટે અંગ્રેજ સરકાર વિરૂદ્ધ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હતો. સત્યાગ્રહે સભ્યતાથી ન્યાય મેલાવાવાની ચળવળ છે.

(૩) જીલ્લા પંચાયત ના મુખ્ય કર્યો જણાવો.
જ. જીલ્લા પંચાયત જીલ્લાની તાલુકા તમજ ગ્રામ પંચાયતી પર નીયમન અને નિયંત્રણ રાખે છે. જિલ્લામાં શિક્ષણ, જમીન- મહેસુલ, રોડ ટેક્સ, સીંચાય, વીજળી, પાણી, અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબધિત કર્યો કરે છે. જીલ્લા પંચાયતમાં વહીવટી કર્યો માટે
DDO અને જમીન મહેસુલી સબધિત કર્યો માટે ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ જવાબદારી નિભાવે છે. 

to be continue...
Comments