કૃપાલુ બાપુજી સાદ કરે છે : Kripalu-Bapuji Calls :

            
         

                                                                                                                    कृपालु
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------                
 
           બ્રહ્મલીન સ્વામી શ્રી કૃપાલ્વાન્દજી (બાપુજી) (1913 - 1981) ભારતના સંતરત્ન હતા. યોગના ઉપાસક હતા. ભક્ત હતા. સાચા અર્થમાં સંન્યાસી હતા, નિરભમાની,  નિર્મોહી,  નિરાસક્ત અને અતિપ્રેમાળ, સરળ, દયાળુ ને કૃપાળુ. તેઓશ્રીનું સાન્નિધ્ય સંતપણાની પ્રતીતિ તેઓશ્રીના સંગમાં આવનારને અચૂક કરાવતું હતું. તેઓશ્રીના જીવનકાળ દરમ્યાન ઈલેકટ્રોનિક મીડિયાનો ખાસ કોઈ વિકાસ ન હોવા ને કારણે તેઓશ્રો વિશ્વમાં જાણીતા ન હતા. તેઓશ્રો વિશેનું જ્ઞાન તથા તેમનો શિષ્ય સમુદાય ભારતના ગુજરાત પ્રદેશ પૂરતા સીમિત રહ્યો હતો. જો કે તેમના કેટલાક શિષ્યો અમેરિકા જેવા દેશોમાં ગયા અને વિદેશોમાં તેમની યોગપ્રવૃત્તિ અને  ઉપદેશનો પ્રસાર કર્યો. જો કે  હકીકતમાં તેમને પ્રચાર કે પ્રસિદ્ધિની કોઈ ખેવના ન હતી, ન કોઈ શિષ્ય સમુદાય ને વધારવાની કે આશ્રમોની સ્થાપના. તેઓશ્રી દ્રઢપણે માનતા હતા કે "સાધુ તો ચાલતા ભલા".  તેઓશ્રી સન્યસ્ત લીધા પછી તો તેઓશ્રી ગામડે ગામડે ફરતા હતા, સત્સંગનું આયોજન કરતા અને ખાસ તો શ્રીમદ ભગવદ ગીતા પર પ્રવચનો આપતા હતા. તેઓશ્રીની વાણીની છટા અને શૈલી શ્રોતાઓને સ્વામી વિવેકાનન્દજીની યાદ અપાવતા હતા  આવો હતો તેમનો પ્રભાવ. જો કે તેમના ગુરુઓ સ્વામી પ્રણવાનંદજી, જેઓશ્રી ભગવાન લકુલીશના ના અવતાર હતા અને તેમના આધ્યાત્મિક ગુરુ હતા, અને સ્વામી શાન્તાનાન્દજી, જેઓ તેમના સન્યસ્ત દીક્ષા ગુરુ હતા, તેમની પ્રેરણા અને આદેશને શિરોધાર્ય કરી તેઓશ્રીએ ભારતના ગુજરાતના પંચમહાલ જીલ્લાના મલાવ ગામમાં એક આશ્રમ સ્થાપી ત્યાં યોગસાધના માટે સ્થિર થયા તેમજ ભારતના વડોદરા જીલ્લાના કાયાવરોહણ ગામે ભગવાન લકુલીશ, જેઓ ભગવાન શિવના ઠ્ઠાવીસમા અવતાર હતા, તેમને માટે એક ભવ્ય શિવ મંદિર, 'બ્રહ્મેશ્વર પ્રાસાદ' નું નિર્માણ કરાવ્યું.
      
          પૂજ્ય બાપુજી યોગાચાર્ય હતા અને જીવનપર્યંત તેઓશ્રીએ યોગોપાસના કરી હતી.  તેઓશ્રીએ બાર વર્ષ પર્યંત મૌનદીક્ષા લીધી હતી અને તે પછી પણ તેઓશ્રી વર્ષ દરમ્યાન માત્ર પાંચ જ પ્રવચનો આપતા હતા. તેઓશ્રી યોગમાં ઘણી પ્રગતિ સાધી ઘણી ઉચ્ચ સ્થિત પ્રાપ્તિ કરી હતી.  યોગમાં તેઓશ્રી સર્વિક્લ્પ સમાધિની યોગ સિદ્ધની પ્રાપ્ત કરી તે આગળ નિર્વિકલ્પ સમાધિની સમીપ પહોંચી શક્યા હતા. શ્રીમદ ભગવદગીતાની પરિભાષા તેઓશ્રી સાચા 'સ્થિતપ્રજ્ઞ',  'કર્મનિષ્ઠ યોગી', 'ઊર્ધ્વરેતા', 'પરમ ભક્ત' એવા યોગભ્રષ્ટ ઉચ્ચ આત્મા હતા. તેઓશ્રીને સાહિત્ય અને  સંગીત પ્રિય હતા. તે કારણે જ તેઓ તેમના પૂર્વાશ્રમમાં તેમના નામ 'હરિભાઈ' ઉપરાંત 'સરસ્વતીચંદ્ર' ના નામે પણ ઓળખાતા.આ વાત તેઓશ્રીએ સ્વરચિત રચેલા સ્તોત્રો -સ્તવનો અને ભજનો માં યોગ્ય રીતે પ્રતિબિંબ થતી જોવા મળે છે. તેઓશ્રો ઉચ્ચ ધર્મભાવના અને ઉદાર ધર્મ વિચાર ધરાવતા હતા અંને  સર્વ દેવોને અને  સર્વધર્મ, મત અને સંપ્રદાયોનું સન્માન રાખવાની ભાવના ધરાવતા હતા. તેમની આ ભાવના તેમણે પ્રબોધેલા 'એકેશ્વરવાદ' ના સિદ્ધાંત અને 'જય ભગવાન' ના આવકાર સૂત્રમાં સુચારુ રીતે ધ્વનિત થાય છે. તેઓશ્રીની આવી ઉચ્ચ ભાવના અને ઉદાર ધાર્મિક વિચારસરણી તેઓશ્રીના ધર્મ વિચારો અને ભાવનાને સંકુચિત ધર્મ લાગણીથી ઘણા જ ઉન્નત વિશાલ વૈશ્વિક ફલક પર મૂકે છે. 

