supported by

supported by

Google Ads here

sm-184--Jibh

જીભ

મનુષ્ય એટલે  જીભ

-- જ્યોતીન્દ્ર દવે

મનુષ્યની સર્વ ઈન્દ્રીયોમાં જીભનું સ્થાન વીશીષ્ટ છેબીજી બધી ઈન્દ્રીયો કરતાં એનું મહત્ત્વ પણ વીશેષ છેકાનહાથપગ આદી બબ્બે છે ને તે કાર્ય એક  કરે છેસાંભળવાનું એક કામ કરવા માટે બે કાનશ્વાસ લેવાનું એક કામ કરવા માટે બે નસકોરાંચાલવાનું એક કાર્ય કરવા માટે બે પગજોવાના એક કામ માટે બે આંખપણબોલવાનું અને સ્વાદ ચાખવાનુંએમ બે કામ માટે એકલી જીભની  નીમણુક કરવામાં આવી છે !


ઘણીખરી ઈન્દ્રીયો પર આપણો કાબુ નથીઆપણી ઈચ્છા વીરુદ્ધ પણ પરસંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથીકોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી કુદરતી રીતે  આપણને  રુચતી હોય તો પણઆપણા પોતાના કાન  ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વીના નહીં રહે જોયા જેવું આંખ અનેક વારજુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસીકા મગજને પહોંચાડે છેપરંતુ જીભની ઉપર તો મનુષ્યની પુરેપુરી સત્તા પ્રવર્તે છેએની ઈચ્છા હોય તો  બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકેઅન્યથા નહીં.


બોલવાનું ને ખાવાનુંદુનીયાનાં બે મોટાં કાર્ય એક નાનકડી જીભ બજાવે છેમાનવજીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરુરી બીજાં કોઈ કાર્ય નથી બન્ને કાર્યની મનુષ્યના જન્મથી શરુઆત થાય છે ને જીવનનો અંત આવતાં સુધી ચાલે છેઅથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ  રહે છેએનાં મત,અભીપ્રાયવચન આદીનો પાછળનાંઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે ને એની પાછળ બારમુંતેરમુંશ્રાદ્ધવરસી આદી પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભીલાષાને મરણ પછી સંતોષે છેઆમજીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરુ થાય છે અને તેના મરણ પછી પણ ચાલુ રહે છેવૃદ્ધાવસ્થામાં બીજી ઈન્દ્રીઓશીથીલ થઈ જાય છેત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છેઘણીવાર તો બીજી ઈન્દ્રીયોની શક્તી એનામાં ભેગી થતી હોય એમ લાગે છેઘરડી આંખઘરડું મગજ  નીર્બળતાની નીશાની છેપણ ઘરડી જીભ એટલે અનુભવે અને સંસ્કારેબળમાં અને કળમાં દુર્જેય બનેલી જીભ એમ  સમજવાનું.


રસાસ્વાદનો અધીકાર જીભને મળ્યો છેએના વડે  સ્વાદનું જ્ઞાન થાય છે માટે એને જ્ઞાનેન્દ્રીય ગણીએ તો ગણી શકાયબોલવાનું કાર્ય  કરે છે એટલે કર્મેન્દ્રીય પણ કહી શકાયશ્રીમદ્ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન અને કર્મનો  સુંદર સમન્વય સાધી બતાવે છેમન અને હૃદય બેની વચ્ચે એનું સ્થાન છે તે બહુ સુચક છેબન્નેને એનાવીના ચાલતું નથીબન્નેના પ્રતીનીધીની ગરજ   સારે છેમનના વીચાર અને હૃદયની ઉર્મીઓને જીભ  વ્યક્ત કરે છેવીદ્યાર્થીઓને ગણીત કે તત્ત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ  પ્રીયતમાના સાંનીધ્યમાં પ્રણયવચનો ઉચ્ચારે છે


જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છેછતાં ગૃહ બહારનાંને તેના દર્શન પણ થઈ શકતાં નથીતેમ જીવનનાં બે સૌથી મુખ્ય કાર્ય કરતી હોવા છતાં જીભ ઘણુંખરું અદૃશ્ય રહે છે.


