home

ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી,
બ્લોક નં 12, બીજે માળ, ડૉ જીવરાજ મહેતા ભવન,
ગુ.રા., ગાંધીનગર.
Click here for the Schedule
 

 
ગુજરાત રાજ્યમાં આવેલ બિનસરકારી અનુદાનિત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સને 2010-11 ના કાર્યભાર અને વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ભરવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી દ્વારા ચકાસણી કરી એન.ઓ.સી કેમ્પ કરવામાં આવેલ હતો. આ કેમ્પમાં સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી સંમતિના આધારે સંબંધિત યુનિવર્સિટીના સહકારથી ઓલ ઈન્ડિયા જાહેરાત આપી અત્રેની કચેરી દ્વારા જુદા જુદા ૨૯ વિષયોમાં લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રીત કરવામાં આવેલ હતી. અરજીઓ મળ્યા બાદ તા. ૨૭-૯-૨૦૧૦ થી તા. ૩૦-૯-૨૦૧૦ સુધી જુદા જુદા વિષયોમાં ગાંધીનગર ખાતે સમાલાપ કમિટિ દ્વારા સમાલાપની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ કાર્યવાહીમાં સંબંધિત કોલેજ, સત્તા મંડળો, આચાર્યશ્રીઓ અને યુનિવર્સિટી પ્રતિનિધિઓ હાજર હતા. જેમાં નીચે મુજબ કાર્યપદ્ધતિ અપનાવવામાં આવેલ હતી.
૧. આ કાર્યવાહીમાં અત્રેની કચેરીના પરિપત્ર અનુસાર શૈક્ષણિક લાયકાત અને અનુભવ અંગે નક્કી કરવામાં આવેલ ગુણાંકન પદ્ધતિ અનુસાર ઉમેદવારની લાયકાતના આધારે ૯૫ ગુણમાંથી ગુણાંકન કરવામાં આવેલ.
૨. સમાલાપ કમિટિ  દ્વારા પાંચ ગુણમાંથી ઉમેદવારોનું ગુણાંકન કરવામાં આવેલ.
૩. બાજુમાં દર્શાવેલ વિષયોની યાદીમાં ઉમેદવાર સંબંધિત વિષયમાંથી તેમનો વિષય ક્લિક કરી તે વિષયમાં ઉમેદવારે મેળવેલ ગુણાંકન તેમજ શ્રેયાનતા જાણી શકશે અને તેમાં જો કોઇ વિગતદોષ અથવા વિસંગતતા જણાય તો આગામી તા. 23/10/2010 સુધીમાં તેની જાણ karmpritij@gmail.com પર ઇમેલ દ્વારા કરવાની રહેશે. ઉમેદવાર 079-23253991 પર પણ પોતાની વિગતો જણાવી શકશે.
૪. બાજુમાં દર્શાવેલ વિષયોની યાદી પૈકી રસાયણશાસ્ત્ર, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, એકાઉન્ટન્સી, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગુજરાતી, ઇતિહાસ તથા સંસ્કૃત વિષયોમાં ઉમેદવારે પોતાની કેટેગરી પ્રમાણે પોતાની પસંદગી અંગેના તમામ વિકલ્પો નિયત નમૂનામાં ભરી તા. 23/10/2010 સુધીમાં karmpritij@gmail.com પર ઇમેલ દ્વારા મોકલવાના રહેશે. પ્રેફરન્સ ફોર્મ અહીંયા ક્લિક કરવાથી ડાઉનલોડ થઇ શકશે.
૫.નિયત નમૂનામાં ભરેલ પ્રેફરન્સ ફોર્મને જ  ધ્યાને લેવામાં આવશે.
૬. સંબધિત બિનસરકારી કોલેજોએ પણ એન.ઓ.સી મુજબ વિષય અને કેટેગરીની ચકાસણી કરવાની રહેશે અને જો તે અંગે જો કોઇ રજુઆત હોય તો તા. 23/10/2010 સુધીમાં karmpritij@gmail.com પર ઇમેલ દ્વારા રજુઆત કરવાની રહેશે.

Comments