          તેઓશ્રીના ઉમદા અધ્યાત્મિક વિચાસરણી અને ઉચ્ચ ધર્મલાગણી આજના વિશ્વમાં ચોક્કસપણે સત્ય, પ્રેમ અને સદભાવનાનું વાતાવરણ સર્જશે અને દરેક માનવી ને  સચ્ચરિત્રના નિર્માણ માટે પ્રેરિત કરશે.  અસ્તુ.  જય  ભગવાન                Brahmaleen Swami Shri Kripalvanandji  (Bapuji) (1913 - 1981) was like a jewel among saints and sages of India. He was an exponent of yoga. He was a true devotee. He was a hermit in true sense, devoid of ego, devoid of passion and free of attachment, very affectionate, simple, compassionate and graceful.  One who came in his touch would certainly be deeply affected with loftiness and simplicity of his sainthood. Since the electronic media was not much developed during his lifetime he was not much known in the world at large. Knowledge about him and recognition of his thinking and spirituality and his disciples remained restricted mostly to the region of Gujarat in India. Some of his disciples, however, went abroad to countries like America and undertook spread of his yoga activities and his preaching. In fact, he did not care for publicity or popularity of any kind. Neither was he in favour of make more and more disciples nor setting up ashrams. He firmly believed in the dictum, "A hermit would be good (safer) as long he keeps moving". Following the sanctification of hermitage, he preferred to move from village to village and town to town. He organized religious meets and spiritual discourses. Significantly, he delivered spiritual discourses on the famous Indian scripture Shrimad Bhagavad Gita.  The power of his word and the style of his speech used to remind his audiences of Swami Vivekanand. Such was his elegance. However, his gurus Swami Pranavandaji, who was the incarnation of Lord Lakulish and who sanctified with spiritual knowledge and Swami Shantanandji who sanctified with the hermitage inspired and  commanded him and following their holy suggestions he set up an ashram at Malav in the Panchmahals district in Gujarat (India).  He settled there for almost twelve years for practice of yoga.  Later on, he undertook a project of construction of an elegant Shiva temple, the "Brahmeshwar Prasad" to house the centuries-old idol of Lord Lakulish, who was the twenty eighth incarnation of Lord Shiva.

               Pujya Bapuji was an exponent of yoga.  He engaged himself in practice of yoga all through his life.  He observed total silence for almost twelve years and then after he decided to delivered only five public lectures in a year on five special occasions. He advanced so much in yoga that he even attained high altitudes in yoga. He attained high summits in yoga like the Savikalpa Samadhi and could reach ahead even closer to the Nirvikalpa Samadhi.  Following the celebrated  concepts of Shrimad Bhagavad Gita, he lived as true sthitapragya, steady and calm mind; karmanishtha yogi, committed yogi; oordhvareta, elevated soul; param bhakta, dedicated devotee; and Yogabrishta, yogi with yoga unconcluded. he was a lover of literature and music. For his love of this kind, he in his pre-hermitage life was popularly known also by a celebrated name 'Saraswatichandra' over his given name 'Haribhai'.  This aspect is effectively reflected in the stotras- stavans and the bhajans that he wrote. He held high positivity about religious sentiment and generous thinking and also held a mind to respect all gods and all religions.  Such positive on his part is truly echoed in his dictum of 'Ekeshwarvad', monotheism and a way of greeting with 
'Jay Bhagawan', hail to all gods. His lofty spirituality and generous religiosity are good enough to put his thinking and sentiments much above on the universal level.

               His noble and sublime spiritual thinking and high religiosity will certainly create positive environment of truth, love and good feeling in the world today and inspire each human being to raise his living with noble and lofty character.   
Jay Bhagawan   
                            


                                                                                                          ------------------------------

સ્વામી કૃપાલ્વાનંદ - જીવન વૃતાન્ત:  ભગવાન લકુલીશની આધ્યાત્મિક પરંપરા:  

 

                                                                                                                                                                                                     ઋણસ્વીકાર:  http://www.lifemission.org/sl_sk_detail.html

તેમનું પૂર્વાશ્રમનું નામ હતું સરસ્વતીચંદ્રસરસ્વતીચંદ્રનો જન્મ 13. 1. 1913 ને રોજ વડોદરા પાસે આવેલા ડભોઇ ગામ (પ્રાચીન દર્ભાવતી)ના  જમનાદાસ મજમુંદાર અને મંગલબા નામના પવિત્ર કાયસ્થ બ્રાહ્મણ દંપત્તિને ત્યાં થયો  હતો.  જમનાદાસ પાસે સરકારી નોકરી હતી તેમજ કેટલીક ખેતીલાયક જમીન હતીપરંતુ તેમની આવક નવ બાળકો ના બહોળા કુટુંબ ને પોષવા માટે પૂરતી ન હતી.   તેમજ તેમની દાનવૃત્તિ તરફનો ઝોક તેમને ગરીબી તરફ ધકેલવા માંડ્યું.   ત્યાં જમનાદાસ મૃત્યુ પામ્યાતે વખતે સરસ્વતીચંદ્ર માત્ર સાત વર્ષની ઉંમરના હતા. પૂરા કુટુંબને પોષવાનો  ભાર મંગલબા પર આવી પડ્યો.  ઘણી મુશ્કેલીથી તેમણે સરસ્વતીચંદ્રને સાત ધોરણ સુધી ભણાવ્યો અને તે પછી ગરીબીને કારણે તેમણે વર્ષ 1927 માં ચૌદ વર્ષની વયે શાળા પણ છોડીતેમણે સંજોગો મુજબ છૂટી નોકરી ડભોઇમાં કરીતે સાથે તેમને સંગીત અને શાસ્ત્રોના અભ્યાસ માટે સમય કાઢ્યોતે ત્યાં સુધી કે વર્ષ 1930 માં તેમને નોકરીની શોધમાં મુંબઈની વાટ  પકડી.  આમ તેઓ ઘેરથી ભાગ્યા; તેમ છતાં ત્યાં તમને પોતાના આધ્યાત્મિક સંત અને ગુરુનો મેળાપ થયો.     

તેમની અઢારમી વર્ષગાંઠના બીજે દિવસે, સરસ્વતીચંદ્ર નિરાશાથી ભગ્ન હૃદયે ભૂલેશ્વરમાં કબૂતરખાના પાસે આવેલા મંદિરે સાંજની પ્રાર્થના સમયે પૂજામાં હાજર હતાતે ઉત્તરાયણનો તહેવાર હતોસાંજની આરતી પૂરી થતાં બધા ભક્તો જતાં રહ્યાંસરસ્વતીચંદ્ર ત્યાં ફરતા રહયા.  એવામાં ભગવા વસ્ત્રો ધારણ કરેલા એક અજાણ્યા સંત તેમની પાસે આવ્યા અને તેમને તેમના આશ્રમે બીજે દિવસે આવવા જણાવ્યું.   તે બાળકે તેમના કહ્યા પ્રમાણે કર્યું અને રીતે 15 મી જાન્યુઆરી, 1931 રોજ તેમણે પોતાને ભગવાન લકુલીશની શિષ્ય પરંપરાના ખોળામાં સમર્પિત કર્યોભવિષ્યમાં તેઓ પરંપરામાં ત્રીજા કુલગુરુનું સ્થાન લેવાના હતા.

એકવાર તેઓ આશ્રમમાં સ્થાયી થયા, પછીથી એવી જાણ થઇ કે, તેમના ગુરુએ ( જેઓ બીજા કોઈ નહિ પણ ભગવાન લકુલીશ હતા),  તેમને યૌગિક શાસ્ત્રોનું શિક્ષણ રોજ સવાર-સાંજ એક એક કલાકની બેઠકોમાં આપ્યું.   તે પછી, તેમણે તેમના માટે માટે આયુર્વેદ, આરોગ્યશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, અસ્થિતંત્ર અને મનોવિજ્ઞાનના શિક્ષણની વ્યવસ્થા કરી.  