સ્નીગ્ધકોમળનાનીનાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છેઆપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએતે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએરસોઈ બનાવીને સ્ત્રી આપણી રસવૃત્તીને પોષે છે ને  સુંદર ઘરેણાંલુગડાં પહેરીને આપણી અભીમાનવૃત્તીને પોષે છેતેવી  રીતે જીભઆપણી સ્વાદવૃત્તીને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણાં વખાણ કરી અભીમાનવૃત્તીને ઉત્તેજે છેસ્ત્રીની પેઠે જીભ ઘાયલ પણ કરે છે ને ઘા રુઝાવે છેतुम्हीँने दर्द दीया है तुम्हीँ दवा देना  એમ આશુક માશુકને કહે છે તે  રીતે જીભને પણ કહી શકાયકોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભપાછળથી જરુર પડયે તેનાં વખાણકરીપોતે પાડેલાં ઘાને રુઝાવી શકે છેપુરુષનાં પાપોનું પ્રાયશ્ચીત્ત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે તેમ પેટ આદીના રોગોના ભોગ જીભને બનવું પડે છેપેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છેપેટની વાત જીભ તરત  બહાર કહી દે છેઅબળા વર્ગ તરફથી ઘણી વાર ગૃહનાં છીદ્રો બહારનાંને જાણવાનાં મળે છેતે  પ્રમાણે દેહનારોગોના નીદાન માટે તજ્જ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે.


ફીકીસફેદનરમપહોળી ને અસ્થીર જીભ પાંડુ રોગની સુચક છેભુરાશ પડતી જીભ છાતીનાં દરદોનો સંભવ દર્શાવે છેવચ્ચે છારીવાળી ને છેડે રતાશવાળી જીભ અપચો વગેરે અન્ય ઉદરરોગનું સુચન કરે છેમુખ બહાર કાઢતાં એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી  શકાય તો  પક્ષાઘાતનું ચીહ્ન ગણાય છેઆમ જીભદેહનાં અનેક દરદો ખુલ્લાં કરે છે.


પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધીઓ જણાવતી નથી મનુષ્યનાં ગામજાતી આદીની પણ માહીતી વગર પુછયે આપી દે છેબ્રાહ્મણક્ષત્રીયવૈશ્યશુદ્ર  ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશેજેની જીભ સહેલાઈથીનહીં જેવા કારણેભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષીજેની જીભ વેદમંત્રોના ઘનજટાક્રમઈત્યાદી પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણજેની જીભ વીરરસની વાતો કરે ને કસુંબાપાણીમાં રાચી રહે તે ક્ષત્રીયપૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય ને જેની જીભ ઘણુંખરું મૌન સેવે ને ઈતર વર્ણના હુકમ સાંભળી ‘હામાબાપ !’ કહે તે શુદ્રઅત્યારે  વર્ગભેદ લોપાતા જાય છે અને તેનેબદલે નવીન ભેદો રચાતા જાય છેજેની જીભ ‘યુ ગધ્ધા ! બેવકુફસુવર !’ એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં ચારપાંચ વાર વીવીધ ઉત્તમ વાનીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યોજેની જીભ ‘માબાપસરકારપ્રભુ’ એવો પાઠ પઢ્યા કરતી હોય ને બેએક દીવસે  એક વારઅતીશયોક્તીમાં જેને અન્ન કહી  શકાયએવું કંઈકઆરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય. ‘રજાબજા નહીં મળેસમજ્યા ? જુઓઆજે જરા બેત્રણ કલાક વધારે બેસજોને આવતે મહીનેથી તમારા પગારમાં  દશ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.’ એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધીકારી. ‘સાહેબ છેતેછેતેજરા આજેઆજે જરાએમ કે સાહેબઆજે જરા વહેલો ઘેરજાઉં ? ઘેર માંદગી છેસાહેબસાહેબબાકીનું કામ ઘેર લઈ જઈશ’ એમ બીતાં બીતાં કરગરતે અવાજે ને દીન મુદ્રાએ બોલે તે કારકુનીયા જીભ.


