તા. ૨૧/૦૬/૨૦૨૬ રવિવાર થી ૨૮/૦૬/૨૦૨૬ રવિવાર (જે તે સેન્ટરની અઠવાડિક સભાના દિવસે અઠવાડિક સભાના સમયે)
1. શિક્ષાપત્રી સાર પુસ્તિકા (Oct-2025માં પ્રકાશન થયેલ બારમી આવૃત્તિ તથા તે પછીની આવૃત્તિ) અને
2. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ પ્રોગ્રામ દરમ્યાનનો વ્હાલા ગુરુજીની દિવ્યવાણીનો ત્રણેય દિવસનો લાભ
તા. ૨૩-૦૧-૨૦૨૬ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ પ્રોગ્રામ દિન-1 લિંક https://www.youtube.com/live/EWInpfsmni0?si=J_G3jHT3FFrRfZJy
તા. ૨૪-૦૧-૨૦૨૬ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ પ્રોગ્રામ દિન-2 લિંક https://www.youtube.com/live/H0RIqYDqBlQ?si=jRMNLf7cFrgG69N_
તા. ૨૫-૦૧-૨૦૨૬ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ પ્રોગ્રામ દિન-3 લિંક https://www.youtube.com/live/QfsQE2vZf64?si=vJYcyIxCezxk64uR
અઠવાડિક સભામાં આવતા તમામ સભ્યો સત્સંગ પરીક્ષાનો લાભ લઈ શકે તે માટે આ વર્ષે સત્સંગ પરીક્ષા અઠવાડિક સભા દરમિયાન જ લેવાની રહેશે.
૧૪ વર્ષથી ઉપરના તમામ પરીક્ષાર્થીઓએ કિશોર-યુવા સત્સંગ પરીક્ષા આપવાની રહેશે.
આદર્શ પ્રોજેક્ટમાં જોડાયેલા DSS, AYP તથા પ્રિ-મુમુક્ષુમાં જોડાયેલા મુક્તોએ ફરજીયાત પરીક્ષા આપવાની રહેશે.
સત્સંગની તેમજ વહીવટની સેવામાં જોડાયેલા તમામ સંચાલક-કાર્યકર મુક્તોએ પણ સત્સંગ પરીક્ષા ફરજીયાત આપવાની રહેશે.
કિશોર-યુવા સત્સંગ પરીક્ષા ૫૦ ગુણની રાખવામાં આવશે.
પરીક્ષાનો સમય ૪૦ મિનિટનો રહેશે.
આ સત્સંગ પરીક્ષા લેખિત એટલે કે Offline માધ્યમ દ્વારા જ લેવામાં આવશે. Online માધ્યમ દ્વારા આ પરીક્ષા લેવામાં નહિ આવે.
સત્સંગ પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નો જ્ઞાનલક્ષી તેમજ વર્તનલક્ષી પૂછવામાં આવશે.
જે બાળમંડળના બાળકો તથા ABSના બાળકોને કિશોર-યુવા સત્સંગ પરીક્ષા આપવી હોય તો સ્વૈચ્છિકપણે આપી શકશે.
યુવતી વિભાગ તથા મહિલા વિભાગના પરીક્ષાની સંપૂર્ણ જવાબદારી મહિલા અગ્રેસરની રહેશે.
વિદેશની સત્સંગ પરીક્ષાની માહિતી જે તે દેશમાંથી આપવામાં આવશે. તે મુજબ પરીક્ષામાં ભાગ લેવાનો રહેશે.