આમ આઠ મહિના વીત્યાવર્ષ 1931 ના ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ભગવાને સરસ્વતીચંદ્રને આહારના કડક વ્રત અને નિયત ધ્યાનના અભ્યાસમાં એકતાલીસ દિવસ માટે મૂક્યોછેલ્લા દિવસે, જે વર્ષ 1932ની શિવરાત્રી હતો, તેમણે તેઓને શક્તિદીક્ષા આપીતેમના નવા શિષ્યને આશીર્વાદ આપતા તેમણે આમ કહ્યું, "મારા પુત્ર, પ્રાચીન અને પવિત્ર દીક્ષા સાથે હું તને યોગાચાર્યના રૂપે દીક્ષિત કરું છુંતું વિશ્વનો શ્રેષ્ઠતમ યોગાચાર્ય બનીશભવિષ્યમાં જયારે તારી બાકી રહેલી દુન્યવી ઈચ્છાઓ વિશુદ્ધ થાય ત્યારે તું કોઈ વૃદ્ધ ઉદાસીન ગૌપૂજક સંતને શોધજે.   તેઓ તને ભગવા વસ્ત્રો સાથે સંન્યસ્ત દીક્ષા આપશે".

1932.   સરસ્વતીચંદ્ર ભગવાનના આશ્રમે પંદર મહિના રહ્યા.   પછી વર્ષ 1932 ના એપ્રિલ મહિનામાં ભગવાન તેઓને મથુરા અને વ્રજ ની યાત્રાએ લઇ ગયા.  યાત્રા સાત દિવસની રહીયાત્રા દરમ્યાન ભગવાને સરસ્વતીચંદ્રને યોગના અતિગૂઢ રહસ્યોથી પરિચિત કર્યો તેમજ તેમને દરેક પાસા પર વિગતે સમજ આપીયાત્રાના છેલ્લા દિવસે તેઓ દિલ્હીમાં હતાંતે દિવસે રાત્રે જયારે સરસ્વતીચંદ્ર નિંદ્રાધીન હતા ત્યારે ભગવાન અંતર્ધ્યાન થયાસરસ્વતીચંદ્રે તેમની બે દિવસ સુધી રાહ જોઈ.   તે પછીના બે દિવસ પછી તેઓ મુંબઈ પાછા ફર્યા અને આશ્રમમાંથી મુક્ત થઇ તેઓ ડભોઈના ઘરે પરત ફર્યા.  

1932 - 40.  તેમણે વર્ષ 1932 થી 1940નો સમયગાળો સ્થાનિક નાટ્યમંડળી સાથે જોડાઈ વિતાવ્યોવર્ષ 1935માં તેઓ અમદાવાદ આવ્યા, અને પ્રથમ તો તેમને કપડાંની મિલમાં ઓઇલમેન તરીકે કામ કર્યું અને તે પછી મણિનગરની સરસ્વતી વિદ્યા મંદિર નામની શાળામાં શિક્ષક અને સંગીત શિક્ષક તરીકે નોકરી કરી.   રીતે તેમણે પાંચ વર્ષો અમદાવાદમાં વિતાવ્યાં.  

1941.  વર્ષ 1941માં સરસ્વતીચંદ્રને પરણાવવાના મુદ્દે કુટુંબમાં ઉહાપોહ થયો અને તેઓ મુંબઈ આવ્યા.  ત્યાં ચાર-પાંચ મહિના વિતાવી તેમણે મુંબઈ છોડી દીધું અને આધ્યાત્મિક શોધમાં નીકળી પડયાતેમણે પવિત્ર નદી નર્મદાના કિનારાના ગામડાઓમાં ભ્રમણ કરવા માંડયુંયાત્રા દરમ્યાન તેઓ રાજપીપલા નજીક આવેલા ઇન્દોર-વાસણા નામના ગામડે આવી પહોંચ્યાત્યાં તેઓ ઉદાસીન સ્વામી શાન્તાનન્દજીને આનંદ કુટિર આશ્રમે મળ્યાતેમણે તેમની પાસે સંસારત્યાગની ઈચ્છા પ્રગટ કરી.   શાન્તાનન્દજી શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન ધરાવનારા સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતાતેમણે દુર્ગમ સ્થળની પસંદગી વિક્ષેપ વિના સાધના કરવા માટે કરી જ્યાં તેઓ તેમની મહાન પ્રસિદ્ધિ   અને કીર્તિથી અંદાજાયેલા લોકટોળાંથી પોતાને વિમુખ રાખી શકે.     

1942.  આનંદ કુટિર આશ્રમમાં તેમના રોકાણના પાંચમા દિવસે વર્ષ 1942ના રામનવમીના દિવસે સ્વામી શાંતાનંદજીએ તેઓને સંન્યસ્ત દીક્ષાથી દીક્ષિત કર્યા અને તેમને સ્વામી કૃપાલ્વાનંદનું નામાભિધાન કર્યું.  બીજા દિવસે સ્વામી કૃપાલ્વાનંદ આશ્રમ છોડી દીધું અને પોતાનું ભ્રમણ શરુ કર્યુંલગભગ ત્રણ મહિના પછી તેઓ ભ્રમણથી કંટાળી ગયા અને સંસ્કૃત શીખવાનો અને શાસ્ત્રોના અધ્યયનનો વિચાર કર્યો રીતે તેઓ આનંદ કુટિર આશ્રમે પરત ફર્યાત્યાં તેઓ સ્વામી શાંતાનંદજીને મળ્યા જેઓએ તેમના માટે હરદ્વાર-કનખલના મુનિમંડળ આશ્રમે રહેવાની વ્યવસ્થા કરી આશ્રમ ઉદાસીન પંથનું ભારતમાંનું કેન્દ્ર ગણાય છેતેની સ્થાપના સ્વામી કેશવાનંદજીએ કરી હતી જેઓ સ્વામી શાંતાનંદજીના ગુરુના ગુરુ હતા પંથ પોતે ઘણો પ્રાચીન છે અને તેની સ્થાપના સનતકુમારો તથા નારદ મુનિ દ્વારા થઇ હતી