જીભ આમ માણસનાંજાતીકુલ  નથી જણાવી દેતીપરંતુ  કયા શહેરનો કે ગામનો છે તે પણ  કહી દે છેએક વખત ભરુચમાં મેં બે મનુષ્યોને વાગ્યુદ્ધ ખેલતા જોયા હતા અને તે વેળા મને ખુબ નવાઈ લાગી હતીવાગ્યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગીબે માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગેલડે તેમાં નવાઈનથી  હું સારી રીતે જાણું છું. ‘‘તું લાલચોલ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતરની ! બતાવી દઉં !’’ એકે કહ્યું. ‘‘સાલાતારું મોં ઉજલું છે પણ કરમ તો કાલાં છેધોલામાં ધુલ પડી તારા !’’ બીજાએ ઉપરથી જવાબ દીધો બંને યોદ્ધાઓએ એકમતે ‘કારનો બહીષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી ! તે પછીભરુચમાં લગભગ બધા  માણસોને મેં ‘ને સ્થાને ‘’ વાપરતા સાંભળ્યા હતાસુરતવડોદરાઅમદાવાદ બધે સ્થળે ‘’ બોલાય છે ને ભરુચમાં કેમ બોલાતો નથી  ઉચ્ચારશાસ્ત્રનો વીષમ કોયડો છેમને લાગે છે કે બાળપોથીમાં નળનું ચીત્ર આપી તે પરથી ‘કાર શીખવવામાં આવે છે ને ભરુચમાં નળ નથીતેથી કદાચ ભરુચવાસીઓનળની સાથે ‘નો પણ બહીષ્કાર કર્યો હશેપણ  સાથે આપણે ઝાઝી નીસબત નથી. ‘કારનો બહીષ્કાર કરનારી જીભ ભરુચવાસીની છે એમ તરત જણાઈ આવે છેતે  રીતે ‘હવાકાનું હેર હાક’ માંગનારી સુરતી જીભ ને ‘સડકું ખોદીએં સીએં ને રાબું પીએ સીએં’ એમ કહેનારી કાઠીયાવાડી જીભ પણ પોતાના નીવાસસ્થાનની ખબરઆપી દે છે.


જીભની કુતુહલપ્રીયતા ને છીદ્રાન્વેષીપણું અદભુત છેદાંતના ખુણેખુણામાં  ફરી વળે છેએકઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોયતો તેને શોધી કાઢે ત્યારે   જંપે છે વીષયમાં પણ  અબળાવર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છેમોંમાં કાતરા પડયા હોય કે ચાંદી પડી હોયતો જીભ વારંવાર ત્યાં જવાનીકુતરાં વગેરે પ્રાણીની જીભમાં ઘા રુઝવવાની શકતી છેને  તેથી તે શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટચાટ કરે છેપણ ઉત્ક્રાન્તીક્રમમાં આગળ વધતાં વધતાં મનુષ્યની જીભમાંથી ઘા રુઝવવાની શક્તી જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘાને ચાટીચાટી વીશાળ ને ઉંડા બનાવવાની શક્તી આવી.


બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વીશીષ્ટત્વ એની જીભને લીધે  છેઅન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યોનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધી વધારે હોય છે  વાત મનુષ્ય અને પ્રાણી બન્નેના પરીચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથીમનુષ્ય કરતાં આંખની બાબતમાં બીલાડીહાથની બાબતમાંગોરીલાનાકની બાબતમાં કુતરોપેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો વધારે બળવાન હોય છે  જાણીતું છેતેમ  બીજાં જાનવરોની માફક એને શીંગડાં ને પુંછડી પણ હોતાં નથી પરથી સમજાય છે કે મનુષ્ય કરતાંજીભ સીવાયની બીજી ઈન્દ્રીયોના વીષયમાંઅન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છેમનુષ્યનો ખરેખરો વીકાસજીભના વીષયમાં થયો છેકીડીમંકોડાવંદા આદીને જીભ હોતી  નથીસુખદુઃખના ધ્વની પણ એનાથી કાઢી શકાતા નથીબીલાડાંકુતરાં આદી પશુઓને જીભ હોય છેપણ તે માત્ર અમુક પ્રકારનો  ધ્વની કાઢી શકે છેએથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વીવીધ પ્રકારના ધ્વનીનું ઉચ્ચારણ કરી શકે છેપોપટ વગેરે પક્ષીઓ કંઈકમાણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વની કાઢી શકે છેપરંતુ એક મનુષ્ય  એવું પ્રાણી છેજે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વની કાઢી શકે છેપશુપંખીઓ તેમ કરી શકતાં નથીમાટે  મનુષ્ય પશુપંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છેએક મનુષ્ય બીજા મનુષ્યને ‘કુતરાગધ્ધાસુવરહેવાન’ વગેરે કહી શકે છેજનાવરો એકબીજાનેમાણસઆદમીઈન્સાન’ વગેરે કહીને ગાળ દઈ શકતાં નથીએટલે  માણસ કરતાં ઉતરતાં દરજજાનાં ગણાય છેમનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છેજીભ વડેબીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી  બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે  છે.


સમયનેસંજોગને અનુકુળ થઈ જવાની જીભની શક્તી પણ સ્ત્રીના જેટલી  છેપીતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભીન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા નવીન પરીસ્થીતીને અનુકુળ થઈ જઈજાણે   વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય એમ વર્તવા માંડે છેતે  પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતાં તરત તેને અનુકુળથઈ જાય છેસુધારકો પર તીવ્ર બાણ વર્ષાવતી જીભસંજોગોમાં ફેરફાર થતાં તરત  સુધારકની પ્રશંસા કરવા મંડી પડે છેઘરને ખુણે ઉપરી અમલદારની સખ્ત ઝાટકણી કાઢતી જીભ  અમલદારના સાન્નીધ્યમાં એના ગુણગાન ગાવા મંડી પડે છે.


એક ગાડીવાળાએ એક નાના છોકરાનેકંઈક વાંકસરતમાચો માર્યોછોકરો રડતો રડતો પોતાના પીતા પાસે ગયોએનો પીતા ઉશ્કેરાઈ ગયો, ‘‘કોણે માર્યો મારા છોકરાને ? એની છાલ ઉખેડી નાખું ! જોઉં તો ખરોમારા છોકરાને આંગળી અડાડવાની હીંમત કોણે કરી ?’’ એમ બોલતો  છોકરાને લઈને આગળ આવ્યોછોકરાએગાડીવાળાને બતાવી કહ્યું, ‘‘આણે માર્યો.’’  ફુટ ઉંચા અને બસો રતલવાળા ગાડીવાળાએ આગળ આવી ‘‘હામેં માર્યોશું છે ?’’ કહીને બાંય ચઢાવવા માંડીછોકરાના પીતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યુઃ ‘‘બહુ સારું કર્યું તો   લાગનો છેએક  તમાચો શું કામ માર્યો ! મારવાતા ને બે ચાર ! મારાં દેખતાં મારો એક બીજીથાપટ !’’   પ્રમાણે આપણા બધાની જીભમાં સમયને અનુકુળ થઈ જવાની શક્તી રહેલી છેજેનામાં  શક્તી જેટલી વધારે વીકસીતતેટલો  વધારે પ્રતીષ્ઠાસંપન્નસમજુ ને શાણો ગણાય છે.


