હનુમંત હાઈસ્કૂલ માં ધોરણ ૬ ના વિદ્યાર્થીઓંને ક્રિયા દ્વારા શિક્ષણ નિમિત્તે રચનાત્મક લેખન કાર્ય કરાવવામાં આવ્યું હતું.ક્રિયા ના હેતુ ને ધ્યાનમાં રાખીને ૩૧/૦૭/૨૦૨૩ ના રોજ ધોરણ ૬ અ /બ માં કવિતા-૫ “માં ના ગુણ” જે ગુજરાતી સાહિત્ય ના કવિ શિરોમણી દલપત રામ રચિત કાવ્ય છે. પ્રસ્તુત કવિતા સંદર્ભએ શિક્ષિકાના માર્ગદર્શન હેઠળ બાળકો એ પોતાની માતાએ કરેલા કાર્ય, સમર્પણ ભાવની વાતો વાગોળી હતી.આપણામાં માતૃત્વ ભાવના વિકસાવે તેવી પંક્તિયો, વાક્યો, કહેવતો લેખ લખી. બાળકો એ ગુજરાતી કવિતાઓં પણ સાંભળી હતી અને તે ક્ષણને ખરા અર્થ માં સાર્થક કરી હતી.
વિદ્યાર્થી પોતાના જીવનમાં માતાના, મહત્વ, સમર્પણભાવ, ત્યાગ જેવા ગુણોને સમજે એ હેતુથી ગુજરાતી વિષય શિક્ષિકા પ્રીતિ મેમ એ ‘માં’નું મહત્વ અને પોતાના બાળક પ્રત્યેનું વાત્સલ્ય કેવું હોય એ વાત સહજ ઉદાહરણો થી સમજાવી હતી. જેમાં “માં” ના માતૃત્વ ભાવને કેન્દ્રમાં રાખી જુદી જુદી ભાષાઓમાં ‘માં’ માટેના શબ્દો પ્રયોજ્યા. એક સુંદર કવિતા સહજ રીતે બાળકો સમક્ષ રજૂ કરવામાં આવી. ત્યારબાદ ગુજરાતી સાહિત્યના લેખક ઈશ્વર પેટલીકર ની વાર્તા ‘લોહીની સગાઈ’નો સંક્ષિપ્તમાં સાર કહેવામાં આવ્યો. જેમાં માતાના માતૃત્વને કંઈક મહદંશે દેખાડવામાં આવ્યુ હતું. ‘માં’ એ આપણા જીવનનો અનમોલ ખજાનો છે, અનમોલ મોતી છે એ વાતને વિદ્યાર્થીઓ સમક્ષ સહજતા સાથે દર્શાવવામાં આવી હતી.