1942 - 48.  સ્વામી કૃપાલ્વાનંદે મુનિમંડળ આશ્રમે લગભગ આઠ મહિના વાસ કર્યો અને સંસ્કૃત અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યોતે પછી બંનેમાં વિદ્વતા પ્રાપ્ત કરી તેઓ ગુજરાત પાછા આવ્યા. તેમણે ફરી નર્મદાનાકિનારાના ગામડાઓમાં ભ્રમણ શરુ કર્યું.   તેમણે વર્ષ 1942 નો ચાતુર્માસ સિસોદરા ગામે ગાળ્યો જ્યાં તેમણે સંસ્કૃત ભણાવવાનું શરુ કર્યું.   જેમ જેમ પ્રવૃત્તિ વધતી ગઈ તેમ તેમણે શ્રીમદ્દ ભગવદ્દગીતા દ્વારા ભાષાશિક્ષણ આપવાનું નક્કી કર્યું અને આમ તેમણે શ્રીમદ્દ ભગવદ્દગીતાના પવિત્ર ગ્રંથને લોકભોગ્ય ગુજરાતી ભાષામાં ભાષાન્તર કરવાનું નક્કી કર્યું.   તે અર્થે તેઓ અનુકૂળ વાતાવરણ મેળવવા માટે ઋષિકેશ ગયા - સાત મહિનાઓ ત્યાં હતા તે દરમ્યાન તેમણે તે કાર્ય પૂર્ણ કર્યુંગુજરાત પાછા ફરતાં તેમણે સંસ્કૃતનું શિક્ષણ આપવાનું શરુ કર્યું અને વધુમાં શ્રીમદ્દ ભગવદ્ગીતા પર પ્રવચનો આપવાનું પણ શરુ કર્યું.   ત્રણ વર્ષોમાં તો તેમની ખ્યાતિ નર્મદાકાંઠાના ગામડાઓમાં એટલી વધી ગઈ કે તેમને ગીતા પ્રવચનો માટે આમંત્રણો અવારનવાર મળવા લાગ્યાં

1949.  વર્ષ 1948ના ઉત્તરાર્ધમાં, તેઓની પ્રવૃત્તિ કેટલાક સમય માટે થંભી ગઈ, જયારે તેમણે તેમના ગુરુ શાન્તાનન્દજીની માંદગી વિષે જાણ્યું.  તેઓ ગુરુના આશ્રમે ગયા અને તેઓની પૂરી શ્રદ્ધાથી સેવા કરી.  સ્વામી શાન્તાનન્દજીનો  દેહવિલય વર્ષ 1949 ની જાન્યુઆરીની 23મી તારીખે  થયો.  દુઃખાર્ત સ્વામી કૃપાલ્વાનંદે હિમાલયમાં એકાંત શોધ્યો અને ઋષિકેશ પાસે એકાંત જગ્યાએ ઝૂંપડીમાં સાદું જીવન જીવવા લાગ્યા

વર્ષ 1949 ના શિવરાત્રીના દિને, ભગવાન લકુલીશે સ્વામી કૃપાલ્વાનંદને ઋષિકેશ મુકામે દર્શન આપ્યાગુરુ અને શિષ્યે શરીર અને આત્મા સંબંધી અનેક આધ્યાત્મિક બાબતો પર વાતો કરીભગવાન લકુલીશે તેમને પોતાના મહાન સંકલ્પ વિષે કહ્યું કે તેમની પરંપરામાં પસંદગી પામેલા આત્માઓએ સમય સાથે ઉન્નતિ કરવાની જરૂર રહેશે.

ભગવાન લકુલીશે આમ કહ્યું: "મારો મહાન સંકલ્પ જે માત્ર થોડાક વર્ષોમાં સિદ્ધ થઇ શકેપ્રણવાનંદથી શરુ થયેલી મારી પરંપરાએ મારા સંકલ્પને થોડું થોડું આગળ વધારવું પડશે. પરંપરામાં કેટલાક પસંદગી પામેલાં આત્માઓ વારાફરતી જન્મ લેશે અને ધ્યેયને આગળ વધારશે.  તેમણે ઉચ્ચ આધ્યાત્મિક શક્તિ કેળવવી પડશે સંકલ્પની પૂર્તિ માટે રીતે માત્ર સંકલ્પ પૂર્તિ નહિ થાય, પરંતુ તે શિષ્યો તેમના પોતાનો આધ્યાત્મિક વિકાસ પણ સિદ્ધ કરશે".            

1950.  પ્રસંગ પછી સ્વામી કૃપાલ્વાનંદ ગુજરાત પાછા ફર્યા અને પૂર્વવત પ્રવૃત્તિઓ આરંભી દીધીઆમ સમય પસાર થવા માંડયોતેઓ રાજપીપળામાં ગુરુપૂર્ણિમા માટે હતાતે વખતે ભગવાને તેમને અલ્પ સમય માટે ફરી દર્શન આપ્યા અને એમ કહી અંતર્ધ્યાન થયા: "હવે યોગાભ્યાસનો સમય પાકી ગયો છે".

1955 - 55.  બીજા દિવસથી તેમણે યોગાભ્યાસ શરુ દીધો અને તેમના યોગાભ્યાસે ઝડપી પ્રગતિ કરી.   વર્ષ 1955માં તેઓ મોટા ફોફળિયા નામના ગામે સ્થાનાન્તરિત થયા અને દિવસના દસ કલાક માટે ધ્યાન કરવાનું શરુ કર્યુંતે વર્ષે ડિસેમ્બરમાં, કાયાવરોહણ નામના ગામેથી તેમને ગીતા પ્રવચન માટેનું આમંત્રણ મળ્યું.  સ્વામી કૃપાલ્વાનંદ તે ગામ વિષે કશું જાણતા હતા કે તેમને કોઈ એવી જાણ હતી કે તે એક સમયે અતિ મહત્વનું તીર્થ હતું.   તેઓ શ્રીમદ્દ ભગવદ્દગીતા પરના પ્રવચનોના ત્રણ દિવસના કાર્યક્રમ માટે સંમત થયાત્રીજે દિવસે તેમને ગામમાં આવેલા મંદિરોની મુલાકાતે લઇ ગયાતેઓ બ્રહ્મેશ્વરના મંદિરે ગયાત્યાં તેમણે પ્રાચીન જ્યોતિર્લિંગના દર્શન કર્યા જેના અગ્રભાગે માનવાકૃતિ કંડારાઈ હતીતેમણે તેને દિવ્ય વ્યક્તિ સાથે એકદમ મળતા રૂપ તરીકે ઓળખી નાખ્યા જેમની પાસે તેઓ  મુંબઈમાં પંદર મહિના રહ્યા હતા અને જેમની સાથે તેઓએ મથુરા અને વ્રજની યાત્રા કરી હતીતેમના ગુરુની આવો સાચો પરિચય તેમને મળ્યોતેમણે તરત તેમાં ગુરુજીની મૂર્તિ ઓળખી નાખી.   રીતે આખરે તેમનો સાક્ષાત્કાર તેમને થયો.   પરંપરાની નોંધમાં એવો ઉલ્લેખ છે કે, 'દૈવી ઈચ્છાથી પ્રસંગની યોજના અગાઉથી થઇ હતી.   કાયાવરોહણ સ્વામી કૃપાલ્વાનંદની ભવિષ્યની પ્રવૃત્તિઓનું પ્રાથમિક કેન્દ્ર બનવા નિર્ધાયું હતું'.