કામીની પેઠે જીભનાં જાદુ ને કામણ પણ અનેરાં છે મોહીનીનાં મોહનાસ્ત્ર ભારે અસરકારક છેનયનબાણ કરતાં પણ જીહ્વાબાણ વધારે કાતીલ નીવડે છેઘણી વાર આપણા અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફીદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. ‘‘એવું એનામાં છે શું ? નથી રંગનથી રુપ,નથી મર્દાનગીનથી પૈસોનથી પ્રતીષ્ઠાએવું તે  સ્ત્રીએ એનામાં જોયું શું ?’’ એમ સામાન્ય રીતે બધાને લાગે છેપણ તનમન કે ધનના વૈભવ વડે નહીંપણ એણે તો જીભના જાદુથી  સ્ત્રીનું મન હરી લીધું હોય છે  આપણે જાણતા હોતા નથીઅભીમન્યુ પર નયનોનાં જાદુ અજમાવી ચુકેલી ઉત્તરાને જીભનાં જાદુ અજમાવવાનોવધારે અવસર  મળ્યો હોત તો  વીર પુરુષ બની રણસંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમુનેદાર ગૃહસ્થાશ્રમી થયો હોતઈશ્વર પણ જીભને વશ થાય છેમાત્ર મનથી નહીંપણ જીભ વડે સ્તોત્રો ગાઈ ઈશ્વરપ્રાર્થના કરવી જોઈએ તેનું કારણ પણ   છેશેષનાગની હજાર જીભને લીધે  જગત ગતીમાન રહી શક્યુંછે ને એના પર શયન કરવાને લીધે  ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે.


જેમ દેશદેશની જીભો વીશીષ્ટ પ્રકારની હોય છેતેમ ભીન્ન ભીન્ન વ્યકતીની જીભની ખાસીયત પણ જુદી જુદી જાતની હોય છેકેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છેઆખો વખત સાંભળનારના કાનમાં  ઘુમ્યા કરે છેકેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને ને સાંભળનારને ડુબાડી દે છેતો કેટલીક સાંભળનારનીખુશામદમાં  રચીપચી રહે છેકેટલીક જીભો સ્ત્રીમુખને જોઈને વાચાળ બને છેઅન્યથા મુક થઈને પડી રહે છેકેટલીક જીભો બહુવ્રીહી સમાસની પેઠે અન્યપદ પ્રધાન હોય છેબીજાના  મનના વીચારની  વાહક બને છેકેટલીક જીભો કાતરનું કામ કરે છેકેટલીક સોયની ગરજ સારે છેકેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે છે.


જીભને આપણે ‘લુલીનું અભીધાન આપ્યું છેપણ  લુલી હશે તોયે ઈશ્વરકૃપા પામેલા પંગુના જેવી હશેઆખો ગીરી ઓળંગી શકે એવીજગતમાં જે કાંઈ થાય છેસારું નરસુંઆનંદકંકાસઆત્મશ્લાઘાખુશામદવીવાહ ને વરસીમાંદગી ને તંદુરસ્તી તે સર્વ મોટે ભાગે જીભને લઈને  થાય છેસીદ્ધાંત તરીકે જીભ પર અંકુશરાખવાની શક્તી મનુષ્યમાં છેપણ ખરી રીતે જોતાં જીભની સત્તા હેઠળ  દબાઈ જાય છેસમાજધર્મ ને કાયદાની રુએ પુરુષસ્ત્રીનો સ્વામી છેપણ વસ્તુતઃ  સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે  રીતે જીભના  તાબામાં રહે છેએની તંદુરસ્તીએની નીતીએનો વીવેકએનો ધર્મએનું આખું જીવન એની જીભને આધારે  વીકસેછે કે વણસે છેમનુષ્ય એટલે  જીભ.


