નાડી દોષ ના અપવાદ
તમારું વેવિશાળ નક્કી કરતી વખતે કે પછી લગ્ન થઇ ગયા બાદ કોઈ જ્યોતિષી અગર તમને કહે કે તમારા બે વચ્ચે (પતિ-પત્ની) સમાન નાડી દોષ છે તો તમારે એ જરૂર પૂછવું જોઈએ કે શું તમે  નાડી દોષ ના અપવાદ લાગુ પડેછે કે કેમ તે ચકાસી જોયું છે?
 
તમે જો જ્યોતિષ સમજતા હોવ તો તમે જાતે પણ આ અપવાદ ચકાસી શકો છો. નીચે જણાવેલ સ્થિતિમાં નાડીદોષ લાગતો નથી :-
 
* જો તમારી બંને ની ચંદ્ર રાશી અલગ અલગ હોય.
 
* જો તમારી બંને ની ચંદ્ર રાશી એક હોય તેમ છતાં જો ચંદ્ર  નક્ષત્ર અલગ અલગ હોય.
 * બંને ના નક્ષત્ર ચતુર્પૂર્વ સારણી માં અલગ અલગ જૂથ માં પડતા હોય
 
* જ્યોતિષ ચીન્તામણી અનુસાર - રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, જ્યેષ્ઠા, કૃતિકા, પુષ્ય, શ્રવણ, રેવતી અને ઉત્તરાભાદ્ર નક્ષત્રોમાં નાડીદોષ લાગતો નથી  
 
જો આપને ઉપરોક્ત અપવાદનો લાભ નપણ મળતો હોય તો પણ મારી સલાહ છે કે આપ કોઈ સારા નિષ્ણાત આયુર્વેદિક તબીબને તમારા બંને ની પ્રકૃતિ એટલે કે વાત, કફ અને પિત્ત ની તપાસ કરાવો.
 
  
જ્યોતિષમાં જ્યારે નાડીદોષ હોય ત્યારે બંને વ્યક્તિની પ્રકૃતિ કોઈ એક જ ગુણ ની અધિકતા વાળી હોવાની શક્યતા હોય છે. જેમકે બંને પિત્ત પ્રકૃતિ વાળા હોય કે બંને વાત પ્રકૃતિ વાળા હોય. જ્યારે કોઈ એક જ ગુણ નો વિકાર બંને વ્યક્તિમાં હોય ત્યારે ગર્ભધારણ મુશ્કેલ બનતું હોય છે. તેના ઉપચાર માટે વૈદની સલાહ મુજબ પોતાના આહાર વિહાર, જીવન શૈલી તથા સ્વભાવ ને રૂતુ પ્રમાણે કેવી રીતે સંતુલિત કરવી તે સમજવું જોઈએ. આ તપાસ ને ત્રિદોષ કહે છે. આ દોષ આ રીતે હળવો કરી શકાય છે.
 
https://sites.google.com/site/astrogujju/options?pli=1