તે રાત્રે સ્વામી કૃપાલ્વાનંદ યોગમાં કઠિન સ્તર સિદ્ધ કરવા સફળ રહ્યા જે માટે તેઓ ઘણી મથામણ કરતા હતાઊંડા ધ્યાનમાં તેમને ઋષિ વિશ્વામિત્ર સમયના કાયાવરોહણનું દર્શન થયું, જે મેધાવતી નામે પ્રસિદ્ધ હતુંવળી ભગવાન લકુલીશના સમયમાં હતા તેવા ઝળહળતા સૌંદર્યનું દર્શન થયું

આવા દિવ્ય પરમાનંદ પૂર્ણ ધ્યાનમાં, ભગવાન લકુલીશ અને ઋષિ વિશ્વામિત્રે તેમને દિવ્ય આદેશ આપ્યો: "મારા પુત્ર, અમે તારી પસંદગી કરી છે કાયાવરોહણના પવિત્ર તીર્થ તરીકે પુનરોદ્ધાર માટે અને આધ્યાત્મિક સંસ્કૃતિના ઉત્થાન માટે".

1958.  વર્ષ 1958માં સ્વામી કૃપાલ્વાનંદના ભ્રમણવાળા જીવનનો અંત આવ્યોમલાવ ગામના વાસીઓએ તેમને તેમના ગામમાં નિવાસ કરવા આમંત્રણ આપ્યું અને તેમના માટે આશ્રમ બાંધી દીધો જે કૃપાલુ આશ્રમ તરીકે પ્રસિદ્ધ થયું.

1959 - 1969.   બીજા વર્ષે સ્વામી કૃપાલ્વાનંદે પૂર્ણ મૌનનું વ્રત લીધું જે બાર વર્ષ સુધી ચાલવાનું હતું.   વર્ષ 1965માં, તેમણે કાયાવરોહણના પુનરોદ્ધાર માટેની યોજના અંગે પ્રાથમિક કાર્ય શરુ કર્યુંતેમણે યોજના આગળ ધપાવવા માટે કાયાવરોહણ તીર્થ સેવા સમાજની સ્થાપના કરી.  તૈયારી કરવામાં ત્રણ વર્ષો વીત્યા.  પછી વર્ષ 1968ના 29મી નવેમ્બરે ભગવાન બ્રહ્મેશ્વર માટે નવનિર્મિત પ્રાસાદ-મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

1968.   તે રાત્રે ભગવાને તેમને ફરી દર્શન આપ્યા અને તેમની ઈચ્છા વ્યક્ત કરી કે સ્વામી કૃપાલ્વાનંદે કાયાવરોહણમાં રહી કાર્યનું નિરીક્ષણ કરવું જેથી તે પાંચ વર્ષોમાં પૂર્ણ થાય.  સ્વામી કૃપાલ્વાનંદે ત્યાં જવા અંગે કેટલીક મુશ્કેલી જણાવીતેમની મુશ્કેલી હલ કરતાં ભગવાને તેમને કહ્યું: "કેટલાક સમય પછી ગિરનાર પર્વતની તળેટીમાંથી યોગાકાંક્ષી યુવાન તારી પાસે આવશે.   તેને તારા શિષ્ય તરીકે સ્વીકારી લેજે.   તે તારી જવાબદારીઓનો ભાર હળવો કરશે".         

1969.   નવો શિષ્ય કે જેમના આગમનની ભગવાને આગાહી કરી હતી તેઓ 8મી માર્ચ, 1969ને રોજ આવી પહોંચ્યા. તેમનું નામ યશવંતસિંહ જાડેજા હતું જે ભવિષ્યમાં રાજર્ષિ મુનિ નામે પરંપરાના ચોથા કુલગુરુ તરીકે સ્થાપિત થવાના હતા.   તેમણે પોતાને શિષ્ય તરીકે સ્વીકારવાની વિનંતી કરી અને તેમનો સ્વીકાર થયોસ્વામી કૃપાલ્વાનંદે તેમને યોગ્ય સમયે માર્ગદર્શન માટે બોલાવીશ એવું વચન આપ્યું.

તે બોલાવો આવ્યો પત્રરૂપે જે દ્વારા નો અભ્યાસ નો અભ્યાસ તેમને મલાવ બોલાવ્યા.  સ્વામી કૃપાલ્વાનંદે તેમને તારીખ 26મી જૂને મલાવ બોલાવ્યો.   તે દિવસે સ્વામી કૃપાલ્વાનંદે નવા શિષ્યને મંત્રદીક્ષા આપી અને તેમને કેટલાક પ્રાણાયામ કરવાનું સૂચન કર્યું તેમજ પંદર મહિના માટે મંત્રજાપ કરવાનું કહ્યું.   કેટલાક સમય પછી શિષ્યે સંસારત્યાગનો નિર્ણય કર્યો અને મલાવ આવ્યા.

1970.  તારીખ 2-11-70 ને દિવાળીને દિવસે, સ્વામી કૃપાલ્વાનંદે નવા શિષ્યને સંસારત્યાગ માટે કહ્યું અને તેમને શક્તિપાત દીક્ષા આપી એક ધ્યાનશિબિરમાં જેનું આયોજન તારીખ 26મી થી 8 નવેમ્બર, 1970 દરમ્યાન યોજવામાં આવી હતી જેમાં લગભગ સો શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો

1974.   તારીખ 3જી મેં 1974 ને રોજ શિવલિંગજીની અને ભગવાન લકુલીશની પ્રાણપ્રતિષ્ઠા કાયાવરોહણ મુકામે પૂર્ણ થયેલા નવનિર્મિત મંદિરમાં કરવામાં આવી.  ભગવાને સ્વામી કૃપાલ્વાનંદને દર્શન આપ્યા જયારે તેઓ મંદિરમાં પ્રાર્થના માટે એકલા ગયા અને પ્રભુની સ્તુતિ કરી.   ભગવાન તેના પ્રતિભાવ રૂપે પ્રગટ થયા અને જમીનથી પોણા બે ફૂટ ઉપર હવામાં અધ્ધર રહ્યા.   કેટલી ઉંચાઈએ મૂર્તિ સ્થાપના કરવી વિષે માર્ગદર્શન આપવાની સાથે ભગવાને કૃપાલ્વાનંદને સંસ્કૃતિ ઉત્થાનના અધૂરા કાર્ય વિષે યાદ અપાવીફરી એક વાર તેમણે સર્વ જનોની શ્રદ્ધાના લાભ માટે નિશ્ચિત કર્યું જે શાસ્ત્રોએ અગાઉ સાદ કરતાં અવારનવાર કહ્યું, " પવિત્ર સ્થાન મારું છે અને હું સદાય અહીં રહીશ.  એકવાર મૂર્તિ સ્થાપના થયા પછી મારી દિવ્ય શક્તિ મૂર્તિમાં વિશેષ સૂક્ષ્મ રૂપે પ્રવેશશે".

