શબ્દ સાથે

ગઝલ‎ > ‎

અજાણ્યાં

સંબંધોથી જોડ્યાં બે હૈયાં અજાણ્યાં, ધરાને ગગન હો ક્ષિતીજે અજાણ્યાં.
આ સંગાથ સારો છે રસ્તે અજાણ્યા, જ્યાં એ પણ અજાણ્યાં અમે પણ અજાણ્યાં
કહે છે બધું એ નયનના ઈશારે, ને શબ્દો બધા થઈ ગયા છે અજાણ્યા
હું કહેતો નથી કે હું જાણું છું તમને, ને એ પણ નથી કે તમે છો અજણ્યા
મળ્યા કરશું તો યાદ રહેશું પરસ્પર, નહિતર ફરી ક્યાંક મળીશું અજાણ્યાં
જ્યાં ‘સર્જન’ની સંગે છે આખુંય જીવન, કહો ક્યાં સુંધી બંને રહેશું અજાણ્યાં.

10-05-1999

લાગણીનું કેન્દ્રબિંદુ ત્યાં જ છે, અહિં તો એનાં સ્પંદનો વંચાય છે!