I am Pratik Zora
Gujarat, India
If you want to interested to create your own Website so Contact me...
My E-Mail Address is : zora_pratik@yahoo.com
છેલ્લે એટલુ જ કહીશ કે...
ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?
ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.
નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.
ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?
તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.
માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.
આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘ઝોરા’ કેરો પ્રાણ પૂરાયો હતો.
-- પ્રતીક.ઝોરા.