1976.  હવે કૃપાલ્વાનંદજીએ ભગવાને આદેશ કર્યા મુજબના ભારતીય સંસ્કૃતિના ઉત્થાનના કાર્ય અને તે દ્વારા સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોના જતનના કાર્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું.   તેમણે નક્કી કર્યું કે સાંસ્કૃતિક ઉત્થાનના પરંપરાના કાર્ય અર્થે યોગશિક્ષણનો વ્યવસ્થિત કાર્યક્રમની તેની મુખ્ય પ્રવૃત્તિ હશે.   તેમણે કામ સ્વામી રાજર્ષિ મુનિને સોંપ્યું જેમણે યોગ ઇન્સ્ટિટ્યૂટ માટે વિગતે યોજના ઘડી કાઢી જેમાં શિક્ષણ અને સંશોધન વિભાગ સમાવિષ્ટ હોયકામ સોંપ્યાના થોડાક મહિનામાં તેમણે અભ્યાસક્રમ અને પરીક્ષણના ધોરણો તેમજ શિક્ષણ પદ્ધતિની રૂપરેખા ઘડી કાઢી.   તે સાથે તેમણે ત્રણ યોગશિક્ષકો ને પણ તાલીમ આપી.   વર્ષ 1976 ના 13મી નવેમ્બરને દિને કૃપાલ્વાનંદજીએ કાયાવરોહણ ખાતે ભગવાન લકુલીશની મૂર્તિ સમક્ષ દીપ પ્રગટાવી લકુલીશ યોગ વિદ્યાલય, લકુલીશ યોગા ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કર્યુંતેનો પ્રથમ વર્ગ તે દિવસે તે પછી તરત જ લેવામાં આવ્યોઆમ ભગવાનના સાંસ્કૃતિક ઉત્થાનની યોજના કાર્યાન્વિત થઇ.   ઉદ્ઘાટન સમયે કૃપાલ્વાનંદજીએ કહ્યું, "આજનું ઉદ્ઘાટન તો માત્ર ઔપચારિકતા છે ઇન્સ્ટિટ્યૂટનું સાચું અને સૂક્ષ્મ ઉદ્ઘાટન તો લગભગ વર્ષો પહેલાં  થઇ ગયું છે જયારે મેં રાજર્ષિ મુનિને યોગદીક્ષા આપી હતી.   હું આશા રાખું છું કે ઇન્સ્ટિટ્યૂટ સાચા યોગીઓનું  સંવર્ધન કરશે અને કોઈક દિવસે તે યોગ યુનિવર્સિટીનું સ્વરૂપ પામશે”.

1977.   વર્ષ 1977 ના 18મી મેના રોજ કૃપાલ્વાનંદજી અમેરિકા રવાના થયા, અને વર્ષ 1981ની 1લી ઓક્ટોબરને રોજ અત્યંત નાદુરસ્ત સ્વાસ્થ્ય લઈ ભારત પરત ફર્યાવર્ષ 1981ની 29મી ડિસેમ્બરને રોજ તેઓ મહાનિર્વાણ પામ્યાસ્વામી કૃપાલ્વાનંદના મહાનિર્વાણ સાથે કુલગુરુનો પદભાર સ્વામી રાજર્ષિ મુનિના ખભે આવી પડયો.

 

 

Swami Kripalvanand - Life sketch: Spiritual Lineage of Lord Lakulish:

 

                                                                                                                                                                                                      Courtesy:  http://www.lifemission.org/sl_sk_detail.html

His pre-sannyas name was Sarasvatichandra.  Sarasvatichandra was born on 13.1.1913 to Jamnadas Majamundar and Mangalaba, a pious Kayastha couple of Dabhoi town (the ancient Darbhavati) near the city of Vadodara.  Jamanadas had a Government job as well as some agricultural land, but his income was insufficient to support a large family of nine offsprings.  This and his propensity towards charities soon brought him to indigence.   Jamnadas passed away when Saraswatichandra was only seven years of age and the entire burden of supporting the family fell on Mangalaba.  With difficulty she managed to have him educated up to the seventh class but eventually poverty compelled the boy’s withdrawal from school in 1927 at the age of fourteen.  He found occasional work in Dabhoi thereafter but, more importantly, found time to study music and the scriptures till eventually, in 1930, he made his way to Bombay in search of employment.  This eluded him; instead, there he found his spiritual master and Guru.

On the day following his eighteenth birthday, broken by disappointment, Saraswatichandra stood in worship during the evening prayers at his favorite temple near the pigeon house of Bhuleshwar.  It was the festival of uttarayan.  All other devotees departed on completion of the evening arti. Saraswatichandra lingered there.   An unknown saint in ochre robes approached him and asked him to come to his ashram the next day.  The boy did as he was told and thus, on 15th January, 1931, placed himself within the folds of the disciplic tradition of Lord Lakulish, of which he would in future become the third kulguru.

Once he had settled at the ashram, it was later revealed, his mentor (who, it was later revealed,  was none other than Lord Lakulish himself), began teaching the yogic texts in two daily one hour sessions in the morning and evening.  He also taught various yoga techniques and gave him guidance about spiritual matters.  Later, he made arrangements for him to receive instructions in Ayurveda, hygiene, anatomy, physiology and psychology.

After 8 months, in August/September, 1931, Bhagawan put Saraswatichandra through a strict regimen of diet and scheduled meditation and mantra recitation for a period of 41 days.  On the final day, which fell on Mahashivaratri of 1932, Bhagawan gave him shaktipat diksha.  He blessed his new disciple thus: “My son, with this ancient and holy initiation, I ordain you a Yogacharya. You will be the world’s most outstanding Yogacharya.  In the future, after even the tiny worldly desires that remain are cleansed, find some wise old detached cow worshipping saint.  He will give you sannyas initiation with saffron robes”.

1932.  In April, 1932 after Saraswatichandra had been at Bhagawan’s ashram for 15 months, the latter took him on a pilgrimage to Mathura and Vraj.  The yatra lasted for 7 days.  In the course of the yatra, Bhagawan revealed to Saraswatichandra the most secret mysteries of yoga and gave him a detailed explanation of each of its aspects.  On the last day of the yatra which was in Delhi, Bhagawan disappeared in the night, while Saraswatichandra slept.  Saraswatichandra waited for him for 2 days.  After another 2 days, he returned to Bombay and after disbanding the ashram there, came back to his home town Dabhoi.

1932-40.  He spent the period 1932-40 in association with local theatre companies.  In 1935, he came to Ahmedabad, and worked first as an oilman in a textile company and then as a teacher and music instructor in a school called Saraswati Mandir in Maninagar.  He spent next 5 years in this manner in Ahmedabad.

1941.  In 1941, the idea of getting Saraswatichandra married caused some turbulence in the family and he went away to Bombay.  After 4-5 months there, he left Bombay on a spiritual quest and took to wandering in the villages on the banks of the holy Narmada River.   In the course of these wanderings, he came to village Indore-Vasana, near Rajpipla and went to Udasin Swami Shantanandji’s Anand Kutir Ashram and expressed his desire for renunciation.  Shantanandji was a brilliant Sanskrit scholar with a deep knowledge of scriptures and had chosen this inaccessible place to pursue his sadhana undisturbed by the hordes that were lured to him by his great name and fame.