મને લાગે છે કે ઈશ્વરે  માનવયંત્ર ઘડ્યુંપણ ક્યાં તો એણે બહુ ઉતાવળ કરી હશે કે ક્યાં તો યંત્ર ઘડવાનો એને ઝાઝો અનુભવ નહીં હોયથઈ શકે એવી કેટલીયે સગવડ એણે કરી નથીસ્ક્રુ મુકવાને બદલે કેટલીક વસ્તુ એણે એમની એમ જડી દીધી છેજીભને ધારીએ ત્યારે મોંમાંથી છુટી કરી શકાય એવી રચના એણે કરી હોત તો કેટલીસગવડ થાત ! નાટકસીનેમા અથવા સભામાં પ્રેક્ષકો ને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મુક્યા પછી  સભાસ્થાનમાં દાખલ કરવામાં આવતાં હોત તો નાટકસીનેમા તથા સભા આપણને કેટલા આનન્દદાયક  લાગત ! તેમ  આખો વખતબોલ બોલ કરી કંટાળો આપનાર વ્યકતીને મળવા જતાં, ‘જીભ અત્યારે એના મોંમાં નથીપણ  ઘી ચોપડીને કબાટમાં ઉંચી મુકી છાંડી છે’ એમ ખાતરી કરીનેનીર્ભયપણે આપણે મળવા જઈ શકતકોઈ પર ગુસ્સે થઈ જઈએ ત્યારે કલહ અને કંકાસના પ્રસંગ ઉપસ્થીત થતાં પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મુકી દઈમારામારી ને ગાળાગાળીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકત ? બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પુરે છે તેને બદલે તેની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષીતતા વધારે સારી રીતે જાળવી શકતકદાચ કોઈ વાર જીભની અદલાબદલી પણ થઈ જાતપણ તેમાં કંઈ નુકસાન  થતાં ઉલટો ફાયદો  થાતબાળકનામોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતાં  અનુભવભરી વાણીના ઉદ્ ગાર કરી શકતરામનું રટણ કરનારી જીભ ખ્રીસ્તના ઉપાસકના મોંમાં જઈનેરહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચઢી રામરહીમ ને ગૉડની એકતા આપોઆપ સીદ્ધ કરતહજીયે ઈશ્વરને આટલો સુધારો કરવાનું સુઝે તો ખોટું નહીં.


પ્રતીકુળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવ્યે જવાય  જીભ આપણને શીખવે છેઆગળ બત્રીસ ભૈયા જેવા મજબુત દાંતપાછળ ગળાની ઉંડી ખાઈઅનેક પ્રકારનાટાઢાઉનાતીખાખારા પદાર્થોનો સતત મારોસંચલન માટે ઓછામાં ઓછી જગાસુર્યનો જરાય પ્રકાશ  આવે એવી સાંકડીઅંધારી જગામાં લપાઈ રહેવાનુઃ આવીઅનેક પ્રતીકુળતાઓ છતાંજીભ આનંદથી નીર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છેખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનોને મન અને હૃદયના વીચારભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છેઅને સુખી થવું હોય તો મનુષ્યે સંસારમાં જલકમલવત્ નહીંપણ મુખજીભવત્’ રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગુઢ બોધ વગર બોલ્યે સંભળાવે છે.


♦ જ્યોતીન્દ્ર દવે

(રંગતરંગભાગ–3માંથી સાભાર...પ્રકાશક – ગાંડીવ સાહીત્યમંદીરસુરત)

@@@

સન્ડે મહેફીલ – વર્ષઃ પાંચમું – અંકઃ 184   January 31, 2009

ઉંઝાજોડણીમાં ફોન્ટમાં સાભાર અક્ષરાંકનઃ વીજેશ શુક્લ - vijvan302@gmail.com

@@@@@


All the Articles of previous 'SUNDAY eMAHEFIL's can easily be downloaded from our website:
http://www.gujaratilexicon.com/index.php?action=downloadSeM


CTRL + Click to follow link" http://www.gujaratilexicon.com/index.php?action=downloadSeM 

Ratilal Chandaria, e-mail: HYPERLINK "mailto:rpchandaria@comcraft.com" rpchandaria@comcraft.com





 Download the article as PDF  from attachment


Attachments (1)

  • sm-184.0-2010-01-31--Jibh--Jyotindra-Dave.pdf - on 7 Feb 2010 00:13 by Himanshu Mistry (version 1)
    141k View Download