1942.  On the 5th day of his stay at Anand Kutir, Shantanandji ordained Saraswatichandra on the auspicious day of Ramanavmi of 1942 and gave him the name Swami Kripalvanand.  Swami Kripalvanand left the ashram on the very next day and resumed his life of wandering.  After around 3 months of this, he tired of it and thought of taking Sanskrit lessons and studying the scriptures. He thus returned to Anand Kutir Ashram to see his Guru who arranged for Swami Kripalvanand to stay at Munimandal Ashram at Haridwar-Kankhal.  This ashram is considered the principle center of the Udasin sect in India.  It was founded by Swami Keshavanand who was guru of Shantanandaji’s guru.  The sect itself is very ancient and is said to have been founded by the Sanat Kumaras and Narad Muni.

1942-48.  Swami Kripalvanand spent about 8 months at the Munimandal Ashram and learned Sanskrit and the scriptures.  Then, well-versed in both, he returned to Gujarat and resumed his travels in the villages along the Narmada.  He spent the chaturmas of 1942 at Sisodara village where he began teaching Sanskrit.  With the growth of interest in this activity, he decided to teach the language through the text of the Bhagavad Gita and thus decided to write a colloquial version of the holy classic.   He went back to Rishikesh to find right atmosphere for this work and finished it in 6-7 months that he was there.  Returning to Gujarat, he resumed Sanskrit teaching and in addition began giving discourses on the Bhagavad Gita.  Within three years, he had become very famous in the villages of the Narmada banks and was being invited often for discourses of the Gita.

1949.   In late 1948, this activity was briefly interrupted when he learnt that his Guru Shantanandji was ill.  He went to his guru’s ashram and served him diligently.  Shantanandji passed away on 23rd January, 1949.  Stricken by grief Swami Kripalvanand sought the solitude in the Himalayas and took up living in a simple hut in a secluded place in Rishikesh.

On the day of Mahashivaratri in 1949, Lord Lakulish gave darshan to Swami Kripalvanand at Rashikesh.  Guru and disciple spoke of many spiritual things relating to body and soul and Bhagawan also spoke of his great resolve which selected souls in his lineage would be required to enhance over a period of time.

This is what Bhagawan said: “I have a great resolve that cannot be realized in just a few years.  The lineage of my disciples beginning with Pranavanand, will have to advance his mission little by little over a period of years.  In this lineage, certain selected souls will take birth turn by turn and enhance the mission further.  They will be required to develop high spiritual powers in order to carry out this mission.  In this manner not only will the mission be fulfilled, but those disciples will accomplish their own spiritual development as well.”

1950. After this incident Swami Kripalvanand returned to Gujarat and resumed his activities as before.  Thus, the time passed.  He was in Rajpipla in 1950 for Gurupurnima.   Bhagawan gave him darshan again for a very brief time and disappeared after saying, “The time is now ripe for you to start practicing yoga.”

1950-55.  Swami Kripalvanand began yoga practice from the very next day and his practice made very rapid progress.  In 1955 he moved to Mota Fofalia and began to meditate for 10 hours a day. In December that year, the village of Kayavarohan invited him to come and deliver a discourse. Swami Kripalvanand knew nothing about the village, nor was he aware of the fact that this was a very important Teertha of very ancient origin.   He agreed to a three day series of discourses on the Bhagavad Gita.  On the third day he was taken on a round of the temples of the village and came to the Brahmeshvar temple.  There he saw the ancient Jyotirling with an idol carved on its front and recognized this to be the exact form of the divine personage with whom he had spent 15 months in Bombay and  had performed a yatra to Mathura and Vraj.   The true identity of his guru was thus finally revealed to him.   It is written on the record of the parampara that ‘it was an event arranged in advance by Divine Will.  Kayavarohan was destined to be primary focus of Swami Kripalvanand’s future activities’. 

That night Swami Kripalvanand succeeded in mastering a difficult stage of yoga for which he had been striving.  In deep meditation he had a vision of Kayavarohan in the days of the great Sage Vishvamitri when it was called Medhavati, and also the new and sparkling beauty that was in the time of Lord Lakulish.

In this blissful meditation, Lord Lakulish and Maharshi Vishvamitri gave him this divine command: “My son, we have chosen you to lead the revival of Kayavarohan as a holy pilgrimage center and also the revival of spiritual culture”.

1958.  In 1958 Swami Kripalvanand’s life of wandering came to an end.  The villagers of Malav village invited him to take up residence in their village and built an ashram for him which came to be known as Kripalu Ashram.

1959-1969.  The next year Swami Kripalvanand took a vow of total silence which was to last for 12 years.  In 1965, he began preliminary work for re-establishing Kayavarohan.  He set up the Kayavarohan Teertha Seva Samaj to manage the work.  After 3 years consumed in preparatory work, the foundation stone was laid for the new temple of Lord Brahmeshwar on 29th November. 1968.

1968. That night Bhagawan gave him darshan again and expressed his desire that Swami Kripalvanand should move to Kayavarohan to supervise the work so that it could be completed in 5 years.  Swami Kripalvanand expressed some difficulty about moving there.  To resolve this difficulty, Bhagawan told him, “After some time, a yoga aspirant will come to you from the lap of Mount Girnar.  Accept him as your disciple.   He will lighten the burden of your responsibilities”.

1969.   The new disciple whose coming Bhagawan had foretold came on 8th March, 1969.  His name was Yashavant Sinh Jadeja who was to become Swami Rajarshi Muni, the fourth Kulguru of the parampara.  He asked to be accepted as a disciple and he was so accepted.  Swami Kripalvanand promised to call him at an appropriate time to impart guidance.

That call came by way of a letter summoning him to Malav on 26th June.  On that day Swami Kripalvanand gave Mantra diksha to this new disciple and instructed him on the performance of certain pranayams and asked him also to do mantra jap for 15 months.1970.   In due time the new disciple decided to renounce the world and visited Malav in November.

1970.   On Divali day, 2-11-70, Swami Kripalvanand asked the new disciple to renounce the world and gave him the Shaktipat dikhsa in a group seminar held between 26th and 28th November 1970 which was attended by nearly 100 people.

1974.   On 3rd may, 1974, the Shiv ling and idol of Lord Lakulish was ritually installed in the now completed new temple of Lord Brahmeshwar at Kayavarohan.   Bhagawan gave direct darshan to Swami Kripalvanand when he went alone in to the temple to pray and invoked the Lord.   The Lord responded and appeared suspended one and three quarters feet above the floor and apart from giving guidance about the height at which the idol was to be installed reminded Kripalvanandji of the unfinished task of cultural revival.  And he yet once more confirmed for the benefit of all men of faith what the sashtras has already previously resoundingly and repeatedly averred: “This holy place is mine and I shall always remain here.  My divine energy shall enter the idol in a special subtle form after it has been ritually installed”.

1976. Kripalvanandji now turned towards the second task commanded to him by Bhagawan, that of revival of Indian culture and its cultural and moral values.   He decided that a systematic program of yoga education would be the main activity of the parampara’s effort towards cultural revival. He entrusted the task to Swami Rajarshi Muni who drew up the detailed plan for a yoga institute with training and research wings, designed the syllabi and curriculum and evaluation standards and methods within months of being entrusted the task, trained the first three teachers.  On 13th November 1976 Kripalvanandji lit a lamp before the idol of Lord Lakulish at Kayavarohan and inaugurated the Lakulish Yoga Vidhyalay, the Lakulish Institute of Yoga.   Its first yoga class was held the same day immediately after and Bhagawan’s plan for cultural revival was thus set in motion.    Kripalvanandji said on the occasion of the inauguration, “Today’s inauguration is only ceremonial. The subtle and true inauguration of this Institute occurred nearly six years ago when I gave yoga initiation to Rajarshi Muni.   I hope that this yoga institute will nurture true yogis and someday become a university of yoga”.

1977.   On 18th May, 1977 Kripalvanandji departed for the United Nations, to return in a very sick state on 1st October, 1981.   He passed away on 29th December, 1981.  With Swami Kripalvanand’s passing the mantle of kulguru fell on the shoulders of Swami Rajarshi Muni. 


                                                                                                       -----------------------------------------

સ્વામી કૃપાલ્વાનંદજીના સાહિત્ય સર્જન - પુસ્તકો/ Books by Swami Kripalvanandaji:


 1.             આસન અને મુદ્રા/Aasana ane Mudra –‘74  - પાતંજલ યોગસૂત્રના આધારે અષ્ટાંગ યોગનું સચિત્રણ સમજુતી   
 2.             પ્રેમધારા/Premadhara - ભજનોનો સંગ્રહ -’79, 02,  CD: PD: 1.2, કૃષ્ણ, ’03;  PD: 3, શિવ, ’04;  PD: 4, યોગ, ‘o4;  PD: 4 ગુરુ, ’04;  PD: 7,8 પ્રાર્થના, ’05  
 3.             ગીતાગુંજન/Gitagunjana - શ્રીમદ્દ ભગવદ્ ગીતાનું સમશ્લોકી ગુજરાતી ભાષાંતર  - '50, '74, '00, '05
 4.             શ્રી કૃપાલુ વાકસુધા/Shri Kripalu Vaksudha - ગાગર 1 થી 9, - '72-4
 5.             શ્રી ગુરુ વચનામૃત/Shri Guru Vachanamruta શતક 1, 2 - ‘74  (Sadhak’s Companion – ‘77) 
 6.             दक्षिणोत्तरसंगम/Dakshinottarasangma - '61
 7.             રાગજ્યોતિ/ Raagajyoti ભાગ 1, 2, - '64
 8.            એકેશ્વરવાદ, एकेश्वरवाद/Ekeshwaravada - '69
 9.             ગોપીભાવનાં ભજનોનું ભાવદર્શન/Gopibhavana Bhajanonu Bhavadarshana - '69, '74
 10.            વંદના - શ્રી કૃપાલુ ષષ્ટિપૂર્તિ મહોત્સવ અભિવાદન ગ્રંથ/Vandana - Shri Kripalu Shashtipurti Mahotsava Abhivadana Grantha - '73
 11.             શ્રી ગુરૂપ્રસાદી/Shri Guru Prasadi - '74
 12.            વિષ્ણુસહસ્રનામ/Vishnusahasranama -  '74, '05
 13.            શિવ મહિમ્ન સ્તોત્ર/Shivamahimnastotraમૂલસહિત સમશ્લોકી ગુજરાતી ભાષાંતર  - '74, '80,  '05
 14.             કાયાવરોહણ મહાતીર્થ - સ્મૃતિગ્રંથ/Kayavarohana Mahatirtha - Smrutigrantha  - '74
 15.             બ્રહ્મચર્યબાવની/Brahmacharyabavani - સંક્ષિપ્ત હિન્દી ટીકા સહિત 52 અનુષ્ટુપ શ્લોકો - '74,  '78
 16.             योग और ब्रह्मचर्य/ Yoga aur Brahmacharya (Yoga and Celibacy)- ’74, ‘78
 17.            कृपालूपनिषत /Kripalupanishad (Kripalupanishad – ‘76)
 18.            ઘ્યાનવિજ્ઞાન/Dhyanavignana – ’74 (Science of Meditation – ‘77)
 19.            શ્રી ગુરુ ગોવિન્દ પૂજન/Shri Guru Govinda Pujana) – ’78, ’05 CD – ‘02
 20.            મૂર્તિપૂજા/Murtipuja (Idol Worship) – ‘78
 21.             સનાતનધર્મ/ Sanatana Dharma – ‘78
 22.             સપત્નીક  યોગ સાધના/Sapatnika Yogasadhana (Illusion of Conjugal Sadhana) – ‘78
 23.            અંધકાર અને ઉજાશ/Andhakara ane Ujasha – ‘79
 24.             અગ્નિપરીક્ષા – ‘79/ The Passion of Christ – ‘83
 25.            પ્રેમયાત્રા, યોગ અને ભક્તિખંડ/Premyatra, Yoga ane Bhaktikhanda – ‘79 (Pilgrimage of Love – ’81-4)
 26.            हठयोगप्रदीपिका/Hathayogapradipika – ‘81
 27.            भारतीय प्राचीन जातिगान/Bharatiya Prachina Jatigana – ‘80
 28.            नारदभक्तिसूत्र/Naradabhaktisutra – ‘92
 29.            पातञ्जलयोगसूत्र/Patanjalayogasutra – ’81, ‘92
 30.            ब्रह्मसूत्र/Brahmasutra – ‘92
 31.            स्वरसाधना/Svarasadhana – ‘81
 32.            પ્રેમસૂત્ર/Premasutra – ‘81
 33.            યોગસિદ્ધાન્ત/Yogasiddhanta – ‘81
 34.             યોગના અંતરાયો/Yogana Antarayo – ‘81
 35.             શ્રુતિ અને સ્વર/Shruti ane Svara – ‘81
 36.            પ્રેરણાપીયૂષ/Preranapiyusha – ’82, ‘05
 37.             પ્રવચન, લેખ અને પત્રસંગ્રહ/Pravachana, Lekha ane Patrasangraha – ’28-81
 38.            મહાતીર્થ કાયાવરોહણ - જ્યોતિર્લિંગ અને શિવભક્તિનું રહસ્ય/Mahatirtha Kayavarohana - Jyotirlinga ane Shivabhaktinu Rahasya – ‘81
   પ્રાપ્તિસ્થાન:   શ્રી કૃપાલુ સમાધિમંદિર , મલાવ, ગુજરાત   389310/ Available at Shri Kripalu Samadhi Mandir, Malav, Gujarat 389310
                                                                                                                    
 
========================================================================================